________________
૧૪
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩
•
•• જાય છે,
છે એનો વિચાર કરવા લાગ્યા.
પ્રભુ પાસે જઈને તેમને વંદન કર્યું, અને ઉપદેશ સાંભળવા લાગ્યા. પછી પ્રશ્ન કર્યો :
“હે પ્રભુ ! જ્યારે હું પેલા રાજર્ષિ પ્રસન્નચંદ્રને પગે લાગ્યો, ત્યારે તેઓ મૃત્યુ પામ્યા હોત તો શી ગતિ થાત ?” પ્રભુ મહાવીર કહે, ખરાબમાં ખરાબ.”
શ્રેણિક રાજા આશ્ચર્ય પામ્યા. ફરીથી પૂછયું: ‘અત્યારે મરે તો ?”
પ્રભુ મહાવીર કહે, ‘ઘણી ઊંચી ગતિએ જાય.'
આવા જુદા જુદા જવાબ સાંભળી શ્રેણિકે ફરી પૂછ્યું: “હે પ્રભો! એમ કેમ ?’ એવામાં દુંદુભિ વાગવા લાગી. જયનાદ થવા લાગ્યા. શ્રેણિકે પૂછયું: “પ્રભો ! આ દુંદુભિ શેની વાગી ?”
ભગવાને જવાબ આપ્યો: ‘રાજર્ષિ પ્રસન્નચંદ્રને કેવળજ્ઞાન થયું. રાજા શ્રેણિકને આ બધું સાંભળી નવાઈ લાગી અને આવા જુદા જુદા જવાબો કેમ મળ્યા તે સંબંધી ખુલાસો પૂછયો.
પ્રભુ મહાવીર કહેવા લાગ્યા : “હે રાજનું, તું અહીં વંદન કરવા આવતો હતો, ત્યારે તારા સિપાઈઓની વાતચીત એમના કાનમાં પડી. એથી તે ધ્યાન ચૂક્યા. તે વિચારવા લાગ્યા : અરે ! જેના પર મેં વિશ્વાસ મૂક્યો તે જ મંત્રીઓ દુષ્ટ થયા. મારા દૂધપીતા બાળકનું રાજ્ય લેવાનો વિચાર કરતાં તે દુષ્ટોને શરમ સરખીયે ન આવી ? જો અત્યારે હું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org