________________
જે પત્રમાં પ્રશ્નો પૂછાયા હેય તેજ પત્રમાં તેના ખુલાસા આવે કે જેથી તે પત્રના વાંચક વર્ગને સમજવું અનુકુળ થઈ પડે તેવા આશયથી અમોએ તમારા પર આ ખુલાસા લખી મોકલ્યા છે, તો આશા રાખીએ છીએ કે વિના વિલંબે આ ખુલાસા જેવી રીતે લખાયા છે તેવી રીતે પ્રસિદ્ધ કરશો, કે જેથી લેખકના આશયમાં ફેરફાર ન થઈ જાય. એજ. તા. સંદર.
લી. મુનિ સાગરચંદ્ર
સહી દા, ‘અમૃત” કાટવાળા.. આ રજીસ્ટર કાગળની પાસ્ટલ પહોંચ પણ યોગ્ય મુદતમાં મળી હતી.
કેટલાક અંકો સુધી રાહ જોઈ પણ તેને માટે કંઈ ઉત્તર કે ખુલાસા પ્રગટ ન થવાથી વસ્તુસ્થિતિ ધ્યાન પર લાવવા તંત્રી પર રીતસર નીચે મુજબની રીમાઈન્ડર લખી-બીડી હતી.
રીમાઈન્ડર તંત્રી મહાશય, વીરશાસન પત્રની ઓફીસ.
| મુ. અમદાવાદ. ધર્મલાભ પૂર્વક લખવાનું જે–તમને અમોએ તા. ૧૩––૩૨ ના દિવસે, તમારા પત્રમાં તા. ૧૩–૫–૧૯૩૨ ના વીરશાસનના ૩૩ મા અંકમાં શા. સુખલાલ ખૂબચંદે અમને સાગરચંદ્રજી નીચેની બાબતને ખુલાસો કરશે કે ?' નામક હેડીંગથી પૂછેલા પ્રશ્નોના ખુલાસા લખીને રજીસ્ટર લેટરથી પ્રગટ કરવા સારૂ બીડી મોકલ્યા હતા. જે તમને મળ્યાની અમને પહોંચ પણ મળી હતી.
પરંતુ તમારા ત્યાર પછી ત્રણ અંક બહાર પડી ચૂકયા, જેમાં મોકલેલી મેટર આવી કે નહિ –તે તપાસતાં અમને આશ્ચર્યચકિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com