________________
મહામંત્રી અભયકુમાર
. . . . . . . મોંઘાં રત્ન આપવાનાં છે. એટલે લોકોના ટોળેટોળાં એકઠાં થયાં અને પૂછવા લાગ્યાં: ‘મંત્રીશ્વર ! આ રત્નો કોને આપવાનાં છે?” અભય કહે, “જે ત્રણ વસ્તુ છોડે તેને. એક, ઠંડું પાણી, બીજું દેવતા ને ત્રીજું, સ્ત્રી.”
માણસો કહે, ‘એ તો ખૂબ મુશ્કેલ છે. હંમેશાં ગરમ પાણી પીવું, કોઈ પણ જાતનો દેવતા પોતાના માટે સળગાવવો નહીં અને સ્ત્રીની સાથેનો સંબંધ છોડી દેવો એ અમારાથી ન બને.”
અભય કહે, ત્યારે આ રત્નો કઠિયારા મુનિનાં થાઓ, જેણે આ ત્રણ વાનાં છોડ્યાં છે. લોકો સમજ્યા કે તે મુનિ ખરેખરા ત્યાગી છે. આપણે નાહક તેમની મશ્કરી કરી ચીડવ્યા. પછી અભયે શિખામણ દીધીઃ હવે કોઈએ મુનિની મશ્કરી કે તિરસ્કર કરવો નહીં.'
અભયકુમારની બુદ્ધિના આવા આવા અનેક દાખલાઓ છે, તેથી લોકો આજે પણ એવી ઇચ્છા કરે છે કે અભયકુમારની બુદ્ધિ હજો.”
શ્રેણિક રાજાએ અભયને રાજ્ય માટે લાયક જોઈ આગ્રહ કર્યો કે હે પુત્ર! તું આ રાજ્ય ભોગવ. અભયે કહ્યું: “પિતાજી! મારે રાજ્ય નથી જોઈતું. હું હવે મારા આત્માનું કલ્યાણ કરવા ઇચ્છું છું. પ્રભુ મહાવીર આગળ મને દીક્ષા લેવાનું ભારે મન છે. અને તે માટે આપ રજા આપો.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org