Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦ ૦૪૮૪૬
નવયુગનો નારીધર્મ.
Yashovilay Jain Granthmals
માવજી દામજી શાહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૦ મ. સા. સમરતનાં પુણ્યસ્મરણાર્થે. (૧૧
નવયુગનો નારીધર્મ.
વિ. સ. ૧૯૮૬
અ
*luuuu19 Bettleqs!
લેખક,
માવજી દામજી શાહ.
ધાર્મિક શિક્ષક, ષિ બાયુ પી. પી. જૈન હાઇસ્કૂલ, મુંબઇ,
પ્રકાશિકા,
રભામ્હેન ગેાપાળજી.
||
[8]
નકલ ૫૦૦
મૂલ્ય, અમૂલ્ય.
મહેતા શેરી-ભાવનગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઇ. સ. ૧૯૩૦
||||8|
||
||||||
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રથમવૃત્તિ નકલ ૧૦૦૦
, ભાવનગર-ધિ આનંદ પ્રિન્ટીંગ પ્રેસમાં
ગુલાબચંદ લલ્લુભાઈ શાહે છાપ્યું.
પ્રકાશિકાનાં સરનામે પિસ્ટેજ તરીકે અર્ધા આનાની ટીકીટ મોકલવાથી પુસ્તક ભેટ તરીકે
મોકલવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
નવયુગની કુમારિકા
અને યુવતિએ પોતાની મહત્તા વાસ્તવિક રૂપમાં એળખી લે અને પોતાની શક્તિનું ભાન કરી લે એ શુભાશયથી પ્રેરાઇ પ્રસ્તુત પુસ્તક રચવામાં આવ્યું છે.
વર્તમાન યુગપલટ થતાં સ્ત્રીએ સંસારસાગરમાં પોતાની જીવન નૌકા ને કલહ અને અશાંતિના ખરાબામાં ન ચઢાવી મૂકતાં શ્રેષ્ટ માગે લઇ જઈ શકે તે હકીકત નારી સમાજના લક્ષ ઉપર લાવવા કઇંક પ્રયત્ન કરવા એ પણ ઉદ્દેશ છે.
પ્રસ્તુત પુસ્તક આજે ગુજરાતના નારીગણુ સમક્ષ જો હું રજી કરી શકતા હાઉં તે તેમાં મારા એક મિત્રની પ્રબળ પ્રેરણા કારણભૂત છે. ગતવર્ષમાં મારા મિત્રનાં પત્નીનુ અકાલ અને ખેદદાયક અવસાન થતાં તેનાં પુણ્ય સ્મરણાથે આ પુસ્તક છે અને તેથી પ્રસ્તુત વિચારા ધાર્યાં કરતાં વહેલા પ્રકાશમાં આવવાનું માન ઉક્ત મિત્રનેજ ધટે છે.
આ પુસ્તકમાં સ્ત્રીવનને ઉપયાગી થઇ પડે તેવા કેટલાક મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે; છતાં અવશેષ રહી જતા મુદ્દાઓ સૂચવવામાં આવશે તેા ખીજી આવૃત્તિમાં જરૂર તે વિષે ઘટતું કરવામાં આવશે.
ઘાટકાપર. સ. ૧૯૮૬ ફાગણુ શુ ૧૦. સામવાર
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
માવજી દામજી શાહ.
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
બાલસાહિત્યગ્રંથમાલાનાં કપ્રિય
પુસ્તકો.
•••
૦-૪-૦
આ આખો સેટ મંગાવનારને પિસ્ટેજ ક્રી છે, ૧ કુમારિકાધર્મ
૦-૪-૦ ૨ કુમારિકાને પત્ર
૦-૪-૦ ૩ આર્યકુમારિકા
૦-૨–૦ ૪ વર્તમાન સ્ત્રી જીવન
૦-૩-૦ ૫ જીવનચર્યા ....
૦-૪–૦ ૬ જ્ઞાનપંચમી ...
૦-૪૦૦ ૭ લગ્નરહસ્ય ૮ નીતિપ્રવેશ ...
૦-૩-૦ ૯ જૈનકાવ્યપ્રવેશ ૧૦ ધર્મપત્ની .
૦–૨-૦ ૧૧ નવયુગને નારીધર્મ .. ૦-૩-૦ ૧૨ આદર્શ કુમાર
૦-૩-૦
૨-૮-૦ લખે માવજી દામજી શાહ, કામાલેન, ઘાટકોપર
અથવા દરેક જાણીતા ગુજરાતી બુકસેલરને ત્યાંથી મળશે.
૦-૪-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
સ્વ. અ. સા. સમરતનાં જીવનની
ટૂંક રૂપરેખા.
આ પુસ્તક સાથે જે નારીરત્નનુ પુણ્યનામ જોડવામાં આવ્યું છે, તેનાં જીવનની ટૂંકી રૂપરેખા વાચકવર્ગ સમક્ષ રજૂ કરવામાં આવે છે, આશા છે કે, તેમાંથી વાચકા મેધપાઠ જરૂર તારવી લેશે.
ભાવનગર શહેર અંતર્ગત વડવા વિભાગમાં શેઃ ગોરધનદાસ ગાંડા ભાઇનાં પત્ની મણિભાઇની કુક્ષિએ આ નારીરત્નના જન્મ સ. ૧૯૬૪ નાં કારતક સુદ ૧૦ ને રાજ થયા હતા.
મ્હેન સમરત, લગભગ છ વર્ષની ઉમરે પહોંચી ત્યારે તેને વડવામાં આવેલી દરખરી કન્યાશાળામાં મેાકલવામાં આવી હતી, ત્યાં તેણે ગૂજરાતી ધારણ ચેાથા સુધી અભ્યાસ કર્યાં હતા, જ્યારે ધાર્મિક અભ્યાસ લગભગ પચપ્રતિક્રમણ સુધીનેા હતેા,
મ્હેન સમરત યાગ્ય ઉમરે પહોંચી ત્યારે ભાવનગરની ઘેાળકીયા જ્ઞાતિના શાહ ગે।પાળજી સામચંદના સુપુત્ર ભાઇ કુંવરજી [કે જેઓ હાલમાં ખાંડના વેપારી શેઠ કાસમભાઇ હાજી તૈયબની પેઢીમાં છે. ] સાથે સ. ૧૯૭૮ ના માગશર શુદી ૯ ને રાજ લગ્ન થયા પછી પોતાના પતિના વસવાટ મુંબઈખાતે હાઇને સ્વ॰ સમરતને કેટલાક વખત મુંબઇ તે કેટલાક વખત ભાવનગર રહેવાનુ થયાં કરતું હતું.
ભાઇશ્રી કુંવરજી ગેાપાળજી સાથે પ્રસ્તુત પુસ્તકના લેખકના પરિચય લગભગ પંદર વર્ષથી હાઇને ભાઇ કુંવરજીના તેમજ તેમનાં સ્વ॰ ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
દુ
પત્ની સૌ॰ સમરતના કાષ્ટ કેાઈ પ્રસંગે અતિનિકટ પરિચયમાં આવવાનુ થયાં કરતું હતું, તેમાં સ્વ. સમરથમાં કેટલાક ઉચ્ચ ગુણા જોવામાં આવ્યા હતા. આ ઉચ્ચ ગુણા પૈકી આ સ્ત્રીનાં ભૂષણરૂપ ગણાતા ‘ પતિપરાયણતા ' ને ગુણ મુખ્યસ્થાન ધરાવતા હતા.
?
સૌ. સમરત એક ંદર ઘરરખુ, મળતાવડા તેમજ દ્વાવકા સ્વભાવની અને કવ્યદક્ષ મહિલા હાને પોતાના પરિચયમાં આવનાર સર્વ કાઇને તે પ્રિય થઇ પડેલ હતી.
