________________
૧૮
આજ્ઞા સકલ સંઘે માનવી એ કબુલ કરે છે કે
નહિ ? ઉત્તર:–પિત પિતાના સમુદાયમાં પૂજ્ય આચાર્યવરને
યુગપ્રધાન તરીકે આજે પણ માનનારા માને છે. અને સામાન્ય મુનિને ગતમ ગણધરથી પણ અધિક માનનારા પણ પડ્યા છે; તે તે વખતે તેમને તેમના અનુયાયીઓ યુગપ્રધાન તરીકે માને અને તે યુગપ્રધાન હોય તેની કાંઈ ના પણ નથી. પૂજ્ય આચાર્યવરની આજ્ઞા તેમના અનુયાયીઓને સંઘ માન આવ્યું છે અને માને છે; પરંતુ તેમને કાંઈ આજ્ઞાજ કરી નથી એટલે તેની વાત કયાં રહી? આ ઉપરાંત નીચેની વાતો વિચારવા જેવી છે (૧) માસામાં યુગપ્રધાન રજા વિના દીક્ષા આપી શકે કે નહિ? (૨) રાજા યુગપ્રધાનને દેશનિકાલ કરી શકે કે નહિ? (૩) તીર્થકરની આજ્ઞા અધિક કે યુગપ્રધાનની? (૪) યુગપ્રધાન કથિત રાજા કરે કે રાજા કથિત યુગ પ્રધાન કરે ? (૫) મહાવીર શાસન વતી યુગ
પ્રધાન રાજાના ઘરના અન્નપાન લઈ શકે કે નહિ ? પ્રશ્ન ૧૩:–ભવ કાલિકાચાર્યની વખતે બીજા યુગપ્રધાન હતા
અને તેઓએ કાલિકાચાર્યની આજ્ઞા નથી માની એમ જણાવવા માટે એક પણ શાસ્ત્રાધાર તમારી ચોપડીમાં આપવાની સભ્યતા શું તમે બતાવી છે? અને નથી બતાવી તો તેનું કારણ એજ કે તે એક પણ
પૂરી ન હોય અને તમે તે વખતના બીજા આચાર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com