Book Title: Prashnottar Prakash Part 02
Author(s): Sagarchandraji Maharaj
Publisher: Gokaldas Mangaldas
Catalog link: https://jainqq.org/explore/035211/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી - જૈન ગ્રંથમાળા , ન્દ્રિસુરિયન્થમાલા પુસ્તક ૪૨ મું. 5 દાદાસાહેબ, ભાવનગર, કેટheb-2eo : Pહે છે ૩૦૦૪૮૪૬ ( શ્રીપ્રશ્નોત્તરપ્રકાશ પર દ્વિતીય ભાગ. લેખક મુનિ શ્રીસાગરચંદ્રજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ mmg RUMIAUSION | ના || Ge.| T | | /||| ||||| || 2 || આચાર્યશ્રીભાતૃચન્દ્રસૂરિન્થમાલા પુસ્તક ૪૨. શ્રીપાચંદ્રસૂરિ ગુરૂ નમે નમઃ | અહમ્ A શ્રીપ્રશ્નોત્તરપ્રકાશ દ્વિતીય ભાગ GUJA | SU GANU GAI TI લેખક– પરમપૂજ્ય-પ્રાતઃસ્મરણીય શાસૂરસૂનિમગ્નહૈ વિદ્વજનાચાર્યગુણભૂષિત-શ્રીપાવાવ વિ સૂરીશ્વરજી સાહેબના શિષ્ય– મુનિરાજ શ્રીસાગરચંદ્રજી મહારાજ પ્રકાશકશા, ગોકલદાસ મંગલદાસ લુહારની પોળ–અમદાવાદ, s ] . ANIL GEN]U CAN | TEJI IS || Meldi વિ. સં. ૧૯૮૯ પ્રથમવૃત્તિ પ્રત ૧૦૦૦ સન ૧૯૩૨. પેસ્ટ ખર્ચ એક આનો. ધી સૂર્યપ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસમાં પટેલ મૂળચંદભાઈ ત્રિકમલાલે છા. ઠે. પાનકોર નાકા–અમદાવાદ. ARE REASE Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રીસરસ્વતી-શ્રુતદેવી સ્તુતિઃ અનુષ્ટુપ્ શ્લોક-અષ્ટપદી. શ્વેતપદ્માસના દેવી, શ્વેતપદ્મોપશેભિતા. શ્વેતામ્બરધરા દેવી, શ્વેતગન્ધાનુલેપના; અર્ચિતામુનિભિ:સર્વે –ૠષિભિ:સ્નૂયતે સદા, એવ ધ્યાત્વા સદા દેવી, વાંછિત લભતે નમ:ાાં શ્રી સદ્દગુરૂ સ્તુતિ. ( માલિની છંદ. ) સઢચાંìાધિચદ્રા: ધ્વાંતવિઘ્ન સચદ્રા: ઉદયશિખરિચંદ્રા સુકૃતકુમુદચંદ્રા કુમતનલિનચંદ્રા: કીર્તિવિખ્યાતચંદ્રા: પ્રમદજનનચદ્રા: શ્રેયસે પાર્શ્વ ચદ્રાઃ શ્રેયસે ભ્રાતૃચદ્રા: uu ॥ સધરાવૃત્તમ્॥ શ્રીમદ્વિદ્યાવત સા: શમક્રમસહિતા બાલભાવાદ્વિરક્તા, જ્ઞાનાભ્યાસે પ્રવૃત્તા નિખિલજનમનેાહર્ષદા:સ્વગુણોધૈ: મધ્યસ્થા માન્યવાકયા દલિતમદમલા ભ્રાતૃદ્રાભિધાના, સ્તારૂણ્યે તીણું માહા નિરૂપમચરિતા: સૂરિરાજા જયન્તાર >< Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat AT TAT ' www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશનનું પ્રયોજન. વિવેકી વાંચક છંદને વિદીત થાય છે આ પ્રશ્નોત્તર પ્રકાશ ભાગ ૨ જાના પ્રકાશનનું પ્રયોજન એટલું જ કે વરશાસન પત્રના તા. ૧૩–૫–૧૯૩૨ ના અંકમાં સુખલાલ ખૂબચંદના નામથી “શ્રી સાગરચંદ્રજી નીચેની બાબતને ખુલાસે કરશે કે ?” નામક હેડીંગથી જાહેર રીતે ૨૫ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પુખ્ત વિચારતાં ખુલાસા આપવાની આવશ્યકતા લાગવાથી વીરશાશનના તંત્રી પર નીચે મુજબના પત્ર સાથે સવાલના ખુલાસા રજીસ્ટર કાગળથી બીડી મેકલ્યા હતા. (પત્રની નકલ) બોલ પીપળો, જૈન ઉપાશ્રય. ખંભાત તા. ૧૩-૭-૧૯૩૨. તંત્રી મહાશય, વીરશાસન. ધર્મલાભ પૂર્વક લખવાનું જે–તમારા તા. ૧૩-૫-૧૯૩૨ ના વીરશાસનના ૩૩ મા અંકમાં શા. સુખલાલ ખૂબચંદે અમને “સાગરચંદ્રજી નીચેની બાબતને ખુલાસો કરશે કે?” નામક હેડીંગથી પૂછેલા પ્રશ્રોના ખુલાસા આપીએ છીએ તે તમારા પત્રમાં સુયોગ સ્થાને જેમ બને તેમ જલ્દીથી હવે પછીના નીકળતા અંકમાં પ્રસિદ્ધ કરશો. જ્યારે પ્રશ્નો ન ઈચ્છવા જોગ રીતે, અમો પાસે હોવા છતાં જાહેર પેપરમાં પૂછવામાં આવ્યા છે ત્યારેજ અમને આમ જાહેર જનતા ભ્રમમાં ન રહે તેટલા માટે આ ખુલાસા તમને મોકલી આપવાની ફરજ પડી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ જે પત્રમાં પ્રશ્નો પૂછાયા હેય તેજ પત્રમાં તેના ખુલાસા આવે કે જેથી તે પત્રના વાંચક વર્ગને સમજવું અનુકુળ થઈ પડે તેવા આશયથી અમોએ તમારા પર આ ખુલાસા લખી મોકલ્યા છે, તો આશા રાખીએ છીએ કે વિના વિલંબે આ ખુલાસા જેવી રીતે લખાયા છે તેવી રીતે પ્રસિદ્ધ કરશો, કે જેથી લેખકના આશયમાં ફેરફાર ન થઈ જાય. એજ. તા. સંદર. લી. મુનિ સાગરચંદ્ર સહી દા, ‘અમૃત” કાટવાળા.. આ રજીસ્ટર કાગળની પાસ્ટલ પહોંચ પણ યોગ્ય મુદતમાં મળી હતી. કેટલાક અંકો સુધી રાહ જોઈ પણ તેને માટે કંઈ ઉત્તર કે ખુલાસા પ્રગટ ન થવાથી વસ્તુસ્થિતિ ધ્યાન પર લાવવા તંત્રી પર રીતસર નીચે મુજબની રીમાઈન્ડર લખી-બીડી હતી. રીમાઈન્ડર તંત્રી મહાશય, વીરશાસન પત્રની ઓફીસ. | મુ. અમદાવાદ. ધર્મલાભ પૂર્વક લખવાનું જે–તમને અમોએ તા. ૧૩––૩૨ ના દિવસે, તમારા પત્રમાં તા. ૧૩–૫–૧૯૩૨ ના વીરશાસનના ૩૩ મા અંકમાં શા. સુખલાલ ખૂબચંદે અમને સાગરચંદ્રજી નીચેની બાબતને ખુલાસો કરશે કે ?' નામક હેડીંગથી પૂછેલા પ્રશ્નોના ખુલાસા લખીને રજીસ્ટર લેટરથી પ્રગટ કરવા સારૂ બીડી મોકલ્યા હતા. જે તમને મળ્યાની અમને પહોંચ પણ મળી હતી. પરંતુ તમારા ત્યાર પછી ત્રણ અંક બહાર પડી ચૂકયા, જેમાં મોકલેલી મેટર આવી કે નહિ –તે તપાસતાં અમને આશ્ચર્યચકિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ તતા સાથે જણાવવાની ફરજ પડે છે કે જાહેર રીતે તમારા પત્રમાં શા. સુખલાલ ખૂબચંદ નામક વ્યક્તિના નામથી પૂછાયેલ પ્રશ્નના રોગ્ય ખુલાશા પ્રગટ થવાને માટે મોકલેલા તે ત્રણ અંકે બહાર પડવા છતાં પ્રગટ થયાં નથી કે સ્થળ સંકેચને અંગે, યા કઈ એવા પ્રકારના કારણે પ્રસિદ્ધ કરી શક્યાં નથી. જે પત્રમાં પ્રશ્નો પૂછાયા હેય તેજ પત્રમાં ખુલાસા આવે તે યોગ્ય એમ વિચારી અમેએ તે ખુલાસા લખી મોકલ્યા છે અને તેને સંતોષકારક રીતે તે પત્રના વાંચકોના અંતરમાં ખુલાસો થાય એમ પણ ઈ૭યું છે એટલે તે ખુલાસા જલ્દી પ્રસિદ્ધ થવાની અનિવાર્ય આવશ્યકતા છે. ઉપરોક્ત વિદીત વસ્તુ સ્થિતિ તમારા ધ્યાન પર લાવવા આ “રીમાઈન્ડર” લખી મેકલવાનો પ્રયત્ન થયો છે તે જાણશો. વળી આ સાથે ઉચિત ધારી, તમોને નમ્ર સૂચના કરવી પડે છે કે જાહેર પત્રની નીતિ ખ્યાલમાં લેશે અને રજીસ્ટર લેટરથી બીડી મેકલેલ ખુલાસા જેમ બને તેમ જલ્દીથી તમારા હવે પછીના અંકમા પ્રસિદ્ધ કરશે. આની અનિવાર્ય આવશ્યકતા હેઈ, જે યોગ્ય સમયમાં તેને માટે યોગ્ય નહિ થાય તે અમોને જણાવતાં ઘણી દીલગીરી થાય છે કે અમારે ફરજીયાત જાહેર જનતા છેક અંધારામાં ના રહે તેને માટે યોગ્ય કરવું પડશે. આ રીમાઈન્ડર પહોંચ્યાની પહોંચ તેમજ પૂર્વે મેટર પ્રસિદ્ધ કરવા માટે ખુલાસો લખશે એવી આશા રાખી વિરમીએ છીએ. એજ :: 8 શાંતિ ! શ્રી પાશ્વસૂરિ જન ઉપાશ્રય બાળપીપળે. મુનિ સાગરચંદ્રજીના ધર્મલાભ ખંભાત તા. ૨-૮-૧૯૩૨ ) સહી. દા. “અમૃત' કાટવાળા ઉપરોક્ત રીમાઈન્ડર બીડી મેકલ્યા બાદ પણ કેટલાક અંકે સુધી રાહ જોઈ કિંતુ કાંઈ પરિણામ ન આવવાથી એક ખંભાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com લી. Page #7 -------------------------------------------------------------------------- ________________ જેન ભાઈ અમદાવાદ જતા હતા તેમને વીરશાસનના તંત્રીને રૂબરૂ મળી પૂર્વે બીડી મોકલેલ ખુલાસા પ્રસિદ્ધિને વિષે ખુલાસો મેળવી જણાવવા જણાવ્યું, તે ભાઈએ તંત્રીની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે તંત્રી તરફથી એમ જણાવવામાં આવ્યું કે “અમે વિરૂદ્ધ પક્ષનું લખાણ પ્રગટ કરતા નથી. અમે તે માત્ર એકજ પક્ષનું લખાણ પ્રગટ કરીએ છીએ.” જનાર ભાઈએ કહ્યું કે તે પછી તમે તમારા પત્રમાં એમ ખુલાસો કરો કે અમે એકજ પક્ષનું જ છાપીએ છીએ એટલે આ ખુલાસા નહિ છાપી શકીએ.” ત્યારે તેમ કરવાને પણ ઈન્કાર કરવામાં આવ્યું. આ બધી વસ્તુસ્થિતિ વિચારતાં વિવેકી જેન જનતાના અંતરમાં ખુલાસાર્થે રીમાઈન્ડરમાં કરેલ નમ્ર સૂચના પ્રમાણે પ્રશ્નોત્તર પ્રકાશ” ભાગ બીજા તરીકે આ પુસ્તક પ્રકાશનનું પ્રયોજન છે. આ પુસ્તક પ્રકાશન માટે સુશ્રાવક ચેધરી કેશરીચંદજી પન્નાલાલજીની મારફતે નાગોર નગર નિવાસી એસવાળ જ્ઞાતીય શુદ્ધ શ્રદ્ધાવાન સુશ્રાવક શ્રીયુત ચેધરી શુભકરણની યોગ્ય આર્થિક સહાય મળી છે. શ્રીયુત ચેધરીની માફક પુષ્પ નહિ તે પુષ્પપાંખડીના કથન અનુસાર અન્ય ભવ્યાત્માઓ પણ પોતાની શકિત પ્રમાણે આર્થિક સહાય આપતા રહી સાહિત્યની સેવા કરવા ઉત્સુક બને એમ ઈચ્છીએ છીએ. ૪ શાંતિઃ લેખક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ એકપક્ષીય નીતિ. (વિનય વાચક વર્ગને જાણ થવી જરૂરી છે જે અમેએ ઉપરોક્ત મથાળાથી જાહેર જનતા છેક અંધારામાં ન રહે તે આશયથી ‘જેનપત્રમાં નીચે મુજબની વિગત છપાવા મોકલી હતી જે તેના તા. ૯-૧૦-ર ના અંકમાં પ્રગટ થઇ હતી તે નીચે પ્રમાણે) જાહેર જનતા છેક અંધારામાં રહી એકાંત મત બાંધી લે અને સત્ય વસ્તુસ્થિતિ પર પડદો પડે તે પહેલાં મારે હાર્દિક નમ્રતાપૂર્વક વિવેકી જેનજનતાની જાણ ખાતર અનિચ્છાએ પણ આ વસ્તુ રજુ કરવી પડે છે. સુખલાલ ખુબચંદના નામથી તેમને શોભતી ભાષામાં મને કંઈક અજ્ઞાર્થભાવે ૨૫ પ્રશ્નો વીરશાસનના તા. ૧૩–૫–૧૯૩૨ ના આંકમાં પૂછવામાં આવ્યા હતા. મને વિચારી જોતાં પ્રશ્નોના ખુલાસા આપવા આવશ્યક લાગવાથી અને જે પત્રમાં વ્યક્તિ પરત્વે પ્રશ્નો પૂછાય તે જ પત્રમાં તેના ઉત્તરે આવે છે તે પત્રના વાચકવર્ગને માટે ઠીક વિચારી, મેં પૂછાયેલ પ્રશ્નોના ખુલાસા વીરશાસન પત્રના તંત્રી પર પ્રસિદ્ધ કરવા માટે રજીસ્ટર કાગળથી બીડી મેકલ્યા હતા, જેની પિસ્ટલ પહોંચ પણ મને યોગ્ય મુદતમાં મળેલી. પછી થોડા અંકે સુંધી રાહ જોઈ પણ તેને માટે ઉત્તર કે ખુલાસે પ્રગટ ન થવાથી મને રીમાઈન્ડર મેક્લવાની ફરજ પડી અને તે પછી પણ થોડા અંકો સુધી રાહ જોઈ પણ કાંઈ પરિણામ ન આવવાથી, એક ખંભાતી જૈન ભાઈ અમદાવાદ જતા હતા તેમને મેં વીરશાસન પત્રના તંત્રીને રૂબરૂ મળી આ વસ્તુ પ્રસિદ્ધિને વિષે ખુલાસે મેળવી મને જણાવવા જણાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧. તે ભાઈ તંત્રીને મળ્યા ત્યારે તંત્રી તરફથી એમ જણાવવામાં આવ્યું કે “અમે તે ખુલાસા પ્રગટ નહિ કરી શકીએ કારણકે અમે વિરૂદ્ધ પક્ષનું લખાણ પ્રગટ કરતા નથી. અમે તે માત્ર એક જ પક્ષનું લખાણ પ્રગટ કરીએ છીએ.” જનાર ભાઈએ કહ્યું કે “તો પછી તમે તમારા પત્રમાં એમ ખુલાસો કરો કે અમે એક પક્ષનું જ છાપીએ છીએ એટલે આ ખુલાસા નહિ છાપી શકીએ” ત્યારે તેમ કરવાનો પણ ઇન્કાર કરવામાં આવ્યો. એટલે ઘણી જ દિલગીરી સાથે સ્પષ્ટ જણાવવું પડે છે કે કોઈ પણ સત્ય અને ન્યાયપ્રિય પત્રને માટે આવી એકાંત એકપક્ષીય નીતિ તેની ઉજવળ કીતિને કલંકરૂપ છે. ખાસ ખુલાસાની આશાએ વ્યક્તિ પરત્વે લાંબા મોટા હેડીંગથી લાંબા ચેડા પ્રશ્નો પુછાય અને ખુલાસા મળતાં પ્રગટ કરવાનો સમય આવે ત્યારે તંત્રીને એકપક્ષીય નીતિના બળપર ઝૂઝવું પડે ત્યારે તે પત્રની સત્ય, ન્યાય ને ધર્મપ્રિયતા કેટલી હોય તે તે વાંચક જ વિચારી લે. અને ગૌરવભયો “વીરશાસનના નામાભિમાન નીચે આવી એકપક્ષીય બાજી ખેલાય તે ઘણું શોચનીય છે. શાસનદેવ એ વીરશાસન પત્રના સંચાલકોને એની એકપક્ષીય અજોડ નીતિમાંથી બચાવી સત્ય માર્ગે વાળે એ જ અભ્યર્થના.' આ સાથે નમ્ર વિનંતી છે કે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા જે જે કોઈને તે પ્રશ્નોના ખુલાસા જાણવાની જીજ્ઞાસા હોય તેમણે તે પ્રશ્નોના ખુલાસા ટુંક સમયમાં પુસ્તિકાકારે પ્રસિદ્ધ થનાર છે તેની નકલ નીચેને સીરનામેથી મેળવી લેવી. જૈન ઉપાશ્રય બાળ પીંપળે ખંભાત. લે. મુનિ સાગરચંદ્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીભ્રાતૃચન્દ્રસૂરિન્થમાલા પુસ્તક કર શ્રીમન્નાગપુરીયવૃહત્તપાગચ્છાધિરાજયુગપ્રવરશ્રીપાર્ધચંદ્રસૂરિસદગુરૂનમ: પ્રશ્નોત્તર પ્રકાશ બીજો ભાગ લેખકઃપરમ પૂજ્ય શ્રી જાતચંદ્રસૂરિશિષ્ય મુનિસાગરચંદ્ર. // સE II प्रणम्य श्रीमहावीरं शासनाधीश्वरं प्रभुम् । सद्गुरुं बन्धुराजेशं वाणी च श्रुतदेवताम् ॥