સૌ. સમરતને ચાર ભાઇઓ છે. તેમનાં નામ ક્રમસર માણેકચંદ, ભાઇચંદ, ગિરધરલાલ અને વ્રજલાલ છે, જ્યારે વ્હેન એક પણ નથી.
સૌ. સમરત જેવાં ગુણીયલ નારીરત્નની જીવનદોરી ટ્રક હાઇને અગર સ્વકર્માનુસાર માનવજીવન યાત્રા પૂરી થવાને વખત આવેલ હાઇને સગર્ભાવસ્થા છતાં સંગ્રહણીનું દરદ લાગુ પડયું. આ દર્દ માટે તેના શ્વસુરપક્ષ તેમજ પિતૃપક્ષ તરફથી અનેક ઉપચાર કરવામાં આવ્યા છતાં ભાવિની પ્રબળતાના યોગે સ. ૧૯૮૫ ના ફાગણ શુદ ૧૦ ને બુધવારે આ નારીરત્નના સ્વર્ગવાસ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્વ॰ વ્હેન સમરતને નિવાપાંજલિ.
અરે આ વ્હેન તુ અમારી એકની તુ'
ગઝલ.
કયાં ગઇ, અમારા પ્રેમને ભૂલી; એક, તેાચે મ્હેન ચાલી ગઈ.
( ૧ )
ન આવી રે યા તુજને, અહા એ વૃદ્ધમાતાની; કકળતા માત–પુત્રાને, મૂકીને ચાલી તું કયાં ગઈ ? ( ૨ )
અરે, નિષ્ઠુર હૃદયની મ્હેન, નાવી કઇ દયા તુજને; મૂકીને ચાલી ગઇ તું માલુ–ડાંને રે રૂદન કરતાં. (3 ( ૩ ) તમારી આકૃતિમાં સૌમ્ય-તા, હુ ંમેશ વસતી‘તી’ તમારી રે સહનશીલતા, ગવાતી હૈ મુખે સૈાના.
(૪)
તમારામાં હતા. ઉજ્જવલ, ગુણા બહુએ અરે મ્હેની; તમે તેથી કર્યો ઉજ્જવલ · ઉભયપક્ષે સુરીતિએ !
4
( ૫ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
તમારાં તમારી
નેહસંમરણે, બહુએ સાંભરે હેની, સ્નેહમયમૂર્તિ, નજરમાં રે તરી આવે.
તમારે કારમે વિયેગ, સાલે છે અરે બહેની, તમારું નામ લેતાં તે, વહે છે અશ્રુની ધારા,
અરે એ દેવ તારી છે, ગતિ ન્યારી ચમત્કારી, અહિં જેની જરૂર પૂરી, અહા ! તેને હરી લીધી.
. (૮)
કલકત્તા,
વ્રજલાલ ગોરધનદાસ શાહ, તા. ૮-૨-૩૦ શનિવાર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
અર્પણ પત્રિકા.
સ્વ૰ પૂજ્ય ભાભી,
તમારાં પુનિત પગલાં અમારાં ઘરમાં થયાં પછી અમને ઘણા આનદ થયા હતા. તમારામાં એક આ સ્ત્રીને શેશભે તેવા ઉત્તમ ગુણા અમને નજરે પડ્યા હતા. હું નણુદ હાવા છતાં હરહમેશ તમે મારી સાથે એક માયાળુ અેનના જેવાજ આદ સ ંબધ દાખવ્યેા હતા. આવા તમારા અનેક ગુણાથી પ્રેરાઈ, તમે આજે સ્વસ્થ છતાં તમને સ્રીઉપયાગી આ નાનકડું પુસ્તક અર્પણ કરી કૃતા' થાઉં છું.
ભાવનગર. સ. ૧૯૮૬ ફાગણ સુદ ૧૦. સામવાર.
}
લિ
રામ્હેન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
વિષય
૧ મંગલાચરણ
૨ પ્રસ્તાવ . . . ૩ બહુશ્રુત બને ૪ સ્વાશ્રયી બને ૫ સંતાનને લાયક થયા પછી જ પરણાવે . ૬ શારીરિક સ્વાથ્ય સંભાળ .... .... ૭ મહેટી વયે વિદ્યાભ્યાસ કરતાં સંકેચ ન ધરે ૮ સામાન્યજ્ઞાન જરૂર મેળવે ... ..... ૯ સાદું જીવન ગાળવા સાથે ઉચ્ચ વિચાર કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
નવયુગનો નારીધર્મ..
મંગલાચરણ.
शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहाम् । हस्ते स्फाटिकमालिकां निदधतीं पद्मासने संस्थिताम् वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् ॥
પ્રસ્તાવ.
પ્રમુખશ્રી અને વ્હેના,
આપનાં આમંત્રણને માન આપીને આજે ખીજીવાર આપના સમાજ સમક્ષ ખેલવાની તક આપવા બદલ આપ હુનાના અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
* શ્રી મુંબઇ-માંગરોળ જૈનસભાના હાલમાં જૈન મહિલાસમાજ સમક્ષ તા. ૧૮-૧૧-૨૯ ને મંગળવારે આપેલું ભાષણ.
આ સભાનું પ્રમુખસ્થાન શ્રીમતી અ॰ સૌ માંઘીન્હેન હીરાલાલ અ માડે લીધુ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૧
નવયુગને નારીધર્મ બહેને, આજને વિષય “નવયુગને નારીધર્મ” એ છે, સાથી પહેલાં મારે આપને સ્પષ્ટપણે કહી દેવું જોઈએ કે, મને એક પુરૂષને આપની સમક્ષ આ વિષય ચર્ચવાને અધિકાર જ શું છે? અગર તે “નવયુગને નારીધમ ” આપની સમક્ષ રજુ કરવાને મને હક્કજ શું છે? અથવા તે આપને એટલે સ્ત્રીઓના નવાયુગને તેમજ તેના ધર્મોને નિર્ણય આપે એક વ્યક્તિએ અગર તે સમષ્ટિએ પિતે જ કરી લેવું જોઈએ. ખરી રીતે સ્ત્રીઓના ધર્મોને નિર્ણય એક પુરૂષ કરવા બેસે તે કરતાં સ્ત્રી પોતે જ કરી લે અગર તે સ્ત્રીઓજ કરી લે એ વાત અધિકારની દષ્ટિએ વિચારી જોતાં વધુ બંધબેસતી અને મેગ્ય ગણી શકાય તેવી છે.
બહેને, પ્રસંગેપાર માટે કહી દેવું જોઈએ કે, ભૂતકાળમાં કેટલાંક શાસ્ત્રો અગર ગ્રંથ મેટે ભાગે પુરૂષથી રચાયાં હેઈને તેઓ પુરૂષ જાતિને પક્ષપાત કરી, સ્ત્રી જાતિનું પદ પુરૂષ જાતિની અપેક્ષાએ ઉતરતી પંક્તિનું છે એવું પ્રતિપાદન કરવાનું ચૂકયા નથી! ભૂતકાળના શાસ્ત્રકારે અગર ગ્રંથકારની આ પક્ષપાતનીતિએ ઘણું અનિષ્ટ ઉભા કર્યા છે, જેનાં કટુફળ દીર્ધદષ્ટિએ વિચારી જોતાં સ્ત્રી જાતિ જ નહિ પણ પુરૂષ જાતિ સુદ્ધાં આજે ચાખી રહી છે, એ ભારે ખેદની બિના ગણાય !!
