________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩
ગણિકાને ત્યાં લગ્ન ! તને કોણ જમાઈ મળ્યો?’
બાપજી, અમને બીજો કોણ મળે? એક વનમાનવ છે. દીકરી ન માની, પછી શું થાય ?'
આ સાંભળી પ્રસન્નચંદ્રને લાગ્યું કે મારો ભાઈ તો ન હોય! ખાતરી કરવા તેમણે પેલી જંગલમાં ગયેલી ગણિકાઓને મોકલી. તેઓએ આવીને જાહેર કર્યું કે એ જ આપના ભાઈ છે. આ સાંભળી રાજાના હરખનો પાર રહ્યો નહીં. પોતાનાં ભાઈભાભીને તેડવા મોકલ્યાં.
હાથીની અંબાડીએ બેસી વલ્કલચીરી તથા તેની વહુ રાજદરબારે આવ્યાં. રાજાએ ધીમેધીમે તેને દુનિયાદારીનું જ્ઞાન આપ્યું.
અહીં સોમચંદ્ર મુનિએ વલ્કલચીરીને જોયો નહીં, એટલે તેને શોધવા નીકળ્યા. જંગલના ઝાડે ઝાડે તે ફરી વળ્યા. પહાડની બખોલો જોઈ વળ્યા, પણ ક્યાંય વલ્કલચીરી દેખાયો નહીં. આથી તેમને ખૂબ દુઃખ થયું. તેમને પુત્ર ઉપર ઘણો જ પ્રેમ, તેથી ચોધાર આંસુએ રડવા લાગ્યા. રડતાં રડતાં તે આંધળા બન્યા.
પ્રસન્નચંદ્ર રાજાએ પોતાને ભાઈ મળ્યો એટલે તેના સમાચાર પિતાને પહોંચાડ્યા. તેમને આથી કંઈક શાંતિ વળી, પણ તેનો વિજોગ ખૂબ સાલવા લાગ્યો. હવે બીજા તાપસો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org