१॥ प्रश्नोत्तरप्रकाशोऽयं भव्यानां हितहेतवे । मुनिसागरचंद्रेण शास्त्रं दृष्ट्वा विधीयते ॥२॥ શ્રીજેન પ્રવચન–ભગવદ્ વાણું દ્વાદશાંગીને નમસ્કાર કરીને સુખલાલ ખૂબચંદે પૂછેલ ખુલાસાના ઉત્તરનોંધ –ખૂલાસા પૂછનારે તત્ત્વ જાણવાની જીજ્ઞાસા બુદ્ધિથી નહિ, પરંતુ આક્ષેપ કરવાની દૃષ્ટિએ પ્રશ્નો રજા કર્યા છે. અમને તેને જરાયે ખેદ નથી; અમે તે મધ્યસ્થ બુદ્ધિથી જે સત્ય લાગ્યું તે મુજબ તે ખૂલાસાના નીચે પ્રમાણે ઉત્તર આપીએ છીએ. અમારી માધ્યસ્થ વૃત્તિને તેલ વાચક જ કરી લેશે. કાલિકાચાર્ય પછી યા તેમના સમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમયમાં વિદ્યમાન એવા દેવઢ્ઢણુએ સંવત્સરી ભાદરવા સુદ ૫ મી ને બદલે ભાદરવા સુદ ૪ ની કરી હતી. તેવા લેખી પુરાવા સિવાય અન્ય કાઇ પ્રનેા માત્ર વિતંડાવાદ અર્થ જ છે. એમ સમજતા હેાવાથી આ ચર્ચા અમે અહિંથી અધ કરીએ છીએ. પ્રશ્ન ૧:—નિશીથ ચૂર્ણિકાર કાલકાચાર્ય પછી ઘણી મુદ્દતે થયા એમ તમે માનેા છે કે તેમના સમકાલમાં કિવા તુરતમાં થયા માના છે? ઉત્તર:—આને ઉત્તર અમે લખેલ પ્રશ્નોત્તર પ્રકાશમાં આપેલ છે કે કાલિકાચાર્ય પછી કેટલાયે કાળ બાદ નિશીથ ચૂર્ણિકાર થયેલ છે? તેમને નિશ્ચિત સમય તે લખતી વખતે જાણવામાં નહેાતા. હાલમાં ઉપરોક્ત કથનની સત્યતા પૂરવાર કરતાં નીચેના બે ઉલ્લેખ મળ્યા છે. જેમાંના પહેલા નિશીથ ચૂર્ણિના પ્રાંતે અને ખીજો નક્રિસૂત્ર ચૂર્ણિના પૃષ્ઠ પ૦-૫૧ માં છે. (१) गुरुदिण्णं च गणितं महत्तरतं च तस्स तुट्ठेहिं । तेण कए सा चुण्णी विसेसनामा मिसीहस्स ॥ नमो सुदेवयाए भगवतीए । जिणदासगणिमहत्तरेण रहआ । નમઃ સીથત્મ્યઃ ....... (२) सकराजतो पंचसु वर्षशतेषु नंद्यध्ययनचूर्णी समाप्ता કૃત્તિ । g॰૧૦-ધર્. જિનદાસગણિ મહત્તરે નિશીથ ચૂર્ણિ લખી છે અને તે ઉપરાંત નદીસૂત્રની ચૂર્ણ પણ તેમની જ છે. આ એ ઉપરાંત પણ તેમણે ચૂર્ણિએલખી છે. નંદીસૂત્રની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ચૂર્ણિમાં તે લખાણને શક વીરા (વીરાત ૪૭૦ વિકમ વિ. સં. ૫૭ થી ઈ.સ.ઈ. સ. થી ૭૮ શકચ્છક સંવત્ ૫૦૦)=૧૧૦૫ માં લખાઈએટલે નિશીથ ચૂર્ણિકારની વિદ્યમાનતા અગિયારમાં સિકાના અંતમાં અને બારમાની શરૂઆતમાં ગણી શકાય કાલિકાચાયે તો વીરાત્ ૫૩ યા ૯૩ માં થયા છે અને નિશીથ ચૂર્ણિકાર વીરાત્ ૧૧૦૫ એટલે કાલિકાચાર્યની પછીજ થયા એ તો દીવા જેવું સ્પષ્ટ છે જ. પ્રશ્ન :–નિશીથ ચૂર્ણિકાર અને તેમને સકલ સમુદાય ભાદરવા સુદ ૪ ના દિવસે સંવત્સરી પ્રતિકમણ કરતો હિતે કે નહિ? જે તે સમુદાય તેજ સંવત્સરી કરતો હતે તો તે આખા સમુદાયને તમે આરાધક માને છે કે વિરાધક? ઉત્તર –નિશીથ ચૂર્ણિકાર અને તેમને સકલ સમુદાય ભાદરવા સુદ ૪ની સંવત્સરી કરતો હતો તેવું કઈ લેખી પ્રમાણુજ નથી. તેમ છતાં પણ પાંચમની સંવત્સરી કરતા હોવાનાં એ નિશીથચૂર્ણિનાજ પૂરાવા છે. ચૂર્ણિમાં “હાલ અપર્વ ચોથમાં પર્યુષણ કેમ થાય છે? ઉસ્થાનિકામાં ચૂર્ણિકાર જે પ્રશ્ન ત્યે છે તેનું કારણ એ છે કે આર્યકાલિકાચાર્ય કારણવશ પોતાના સમુદાય સહિત ચિથની સંવત્સરી કરી તેમની હૈયાત પરંપરાના આચાર પર થતી ટીકાનું નિવારણ કરવા પુરતું છે. ચૂર્ણિકારના સમયમાં પણ ચોથ અને પાંચમ એ સાંવત્સરીક પરંપરા પ્રચલિત હોવાનું આથી માનવાને પૂરતું કારણ છે અને તેઓએ તે સમયના પ્રચલિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ બ્રમનું નિવારણ કર્યું છે. તેમ ન હોત અને ચોથનીજ સંવત્સરી તેઓ કરતા હતા તેમજ હોત તો તેઓશ્રી સીધાજ પ્રશ્ન આ પ્રમાણે મુક્ત કે “હાલમાં આપણે અપર્વ એથમાં પર્યુષણ કેમ કરીએ છીએ?” પરંતુ તેમની ઉત્થાનીકા એ પ્રકારની નથી જ નિશીથ ચૂણિને સ્પષ્ટતમ ધ્વનિ એ છે કે ચામાસી પ્રતિકમણ પૂર્ણિમાએ જ કરવું. વિહાર એકમને કરે અને આ વરતુ સ્વીકારનાર તે આષાઢી પૂર્ણિમાથી ૫૦ દિવસે અને કાર્તિકી પૂર્ણિમાથી ૭૦ દિવસ પહેલાં અર્થાત્ ભાદરવા સુદી ૫ મીની જ સંવત્સરી કરે. પરા પૂર્વથી ચાલ્યા આવતા પર્યુષણ પર્વમાં ફેરફાર તેમને સ્વીકૃત જ હોત તો તેઓ તે ચૂણિમાં ચરિતાનુવાદે ઉપરોકત વર્ણન કરી પછી પરંપરાએ આ પ્રમાણે ફેરફાર થયો છે તે દર્શાવ્યા વિના રહેતજ નહિ. આ ઉપરાંત મુનિ કલ્યાણવિજયજી પોતાના “વીર નિર્વાણ સંવત્ આિર જનકાલગણના,”નામના પુસ્તકમાં કાલિકાચાર્યની તારીખ વીરાત ૪૫૩ જણાવે છે; જ્યારે બીજાઓ તે વીરાત ૯૩ માં હતા એમ જણાવે છે. આ બંને વસ્તુ નો સ્વીકાર કરીને આગળ ચાલીએ તે આપણને સ્પષ્ટ થશે કે ભાદરવા સુદ ૫ ની સંવત્સરી બદલીને ભાદરવા સુદ ૪ ની સંવત્સરી આર્ય કાલિકાચા કરી તે સર્વમાન્ય થઈ હતી કે કેમ? સૌને એ તે વિદિત છે કે શ્રીમાન દેવદ્વિગણિએ છેલ્લી આગમ વાચના વીરાત્ ૯૮૦–૧૯૩ માં વલ્લભીમાં કરી. આમ છે ત્યારે જે કાલિકાચાર્યની તારીખ ૪૫૩ હોય તે તે પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પર૭–૫૪૦ વર્ષે કલ્પસૂત્રની વાચના થઇ. ચાથની સંવત્સરીને પાંચસેા વર્ષની પરંપરા થઈ ગયા પછી પણ દેવવિદ્ભગણિને સૂત્રમાં ભાદરવા સુદ ૫ મીની સંવત્સરી લખવી પડે ખરી ? ચરિતાનુવાદે પંચમી જણાવી તેઓ પરંપરાએ ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કેમ ન જણાવે? હવે આપણે કાલિકાચા ની તારીખ વીરાત્ ૯૯૩ ની લઇએ તાપણ શ્રીમાન દેવિદ્ભગિણ તેમના સમસમયી ગણાય એ તા વિવાદ વિનાની વાત છે. જો કાલિકાચાર્યે કારણવશાત્ ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરી તા શ્રીમાન દેવવિદ્ભગણિએ તે સંવત્સરી કયારની કરી એ પ્રશ્ન ઉદ્ભવે છેજ. ભગવતીજીના એક પૂર્વીની વિદ્યમાનતાના એક હજાર વર્ષોના ઉલ્લેખથી એ તે સ્પષ્ટજ છે કે શ્રીમાન દેવદ્ભિગણિ કે જે એક પૂર્વના છેલ્લા જ્ઞાતા હતા. તેઓ વીરાત ૧૦૦૦ સુધી વિદ્યમાન તા હતા જ.એક પૂર્વીની હૈયાતીમાં સામાન્ય આચાર્ય-યુગ પ્રધાન આ સવસરીના ફેરફાર કરી શકે ખરા ? શ્રીમાન દેવિટ્રુણિને આ ફેરફાર સ્વીકાર્ય જ હાય તા તેઓ વાચનામાં આ વસ્તુને ઉમેરા કરવાને શું અશક્ત હતા? નહિજ. એટલે તેમને આ ફેરફાર જો કબુલ જ હાત તા તેએ પાતાની કલ્પસૂત્રની વાચનામાં ચારિતાનુવાદે ભાદરવા સુદ ૫ મી ની સ ંવત્સરી જણાવી પરંપરાએ ભાદરવા સુદ ૪ની સંવત્સરી કરવાનું વિધાન કરી તેની સ્થાપના મૂળ ગ્રંથમાંજ કરત. પ્રશ્ન ૩:—તમે પૃ૦ ૧૧ માં જાળ પડી અન્ના મત્સ્યેન વૃત્તિ ’ એ વાકયનો અર્થ પૃ૦ ૧૩ માં લખતાં તમે લખ્યું છે કે− કારણથી આ ચેાથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આ કાલિકાચાયે કરી ’તે પત્તા શબ્દના ' ' અથ કરી ’ એવા થાયકે ‘ પ્રવર્તાવી ’ એવા થાય ? ઉત્તર:-વૃત્તિ શબ્દના મૂળ અર્થ • પ્રવર્તાવી ’ એ ખરાબર છે અને ભાવ અ ‘ કરી ’ પણ થઇ શકે. ઉત્થાનિકામાં ચૂર્ણિકારે આ શબ્દ વાપર્યો છે, પરંતુ મૂળહકીકતમાં તે કયાંય પણ નથી; તેથીજ તે શબ્દ અમે સ્વીકાર્યો નથી. આચાયે ભાદરવા સુદ ૫ મીના ખદલે ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરી છે તે તા કારણવશાત્ પ્રવત નાથે નહિજ. પ્રશ્ન ૪:--ભ૦ સ્થૂલભદ્રજીએ વેશ્યાને ત્યાં ચાતુર્માસ કર્યું, તેા તેણે વેશ્યાના ઘરનું ચામાસું પ્રવર્તાવ્યું એમ કહેવા તમે તત્પર છે ? ઉત્તર:—ના. પ્રશ્ન ૫:—કાઇએ અપવાદપદે કાંઈપણ કાર્ય કર્યું હાય તેને અંગે વૃત્તિ એવા જમ્દ કોઈપણ સ્થાને શાસ્ત્રોમાં જોયા છે ખરા ? ઉત્તર:—જેમ ચૂર્ણિકારે ઉપરોક્ત માખતમાં વાપર્યા છે તેમ કાઇપણ ઠેકાણે વપરાયા પણ હાય. પ્રશ્ન ૬:—આચાયે ચાથ પ્રવર્તાવી એ વાતના પૂરાવામાં અથવાતા ચૂર્ણિકાર મહારાજના સમયમાં કરાતી ચા“ કાલકાચાર્યે કરી ' એ ખુલાસે . થના ખુલાસામાં વ્યાજખી ગણાય ખરો? ઉત્તર:આચાર્યે ચાથ કરી તેના તા. ઉલ્લેખણિકાર કરેજ છે. પરંતુ ચૂર્ણિકાર મહારાજ ચેાથ કરતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ તેને સીધી કે આડકતરે કાંઈ પણ પૂરાવજ નથી, ઉલટું પંચમી કરતા હતા તેને આડકતરો પૂરા પૂર્ણિમાની ચૌમાસી અને એકમને વિહાર એ ઉલ્લેખ સ્પષ્ટ બતાવે છે. આ ઉપરાંત ચોથ સ્વીકાર્યું હોત તો શ્રીમાન દેવદ્વિગણિએ તે કલ્પસૂત્રની વાચનામાં ચરિતાનુવાદ પંચમી જણાવી પરંપરાએ ચતુથી સ્વીકારી છે. એમ જણાવી તેમાં ઉમેરી તેની સ્થાપના તેઓ શ્રીએ પણ કરી હત. પ્રશ્ન ૭:-શ્રી કાલિકાચાર્ય પછીના કેઈપણ આચાર્યે ભા દરવા સુદ ૫ મીની સંવત્સરી કરી તેને એક પણ લેખ તમારી આખી ચોપડીમાં દષ્ટિગત થતું નથી, તે શું તેઓ અર્થાત કાલિકાચાર્ય પછી કેઈપણ આ ચાર્ય પંચમી કર્યાને લેખ શાસ્ત્રોમાં નથીજ એમ કેમ ન મનાય ? ઉત્તર–ભાદરવા સુદ ૫ મીની સંવત્સરી એતો ભગવાન મહાવીરની આજ્ઞા જ છે એટલે તે પ્રચલિત હોય; તેથી તેને ઉલ્લેખ વારંવાર કરવાની જરૂર ન જ રહે. પરંતુ કાલિકાચાર્યે ભાદરવા સુદ ૫ મી બદલી ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરી તે જે સર્વે આચાચૅએ અને તે સર્વેના સમુદાયે સ્વીકારી હોય તે તેના ઉલ્લેખની ખાસ જરૂર રહેજ. તે કેઈ ઉ લેખ છે? પ્રશ્ન ૮-પર્યુષણું કલ્પ ચૂર્ણિકાર અને દશાશ્રુત સ્કંધ ચૂર્ણિકાર પણ ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરતા હતા એમ તમે માને છે કે નહિ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઃ-આ ચૂર્ણિકાર યા ચૂર્ણિકારે ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરતા હતા એવો ઉલ્લેખ જ નથી. ઉલ્લેખ અપવાદ કે ફેરફારને હાય; મૂળ નિયમને ઉલ્લેખ ન હેય. નિશીથ ચૂર્ણિકારની માફક આ ચૂર્ણિકારેએ પણ આર્યકાલિકાચાર્યની ભાદરવા સુદ ૪ ની સંવત્સરીનું કારણ બતાવવા તે વાત જણાવી છે. આ ઉપરાંત આ ચૂર્ણિકારોને પણ પંચમી સ્વીકાર્ય હતી તેને પૂરા પૂર્ણિમાના ચૌમાસી પ્રતિક્રમણ અને એકમના વિહારથી સ્પષ્ટ મળે છે. પ્રશ્ન –તમારી આખી ચૂંપડીમાં કઈ પણ સ્થાને ખૂણે ખાંચરે પણ એવો એક પાઠ નથી કે જે પાઠ એમ જણાવે છે કે ભ૦ કાલિકાચાર્ય પછી કાલિકાચાર્યની પરંપરાવાળાજ ફક્ત ચોથ કરતા હતા. પણ બાકીના ગ વાળાઓ ચોથની સંવત્સરી નહોતા કરતા અને પંચમીની સંવત્સરી કરતા હતા ?” ઉત્તરઃ–મધ્યસ્થ દષ્ટિવાળ વાચક તે તરતજ જાણી શકે રૂઢ સંસ્કારી તે ન જાણી શકે. પ્રશ્ન ૧૦૪-કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય. આચાર્યશ્રી