બહેને, પૂર્વોક્ત પક્ષપાતનીતિ અનુચિત જ છે એમ નહિ પણ તેમાં એક જાતિને સ્પષ્ટપણે અન્યાય થતે હેઈને તે નીતિ નિંદનીય હવા સાથે સર્વથા ઉચછેદવાયેગ્ય પણ છે.
બહેને, આપમાંથી કદાચ કઈ પ્રશ્ન કરશે કે, “ ત્યારે તમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવ
૧૩
અમને અમારે ધર્મ સમજાવવા શામાટે આવ્યા છે?” આનાં પ્રત્યુત્તરમાં મારે નિખાલસભાવે કહી દેવું જોઈએ કે, હું આવી પક્ષપાતનીતિને વિરોધી હેઈને તમારા ધર્મોનું તટસ્થપણે જ કેટલુંક દિગ્ગદર્શન કરાવીશ.
બહેને, કેટલીકવાર આપણને આપણા ધર્મોનું ભાન હોય છે – સ્મરણ હેાય છે; છતાં તે ભૂલી જવાયું હોય છે અગર તે તેમનું વિસ્મરણ થયું હોય છે. તે વખતે જે પુરૂષજાતિ સ્ત્રી જાતિને અગર તે સ્ત્રી જાતિ પુરૂષ જાતિને તેમના ધર્મો યાદ કરાવે છે તેમાં એકંદર લાભે જ સમાયેલા છે, એ દષ્ટિએ પણ હું આપને આપના ધર્મોનું કેટલેક અંશે સ્મરણ કરાવીશ.
બહેને, સૌથી પહેલાં આપને નવયુગ એટલે શું અને તેની શરૂઆત કયારથી થઈ ગણાય એ વિષે કંઈક કહીશ. જ્યારે વસંતઋતુ શરૂ થાય છે ત્યારે વૃક્ષોનાં જૂનાં અને જીર્ણ પાંદડાં જેમ ખરી પડે છે અને નવાં પાંદડાં આવે છે, તેમ નવયુગને માટે પણ સમજશે. જો કે પ્રાચીનકાળમાં ઘણું જ્ઞાની અને સમર્થ પુરૂષ થઈ ગયા છે અને તેઓએ જનસમાજના શ્રેયાર્થે કંઈ ને કંઈ કરેલું હેઈ બેશક, નવયુગ-સૂર્યના કિરણે પ્રસરાવવામાં અવશ્ય તેમને હિસ્સ ગણાય; છતાં નવયુગ પ્રકટાવવામાં વર્તમાન સમયમાં સેંકડે નહિ બલ્ક હજારે કિરણે ધરાવનાર સૂર્ય સમાન તે મહાત્મા ગાંધી જ ગણાશે.
હેને, આ ઉપરથી હું આપને લગારે એમ કહેવા માંગતે નથી કે, “જૂનું સર્વ ખરાબ હતું અને નવું સર્વ સારું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
નવયુગને નારીધ.
પણ મારા કહેવાનો આશય તે એ છે કે, જૂનામાંથી સારૂ હાય તે લેવુ અને અનિષ્ટ હાય તે તજવુ. તેજ પ્રમાણે નવામાંથી પણ સારૂ' હાય તે લેવુ' અને અનિષ્ટ હેાય તે તજવું,
મ્હેના, વસ્તુસ્થિતિ આમ હાઇને આપ સહજ વિચારી શકશે કે, આ યુગમાં મહાત્મા ગાંધી જેવા સચ્ચરિત્ર પુરૂષ પ્રગટ્યા હાવાથી આજે રાજકીય ક્ષેત્રમાં કહા કે સામાજિક ક્ષેત્રમાં કહા, સાંસારિક ક્ષેત્રમાં કહા કે ઔદ્યોગિક ક્ષેત્રમાં કહા, નૈતિક ક્ષેત્રમાં કહા કે આર્થિક ક્ષેત્રમાં કહેા આ સ ક્ષેત્રામાં અગર તેા તે વિષેની પ્રચલિત માન્યતાઓમાં ભારે મહત્ત્વના ફેરફારો થઈ ચુકયા છે, વર્તમાનમાં થઇ રહ્યા છે અને ભવિષ્યમાં થશે એ શું આપ કબૂલ નહિ કરે ? અવશ્ય કરશેા જ.
મ્હેના, આ નવયુગ સાથે ચાલવામાં સહાયક થઈ પડે તેવા કેટલાક મુદ્દાઓ હવે પછી હું આપની પાસે રજી કરીશ. તેમાં સૌથી મહત્ત્વના, બધા રાગેાના ઉપાયરૂપ અને સર્વાં સુખનાં કારણભૂત થઈ પડે તેવા મુદ્દો જો કાઈ હાય તે તે એ છે કેઃ—
આપ બહુશ્રુત અના
મ્હેના, ‘આપ બહુશ્રુત બના’ એ વાકય ઉપલક દષ્ટિએ સ્થૂલ અને સામાન્ય લાગશે, પણ તેના ઉંડાણમાં બહુ રહસ્ય રહેલ છે. ‘બહુશ્રુત અનેા’ એટલે જ્ઞાન મેળવવાના જે જે પ્રસંગેા પ્રાપ્ત થાય તે તે સવ પ્રસ ંગાના બનતાં સુધી લાભ લ્યા અને તે વિષે સ્વતંત્ર
* સરખાવા:-પુરાવામિત્યેવ ન સાજી સર્વ નાપિ નક્યું. ××××
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #17
--------------------------------------------------------------------------
________________
~~~-~-~~-
આપ બહુશ્રુત બને.
~ ~~- ~વિચારે કરી તમારા અનુભવજ્ઞાનમાં વધારે કરે. શાસ્ત્રકારે કહી ગયા છે તે સત્ય છે તે જ્ઞાનાન્ન મુક્તિ “જ્ઞાન વગર મુકિત નથી.” નહિ જ્ઞાનેન સર વિમિદ વિવરે “જ્ઞાન જેટલું બીજું કંઈ પવિત્ર નથી” જ્ઞાન ના પશુમિર રમાનાઃ “જ્ઞાન વગરના મનુષ્ય પશુ તુલ્ય જ ગણાય છે.”
બહેને, જ્યારે હકીકત આમ છે ત્યારે આપમાંથી કઈ પ્રશ્ન કરશે કે, શું અમે અગર અમારી બહેને જ્ઞાન મેળવતી નથી? અગર તે અમારામાંની કેટલીક બહેને જ્ઞાનની ઉંચી કેટીએ જઈ પહોંચી બી. એ. કે એમ. એ. નથી થઈ? હું કબુલ કરી શકે, તમારામાંની કેઈ બહેન જરૂર બી. એ. કે એમ. એ. સુધી પહોંચી હશે, પરંતુ તમે કહેશે કે તેની બહેનોની સંખ્યા કેટલી? માત્ર આંગળીના ટેરવે ગણાય તેટલી જ કે તેથી વધારે?
• બહેને, પ્રસંગે પાત્ત કહી દેવું જોઈએ કે, બી.એ. જેટલી જ્ઞાનની ઉચ્ચ કક્ષાએ પહોંચેલ હેને પણ જે આર્ય સંસ્કૃતિને અનુકૂળ વિચારે અને આચારે ન ધરાવતી હોય અને કેવળ અંધ અનુકરણ અને ફેશનના વિચારોમાં જ રહ્યા કરતી હોય તે તેમનાં તેટલાં જ્ઞાનની પણ હવે આ દેશને બીલકુલ જરૂર નથી. બહુશ્રુત બનવા માટે ઉચ્ચકેટિનું સાહિત્ય હરહમેશ વાંચતા રહે, ઉચ્ચકેટિનાં સાહિત્ય માટે બી. એ. એમ. એ. જેટલાં જ્ઞાનની જરૂર નથી, પણ વાંચનના શેખની જ જરૂર છે. ઉચ્ચકેટિના સાપ્તાહિક પત્ર તરીકે નવજીવન, યંગ ઇન્ડિયા, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રમિત્ર, રાષ્ટ્રવાણી, પ્રજામત, વગેરેને ગણી શકાય. માસિકપત્રમાં બાળક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬
નવયુગને નારીધમ .
માટે ખાલક, ખાલમિત્ર, શાળાપત્ર, માલજીવન, કુમાર, વિદ્યાર્થી, અને શિક્ષણપત્રિકા વગેરે સમાવેશ પામે છે અને ચેાગ્ય ઉમ્મરે પહાંચેલાઓ માટે પ્રસ્થાન, વસંત, બુદ્ધિપ્રકાશ, નવયુગ, ગુજરાત, નવચેતન જ્ઞાનપ્રચાર, ગુણસુંદરી, સ્ત્રીબાધ વગેરે સમાવેશ પામે છે.
મ્હેના, ઉપરના સાહિત્યવિષયક પત્રાનાં બધાં નામે આપની સમક્ષ રજુ કરવાં એ મારૂં મુખ્ય કાર્યાં નથી; છતાં આપની સામાન્ય બુદ્ધિને આગળ કરી જે સાહિત્ય આપનાં જ્ઞાનમાં વધારા કરતુ હાય, જે સાહિત્ય આપનાં ચારિત્ર્યમાં સહાયક થઈ પડતુ હાય તે સ અવકાશે વાંચતા રહેવાની જરૂર છે માત્ર સાપ્તાહિક કે માસિક જેવું સામયિક સાહિત્યથી જ સતેષ નહિ પામતાં ઉત્તમ કોટિનાં ગ્રંથ પણ વાંચતા રહેવાની તેટલી જ જરૂર છે. એ ઉપરાંત બહુશ્રુત બનવા માટે સાધને તરીકે મુસાફરીના પ્રસ ંગે પણ તેટલાજ ઉપયોગી ગણી શકાય તેમ છે. જાહેર સભાએ મળે તેના પણ અને તેટલા લાભ લેા, સ ંક્ષેપમાં કહીએતે જ્ઞાનપ્રાપ્તિના પ્રત્યેક પ્રસ’ગ નહિ ચૂકતાં તેને ચેાગ્ય રીતે વિવેકપૂર્વક લાભ લે. આપ સ્વાશ્રયી અનેા.
મ્હેના, આપ સ્વાશ્રયી જીવન ગુજારતાં શીખો. આપ કોઇની આશ્રિત જ છે એમ માની બેસી રહેા નહિ. સ્ત્રીસમાજને આશ્રિત અનાવી મૂકવાના પરિણામે આજે હિંદુ સમાજ છેલ્લાં કેટલાંક વર્ષોથી દુઃખનાં રાદણાં રાઇ રહ્યો છે. સ્ત્રીએ સ્વાશ્રયીપણે જીવન ગુજારતી થાય તે માટે દરેક માતા–પિતાએ પેાતાની પુત્રી ચેાગ્ય વયે પહોંચે ત્યાં સુધીમાં તેને કેટલીક વિશિષ્ઠ કળાઓનુ જ્ઞાન પણ અપાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
આપ સ્વાશ્રયી બને. દેવું જોઈએ, કે જેથી દુર્દેવે તેનું સિભાગ્ય નષ્ટ થઈ વૈધવ્ય દશા આવી પડતાં તેમને કેઈના આશ્રિત તરીકે જીવન પૂરું કરવાને વખત જ ન આવે. બદકે કુમારિકા જીવનમાં સંપાદન કરેલી પિતાની પ્રિય કળાઓને તેઓ નિર્વાહનાં સાધન તરીકે બનાવી શકે છે.
બહેને, ભારે ખેદની વાત છે કે, આજે બાર-તેર વર્ષની કન્યા થાય છે, ત્યાં સુધીમાં તો તે ભાગ્યેજ શાળાની ત્રણ કે ચાર ચેપીને અભ્યાસ કરવા પામે છે અને તેને વયમાં આવી ગયેલી માની લઈ ચૌદમે વર્ષે તે તેની કેળવણીનાં દ્વાર બંધ જ થઈ ચૂક્યાં હોય છે. અરે ! પરણાવ્યા પછી તે બંધ થઈ ગયેલાં દ્વાર સદાને માટે બંધ થઈ ગયેલાં હોય છે, જેથી અપૂર્ણ અને અર્ધદગ્ધ કેળવણી પામેલી કન્યાઓનાં જીવન પણ અપૂર્ણ અને અર્ધદગ્ધજ રહી , જવા પામે છે, પરિણામે પોતાનું ભાવિજીવન ધૂળમાં જ ગળે
છે આ દુર્દશા દૂર કરવા માટે એક માર્ગ છે અને તે એ છે કે ચૌદ વર્ષે આવી પહોંચતાં લગ્ન કાળને ત્રણ-ચાર વર્ષ આગળ ધકેલવાની જરૂર છે. એમ થતાં કન્યાને શારીરિક બાંધે પુખ્ત અને મજબૂત થવા ઉપરાંત ભાવિજીવનમાં ઉપયેગી થઈ પડતું સર્વ પ્રકારનું જ્ઞાન તેને મળી શકે છે. સેળ-સત્તર વર્ષની વય સુધીમાં દરેક કન્યા પોતાને જીવનનિર્વાહ જરૂર પડતાં સ્વાશ્રયીપણે અને સ્વતંત્રપણે ચલાવી શકવા સમર્થ થાય તે માટે કન્યાના માત– પિતાએ ઓછામાં ઓછી ત્રણ-ચાર કળાઓ શીખવવાને અવશ્ય પ્રબંધ કર ઘટે છે. ભાવિજીવન માટે આવા પ્રકારની તૈયારી કરી રાખવાથી સ્ત્રી જીવનની કોઈ પણ અવસ્થા સુખપૂર્વક ગૂજારી શકે
છે એમજ નહિ; પણ ઉક્ત પ્રકારની કેળવણીની ગેરહાજરીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૮
નવયુગના નારીધ.
આજના સ્ત્રીવર્ગ–ખાસ કરીને વિધવા વર્ગ જ્યાં ત્યાં અને જેની તેની પાસે રાદણાં રાયા કરતા જોવામાં આવે છે તે જોવાના પ્રસંગ આવશે નહિ.
-
મ્હેન, પૂર્વે જ્યારે સ્ત્રીએ ચાસઠ અગર ઓછી વધતી કળા આના અભ્યાસ વિનાદને માટે કરતી હતી ત્યારે આજે તા આપણને એ કળાઓનાં પૂરાં નામેાનું પણ ભાન નથી! આજે સ્વાશ્રયીજીવન ગૂજારી સંસારનું વાસ્તવિક સુખ ભોગવવા ઇચ્છતી હેનાએ એ કળાઓમાંથી થાડી એક વિનાદ માટે અગર નિર્વાહ માટે શીખી લેવાની પૂરી જરૂર છે.
મ્હેના, પ્રાચીન કાળમાં મયણાસુ ંદરી, સુરસુંદરી, તિલકસુંદરી, જયસુ દરી અને સાભાગ્યસુ ંદરી જેવાં અનેક સ્ત્રી રત્નાએ. એ કળાઓ વિનાદ માટે સાધીહતી, અર્વાચીન કાળમાં પણ ભરત, સીવણ,ગુંથણુ અને સંગીત વગેરે વિષયેાની શિક્ષિકા મનીને
અગર ખી. એ.,એમ.એ., કે જી. એ., જેવી જ્ઞાનની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને સ્ત્રીએ મુખ્યશિક્ષિકા Head mistress or principal, ગૃહપત્ની Lady Superintendent જેવા ઉચ્ચ દરજ્જા ભાગવે છે.
