________________
૧.
તે ભાઈ તંત્રીને મળ્યા ત્યારે તંત્રી તરફથી એમ જણાવવામાં આવ્યું કે “અમે તે ખુલાસા પ્રગટ નહિ કરી શકીએ કારણકે અમે વિરૂદ્ધ પક્ષનું લખાણ પ્રગટ કરતા નથી. અમે તે માત્ર એક જ પક્ષનું લખાણ પ્રગટ કરીએ છીએ.” જનાર ભાઈએ કહ્યું કે “તો પછી તમે તમારા પત્રમાં એમ ખુલાસો કરો કે અમે એક પક્ષનું જ છાપીએ છીએ એટલે આ ખુલાસા નહિ છાપી શકીએ” ત્યારે તેમ કરવાનો પણ ઇન્કાર કરવામાં આવ્યો.
એટલે ઘણી જ દિલગીરી સાથે સ્પષ્ટ જણાવવું પડે છે કે કોઈ પણ સત્ય અને ન્યાયપ્રિય પત્રને માટે આવી એકાંત એકપક્ષીય નીતિ તેની ઉજવળ કીતિને કલંકરૂપ છે. ખાસ ખુલાસાની આશાએ વ્યક્તિ પરત્વે લાંબા મોટા હેડીંગથી લાંબા ચેડા પ્રશ્નો પુછાય અને ખુલાસા મળતાં પ્રગટ કરવાનો સમય આવે ત્યારે તંત્રીને એકપક્ષીય નીતિના બળપર ઝૂઝવું પડે ત્યારે તે પત્રની સત્ય, ન્યાય ને ધર્મપ્રિયતા કેટલી હોય તે તે વાંચક જ વિચારી લે. અને ગૌરવભયો “વીરશાસનના નામાભિમાન નીચે આવી એકપક્ષીય બાજી ખેલાય તે ઘણું શોચનીય છે.
શાસનદેવ એ વીરશાસન પત્રના સંચાલકોને એની એકપક્ષીય અજોડ નીતિમાંથી બચાવી સત્ય માર્ગે વાળે એ જ અભ્યર્થના.'
આ સાથે નમ્ર વિનંતી છે કે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા જે જે કોઈને તે પ્રશ્નોના ખુલાસા જાણવાની જીજ્ઞાસા હોય તેમણે તે પ્રશ્નોના ખુલાસા ટુંક સમયમાં પુસ્તિકાકારે પ્રસિદ્ધ થનાર છે તેની નકલ નીચેને સીરનામેથી મેળવી લેવી.
જૈન ઉપાશ્રય બાળ પીંપળે ખંભાત.
લે. મુનિ સાગરચંદ્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com