________________
પ્રસ્તાવ
૧૩
અમને અમારે ધર્મ સમજાવવા શામાટે આવ્યા છે?” આનાં પ્રત્યુત્તરમાં મારે નિખાલસભાવે કહી દેવું જોઈએ કે, હું આવી પક્ષપાતનીતિને વિરોધી હેઈને તમારા ધર્મોનું તટસ્થપણે જ કેટલુંક દિગ્ગદર્શન કરાવીશ.
બહેને, કેટલીકવાર આપણને આપણા ધર્મોનું ભાન હોય છે – સ્મરણ હેાય છે; છતાં તે ભૂલી જવાયું હોય છે અગર તે તેમનું વિસ્મરણ થયું હોય છે. તે વખતે જે પુરૂષજાતિ સ્ત્રી જાતિને અગર તે સ્ત્રી જાતિ પુરૂષ જાતિને તેમના ધર્મો યાદ કરાવે છે તેમાં એકંદર લાભે જ સમાયેલા છે, એ દષ્ટિએ પણ હું આપને આપના ધર્મોનું કેટલેક અંશે સ્મરણ કરાવીશ.
બહેને, સૌથી પહેલાં આપને નવયુગ એટલે શું અને તેની શરૂઆત કયારથી થઈ ગણાય એ વિષે કંઈક કહીશ. જ્યારે વસંતઋતુ શરૂ થાય છે ત્યારે વૃક્ષોનાં જૂનાં અને જીર્ણ પાંદડાં જેમ ખરી પડે છે અને નવાં પાંદડાં આવે છે, તેમ નવયુગને માટે પણ સમજશે. જો કે પ્રાચીનકાળમાં ઘણું જ્ઞાની અને સમર્થ પુરૂષ થઈ ગયા છે અને તેઓએ જનસમાજના શ્રેયાર્થે કંઈ ને કંઈ કરેલું હેઈ બેશક, નવયુગ-સૂર્યના કિરણે પ્રસરાવવામાં અવશ્ય તેમને હિસ્સ ગણાય; છતાં નવયુગ પ્રકટાવવામાં વર્તમાન સમયમાં સેંકડે નહિ બલ્ક હજારે કિરણે ધરાવનાર સૂર્ય સમાન તે મહાત્મા ગાંધી જ ગણાશે.
હેને, આ ઉપરથી હું આપને લગારે એમ કહેવા માંગતે નથી કે, “જૂનું સર્વ ખરાબ હતું અને નવું સર્વ સારું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com