________________
આપ સ્વાશ્રયી બને. દેવું જોઈએ, કે જેથી દુર્દેવે તેનું સિભાગ્ય નષ્ટ થઈ વૈધવ્ય દશા આવી પડતાં તેમને કેઈના આશ્રિત તરીકે જીવન પૂરું કરવાને વખત જ ન આવે. બદકે કુમારિકા જીવનમાં સંપાદન કરેલી પિતાની પ્રિય કળાઓને તેઓ નિર્વાહનાં સાધન તરીકે બનાવી શકે છે.
બહેને, ભારે ખેદની વાત છે કે, આજે બાર-તેર વર્ષની કન્યા થાય છે, ત્યાં સુધીમાં તો તે ભાગ્યેજ શાળાની ત્રણ કે ચાર ચેપીને અભ્યાસ કરવા પામે છે અને તેને વયમાં આવી ગયેલી માની લઈ ચૌદમે વર્ષે તે તેની કેળવણીનાં દ્વાર બંધ જ થઈ ચૂક્યાં હોય છે. અરે ! પરણાવ્યા પછી તે બંધ થઈ ગયેલાં દ્વાર સદાને માટે બંધ થઈ ગયેલાં હોય છે, જેથી અપૂર્ણ અને અર્ધદગ્ધ કેળવણી પામેલી કન્યાઓનાં જીવન પણ અપૂર્ણ અને અર્ધદગ્ધજ રહી , જવા પામે છે, પરિણામે પોતાનું ભાવિજીવન ધૂળમાં જ ગળે
છે આ દુર્દશા દૂર કરવા માટે એક માર્ગ છે અને તે એ છે કે ચૌદ વર્ષે આવી પહોંચતાં લગ્ન કાળને ત્રણ-ચાર વર્ષ આગળ ધકેલવાની જરૂર છે. એમ થતાં કન્યાને શારીરિક બાંધે પુખ્ત અને મજબૂત થવા ઉપરાંત ભાવિજીવનમાં ઉપયેગી થઈ પડતું સર્વ પ્રકારનું જ્ઞાન તેને મળી શકે છે. સેળ-સત્તર વર્ષની વય સુધીમાં દરેક કન્યા પોતાને જીવનનિર્વાહ જરૂર પડતાં સ્વાશ્રયીપણે અને સ્વતંત્રપણે ચલાવી શકવા સમર્થ થાય તે માટે કન્યાના માત– પિતાએ ઓછામાં ઓછી ત્રણ-ચાર કળાઓ શીખવવાને અવશ્ય પ્રબંધ કર ઘટે છે. ભાવિજીવન માટે આવા પ્રકારની તૈયારી કરી રાખવાથી સ્ત્રી જીવનની કોઈ પણ અવસ્થા સુખપૂર્વક ગૂજારી શકે
છે એમજ નહિ; પણ ઉક્ત પ્રકારની કેળવણીની ગેરહાજરીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com