________________
રાજર્ષિ પ્રસન્નચંદ્ર
તેમની સેવાચાકરી કરે છે ને તેમની દેખરેખ રાખે છે.
વલ્કલચીરીને જંગલમાંથી શહેરમાં આવ્યે બાર વરસ વીતી ગયાં છે. એક વખત એમને વિચાર આવ્યો : ‘અહો, મારા પિતાએ મને ઉછેરીને મોટો કર્યો ને મેં તો તેનો કંઈ બદલો વાળ્યો નહીં. અત્યારે તેઓ ઘરડા છે. મારાથી મારી ફરજ કેમ ચુકાય !’
પોતાનો આ વિચાર તેમણે રાજા પ્રસન્નચંદ્રને કહ્યો, એટલે તેમણે કહ્યુંઃ ‘હું પણ પિતાનાં દર્શન ક૨વાને ખૂબ ઇંતેજાર છું. આપણે બંને સાથે જઈશું.’
બંને ભાઈ તૈયાર થયા. ભારે ઠાઠમાઠથી પોતાનું લશ્કર લઈને ચાલ્યા. કેટલાક વખતે તેઓ પિતાના આશ્રમે આવ્યા. જ્યાં આ આશ્રમ જોયો એટલે વલ્કલચીરી બોલી ઊઠ્યો : ભાઈ ! આ આશ્રમ જોઈ મને કંઈ કંઈ થાય છે. અહા ! આ સરોવર ને વાવ ! જ્યાં હું હંમેશાં નહાતો હતો. અહા ! આ વૃક્ષો કે જેનાં મીઠાં ફળો હું ખાતો હતો. આ પ્યારાં મૃગલાં !
આ માતા જેવી ભેંસો, જેનું દૂધ પીને હું મોટો થયો. તે વખતનું જીવન ખરેખર ખૂબ સુખી હતું. એવું સુખ હું કેટલુંક સંભારું!”
૧૧
આમ વાતો કરતાં તે પિતાની પર્ણકુટિ આગળ આવ્યા, ને પિતાના પગમાં પડી નમસ્કાર કર્યા.
આંધળા પિતા બોલ્યા : કોણ પ્રસન્નચંદ્ર ! કોણ વલ્કલચીરી ! પુત્રો, તમે કુશળ તો છો ને ?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org