________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ - - - -
બંને બોલ્યાઃ “આપની કૃપાથી અમે કુશળ છીએ.' પિતાએ બંનેને છાતીસરસા ચાંપ્યા ને તેમની આંખમાંથી પ્રેમનાં આંસુ પડ્યાં. આ વખતે તેમના શરીરમાં પ્રેમની ગરમી એટલી વધી ગઈ કે તેમની આંખનાં પડળ તૂટી ગયાં ને તે દેખતા થયા.
પછી વલ્કલચીરી પોતાની ઝૂંપડીમાં ગયા ને પોતાનું કમંડલ જોવા લાગ્યા. તેના પર કેટલાંય વરસની ધૂળ ચડેલી. તેને પોતાના ખેસથી દૂર કરવા લાગ્યા. આ વખતે તેમને લાગ્યું કે પોતે આવું કંઈક કરેલું છે એનો વિચાર કરતાં કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન એટલે કે પૂર્વભવનું સ્મરણ થયું. ત્યાં તેમણે લીધેલી દીક્ષા યાદ આવી. પૂર્વનું સંયમી જીવન યાદ આવ્યું એટલે ભોગવિલાસ પરથી મન ઊઠી ગયું. ઉચ્ચ જીવન ગાળવાની ઇચ્છા થઈ. એ ઉચ્ચ જીવન ગાળવામાં તે એટલા પવિત્ર વિચાર પર આવી ગયા કે તેમની બધી મલિનતા ત્યાં ને ત્યાં દૂર થઈ અને તેઓ પૂરા પવિત્ર થયા. વનમાનવમાંથી મહાત્મા બન્યા.
પોતાના નાના ભાઈના આચારવિચાર જોઈને રાજા પ્રસન્નચંદ્રને પણ વૈરાગ્ય થયો.
હવે એક વખત ત્યાં પ્રભુ મહાવીર પધાર્યા. મહાત્મા વકલચીરીએ પોતાના પિતાને કહ્યું: ‘આપ આ મહાપ્રભુ સાથે રહો ને આપના આત્માનું કલ્યાણ સાધો. પછી પોતે બધું તજીને સ્વતંત્ર ફરવા લાગ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org