મ્હેના, વધુ શું હું ? આ વિષય એટલેા તે વ્યાપક અને વિશાળ છે કે, તે વિષે એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા જ ગાઢવી શકાય તેમ છે. તેથી અહિં વિશેષ નહિ કહેતાં આટલુ દિશા સૂચન જ કરવું ઉચિત થઇ પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
સતાનાને લાયક થયા પછી જ પરણાવવાની સલાહ આપે.
૧૯
સતાનાને લાયક થયા પછીજ પરણાવવાની સલાહ આપેા. અેના, સ્ત્રી અને પુરૂષના સંબંધ એ વાસ્તવિક રીતે પરમમિત્ર સરખા હેાવા છતાં ભારત વર્ષમાં આજે જ્યાં નજર કરશુ ત્યાં સ્ત્રી-પુરૂષને પરસ્પર અણબનાવ જેવુ જોવાય છે. આનુ કારણ શું છે એ આપે કદિ વિચાયું છે ? આમાં વિચારી જોતાં મુખ્યત્વે એ કારણેા જોઇ શકાય છે. પહેલું કારણ એ છે કે, મા- ખાપે પુત્રને ગૃહસ ંસાર નિભાવવાને ચેાગ્ય કેળવણી આપેલી હાતી નથી. સેાળ વર્ષોંની વયના પુત્ર ગુજરાતી સાત ચાપડી સુધી કદાચ પહોંચી શકયેા હાય છતાં તેટલું જ્ઞાન આજના યુગને કાઇ પણ રીતે પૂરતુ ગણી શકાય નહિ. આજે તા દરેક યુવાને કે યુવતિએ ઓછામાં ઓછુ મેટ્રીક જેટલું જ્ઞાન મેળવવુ' જોઇએ. અગર તા કાઇને કોઇ કળા અવશ્ય હસ્તગત કરી લેવી જોઇએ છે. બીજું કારણુ એ જણાય છે કે, પુત્રે ગૃહસ્થાશ્રમમાં પડતાં અગાઉ સારી જેવી કમાણી કરવાની લાયકાત કેળવી હાતી નથી. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પૂર્વે વ્યાપાર દ્વારા કે નોકરી દ્વારા સારી આવક ધરાવતા હોય તે જ ગૃહસ્થ જીવન સુખરૂપ બનાવી શકે છે. એવુ સુખરૂપ જીવન ભાગવતા જોવાને બદલે પ્રત્યેક ઘરમાં કલેશ અને ક કાસવાળાં જીવન ગૂજારતાં યુવક અને યુવિઆ નજરે પડે છે.
મ્હેના, પુત્રની લગ્નની લાયકાત તપાસ્યા વગર પરણાવી દેવાથી આજે કેટલીય નિરપરાધી ગભરૂ જેવી બાળાઓનાં જીવન ધૂળમાં રગદોળાઇ રહ્યાં છે. ઉપલાં કારણેા તપાસ્યા વગર પુત્રાનાં લગ્ન કરી વાળનારા મા-બાપાને મારે એ પ્રશ્ન છે કે, પૂરતી લાયકાત સંપાદન નહિ કરવા પામેલા તમારા પુત્રાના ભાવિજીવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
નવયુગને નારીધર્મ
શામાટે ભ્રષ્ટ કરે છે? આ રીતે તેમનાં જીવનભ્રષ્ટ કરવાને તમને શો હક છે? તમારે જે કઈ પ્રકારને હક હોય તે પુત્રને વેગ્ય કેળવણું આપવા પૂરતું જ છે. કેવા ગુણવાળી અગર કેવી કળાવાળી કન્યાને પસંદ કરવી એની વચ્ચે બનતાં સુધી મા-બાપે આડે આવવાની બીલકુલ જરૂર નથી. અલબત, સંતાન સર્વ પ્રકારે લાયક થયા પછી પિતાના માબાપ ઉપર જ એ વાત મૂકે તે તેમાં તેમણે પડવાની ફરજ પણ આવશ્યક છે. આ યુગની વસ્તુસ્થિતિ આમ હાઈ લાયક નહિ થયેલા તમારા પુત્રને કાચી વયે જ પરણાવી મારવાના લાહા (!) લેતા મહેરબાની કરીને હવે અટકી જાઓ.
બહેને, તમારા પ્રાણસમ પ્રિયપુત્રેનાં જીવન સ્વર્ગીય સુખ ભેગવતાં બનાવવા માટે પરણવા માટેની તેમની પૂરી લાયકાત પહેલાં તપાસી જુઓ અને પછી જ પરણવાની સલાહ આપે. - આપ શારીરિક સ્વાસ્થ સંભાળે.
બહેન, આપનાં શારીરિક સ્વાથ્ય માટે આપે પૂરતી કાળજી રાખવાની જરૂર છે. જે આપ શારીરિક પ્રવૃતિ કેમ સુંદર રહે એ વિષયનું જ્ઞાન ધરાવવા સાથે તે મુજબ આચરણ પણ કરતા હે તે આપ આરેગ્યનું સુખ જરૂર ભેગવી શકે. બહેને, આપનું સરાસરી મરણ પ્રમાણ પુરૂષોની અપેક્ષાએ ઘણું આવે છે, તેનું કારણ શું હશે એ આપે કદિ વિચાર્યું છે? આનું કારણ સ્પષ્ટ જ છે કે આપે આરોગ્યનાં જ્ઞાનની દરકાર કરી હતી નથી. પુરૂષનું મરણપ્રમાણ જે ઓછું હોય તે આપનું મરણપ્રમાણુ શા માટે વધારે હોવું જોઈએ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
આપ શારીરિક સ્વાસ્થ્ય સભાળા,
૧
મ્હેના, આપ પોતાનાં સ્વરૂપનીતા પિછાણુ કરા, આપ પેાતાની શક્તિને તે ઓળખે. વસ્તુસ્થિતિ રૂપે અને સત્ય બિના હાઈને મારે કહેવું જોઇએ કે, આપ વીરપ્રસવિની છે, ભગવાન્ મહાવીર અને ભગવાન બુદ્ધ જેવા આદર્શ પુરૂષોની જનયિત્રી આપ છે, રામ અને કૃષ્ણ તેમજ સીતા અને સાવિત્રી જેવી નરનારીઓને જન્માવનાર આપ છે. અરે, મને કહેવાદ્યો કે, સ્વામી દયાનંદ અને સ્વામી વિવેકાનંદ, શ્રી વિજયાનંદસૂરિ અને શ્રી વિજયધસૂરિ જેવી વિભૂતિઓની ખાણુ આપ છે. મ્હેના, હું ન ભૂલતા હાઉં તે મારે કહેવું જોઇએ કે, મહાત્મા ગાંધી, દેશબંધુ દાસ જેવા વીર રત્નાને પકાવનાર આપ છે. આ બધુ કહીને હું આપને આસમાનમાં ચઢાવું છું. એવા આક્ષેપ આપનુ સ્વરૂપ નહિ પિછાણનાર કોઈ વ્યક્તિ કદાચિત કરી દેશે પણ તેથી શું ? યાદ રાખો કે ઉપલ કથનકરી મે તે આપનાં વાસ્તવિક સ્વરૂપનું જ સ્મરણ કરાવ્યુ` છે.
મ્હેના, તમારામાંથી જ્યારે ઉપલા નરનારીઓ પાકયા છે ત્યારે તમારાં અમૂલ્ય આરોગ્યને સંભાળી રાખવાની અનિવાય અગત્ય ઉભી થાય છે.
