________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨૩
ગુસ્સે ન થશો. મારી પ્રતિજ્ઞા પાળવા જ તેમને અહીં લાવ્યો છું.” કુમારનાં આવાં વચન સાંભળી શ્રેણિક શાંત થયા અને પ્રદ્યોતને માનમરતબાથી વિદાય આપી.
*
એક હતો કઠિયારો. તે ખૂબ ગરીબ. એક વખત તેણે મુનિનો ઉપદેશ સાંભળ્યો. એટલે તેને વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી. પોતાના ગુરુ સાથે રાજગૃહી આવ્યો.
કેટલાક લોકો તેની પહેલાંની હાલત જાણતા હતા, એટલે મશ્કરી કરવા લાગ્યા કે ભાઈનું ક્યાંય ઠેકાણું ન પડ્યું એટલે સાધુ થયા. બીજી રીતે પણ તિરસ્કાર કરવા લાગ્યા. એટલે તેણે વિચાર કર્યો કે અપમાન થાય ત્યાં રહેવું નહીં.
આ વિચાર ગુરુને જણાવ્યો. ગુરુએ કહ્યું, “મહાનુભાવ ! તારો વિચાર સાચો છે. આપણે કાલે વિહાર કરીશું.'
અભય પ્રભુ મહાવીરનો પરમ ભક્ત હતો. પોતે રાજકાજમાં કુશળ હતો તેવો જ ધર્મધ્યાનમાં પણ કુશળ હતો. સદા જિનેશ્વરની પૂજા કરતો. સાધુ મુનિરાજને વંદન કરતો. તેને આ વાતની ખબર પડી એટલે ગુરુ આગળ આવ્યો અને વિનંતિ કરી : “એક જ દિવસ કૃપા કરીને રહી જાઓ. પછી સુખેથી વિહાર કરજો.’
બીજા દિવસે રાજભંડારમાંથી ત્રણ મોંઘાં રત્ન લીધાં અને આવ્યો ચોકમાં. ત્યાં જાહેર કર્યું કે લોકોને આ ત્રણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org