મલયગિરિજી વગેરે મહાપુરૂષોને મૂલસૂત્રની વ્યાખ્યાને કરતાં જણાવેલી હકીકત જે આચરણના પુરાવા તરીકે લેવામાં આવે તો તમે શું “અન્ય તીથી કે ગૃહસ્થની આગળ કલ્પસૂત્ર વાચવામાં પ્રાયશ્ચિત છે? એ અધિકારને તેજ પ્રમાણે કથન નહિ કરે અને તે પાઠને તમે જૂઠી વ્યાખ્યાથી અલંકૃત કરશે એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ માનવું ? ઉલટું તમે પર્યુષણામાં ગૃહસ્થ આગળ કલ્પસૂત્ર વાંચે છે તેનું શું? ઉત્તર –ઉપરોકત મહાપુરૂષોએ મૂળસૂત્રની વ્યાખ્યા કરતાં જણાવેલ હકીક્ત આચરણાના પૂરાવા તરીકે લેવામાં તમને બાધ લાગે છે. જ્યારે નિશીથ ચૂર્ણિકાર, પર્યુપણ કલ્પ ચૂર્ણિકાર અને દશાશ્રુત સ્કંધ ચૂર્ણિકાર વિગેરે મહાપુરૂષોએ વ્યાખ્યા કરતા અપવાદરૂપ સૂચિત કરેલ વસ્તુને આચરણમાં મૂકવામાં તમને બાધ નથી લાગતો? ઉપરોકત પ્રશ્નોતો સર્વેને સમાન છે. પ્રશ્ન ૧૧ –આચાર્ય કાલિકાચા પ્રવર્તાવેલી જ એની સંવત્સરી સર્વ સાધુઓએ કરેલી છે. એ ભાગ ચૂર્ણિના મૂળ ભાગને લગતો હતો છતાં તમે તે શા માટે છેડી દીધો છે? તે વખતે કરેલ ચેથ સર્વ સાધુઓએ જ્યારે માન્ય કરી ત્યારે તે બધા સાધુઓને શું કારણ હતું? શું તે બધા ચોથની પર્યુષણ કરનાર સાધુઓને વિરાધક કહેવાને તમે હિંમત કરી શકે છે? ઉત્તર:–અમે ચૂણિના અમૂક મૂળ ભાગને છોડી દીધો છે એ તમારે આક્ષેપ સાચો હોય અને તેમાં સર્વ સાધુઓએ કરેલી છે” એ વસ્તુ હોય તે તે પાઠ તમે શા માટે ખુલ્લો મૂકતા નથી ? પઠાણ પૂરમાં કાલિકાચાર્ય કયા પ્રસંગમાં અને ક્યા કારણે ભાદરવા સુદ ૫ મીને બદલે એથની સંવત્સરી કરી તે બિના તો પ્રશ્નોત્તર પ્રકાશમાં કહીજ છે. પ્રશ્ન ૧૨:–કાલિકાચાર્ય યુગપ્રધાન હતા તે વાત તમે માને છે કે નહિ? અને જે માનતા હે તે યુગપ્રધાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આજ્ઞા સકલ સંઘે માનવી એ કબુલ કરે છે કે નહિ ? ઉત્તર:–પિત પિતાના સમુદાયમાં પૂજ્ય આચાર્યવરને યુગપ્રધાન તરીકે આજે પણ માનનારા માને છે. અને સામાન્ય મુનિને ગતમ ગણધરથી પણ અધિક માનનારા પણ પડ્યા છે; તે તે વખતે તેમને તેમના અનુયાયીઓ યુગપ્રધાન તરીકે માને અને તે યુગપ્રધાન હોય તેની કાંઈ ના પણ નથી. પૂજ્ય આચાર્યવરની આજ્ઞા તેમના અનુયાયીઓને સંઘ માન આવ્યું છે અને માને છે; પરંતુ તેમને કાંઈ આજ્ઞાજ કરી નથી એટલે તેની વાત કયાં રહી? આ ઉપરાંત નીચેની વાતો વિચારવા જેવી છે (૧) માસામાં યુગપ્રધાન રજા વિના દીક્ષા આપી શકે કે નહિ? (૨) રાજા યુગપ્રધાનને દેશનિકાલ કરી શકે કે નહિ? (૩) તીર્થકરની આજ્ઞા અધિક કે યુગપ્રધાનની? (૪) યુગપ્રધાન કથિત રાજા કરે કે રાજા કથિત યુગ પ્રધાન કરે ? (૫) મહાવીર શાસન વતી યુગ પ્રધાન રાજાના ઘરના અન્નપાન લઈ શકે કે નહિ ? પ્રશ્ન ૧૩:–ભવ કાલિકાચાર્યની વખતે બીજા યુગપ્રધાન હતા અને તેઓએ કાલિકાચાર્યની આજ્ઞા નથી માની એમ જણાવવા માટે એક પણ શાસ્ત્રાધાર તમારી ચોપડીમાં આપવાની સભ્યતા શું તમે બતાવી છે? અને નથી બતાવી તો તેનું કારણ એજ કે તે એક પણ પૂરી ન હોય અને તમે તે વખતના બીજા આચાર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પાંચમની સંવત્સરી કરતા હતા એમ કહેવાને જે બહાર પડે, તે મૃષાવાદથી વિરમણ કરનાર વૃતધા રીને શોભે ખરું? ઉત્તર–આ પ્રશ્નનો જવાબ પ્રશ્ન ૭ અને પ્રશ્ન ૨ ના ઉત્તરમાં આવી જ જાય છે. પ્રશ્નન ૧૪:–જે સકલ સાધુઓએ કાલિકાચાર્ય મહારાજના હુકમથી ચોથને દિવસે સંવત્સરી કરી તે પછી તેના સમુદાયમાં પરંપરાએ પંચમી રહી હતી એમ કહેવાને પૂરા કર્યો એ જણાવશો? નિશીથ ચૂર્ણિકાર વગેરે મહાપુરૂષો સુધી તમામ આર્ચા નીચેજ થાય સંવત્સરી કરતા હતા એમ તમે શું માનતા નથી? ઉત્તર–સકલ સાધુઓએ ચોથની સંવત્સરી કરીજ હેત તે શ્રીમાન દેવદ્ધિ ગણિએ તે વાત લ્પસૂત્રની વીરાત ૯૯૩ની વાચનામાં મૂકી હત. કદાચ વાચના બાદ કાલિકાચાર્ય ચોથની સંવત્સરી કરી એમ તમે કહેતા હો તે પણ શ્રીમાન દેવદ્વિગણિ જે વીરાત્ ૯૮૦૧૦૦૦ સુધી વિદ્યમાન હતા તેમને જે તે વાત સ્વીકારી હોત તો તે કલ્પસૂત્રની વાચનામાં ઉમેરી લીધી હત. ઉપરના પ્રશ્નના બીજા ભાગને ઉત્તર, પ્રશ્ન-૨ અને ૭ માંના ઉત્તરમાં આવી જાય છે. પ્રિન ૧૫:–ચૂર્ણિકાર હું વરિથમ પન્ન વિટાતિ એટલે કે “હમણુ અપર્વ એવી ચોથમાં કેમ પર્યુષણા કરાય છે? એવો પ્રશ્ન ઉઠાવીને તે ચૂર્ણિકારની વખતે પણ સકલ સંઘ ભાદરવા સુદ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ની સંવત્સરી કરતા હતા એમ શું નક્કી કરતાં નથી ? કેમકે તે પ્રશ્નમાં પેાતાના ગચ્છ કે સંઘાડા કે પાત પેાતાની જુદી જુદી પર પરાના ઉલ્લેખ દીધેલેાજ નથી. ઉત્તર:—તમે ચૂર્ણિકાર જે વીરાત્ ખારમાં સૈકામાં થયા છે તમને હ્યા છે તે તેની પહેલાનાં અર્થાત્ કાલિકાચાર્ય જે વીરાત ૪૫૩માં થયા તે પછી વીરાત ૯૮૦-૧૦૦૦માં વિદ્યમાન દેવિટ્રુણિને શા માટે ઉડાવી દો છે ? બીજી રીતે કહીએ તેા કાલિકાચાર્યની સમ સમયી દેવિટ્ટુગિએ ચેાથ સ્વીકાર્યાનું કાંઈ પ્રમાણ છે ? જ્યાં સુધી દેવગ્નિગણિએ ચેાથ સ્વીકાયનું પ્રમાણ ન હેાય ત્યાં સુધી ચેાથ બધાય સાધુઓએ સ્વીકારી એ વાત ગલતજ છે. પ્રશ્ન ૧૬:——છઠના દિવસે પર્યુષણા નજ કરી શકાય તે સકારણ છે કે નિષ્કારણ ? અને કારણ હાય તા તે કર્યું? ઉત્તર:—છઠના દિવસે પયુ ષણા કરવાની આજ્ઞાજ નથી, તેથી તેમ ન કરી શકાય, સમવાયાંગ સૂત્રમાં ‘ ભાદરવા સુદ ૫ મીની રાત્રી ઓળંગવી કલ્પે નહિ ’ એ વિધાન છે. અને તેથી ચાગ્ય વસ્તી વિગેરે ન મળે