મ્હેના, આપ આપનાં આરોગ્યને સ ંભાળવા માટે કુદરતને અનુકૂળ વન રાખા અને શરીરશાસ્ત્રના હરહંમેશ અભ્યાસ કરી, આટલેથી પણ નહિ અટકતાં આપનાં શરીરને સુંદર, સુરૂપ અને સુટિત બનાવેા.
વ્હેના, આપનાં શરીરમાટે જ કેવળ વિચાર કરી બેસી ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૨
નવયુગનેા નારીધમ .
રહેતાં આપનાં બાળકોનાં શરીર તરફ પણ દરકાર રાખા, તે શરીરે નિરાગી હશે તે મનથી પણ નિર્દેગી થશે અને ઉભયથી નિરોગી થતાં આપ પેાતાની અને કુટુંબની આત્મિક ઉન્નતિ સહજ જ સાધી શકશે.
આપ મ્હોટીવયે પણ વિદ્યાભ્યાસ કરતાં સકોચ ન ધરા.
મ્હેના, જીવન સુધારણા માટે મહત્ત્વના ગણાતા મુદ્દાઓમાં એ મુદ્દો પણ સમાવેશ પામે છે કે, આપ મ્હોટીવયે વિદ્યાભ્યાસ કરતાં લગાર પણ સ ંકોચ ન ધારણ કરો. કેટલીક હુના એમ ધારતી હશે કે, “ આપણે તે પાંત્રીશ વર્ષનાં થયાં, હવે ભણવાની વાત કરવી તે તેા ફોકટ જ, પાકે ઘડે તે કઇ કાંઠા ચઢે ” વગેરે વગેરે નિર્માલ્ય વાતા કરી પેાતાના જીવન સુધારણાના પ્રશ્ન ઉપર - કુઠારાઘાત કરે છે !
મ્હેના, મારે ખેદ સાથે કહેવુ' જોઇએ કે, આવા નિર્માલ્ય વિચારો આજે જો કઈ દેશમાં પ્રચલિત હાય તે તે દેશ ભારતવર્ષી જ છે. દદવે કહા કિ`વા ભવિતવ્યતાના ચેાગે કહા પણ આજે પ્રગતિના વિરાખી વિચારાના પ્રવાહ ભારતવ માં ચામેર વહી રહ્યો છે.
મ્હેના, જ્યારે એક તરફ નિર્માલ્ય વિચારાનું વાતાવરણ પ્રસરી રહ્યું છે. ત્યારે શું આપે પણ તેવા વાતાવરણના ભોગ બનવુ જોઇએ ?
મ્હેના, પૂર્વાના કે પશ્ચિમના શોધ કરતાં સેંકડો દાંતા મળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
આપ સ્ટેટીવયે પણ વિદ્યાભ્યાસ કરતાં સંકોચ ન ધરે. ૨૩ આવશે કે જેઓ પચાસ-પચાવન વર્ષની ઉમરે જ નહિ પણ જીવનના આરે ઉભેલા માણસોએ પણ ઉત્સાહભેર વિદ્યાભ્યાસ શરૂ કરીને પૂર્ણ પણ કરી ચુક્યા છે.
બહેને, આના દાખલા માટે દર શામાટે જવું જોઈએ? 3. મિસ કો [ સુભદ્રાદેવી ] પીએચ. . પૂર્વને દાખલો છે, તેઓ લિઝિક યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રેફેસર છે, તેઓ પાંત્રીસ વર્ષની વયે પણ આજે હિંદમાં આવી જેન અને અન્ય તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરી રહ્યા છે.
બીજે દાખલ પ્રસિદ્ધ રાજસ્થાની અને સારા વીર શ્રીયુત ચુડગર છે કે જેઓ લગભગ પચાસ વર્ષની વયના હાઈ વાનપ્રસ્થાવસ્થાને યોગ્ય છતાં યુરેપ ગમન કરી હમણાં જ બેરીસ્ટરની પરીક્ષા પસાર કરી આવ્યા છે.
- બહેને, ત્રીજો દાખલે સુપ્રસિદ્ધ વક્તા પંડિતલાલનના ધર્મપત્ની સંગત મેંઘીબાઈને લઈ શકાશે. સદ્દગત મેંઘીબાઈ ૫૦ વર્ષની ઉમ્મરે પણ એક કે દેઢ દશકા ઉપર મુંબઈની એક કન્યાશાળામાં ગૂજરાતી ત્રીજા રણને અભ્યાસ કરતાં, મેં નજરે જોયા છે. સદ્ગત મેંઘીબાઈને મેં પ્રશ્ન કર્યો કે, “તમે આટલી મેટી વયે ભણીને શું કરશે?” જવાબમાં કહ્યું કે “ભાઈ, જ્ઞાન તે જન્માંતરમાં પણ સાથે જ આવશે, માટે તે મેળવવું જોઈએ.” ધન્ય છે તે મેંઘીબાઈને કે પંડિતલાલન જેવાને પુણ્યસહવાસના પરિણામ રૂપે પચાસ વર્ષની વયે પણ શાળામાં અભ્યાસ કરતાં સંકોચ પામ્યા નહતા !
માંતરમાં પણ તે પતિલાલને જ
અભ્યાસ કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
નવયુગના નારીધમ .
મ્હેના, આ અને આવા અનેક દાખલાઓ મળી શકે તેમ છે. આવા દાખલાઓ એકત્ર કરવામાં આવે તા એક મોટા ગ્રંથ રચી શકાય એ નિઃસ ંદેહ છે. આ દષ્ટાંતા ઉપરથી સિદ્ધ થાય છે કે. માટી વયે પણ વિદ્યાભ્યાસ કરી જીવનની મીઠાશ અનુભવી શકાય છે.
૨૪
આપ સામાન્ય જ્ઞાન તા જરૂર મેળવા.
મ્હેના, જીવનમાં જરૂરનું થઇ પડે તેવું સામાન્ય જ્ઞાન [General Knowlege] તે જરૂર મેળવી લેવું ઘટે છે કે, સામાન્યજ્ઞાનની ગેરહાજરીથી શહેરી જીવનમાં કે ગ્રામ્ય જીવનમાં કેટલીક મુશ્કેલીઓ ઉભી થાય છે અને તેથી ઉપજતા અનિષ્ટ પરિણામેા પણ ભાગવવા પડે છે.
મ્હેના, મુબઇ, કલકત્તા, કરાંચી કે ર'ગૂન જેવા મોટા શહેરામાં રેલ્વે, ટ્રામ, મેટરસ કે વિકટારીયામાં બેસવાના અનેક પ્રસ ંગા ઉભા થાય છે અને તેથી રેલ્વે, ટ્રામ, મેટર કે વિકટારીચાના ઉપયોગ કરવાના પ્રસ ંગેાથી જ નહિ પણ શહેરના જુદા જુદા રસ્તાઓથી પણ સુપરિચિત થવાની પૂરી જરૂર છે.
મ્હેના, ટ્રામ કે મેટરખસ ઉપરના નબરો વાંચવાની જરૂર છે તેની સાથે કયા નંબર અને એ વાળી ટ્રામ કે બસ કયા હૈકાણાંથી કયા ઠેકાણાંસુધી આવ- જા કર્યાં કરે છે વગેરે વિષયનુ જ્ઞાન પણ જો ચાક્કસાઇથી મેળવેલુ હોય છે તે તેમાં ફસાવાના ભય ખીલકુલ રાખવા પડતા નથી. દાખલા તરીકે, આપે રેલ્વેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
આપ સામાન્ય જ્ઞાન તા જરૂર મેળવેા.
