________________
૨૮
નવયુગને નારીધર્મ.
સાદું જીવન એટલે શું? તે આ પ્રશ્નના ઉત્તરમાં મારે કહેવું જોઈએ કે, કપડાં-ઘરેણાંથી બીજાને આંજી નાંખતું–આડંબરવાળું જીવન નહિ, તેમ સાદું જીવન એટલે પતિની આવક કરતાં ખચ વધી જતું હોય તેવું જીવન પણ નહિ, આવું સાદું જીવન ગુજારવામાં ઘણા લાભે રહેલા છે. બહેને, જીવનની સાદાઈ માટે મશહૂર થઈ ગયેલી પ્રાચીન કાળની આપની બહેનેનાં જીવન તપાસી જુએ, તે કેટલાં બધાં સાદાં હતાં? સાવિત્રી, મદ્રદેશના રાજાની પુત્રી હતી, છતાં તેણે કે રાજકુમારને નહિ વરતાં અતિ સાદું જીવન ગુજારનાર અને જંગલમાં આશ્રમ બાંધી રહેનાર એક ઋષિ નીજ પત્ની થવાનું પસંદ કર્યું.
હેને, આ અને આવી અનેક ઇતિહાસપ્રસિદ્ધ રાજકન્યાએએ સાદાઈવાળાં જ જીવન ગુજારીને પિતાની ઉચ્ચ જ્ઞાનપીપાસાને તૃપ્ત કરવા માટે આશ્રમવાસી ત્રષિઓનીજ પત્ની થવાનું પસંદ કર્યું હતું.
બહેને, ભૂતકાળનાં આવાં દૃષ્ટાંતથી ભલે પુસ્તાક શેભતાં હોય? પરંતુ વર્તમાનકાળમાં પણ સાદું જીવન ગૂજારનાર સ્ત્રીઓને ક્યાં તે છે? સિદ્ધાંતની ખાતર રાજપાટને પણ ઠોકર મારનાર દરબાર ગેપાળદાસના પત્ની રાણી ભક્તિબાની સાદાઈ આજે કેણ નથી જાણતું ! રાણી ભક્તિબાને દાખલે આજે પણ જીવતે જાગતે વિદ્યમાન છે.
બહેને, બીજું દષ્ટાંત સૌ. કસ્તુરબા ગાંધીનું છે. તેઓ જગના મહાન પુરૂષ ગણાતા મહાત્મા ગાંધી જેવાના ધર્મપત્ની હવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com