________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩
.
.
ن .
ت
.
કુલ ચાર વચન થયાં એટલે અભયે કહ્યું: “મહારાજ ! હવે મારાં વચન પાછાં માગું છું.' પ્રદ્યોત કહે, “ખુશીથી માગો, પણ છૂટા થવા સિવાયનું વચન માગજો.” '" '
અભય કહે, “ભલે તે પ્રમાણે માગીશ. તેણે કહ્યું: ‘આપ અને આપની શિવાદેવી રાણી અનલગિરિ હાથી ઉપર બેસો. આપની બંનેની વચ્ચે હું બેસું. પછી આપનો રત્ન ગણાતો અગ્નિભીરુ રથ મગાવો અને તેની રચાવો ચિતા. તેમાં આપણે બધાં સાથે બળી મળીએ. બસ આટલું જ હું માગું છું.”
માગવામાં કંઈ બાકી રાખ્યું ?
પ્રદ્યોત આ સાંભળી વિચારમાં પડી ગયો. છેવટે તેણે કહ્યું: ‘અભયકુમાર ! તમે આજથી છૂટા. અભય છૂટો થયો, પણ અહીંથી જતાં જતાં તેણે પ્રતિજ્ઞા કરી કે પ્રદ્યોતને ધોળા દિવસે ઉજ્જૈણીમાંથી ઉપાડી લાવું તો જ હું અભય ખરો.”
અભય પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા એક વેપારી બન્યો. સાથે બે રૂપાળી સ્ત્રીઓ લીધી અને આવ્યો ઉજ્જણી. ત્યાં ધોરી રસ્તા ઉપર ઘર લીધું.
પેલી સ્ત્રીઓ ઠાઠમાઠથી હરેફરે ને લોકોનાં મનનું હરણ કરે. એક વખત પ્રદ્યોતે આ સ્ત્રીઓને જોઈ, એટલે તેણે પોતાની દાસી સાથે કહેવડાવ્યું, કે “રાજા ચંડપ્રદ્યોત તમને મળવા ઇચ્છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org