૧૫
ટીકીટ લીધી, પછી તે પાંચ માઇલ ચાલી શકે તેવી હેાય કે પાંચસા માઈલ ચાલી શકે તેવી હોય પણ ટીકીટ હાથમાં લેતી વખતે જે કંઇ જોઇ -જાણી લેવાનું છે તે એ છે કે, તેના ન ંબર કયા છે ? તે માગેલાં ઠેકાણાંની બરાબર છે કે નહિ ? તેની ઉપર તેજ દિવસની તારીખ છે કે નહી, તેમજ ટીકીટ ઉપર છાપેલી રકમ જ લીધી • છે કે તેથી વધુ ? વગેરે વગેરે.
મ્હેના, મોટાં શહેરના રેલ્વેસ્ટેશન ઉપર એક જ પ્લેટફા હાતુ નથી પણ અનેક હાય છે. તેથી ચાક્કસ ટ્રેઇન મેળવવા માટે કયાં પ્લેટફાર્મ ઉપર જઇ પહોંચવાની જરૂર છે તે પણ બરાબર લક્ષમાં લેવું જોઇએ.
હૅના, મેટાંશહેરનાં સ્ટેશન ઉપર ઇન્ડીગેટરો પણ મૂકવામાં આવ્યાં હૈાય છે, તે વાંચતાં શીખી લેવાની પૂરી જરૂર • છે. જેમને હરહંમેશ પરાંઓમાં આવ--જા કરવાના પ્રસ ંગે પ્રાપ્ત થાય છે તેઓ, ઇન્ડીગેટર વાચવાથી અજ્ઞાન હાય તેા કેટલીક વખત ઉતરવાનાં ઠેકાણે ઉતરાતું નથી અને ન ઉતરવાનાં ઠેકાણે છેવટે ઉતરવુ પડે છે.
હૅના, જેમના હરહંમેશ પરાંઓમાં વસવાટ છે તેમણે રેલ્વેટાઇમ ખલ જરૂર વાંચતાં શીખી લેવુ ઘટે છે. ટાઇમટેબલ વાંચતાં આવડી જવાથી એક ટ્રેઇન ચૂકી જવાઇ હોય તેા ખીજી કયારે ઉપડૅ તે પેાતાની મેળે જોઇ શકાય છે.
મ્હેના, આપે મોટાં શહેરોના જાણીતા સર્વ રસ્તાએથી પરિ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #28
--------------------------------------------------------------------------
________________
નવયુગને નારીધર્મ
ચિત થઈ જવું ઘટે છે. આ વર્ષે થયાં મુંબઈ જેવાં શહેરમાં વસવાટ કરતાં છે અને મુંબઈના નાના કે મેટા રસ્તાઓનાં નામેથી કે રસ્તાઓથી અપરિચિત રહી જાઓ તે કેટલીક વાર તેનું ઘણું અનિષ્ટ પરિણામ આવે છે.
બહેને, મોટા શહેરમાં આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે, આજે આ છેક ગૂમ થયે અને આજે આ છોકરીને પત્તો નથી” આનું કારણ શું છે! કારણ એક જ છે અને તે એ છે કે રસ્તાઓ સંબંધી અજ્ઞાન.
બહેને, મોટા શહેરમાં વિકટેરીઆને ઉપયોગ પણ છૂટથી કરે પડે છે. તેથી તેના કાયદા-કાનુનેથી પણ આપે જાણીતા રહેવાની જરૂર છે. આપને કદાચ ઉતાવળ હેાય અને ખાસી, ઉભેલી ગાડીમાં ભાડું ઠરાવ્યા વગર જ આપ બેસી ગયા છે તે તેની કશી ચિંતા કરવી જોઈએ નહીં, દરેક વિકટેરીયાઓમાં પિતાની બેઠકની સામે જ મુકરર કરેલ ભાવેનું બેડ મૂકવામાં આવ્યું હોય છે તેથી ઉતાવળને પ્રસંગે તે મુજબ ભાડું ચૂકવી દઈ ધારેલું સ્થળ આવી પહોંચતાં ઉતરી જઈ શકાય છે.
બહેને, ખેદની વાત છે કે, આ જમાને તડકા જોઈને કેટલા વાગ્યા છે એમ કહેવાનું નથી, પણ ઘીયાળ જોઈશેકસ કલાક અને મીનીટ પણ કહેવાને આ સમય છે. આમ હેઈ આજે ઘડિયાળ ઘેરઘેરજ નહિ પણ લગભગ દરેક વ્યકિત [પછી તે સ્ત્રી છે કે પુરૂષ હે ]. પાસે જોવામાં આવશે; છતાં કેટલીક બહેનને પૂછ. વામાં આવે કે કેટલા ઉપર કેટલી મીનીટ થઈ? તે તેને જવાબ '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
આપ સાદું જીવન ગાળવા સાથે ઉચ્ચ વિચાર કરે.
૨૭
તે બીલકુલ આપી શકશે નહિ, માટે ઘીયાળ બરાબર જોતાં આવડવાની પણ પૂરી જરૂર છે.
' બહેને, ઉપર મુજબ રેલ્વે, ટ્રામ, મેટર કે વિકટેરીયાના કાયદા-કાનૂને જાણવાથી જ બસ નથી. તેમ પ્લેટફેમ, ઇન્ડિગેટર રસ્તાઓ કે ઘડીયાળ જોતાં આવી જવાથી પણ બસ થયું માનવાની ભૂલ કરશે નહિ. વિશેષમાં જાણવા જેવું છે તેમાં એ પણ સમાવેશ પામે છે કે, જે દેશમાં આપ વસે છે, તે દેશના એક ખૂણાથી બીજા ખૂણામાં રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસારિક કે આર્થિક વિષમાં શી શી હીલચાલે ચાલી રહી છે તે પણ જાણ વાની જરૂર છે. આપણા દેશની હકીકત જાણવા ઉપરાંત જાપાન, યુરોપ, અમેરિકા વગેરે દરીયાપારના દેશોમાં પણ મુખ્ય મુખ્ય કયા કયા બનાવ બનવા પામ્યા છે તે પણ જાણવાની જરૂર છે.
• બહેને, ઉપલી તેમજ અન્ય અનેક હકીકતે જાણવા જેવી છે
અને તે સર્વ જે અહિં મૂકવામાં આવે તે જરૂર એક ગ્રંથજ તૈયાર કરી શકાય તેમ છે. ઈશ્વરેચ્છા હશે તે આવી જાણવા યોગ્ય હકીકતેને ગ્રંથ એક કે બે ભાગમાં પ્રકટ કરવાનું બની આવશે. તેથી આ વ્યાપક અને વિશાળ મુદ્દાને વધુ નહિ લંબાવતાં અહિં જ પૂર્ણ કરવામાં આવે છે.
આપ સાદુ જીવન ગાળવા સાથે ઉચ્ચ વિચાર કરો.
બહેને, આપે જીવન સાદું બનાવવા સાથે હરહમેશ ઉચ્ચ વિચાર કરતા રહેવાની પૂરી જરૂર છે. આપ કદાચ પ્રશ્ન કરશે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૮
નવયુગને નારીધર્મ.
