________________
મહામંત્રી અભયકુમાર
ધર્મનો દેખાવ કરી આ ધુતારીએ મને છેતર્યો છે. પેલી ગણિકાએ ઉજેણી આવી અભયકુમારને ચંડપ્રદ્યોત આગળ હાજર કર્યો. ચંડપ્રદ્યોતે તેને કેદમાં પૂર્યો.
પ્રદ્યોત રાજાને અનલગિરિ નામનો સુંદર હાથી હતો. તે એક વખત ગાંડો થયો. પ્રદ્યોત રાજાએ ઘણા ઘણા ઉપાય કર્યા, પણ હાથી વશ થાય નહીં. હવે કરવું શું? વિચાર કરતાં પ્રદ્યોતને અભયકુમાર યાદ આવ્યો. એટલે તેને બોલાવીને કહ્યું: “અભયકુમાર ! અનલગિરિને વશ કરવાનો કોઈ ઉપાય બતાવો.'
અભય કહે, “ઉદયન નામનો એક રાજા આપને ત્યાં કેદી છે. તેની ગાયનવિદ્યા અજબ છે. તેની પાસે ગાયન કરાવો તો હાથી વશ થઈ જશે.'
રાજાએ તેમ કર્યું એટલે હાથી વશ થયો. આથી પ્રદ્યોત ખૂબ રાજી થયો. તેણે કહ્યું: ‘અભયકુમાર ! માગો, માગો ! છૂટા થવા સિવાયનું કોઈ પણ વચન માગો.'
અભય કહે, “એ વચન હમણાં આપની પાસે રાખું છું. વખત આવ્યે માગીશ.'
અભયે બીજાં પણ ત્રણ કામ કર્યા. બધી વખતે પ્રદ્યોતે વચન આપ્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org