________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૩
તે દાસીએ આવી ચેટક રાજાની પુત્રી સુજ્યેષ્ઠાને વાત કરી. સુજ્યેષ્ઠાને એ છબી જોવાનું મન થયું. એણે છબી મગાવીને જોઈ અને શ્રેણિક પર તે મોહિત થઈ. તેણે ધનશેઠને કહેવડાવ્યું; કોઈ પણ ઉપાયે મારાં લગ્ન શ્રેણિક સાથે થાય તેવો ઉપાય કરો.’
૨૨
અભયકુમા૨ે શહેર બહારથી અંતઃપુર સુધી એક ભોંયરું ખોદાવ્યું. એક ૨થ તૈયાર રાખ્યો. યોગ્ય સમયે રાજા શ્રેણિક ત્યાં આવ્યા અને રથમાં બેઠેલી ચેટક રાજાની પુત્રીને લઈ ગયા. તેનું નામ ચેલ્લણા. સુજ્યેષ્ઠાને બદલે ચેલ્લુણા કેમ આવી તેની હકીકત રાણી ચેલ્લણા'ના પ્રકરણમાં ચોપડીમાં આપી છે.
*
એક વખત રાજાજીના બાગમાં ચોરી થઈ. કોઈ સારામાં સારી કેરીઓ તોડી ગયું. રાજા કહે, ‘અભય ! આનો ચોર જલદી પકડી લાવ. રાજાના બાગમાં ચોરી કરે, એ ચોર કેવો !' અભય કહે, જેવી આશા.’
અભય વેશ બદલીને ફરવા માંડ્યો. એક વખત ફરતાં ફરતાં તે લોકોની મિજલસ આગળ આવ્યો. સહુ એક એક અચરજની વાત કહે. ત્યાં બધાએ આગ્રહ કર્યો કે સહુ એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org