સાદું જીવન એટલે શું? તે આ પ્રશ્નના ઉત્તરમાં મારે કહેવું જોઈએ કે, કપડાં-ઘરેણાંથી બીજાને આંજી નાંખતું–આડંબરવાળું જીવન નહિ, તેમ સાદું જીવન એટલે પતિની આવક કરતાં ખચ વધી જતું હોય તેવું જીવન પણ નહિ, આવું સાદું જીવન ગુજારવામાં ઘણા લાભે રહેલા છે. બહેને, જીવનની સાદાઈ માટે મશહૂર થઈ ગયેલી પ્રાચીન કાળની આપની બહેનેનાં જીવન તપાસી જુએ, તે કેટલાં બધાં સાદાં હતાં? સાવિત્રી, મદ્રદેશના રાજાની પુત્રી હતી, છતાં તેણે કે રાજકુમારને નહિ વરતાં અતિ સાદું જીવન ગુજારનાર અને જંગલમાં આશ્રમ બાંધી રહેનાર એક ઋષિ નીજ પત્ની થવાનું પસંદ કર્યું.
હેને, આ અને આવી અનેક ઇતિહાસપ્રસિદ્ધ રાજકન્યાએએ સાદાઈવાળાં જ જીવન ગુજારીને પિતાની ઉચ્ચ જ્ઞાનપીપાસાને તૃપ્ત કરવા માટે આશ્રમવાસી ત્રષિઓનીજ પત્ની થવાનું પસંદ કર્યું હતું.
બહેને, ભૂતકાળનાં આવાં દૃષ્ટાંતથી ભલે પુસ્તાક શેભતાં હોય? પરંતુ વર્તમાનકાળમાં પણ સાદું જીવન ગૂજારનાર સ્ત્રીઓને ક્યાં તે છે? સિદ્ધાંતની ખાતર રાજપાટને પણ ઠોકર મારનાર દરબાર ગેપાળદાસના પત્ની રાણી ભક્તિબાની સાદાઈ આજે કેણ નથી જાણતું ! રાણી ભક્તિબાને દાખલે આજે પણ જીવતે જાગતે વિદ્યમાન છે.
બહેને, બીજું દષ્ટાંત સૌ. કસ્તુરબા ગાંધીનું છે. તેઓ જગના મહાન પુરૂષ ગણાતા મહાત્મા ગાંધી જેવાના ધર્મપત્ની હવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
આપ સાદું જીવન ગાળવા સાથે ઉચ્ચ વિચારા કરે.
૨૯
છતાં તેમનું જીવન કેટલું સાદુ છે ? સૌ. કસ્તુરબા ગાંધીને દાખલા પણ આજે વિદ્યમાન જ છે.
મ્હેના, ત્રીજી ટષ્ટાન્ત સ્વ. દેશબંધુ દાસનાં ધર્મ પત્ની વાસન્તીદેવીનુ છે. વાર્ષિક છ લાખની આવક ધરાવનાર ઍરીસ્ટર દેશબંધુ દાસ જેવાની પત્ની પણ ધારે તેમાં એક નાનકડાં સ્ટેટનાં રાણીથી પણ વધુ આડંબર રાખી શકે છે; છતાં આજે અંગાળમાં તે અતિ સાદું જીવન ગુજારી રહ્યાં છે.
મ્હેના, સાદાં જીવનની મહત્તા સંબધી કહેવામાં આવતુ હાઈ કહેવુ જોઈએ કે, આજે કેટલીય અેના પેાતાના પતિની આવક ઘણી નાની હાય છે; છતાં તે કેટલીય પરદેશી કીનારા, તરેહવાર વિદેશી વાયલા, કાચની આંગડીઓ અને કચકડાની વસ્તુ ખરીદવામાં નાણાની અરખાદી કરે છે!
મ્હેના, કપડાં–ઘરેણાં પાછળ માટે ખર્ચ કરવાને બદલે સાદુ જીવન ગુજારી પેાતાનાં પતિની માસિક આવકના ત્રીજા કે ચાથા ભાગ મચાવી દરમાસે એકમાં મૂકવાની પ્રતિજ્ઞા કરે અને તેનુ પાલન કરે તેા ખાટા આડમરાને લીધે થતી પાયમાલી અટકાવવા સાથે નાણાંની તંગીને દૂર કરી તે પોતે તેમજ પેાતાના પતિને જરૂર આર્થિક સ્વતંત્રતા અપાવી શકશે.
મ્હેના, અતિ ખેદની વાત છે કે, આજે નાની કે મેટી કમાણી વાળું પ્રત્યેક ઘર એવુ હશે કે જેને પચાસની આવક હોય અને પાણાસાના ખર્ચે થતા હેાય અગર પાંચસેાની આવક હોય અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
નવયુગને નારીધર્મ
સાતસેને ખર્ચ થતું હોય! આ દશા કેવળતનની અને મનની જ હાનિ કરી અટકતી નથી પણ આત્મતેજને પણ હાનિ પહોંચાડે છે માટે આ દશા સત્વર દૂર થવી ઘટે છે.
બહેને, મારે કહેવું જોઈએ કે, સાદાઈને આ સગુણ આપનાં જીવનમાં વણાઈ જશે તે આપનું જ નહિ? આપના પતિનું જ નહિ, પણ આપનાં સમગ્ર કુટુંબનું કલ્યાણ કરવા આપ ભાગ્યશાળી થઈ શકશે.
છેવટે, આપ હેનેએ આપની સમક્ષ મારા વિચારે રજુ કરવાની આપેલી તક માટે આપને આભાર માનું છું.
com crononoroi.com 2 સમાપ્ત.
coriosecconciacore
caricoconcorrancaran
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
–
બાલસાહિત્ય ગ્રંથમાળાનાં પુસ્તકો માટે ' મળેલા અભિપ્રાયોમાંથી થોડાએક.
સિજૂરપ્રકર
આ પુસ્તક સુંદર રીતે પ્રકાશિત કરવા બદલ હું તમને અભિનંદન આપું છું. હરદોઈ
ચંપતરાય જૈન, તા. ૩૦––૨૩ )
બૅરિસ્ટર એટ-લે.
----
જેન નીતિપ્રવેશ,
આ પુસ્તકમાં નાની નાની જૈન ઐતિહાસિક સરળ વાર્તાઓદ્વારા બાળકને નૈતિક શિક્ષણ આપનારા પાડે જણાયા, જેથી પ્રાથમિક જૈન શાળાઓમાં પ્રતિક્રમણની સાથે સાથે આવી બાલવિવેદી સારગર્ભિત વાર્તાઓ દ્વારા શિક્ષકે જે રસપૂર્વક શિક્ષણ આપતા થાય તે ધાર્મિક અભ્યાસમાં નડતી શુષ્કતા ઘણેભાગે દૂર થાય.
બનારસ ) ડૉ. નગીનદાસ જે. શાહ, તા. ૧-૨૪ ઈ બી. એ. પીએચ ડી.
--
----
=
=
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________ થી ) zlcPhila le ReછE જ્ઞાનપંચમી અને તેનું ઉદ્યાન, આ પુસ્તકમાં ગુણાનુવાદ દષ્ટિથી x x x x આ પુસ્તક વાંચી લોક સ તમારા લખેલાં પુસ્તકને ફેલાવો થાય સમજી શકે અને સારી રીતે વતી શકે એવી આશા રહ છ. પેથાપુર. | આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ કુમારિકાને પત્રો, સ્ત્રીજીવનને અનુકૂળ કેટલાંક સાદાં અને પ્રાથમિક અગત્ય ધરાવનારાં સત્ય શીખવવા માટે આ પુસ્તક ઉપયોગી થઈ શકે તેવું છે. 8 જૈન " પત્ર, ભાવનગર. તા. 11-10-25 કુમારિકા ધર્મ આ પુસ્તકમાં જુદા જુદા પાડે આપી દરેક કુમારિકાએ દરેક વિષય પર શું શું જાણવું ઘટે છે તે બતાવ્યું છે. મોહનલાલ દલીચંદ દેસાઈ મુંબઈ. ? બી. એ. એલ. એલ. બી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Gyanbhandar-Umara. Surat Www.umaragyanbhandar.com