________________
રાજર્ષિ પ્રસન્નચંદ્ર
ه
ت
.........
રાખતું નથી. જો અહીં રહેવું હોય તો તમારી જટા ઓછી કરવી પડશે.” આશ્રમમાં રહેવાની વલ્કલચીરીને ખૂબ હોંશ તેથી વગર બોલ્યું તેમ કરવા દીધું.
પછી નવરાવવા માટે વલ્કલ ઉતારીને બીજું કપડું આપવા માંડ્યું, એટલે તે બૂમો પાડવા લાગ્યા; પણ આશ્રમમાં રહેવાની વાત આવી એટલે વલ્કલચીરી બોલ્યાચાલ્યા વિના શાંત ઊભા. બીજું કપડું પહેરાવ્યું ને ગરમ પાણીથી સાબુ ચોળીને નવરાવ્યા. પછી સુંદર કપડાંલત્તાં પહેરાવ્યાં.
વનલતાને સોળે શણગાર સજાવીને તૈયાર કરી. ભેગાં મળી ગીત ગાવા માંડ્યાં, એટલે વલ્કલચીરી વિચારમાં પડ્યો. આ ઋષિઓ શું ભણતા હશે? વનલતા પરણી ઊતરી. મંગળ વાજાં જોરથી વાગવા લાગ્યાં. વલ્કલચીરી કહે, “અરે ! આ શું? આ કોલાહલ શેના !” વલ્કલચીરીએ કાને હાથ દીધા.
*
અહીં રાજા પ્રસન્નચંદ્ર વાજાનો અવાજ સાંભળી ગુસ્સે થયા. તે બોલ્યા: “મારા નગરમાં એવું કોણ છે, જે મારો હુકમ તોડીને વાજાં વગાડે છે ? જાવ, તેને બોલાવીને મારી આગળ હાજર કરો.'
સિપાઈઓ ઊપડ્યા. ગણિકાને પકડી લાવ્યા. એણે કહ્યું, મહારાજ ! મારી પુત્રીનાં ઘડિયાં લગ્ન લીધાં છે. એના હરખમાં વાજાં વગડાવ્યાં છે.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org