________________
ઉત્તર:–તમે કહો છે તે પ્રકારે તો કાંઈજ નથી. પર્યુષણ
કલ્પમાં તે આષાઢી ચામાસી પ્રતિક્રમણ કર્યા પછી પચાસમે દિવસે અને કારતક ચૌમાસીના સીતેર દિવસ પહેલાં એટલે કે ભાદરવા સુદ ૫ મીની સંવત્સરી કરવા ફરમાન છે; કારણ કે ચામાસી તો પૂર્ણિમાની. કરવાનું તેમાં વિધાન છે. તમે લખે છે તે મુજબ પહેલાં કરેલ સંવત્સરીથી બાર માસ થવાની અંદર પર્યુષણે કરવી તેમ હોય તો દર વર્ષે સંવત્સરી એક એક દિવસ આગળ આવતી જાય. અને તેમજ હોય તે આજે તે ભાદરવા સુદ ૪ કે ૫ ની કાયમ જ ન રહી હોય. એ તો મુસલમાનના મહારમ માસની માફક અનિશ્ચિત બની જાય અને જે તેમ બને તો પછી “ભાદરવા સુદ ૫ ની રાત્રી ઓળંગવી નહિ” એ મર્યાદા પ્રતિપાદક સૂત્રની સાર્થકતા પણ શી રહી ! વળી જે તમે લખ્યું છે તેમજ હોય તે મુનિ આનંદ સાગરજીએ ત્રીજની સંવત્સરી કરીને ત્યારબાદ બીજે વર્ષે ચોથની સંવત્સરી કેમ કરત? તમારા લખ્યા પ્રમાણે તે તે પણ પર્યુષણ કલ્પના આધારે વિરાધકતા ખરીને?
પ્રશ્ન ૨૬––કેઈપણ સૂત્ર પ્રમાણે પહેલાં વર્ષની સંવત્સરી
તીથીથી આગલી તીથીમાં પર્યુષણ કરનાર જેવો વિરાધક ગણાય તેવે તે તીથીની અંદરની તીથીમાં
પર્યુષણ કરનાર વિરાધક ગણાય ખરે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com