________________
આપ સાદું જીવન ગાળવા સાથે ઉચ્ચ વિચાર કરે.
૨૭
તે બીલકુલ આપી શકશે નહિ, માટે ઘીયાળ બરાબર જોતાં આવડવાની પણ પૂરી જરૂર છે.
' બહેને, ઉપર મુજબ રેલ્વે, ટ્રામ, મેટર કે વિકટેરીયાના કાયદા-કાનૂને જાણવાથી જ બસ નથી. તેમ પ્લેટફેમ, ઇન્ડિગેટર રસ્તાઓ કે ઘડીયાળ જોતાં આવી જવાથી પણ બસ થયું માનવાની ભૂલ કરશે નહિ. વિશેષમાં જાણવા જેવું છે તેમાં એ પણ સમાવેશ પામે છે કે, જે દેશમાં આપ વસે છે, તે દેશના એક ખૂણાથી બીજા ખૂણામાં રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસારિક કે આર્થિક વિષમાં શી શી હીલચાલે ચાલી રહી છે તે પણ જાણ વાની જરૂર છે. આપણા દેશની હકીકત જાણવા ઉપરાંત જાપાન, યુરોપ, અમેરિકા વગેરે દરીયાપારના દેશોમાં પણ મુખ્ય મુખ્ય કયા કયા બનાવ બનવા પામ્યા છે તે પણ જાણવાની જરૂર છે.
• બહેને, ઉપલી તેમજ અન્ય અનેક હકીકતે જાણવા જેવી છે
અને તે સર્વ જે અહિં મૂકવામાં આવે તે જરૂર એક ગ્રંથજ તૈયાર કરી શકાય તેમ છે. ઈશ્વરેચ્છા હશે તે આવી જાણવા યોગ્ય હકીકતેને ગ્રંથ એક કે બે ભાગમાં પ્રકટ કરવાનું બની આવશે. તેથી આ વ્યાપક અને વિશાળ મુદ્દાને વધુ નહિ લંબાવતાં અહિં જ પૂર્ણ કરવામાં આવે છે.
આપ સાદુ જીવન ગાળવા સાથે ઉચ્ચ વિચાર કરો.
બહેને, આપે જીવન સાદું બનાવવા સાથે હરહમેશ ઉચ્ચ વિચાર કરતા રહેવાની પૂરી જરૂર છે. આપ કદાચ પ્રશ્ન કરશે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com