________________
પ્રસ્તાવના.
નવયુગની કુમારિકા
અને યુવતિએ પોતાની મહત્તા વાસ્તવિક રૂપમાં એળખી લે અને પોતાની શક્તિનું ભાન કરી લે એ શુભાશયથી પ્રેરાઇ પ્રસ્તુત પુસ્તક રચવામાં આવ્યું છે.
વર્તમાન યુગપલટ થતાં સ્ત્રીએ સંસારસાગરમાં પોતાની જીવન નૌકા ને કલહ અને અશાંતિના ખરાબામાં ન ચઢાવી મૂકતાં શ્રેષ્ટ માગે લઇ જઈ શકે તે હકીકત નારી સમાજના લક્ષ ઉપર લાવવા કઇંક પ્રયત્ન કરવા એ પણ ઉદ્દેશ છે.
પ્રસ્તુત પુસ્તક આજે ગુજરાતના નારીગણુ સમક્ષ જો હું રજી કરી શકતા હાઉં તે તેમાં મારા એક મિત્રની પ્રબળ પ્રેરણા કારણભૂત છે. ગતવર્ષમાં મારા મિત્રનાં પત્નીનુ અકાલ અને ખેદદાયક અવસાન થતાં તેનાં પુણ્ય સ્મરણાથે આ પુસ્તક છે અને તેથી પ્રસ્તુત વિચારા ધાર્યાં કરતાં વહેલા પ્રકાશમાં આવવાનું માન ઉક્ત મિત્રનેજ ધટે છે.
આ પુસ્તકમાં સ્ત્રીવનને ઉપયાગી થઇ પડે તેવા કેટલાક મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે; છતાં અવશેષ રહી જતા મુદ્દાઓ સૂચવવામાં આવશે તેા ખીજી આવૃત્તિમાં જરૂર તે વિષે ઘટતું કરવામાં આવશે.
ઘાટકાપર. સ. ૧૯૮૬ ફાગણુ શુ ૧૦. સામવાર
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
માવજી દામજી શાહ.
www.umaragyanbhandar.com