તેા જંગલમાં ઝાડ નીચે રહીને પણ સંવત્સરી કરે ’ એમ જણાવ્યું પણ છે. ' પ્રશ્ન ૧૭:—છઠની પર્યુષણા નહિ કરવાનું જે કારણ હાય તેજ કારણ ચેાથની પર્યુષા ર્યા પછી પાંચમની પર્યુષણ! કરનારને લાગે કે નહિ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઉત્તર:–છઠની પર્યુષણા નહિ કરવાનું કારણ તે વીતરાગ દેવની આજ્ઞા નથી માટે જ. પરંતુ પંચમીની પર્યુષણું તે તેમણે ફરમાવી જ છે, તેથી કારણે ચેકની સંવત્સરી કરનારને બીજે વરસે પાંચમની કરવામાં કાંઈ વાંધો નથી, કારણકે તેજ તીથીની આજ્ઞા છે માટે, અને આપણેતો સંવત્સરી ૩પપ દિવસે કરીએ છીએ એટલે એક દિવસ બાદ જ આવી શકે, કેમકે તેથી ૩૬૦ દિવસ પૂરા તો થઈ જતાજ નથી. પ્રશ્ન૧૮૪–પાંચમની પર્યુષણ કરવાવાળે મનુષ્ય બીજે વર્ષે છઠની પર્યુષણું કરે અને ચોથની પર્યુષણવાળે બીજે વર્ષે પાંચમની પર્યુષણ કરે અને બન્ને જે આજ્ઞા વિરાધક થતા હોય તે પાર્ધચંદ્ર સૂરિજીએ પિતાનો મત નહોતે કાઢો ત્યાં સુધી તેઓ ચોથની સંવત્સરી કરતા હતા કે નહિ ? એ કરતા હતા તો જ્યારે તેમને તે મૂકી પાંચમ કરી ત્યારે પાંચમ મૂકી છઠની કરનારાઓની માફક તેઓ પણ આજ્ઞાના કટ્ટા વિરાધક ખરા કે નહિ? ઉત્તર:– પાંચમની પર્યુષણા કરવાવાળો મનુષ્ય બીજે વર્ષે છઠની પર્યુષણ કરે છે તે પ્રત્યક્ષ આજ્ઞાવિરાધક છે.” કારણ કે પ્રભુ આજ્ઞા એવી છે. કારણે ચોથ કરનાર બીજે વર્ષે પાંચમ કરે તેમાં તે વીતરાગની આજ્ઞા છે. પાશ્વચંદ્ર સૂરિજીએ પિતાને મત કાઢજ નથી. પ્રભુએ જે આજ્ઞા ફરમાવેલી હતી તેને તેજ પ્રમાણે કડક અમલ કરતા કરાવતા તેમણે પોતાને મત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ રર કાઢ એમ તમે માનો છો? પ્રબળ સિથિલાચાર દૂર કરવા કિયા ઉદ્ધાર કર્યો તેથી તમે મત કાઢયે માનો છો? તો પછી શ્રીમાન જગતચંદ્ર સૂરિ અને આનંદ વિમલ સૂરિએ કિયા ઉદ્ધાર કર્યો તે શું મત કાઢવા ? શ્રી સત્યવિજય પન્યાસે વેત વસ્ત્રો છોડી પિત્ત વસ્ત્રો કર્યા તે શું મત કાઢવા? બુટેરાયજી મહારાજે વ્યાખ્યાન સમયે મુહપત્તિ ન બાંધવી એમ જાહેર કર્યું તે પણ શું મત કાઢવા? શ્રીમાન પાર્ધચંદ્ર સૂરિજી પિતાને “નાગપુરીય વૃહત્તપાગચ્છ ન છોડી તમારી માન્યતા અનુસાર ન ચાલ્યા, પરંતુ જિન આણું પ્રમાણે ચાલ્યા તેથી તેમને પોતાને મત કાઢયે એમ માને છે? શ્રીમાન પાચંદ્રસૂરિજીએ કિયા ઉદ્ધાર કરતાં પહેલાં ચોથની સંવત્સરી કરી હતી તેને તે લેખીત તે વખતને પૂરા તમારી પાસે છે ખરે ? જેની પાસે પૂરાવો હોય તેને બહાર પાડે, માત્ર બેલીને લેઓને છેતરે નહિ. શ્રીમાન પાકવચંદ્ર સૂરિજી સંવવત્સરી ચેાથની કરતા હતા તે બદલી પાંચમની નથી કરી અને છતા કરી હોય તો તેમાં આજ્ઞા વિરાધક પણું નથી તે ઉપરના પ્રશ્નના પ્રતિ–ઉત્તરથી સ્પષ્ટ છેજ. પરંતુ તમારા પ્રશ્નથી લાગે છે કે તમે એવા ફેરફાર કરનારને આજ્ઞાના કટ્ટી વિરાધક (ખરા કે નહિ?) એમ કહો છે તો પછી તમે તે વિ. સંવત ૧૯૫૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ માં પેટલાદમાં ત્રીજની સંવતસરી કરનાર અને વિ. સં. ૧૫૩ માં પાછી ૪ ની સંવત્સરી કરનાર મુનિ આનંદ સાગરને સાધુકે આચાર્ય તરીકે સન્માન છો શું કરવા? તેમાં તમને વિરાધના નથી દેખાતી? પ્રશ્ન ૧૯૯–ભાદરવા સુદ ચોથે થયેલા તેવા અપરાધથી સૂત્ર, અર્થ, ભજન, વંદનાદિકના અનુક્રમે થયેલા પરિહારને છેલ્લો દિવસ જે ભાદરવા સુદ ત્રીજ થઈ જાય તે ભાદરવા સુદ ૪ ના દિવસે તે બહિષ્કારને પાત્ર થાય કે અદ્ધર એક દિવસ લટકતો રહે? ઉત્તર–આ પ્રશ્નને ઉત્તર તે મુનિ આનંદ સાગર આપી શકે કેમકે તેમણે ભાદરવા સુદ ૩ ની સંવત્સરી સં. ૧૯૫૨ માં પેટલાદમાં કરીને સં. ૧૯૫૩ માં ચોથની સંવત્સરી કરી તો તેઓ બહિષ્કારને પાત્ર થયા કે એક દિવસ લટકતા રહ્યા ? પ્રશ્ન ૨ –આચરણાઓને તમે માનો છે કે નહિ? ઉત્તર-આગમ અવિરૂદ્ધ આચરણાઓ માનવામાં કોઈ પ્રકારનો બાધ નથી. પ્રશ્ન ૨૧:–શ્રીમાન કાલિકાચાર્ય ગીતાર્થ હતાં અને તેઓની કહેલી આચરણાઓ શુદ્ધ હતી તે માને છે કે નહિ? ઉત્તર:--શ્રીમાન કાલિકાચાર્ય કોઈપણ નવી આચરણ ચલાવી નથી. તેમણે ન છૂટકે શેથ કરી પણ આચરણ ચલાવવા માટે નહી. આચરણ ચલાવવા માટે કરી હતી તે રાજાના આગ્રહનું કારણ ચૂર્ણિકાર દર્શાવતજ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ - S પ્રશ્ન :– આગમ અષ્ટોતરીને “સંવછર પકડ્યું પ્રતિદિ' આપેલે પાઠ તમે તેની ટીકા વગર કેમ આપે છે? શું તેની ટીકામાં સંવત્સરી પર્વની આચરણને પ્રમાણભૂત ગણવાને સ્પષ્ટ લેખ નથી? તે સ્પષ્ટ ખુલાસો હોવા છતાં તે પાઠને બહાર નહિ લાવનારને દુરાગ્રહી ગણવા કે નહિ? શું તમારા લખવા પ્રમાણે સંવત્સરી પર્વ સિવાય બીજા પર્વમાં આચરણ કરાય છે તે તમને મંજૂર છે? ઉત્તર:––ઉપરોક્ત પાઠની ટીકા પાસે ન હતી તેથી નહોતી આપી. ટીકાકાર વ્યાખ્યા મૂલમાં હોય તેની કરે. તેથી ઉલટી ટીકા કરે તો તે પ્રમાણિક નજ ગણાય. મૂળ જે વિધિ પ્રતિપાદન કરે તો ટીકા તેને નિષેધ કરે એમ કેમજ બને ? તમારા લખવા મુજબ સંવત્સરી પર્વની આચરણાને પ્રમાણભૂત ગણવાને સ્પષ્ટ લેખન હોય તો શા માટે તમે છપાવતાં નથી ? ઉપરોક્ત પશ્નને બીજો ભાગ આ ચર્ચામાં પ્રસ્તુત જ નથી કેમકે બીજા પર્વમાં પર્યુષણ કે સંવત્સરી કરવાનું અમે જણાવ્યું જ નથી. પ્રશ્ન ર૩: ---સંવર વિ એ જુદું લખવાનું કારણ શું? શું સંવત્સરી પર્વમાં આવતી નથી ? ઉત્તર–તે તે ગ્રંથકાર જાણે. એટલું તે સ્પષ્ટ છે કે અન્ય કાંઈ પર્વો છે જ્યારે પર્યુષણ એ પર્વાધિરાજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ર૪–શ્રીમાન કાલિકાચા છઠને દિવસે પર્યુષણ કરવાની રાજાની વિનતિ ન સ્વીકારી પણ ચતુર્થીની સ્વીકારી તે છઠે અને એથે પર્યુષણું કરવામાં ફરક હતો કે કેમ? ઉત્તર –ફરક તે હતેજ. કારણ કે સિદ્ધાંતમાં “ પાંચમની રાત્રી ઓળંગવી નહિ” એમ સ્પષ્ટ પાઠ હોવાથી તેને તે નિષેધ હતો જ. જ્યારે પંચમી પહેલાં સંવત્સરી યા પર્યુષણું કરવામાં બાધ ન હોવાથી રાજાની તે વિનતિ સ્વીકારી. રાજાની વિનતિ તે વખતે સકારણની હતી તેથી તેમણે તે સ્વીકારી. રાજા શું છેઠે અથવા તે ચેાથે સદા માટે ચલાવવા વિનતિ કરતો હતો? નહિ જ. પરંતુ તે વર્ષો દરમિયાન પોતે પર્યુષણ પર્વને લાભ લઈ શકે તે તેને હેત હતો. રાજાની વિનતિથી કાલિકાચાર્યે પ્રભુની મૂળ આજ્ઞા મૂકી દે એમ કહેવાય ખરૂં? નહિં જ. અથવા શું તેઓ પઠાણ નગરમાં નિરંતર ચિમાસ કરવા રહેવાના હતા કે જેથી હંમેશને માટે તેઓ ચેાથને સ્વીકાર કરે? નહિ જ. આમ હોય તો પછી નિરંતર થનું કારણ ન રહેવાથી ચોથને આગ્રહ ટકી શકતો નથી. પ્રશ્ન ૨૫:–પહેલાં કરેલી સંવત્સરીની તીથીના બાર માસ થવાની અંદર એટલે કે એથે પર્યુષણા કરવી કહ્યો છે, તે વાત તમને પર્યુષણા કલ્પના આધારે માન્ય છે કે કેમ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર:–તમે કહો છે તે પ્રકારે તો કાંઈજ નથી. પર્યુષણ કલ્પમાં તે આષાઢી ચામાસી પ્રતિક્રમણ કર્યા પછી પચાસમે દિવસે અને કારતક ચૌમાસીના સીતેર દિવસ પહેલાં એટલે કે ભાદરવા સુદ ૫ મીની સંવત્સરી કરવા ફરમાન છે; કારણ કે ચામાસી તો પૂર્ણિમાની. કરવાનું તેમાં વિધાન છે. તમે લખે છે તે મુજબ પહેલાં કરેલ સંવત્સરીથી બાર માસ થવાની અંદર પર્યુષણે કરવી તેમ હોય તો દર વર્ષે સંવત્સરી એક એક દિવસ આગળ આવતી જાય. અને તેમજ હોય તે આજે તે ભાદરવા સુદ ૪ કે ૫ ની કાયમ જ ન રહી હોય. એ તો મુસલમાનના મહારમ માસની માફક અનિશ્ચિત બની જાય અને જે તેમ બને તો પછી “ભાદરવા સુદ ૫ ની રાત્રી ઓળંગવી નહિ” એ મર્યાદા પ્રતિપાદક સૂત્રની સાર્થકતા પણ શી રહી ! વળી જે તમે લખ્યું છે તેમજ હોય તે મુનિ આનંદ સાગરજીએ ત્રીજની સંવત્સરી કરીને ત્યારબાદ બીજે વર્ષે ચોથની સંવત્સરી કેમ કરત? તમારા લખ્યા પ્રમાણે તે તે પણ પર્યુષણ કલ્પના આધારે વિરાધકતા ખરીને? પ્રશ્ન ૨૬––કેઈપણ સૂત્ર પ્રમાણે પહેલાં વર્ષની સંવત્સરી તીથીથી આગલી તીથીમાં પર્યુષણ કરનાર જેવો વિરાધક ગણાય તેવે તે તીથીની અંદરની તીથીમાં પર્યુષણ કરનાર વિરાધક ગણાય ખરે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–આને ઉત્તર પ્રશ્ન ૧૭ ના ઉત્તરમાં અને મુનિ આનંદ-સાગરજીએ ત્રીજની સંવત્સરી કરીને બીજે વર્ષે ચોથ કરી છે તો તે પણ તમારા હિસાબે વિરા ધક થયા કે નહિ? સૂચના–જાહેર પત્રમાં છપાવીને ખુલાસા પૂછવાના બદલે અમે પાસે હતા ત્યારે પાસે આવીને આટલા ખુલાસા મેળવ્યા હતા તે તે આપવા અમે તૈયાર હતા. છતાં જાહેર પેપરમાં તમે ખુલાસા પૂછયા છે તે તેના ઉત્તર પણ અમે જાહેર પેપરમાં આપ્યા છે. તેમના જેવા. પ્રશ્નોત્તર પ્રકાશની કિંતમ ન કરે તેની અમને કશી ચિંતા નથી કારણકે તેથી કાંઈ તેની કિંમત ઘટી જવાની નથી. તટસ્થ વાચક આ પ્રશ્નોત્તર પ્રકાશ તથા ઉપરેત ખુલાસાના ઉત્તરે વાંચી તેમાં રહેલા તઓ જરૂર મેળવી શકશે. स्वच्छे वृहत्तपागच्छे श्रीमन्नागपुरीयके । जैनाचार्य महर्षीणां विश्ववंद्य-महात्ममाम् ॥१॥ श्रीभ्रातृचंद्रसूरीन्द्र-सद्गुरूणां प्रसादतः। मुनिसागरचन्द्रेण ग्रन्थोऽयं विहितो मुदा ॥२॥ प्रश्नोत्तरप्रकाशस्य भागे यद्वितये मया। विरूद्धं लिखितं तस्य मिथ्यादुष्कृतमस्तु मे ॥३॥ इति श्रीजैनश्वेताम्बराचार्यप्रवर-विश्ववंद्यानवद्यविधाविशारद-विद्वज्जनमण्डलमार्तण्ड- गुर्जरनरेश्वरश्रीसिद्धराज जShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ यसिंहसभाशृंगारहार- वादिदिगम्बरकुमुदचन्द्राचार्येभजयेशार्दूलसिंहलब्धप्रतिष्ठ- श्रीवादिदेवसूरिपुरन्दर - अविच्छिन्नपट्ट परंपरानुगत - श्रीमन्नागपुरीय वृहत्तपागच्छाधिराज युगप्रधान - क्रियाद्वारकारक- श्रीजिनागममार्गप्रकाशक- परमपूज्यश्रीश्री श्रीपार्श्वचन्द्रसूरीश्वरजी - संतानीय- सूरिचक्रचक्रवर्ति-पूज्यपाद - जगत्श्रेष्ठिगुरु- प्रातः स्मरणीय - श्रीहर्षचन्द्रसूरिपुरंदर-चरणानुचरचारित्रचूडामणी संवेगरंगतरंगितात्मा शांतमूर्ति मुनिमहाराज श्रीकुशलचंद्रजी सतीर्थ्य-गुरुभ्राता पंडितप्रवर - सुगृहीतनामधेयपरमोपकारि- महर्षि - श्रीमुक्तिचन्द्रगणिना पादपद्मोपसेवी सुशि अने सद्धर्मरक्षक - जैनाचार्यप्रवर - श्रीहेमचन्द्रसूरीश्वरजीना अद्वितीयपट्टप्रभावक - शासनप्रभाकर - सुविहितशिरोमणि सकलागमरहस्यवेदी - पंचप्रस्थानाराधक - पंचाचारप्रवर्तक - प्रशमरसपयोनिधि युगप्रवराचार्यवर्य श्री भ्रातृचंद्रसूरीश्वरजी महाराजाना शिष्य मुनिसागरचन्द्रे तत्वगवेषी जिनाज्ञाना पिपासु भन्यात्माओना हितना माटे आ प्रश्नोत्तरप्रकाश-ग्रंथनो द्वितीय भाग खंभातनगरमां लख्यो, विक्रमसंवत् १९८८ ना वैशाख शुदी त्रीज. करकृतमपराधं क्षन्तुमर्हन्ति धीराः || श्री शान्तिः ॥ ॥ ઇતિ પ્રશ્નોત્તરપ્રકાશદ્વિતીય ભાગઃ । DIOC Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat III - www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ના ૧ી. તીર્થે વીરજિનેશ્વરસ્ય વિદિત શ્રીકાટિકાખે ગણે, શ્રીમઐદ્રકુલે વરહવૃહદ્દગછે પરિસ્લાયિતે; શ્રીમન્નાગપુરીયકાયતપાપ્રાણાવદાધુના, સ્કૂ૪૬ભૂરિગુણુન્વિતા ગણધરણિઃ સદા રાજતે ચ લેભે ગુરૂસાધુરત્નકૃપયા પાર મૃતાંનિધે ર્યો જેનાગમસંગતાં સુલલિતાં ચક્રે હિતાં દેશનામ ; યઃ સ્થાપકૃર્નિમિત્તમકરેદ્ જ્ઞાનક્સિાસ્વાદ, સૂરીશ્વરમુત્તમ યુગવરં શ્રીપાર્ધચંદ્ર સ્તુમઃ શ્રીમન્નાગપુરીયકાયતપાગચ્છશવિદ્યાનિધિ હૈ સ્વર્ણગિરેસમે હિ ભગવાન સિદ્ધાન્તરત્નાકર કારૂણ્યાદિગુણાન્વિત ગુરૂવરઃ પૂજ્યો મહાભવ-, તં સુરીશ્વરમુત્તમ ગણધરં શ્રીભ્રાતૃચંદ્ર તુવે III. પતિ પ્રવર શ્રી જિનચંદ્રગણિવર કૃત– સંસ્કૃત શ્રી પાર્શ્વનાથ સ્તવનમ્ (રાગ પ્રભાતિ સમરાગેણ ગાયતે. ) (અથવા– જય જય આરતિ આદિ જિમુંદા” એ રાગમાં.) અવિચલ લક્ષ્મી વિમલ નિવાસં, વાસવનિકરાભિનતંરે નતજનકલ્પમહીરૂહકંદ, કંદ દવજલધારશે. અવિ. ૧ ધારય ચેતસિ તં પ્રભુપાર્શ્વ, પાર્શ્વ ભવલતિકાયારે; કાયા ભાજિતમેચકમલિન, નલિનદલાયતનયનરે. અ. ૨ નયનંદિતનિજતીર્થ મુદાર, દારધોઝિતસંગરે; સંગ નિર્વાહકમતિધર, ધીરે જિત સુવિદગ્ધરે. અ૦ ૩ દગ્ધકષાયમને ભવમાય, માયિત (કીર્તિ) કીરિંસનાથ રે, નાથં તમહં કારં કાર કારં, હન્મિ વિકારરે. અ. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અ૦ ૫ કારણમખિલસુખાનાં સતતં, તતસદ્ગુણવિસ્તાર રે, તારસ્વરસુરવરગણુદા, દાદીતિદાન રે. દાનવિધાનવશીકૃતવિશ્વ, વિશ્વજનીનસુવાચરે; વાચયમવર નિર્મલમાનસ,-માનસહંસ સુદેહરે. અહ ૬ ( શાર્દૂલવિક્રીડિત-વૃત્તમ ) દેહશ્રીભરનિમિતક જનતા ને ત્રેત્સ નાયક: કલ્યાણકૂમવદ્ધનૈકજલદ વામાશ્વસેનાંગજી જન્માનિધિપારગ: પરમચિલ્લક્ષ્મીમનોવલ્લભ ભવ્યાનાં તનુતાં સદા સ ભગવાન શ્રીજૈનચંદ્રઝિયમ. ૭ શ્રી પાર્શ્વનાથ મંત્ર ગર્ભિત સ્તવન ( દેશી-ચાલતી અને ગુટકની ) સકલ સદા ફલ ચિંતામણું સમે, નવરંગ નારંગ પાસ ભવિક નમે; એ ન ભાવે પાસ ધ્યા નાથશ્રી શ્રીભગવતી, ધરણેન્દ્ર પદ્મમાવતીય માયા બીજ રાયા સંજુતી; અદેય મદે ક્ષુદ્ર વિઘટ્ટ ક્ષુદ્રાન્થભય થંભયા, વાજતી ભૂગલ ટૂરિ મયગલ ચૂરિ અષ્ટ મહાભયા. ૧ આયા પૂરે પાસ પંચાસરે, શ્રીવરકાણે પાસ સંખેશ્વર; સંખેશ્વરે શ્રીપાસ થંભણ ગેડી મંડણ નાહલે, નવખંડ શ્રીકલિકુંડ ઈણ જગ જાગતે રાઉલે; જાગતે તીરથ હરે અનરથ પાસ સમરથ તે ધણી, હવે ચડો વહારે વિહ્ન ભયહર સારિકર તિહુઅણુ તણ. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ કુરુ કુરુ વંછિત નવનિધિ સંપદા, સ્વાહા પદચ્ચે ટાલે આપદા, આપદા ટાલે રાજપાલે પાસ ત્રિભુવન રાજીએ, કલિકાલમાંહિ પાસ નામે મંત્રમહિમા ગાજીએ; દારિદ્ર ચૂરે આસ પૂરે પાસ / જગદીશ એ, ચરણપ્રદતસુ શિષ્ય જપે પૂરઈ સંઘ જગીસએ. શ્રી અજિતનાથ સ્તવનમ. ( રાગ સોરઠ ) તાર કરતાર સંસાર સાગરથકી, ભગતજન વિનવે રાતદિવસે; અવર દ્રારંતરે જાઈ ઊભાં રહ્યાં, તારો પીણ ભલો નહી દીસે. તાર, ૧ આપણે કેડિ કરજોડિ જે એલગે, દાસ અરદાસ તે કરણ પાવે; પણ ધણી જે હવે જાણ સેવા તણે, તો કિશું ભગત પાસે કહાવે. તાર૦ ૨ માહરે કથન મનમાંહિ જે આણુયે, પૂર તા સહી એહ આસા; કેડિ લાગા તિકે કેડ કિમ મૂકત્સ્ય, નેટ કા એક કરિચ્ચે દિલાસા. તાર૦ ૩ વલી તારવા કેન વા આવચ્ચે, અજિત જિન એટલે જે વિમાસે; અકલ જિન રાજન માજને કુણ લહે, સહી તે તરે જે રહે પાસે. તાર૦ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩ર મેટીખાખરવાળા શા રવજી પ્રેમજી પરમાર કૃત– શ્રીમાન સન્નુરૂને વંદના. (દોહરા) » ભાવને વિનયથી, સદ્દગુરૂ વંદન કાજ; લખી પત્રિકા આજ છે, તમે સ્વીકારે રાજ. ૧ ગુરૂ સાગર ગુરૂ ચંદ્ર છે, ગુરૂ રાજા ગુરૂ ઈન્દ્ર ગુરૂ મુજમન માલિક છે, શ્રીગુરૂ સાગર ચંદ્ર. ૨ ( રાગ-દેશ ) મહારું વદન સુગુરૂ સ્વિકારે સાગરચંદ્રજી હાર્ટ એ ટેક ૧ દેશ વિદેશે જ્યાં જ્યાં ફરું છું, રટણ તમારું હૃદયે ધરું છું; અંતરનાં આરામ સદા સુખ કંદજીરે. મહારૂં ૨ બાળબ્રહ્મચારી છે શૂરા, સગુણે છે ભરેલા પૂરા; ધન્ય નગર જ્યાં વસે છે મુક્તિ નંદજીરે. હારૂં૩ જ્ઞાની ધ્યાની પૂર્ણરામી, શાંન્ત દાન્ત છે મહંત નામી; મહાન છો જેમ દેવ માંહિ છે ઈન્દ્રજરે. હારૂં૪ વધુ કહું શું શ્રીગુરૂ મારા, અખૂટ છે સગુણે તમારા રવી નમે સદ્ભાવે સાગર ચંદ્રજી રે. હારૂં. ૫ ઈતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ થશlહ, zic Phil Rhe . www. Om77777777 કે તૈયાર છે ! અલભ્ય પુસ્તકો ? બgટ્રીવિલાધિવાળસંક૬ 35 ગ્રન્થ કીં. રૂ, 1 ) શkes "पद्रव्यनयस्वभावादिप्रकरणसंग्रह મહાન ગ્રન્થ કીં. રૂ. 1 ) ‘ચીનનક્ષત્રઃ " જેમાં આઠ રાસે છે. હમણાજ બહાર પડેલ છે. તદ્દન નવીન કીં. રૂ. 1 ) " ફાયદ” શ્રીઉત્તરાધ્યયન સૂત્ર આદિની સજઝાયા છે. કીં. રૂ. 0 થી ) જુથવાદજી પૂરીક્ષા” જેમાં ગા સંબંધી પ્રાચીન 'ઇતીહાસ છે. કીં. 3, 0) | ‘શાસ્ત્રીપંચાતિનપટુત્રજેમાં નવેસ્મરણ પણ છે. કીં. રૂ. વળી 66 શ્રીહષજિનેકસ્તવનાવલિ ?" રાગરાગણીયુક્ત 95 સ્તવને છે, કીં. રે ) KK ગુજરાતીપંચપ્રતિક્રમણ સૂત્ર” જેમાં નવ સ્મરણ = પણ છે. કીં. રૂ. ગી ગુજરાતી બે પ્રતિક્રમણસૂત્ર” ઠીં. રૂ. 0) “પ્રશ્નોત્તરપ્રકાશ-પ્રથમભાગ” કીં. રૂ. 0) આ બધાં પુસ્તકનું પોસ્ટેજ અલગ સમજવું, = = તુરત મંગાવે, સાથે ભેટના પુસ્તકે મલશે. શાહ મણીલાલ વાડીલાલ કાર્યવાહક શ્રીજૈનહઠીસીંગ સરસ્વતીસભા. શામળાની પાળ–અમદાવાદ. QeQu726--21PICEPIO Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com INT IIIII IIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIIIIIIIIIIIIII IIT/IIIII