________________
સતાનાને લાયક થયા પછી જ પરણાવવાની સલાહ આપે.
૧૯
સતાનાને લાયક થયા પછીજ પરણાવવાની સલાહ આપેા. અેના, સ્ત્રી અને પુરૂષના સંબંધ એ વાસ્તવિક રીતે પરમમિત્ર સરખા હેાવા છતાં ભારત વર્ષમાં આજે જ્યાં નજર કરશુ ત્યાં સ્ત્રી-પુરૂષને પરસ્પર અણબનાવ જેવુ જોવાય છે. આનુ કારણ શું છે એ આપે કદિ વિચાયું છે ? આમાં વિચારી જોતાં મુખ્યત્વે એ કારણેા જોઇ શકાય છે. પહેલું કારણ એ છે કે, મા- ખાપે પુત્રને ગૃહસ ંસાર નિભાવવાને ચેાગ્ય કેળવણી આપેલી હાતી નથી. સેાળ વર્ષોંની વયના પુત્ર ગુજરાતી સાત ચાપડી સુધી કદાચ પહોંચી શકયેા હાય છતાં તેટલું જ્ઞાન આજના યુગને કાઇ પણ રીતે પૂરતુ ગણી શકાય નહિ. આજે તા દરેક યુવાને કે યુવતિએ ઓછામાં ઓછુ મેટ્રીક જેટલું જ્ઞાન મેળવવુ' જોઇએ. અગર તા કાઇને કોઇ કળા અવશ્ય હસ્તગત કરી લેવી જોઇએ છે. બીજું કારણુ એ જણાય છે કે, પુત્રે ગૃહસ્થાશ્રમમાં પડતાં અગાઉ સારી જેવી કમાણી કરવાની લાયકાત કેળવી હાતી નથી. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પૂર્વે વ્યાપાર દ્વારા કે નોકરી દ્વારા સારી આવક ધરાવતા હોય તે જ ગૃહસ્થ જીવન સુખરૂપ બનાવી શકે છે. એવુ સુખરૂપ જીવન ભાગવતા જોવાને બદલે પ્રત્યેક ઘરમાં કલેશ અને ક કાસવાળાં જીવન ગૂજારતાં યુવક અને યુવિઆ નજરે પડે છે.
મ્હેના, પુત્રની લગ્નની લાયકાત તપાસ્યા વગર પરણાવી દેવાથી આજે કેટલીય નિરપરાધી ગભરૂ જેવી બાળાઓનાં જીવન ધૂળમાં રગદોળાઇ રહ્યાં છે. ઉપલાં કારણેા તપાસ્યા વગર પુત્રાનાં લગ્ન કરી વાળનારા મા-બાપાને મારે એ પ્રશ્ન છે કે, પૂરતી લાયકાત સંપાદન નહિ કરવા પામેલા તમારા પુત્રાના ભાવિજીવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com