________________
એકપક્ષીય નીતિ.
(વિનય વાચક વર્ગને જાણ થવી જરૂરી છે જે અમેએ ઉપરોક્ત મથાળાથી જાહેર જનતા છેક અંધારામાં ન રહે તે આશયથી ‘જેનપત્રમાં નીચે મુજબની વિગત છપાવા મોકલી હતી જે તેના તા. ૯-૧૦-ર ના અંકમાં પ્રગટ થઇ હતી તે નીચે પ્રમાણે)
જાહેર જનતા છેક અંધારામાં રહી એકાંત મત બાંધી લે અને સત્ય વસ્તુસ્થિતિ પર પડદો પડે તે પહેલાં મારે હાર્દિક નમ્રતાપૂર્વક વિવેકી જેનજનતાની જાણ ખાતર અનિચ્છાએ પણ આ વસ્તુ રજુ કરવી પડે છે.
સુખલાલ ખુબચંદના નામથી તેમને શોભતી ભાષામાં મને કંઈક અજ્ઞાર્થભાવે ૨૫ પ્રશ્નો વીરશાસનના તા. ૧૩–૫–૧૯૩૨ ના આંકમાં પૂછવામાં આવ્યા હતા. મને વિચારી જોતાં પ્રશ્નોના ખુલાસા આપવા આવશ્યક લાગવાથી અને જે પત્રમાં વ્યક્તિ પરત્વે પ્રશ્નો પૂછાય તે જ પત્રમાં તેના ઉત્તરે આવે છે તે પત્રના વાચકવર્ગને માટે ઠીક વિચારી, મેં પૂછાયેલ પ્રશ્નોના ખુલાસા વીરશાસન પત્રના તંત્રી પર પ્રસિદ્ધ કરવા માટે રજીસ્ટર કાગળથી બીડી મેકલ્યા હતા, જેની પિસ્ટલ પહોંચ પણ મને યોગ્ય મુદતમાં મળેલી.
પછી થોડા અંકે સુંધી રાહ જોઈ પણ તેને માટે ઉત્તર કે ખુલાસે પ્રગટ ન થવાથી મને રીમાઈન્ડર મેક્લવાની ફરજ પડી અને તે પછી પણ થોડા અંકો સુધી રાહ જોઈ પણ કાંઈ પરિણામ ન આવવાથી, એક ખંભાતી જૈન ભાઈ અમદાવાદ જતા હતા તેમને મેં વીરશાસન પત્રના તંત્રીને રૂબરૂ મળી આ વસ્તુ પ્રસિદ્ધિને વિષે ખુલાસે મેળવી મને જણાવવા જણાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com