________________
૧૮
નવયુગના નારીધ.
આજના સ્ત્રીવર્ગ–ખાસ કરીને વિધવા વર્ગ જ્યાં ત્યાં અને જેની તેની પાસે રાદણાં રાયા કરતા જોવામાં આવે છે તે જોવાના પ્રસંગ આવશે નહિ.
-
મ્હેન, પૂર્વે જ્યારે સ્ત્રીએ ચાસઠ અગર ઓછી વધતી કળા આના અભ્યાસ વિનાદને માટે કરતી હતી ત્યારે આજે તા આપણને એ કળાઓનાં પૂરાં નામેાનું પણ ભાન નથી! આજે સ્વાશ્રયીજીવન ગૂજારી સંસારનું વાસ્તવિક સુખ ભોગવવા ઇચ્છતી હેનાએ એ કળાઓમાંથી થાડી એક વિનાદ માટે અગર નિર્વાહ માટે શીખી લેવાની પૂરી જરૂર છે.
મ્હેના, પ્રાચીન કાળમાં મયણાસુ ંદરી, સુરસુંદરી, તિલકસુંદરી, જયસુ દરી અને સાભાગ્યસુ ંદરી જેવાં અનેક સ્ત્રી રત્નાએ. એ કળાઓ વિનાદ માટે સાધીહતી, અર્વાચીન કાળમાં પણ ભરત, સીવણ,ગુંથણુ અને સંગીત વગેરે વિષયેાની શિક્ષિકા મનીને
અગર ખી. એ.,એમ.એ., કે જી. એ., જેવી જ્ઞાનની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને સ્ત્રીએ મુખ્યશિક્ષિકા Head mistress or principal, ગૃહપત્ની Lady Superintendent જેવા ઉચ્ચ દરજ્જા ભાગવે છે.
મ્હેના, વધુ શું હું ? આ વિષય એટલેા તે વ્યાપક અને વિશાળ છે કે, તે વિષે એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા જ ગાઢવી શકાય તેમ છે. તેથી અહિં વિશેષ નહિ કહેતાં આટલુ દિશા સૂચન જ કરવું ઉચિત થઇ પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com