Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur
Catalog link: https://jainqq.org/explore/008223/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates [ શ્રી ટોડરમલ ગ્રન્થમાળા પુષ્પ નં. ૧૫ ] બાલબોધ પાઠમાળા ભાગ ૩ (શ્રી વીતરાગ વિજ્ઞાન વિદ્યાપીઠ પરીક્ષા બોર્ડ દ્વારા નિર્ધારિત ) ਗੁਰੁਦੁਸਤ પાડત स्मारक નવર ट्रस्ट લેખક–સમ્પાદક : પં. હુકમચન્દ ભારિલ્લ શાસ્ત્રી, ન્યાયતીર્થ, એમ. એ., સાહિત્યરત્ન સંયુક્ત મંત્રી, શ્રી ટોડરમલ સ્મારક ભવન, જયપુર. ગુજરાતી અનુવાદક : બ્ર. વ્રજલાલ ગિરધરલાલ શાહ બી. એ. (ઓનર્સ) એસ. ટી. સી., રાષ્ટ્રભાષા રત્ન. પ્રકાશક : મંત્રી, શ્રી ટોડ૨મલ સ્મારક ભવન એ-૪, બાપૂનગર, જયપુર-૪ (રાજ.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been donated to mark the 15th svargvaas anniversary (28 September 2004) of our mother, Laxmiben Premchand Shah, by Rajesh and Jyoti Shah, London, who have paid for it to be "electronised" and made available on the Internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of BalbodhPathmala - Part 3 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version History Date Version Number 001 22 Sept 2004 First electronic version. Error corrections made: Errors in Original Physical Electronic Version Version Corrections contents table: various corrected chapter titles incorrect | Page 4 Line 1: ભાગ ભાવ Page 6, Line 6: પ્રક્ષોધ પ્રબોધ Page 6, Line 8: મઘત્યાગ મધત્યાગ | Page 8, Line 1: ણમો અરિહંતાણ | ણમો અરહંતાણ Page 10, Line 22: હોય હેય (છોડવા લાયક) | Page 13, Line 3 : જન | જૈન | Page 13, Line 15 : પુત્ર | પુત્રી | Page 14, Line 20 : નિમત્તિ | નિમિત્ત Page 15, Line 8 : નિમિત્તિ નિમિત્ત Page 13, Line 13: ઈન્દ્રિજ્ઞાન | Page 16, Line 6: કઠલ કઠણ Page 16, Line 13: આત્મજ્ઞાન | આત્મજ્ઞાન Page 18, Line 2: અક્ષ્ય અભક્ષ્ય Page 25, Line 1: ud i પોતાની Page 27, Line 11: કહેવાનું | Page 27, Line 19: નિર્વાણ-ભુમિ | નિર્વાણ-ભૂમિ | | કહેવાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વાધિકાર સુર “મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું” પ્રથમ આઠ આવૃત્તિ (હિન્દી) : ૬૪,000. નવમી આવૃત્તિ (હિન્દી) : ૧૦,૦૦૦ (૧૯૮૩) પ્રથમવૃત્તિ (ગુજરાતી) : ૫,૦૦૦ (૧૯૭૧) દ્વિતીયાવૃત્તિ (ગુજરાતી) : ૫,૦૦૦ (૧૯૭૪) તૃતીયાવૃત્તિ (ગુજરાતી) : ૩,૦૦૦ (૧૯૮૫) મુદ્રક : મનીષ કલ્યાણભાઈ શ્રોફ એ ન. કે. પ્રિન્ટર્સ, મીરઝાપુર રોડ, દીનબાઈ ટાવર પાસે, અમદાવાદ. ફોન : ૩૯૩૧૦૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિષય-સુચી પાઠનું નામ દેવ-દર્શન શ્રાવકના આઠ મૂળ ગુણ પંચ પરમેષ્ઠી ઈન્દ્રિયો નં | | | | ૪ | M | 8 | S સદાચાર ૨૦ દ્રવ્ય ગુણ પર્યાય ભગવાન નેમિનાથ જિનવાણી-સ્તુતિ ૨૫ ૨૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ પહેલો દેવ-દર્શન ૧. અતિ પુણ્ય ઉદય મમ આયા, પ્રભુ તુમરા દર્શન પાયા; અબ તક તુમકો બિન જાને, દુઃખ પાયે નિજ ગુણ હાને. પાયે અનંતે દુઃખ અબ તક, જગતકો નિજ જાનકર; સર્વજ્ઞ ભાષિત જગત હિતકર, ધર્મ નહિ પહિચાન કર. ભવબંધકારક સુખપ્રહારક, વિષયમ્ સુખ માનકર; નિજ પર વિવેચક જ્ઞાનમય, સુખનિધિ-સુધા નહિ પાન કર. તવ પદ મમ ઉરમેં આયે, લખિ કુમતિ વિમોહ પલાયે; નિજ જ્ઞાન કલા ઉર જાગી, રુચિ પૂર્ણ સ્વહિતમે લાગી. રુચિ લગી હિતમે આત્મકે, સતસંગમેં અબ મન લગા; મનમેં હુઈ અબ ભાવના, તવ ભક્તિમેં જાઉ રંગા. પ્રિય વચનકી હો ટેવ, ગુણિગણ ગાનમેં હી ચિત્ત પગે; શુભ શાસ્ત્રકા નિત હો મનન, મન દોષ વાદનનૅ ભર્ગે. ૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવ-દર્શનનો સારાંશ હે વીતરાગ સર્વજ્ઞ પ્રભુ! આજ મેં મહાન પુણ્યોદયથી આપનાં દર્શન પ્રાપ્ત કર્યા છે. આજ સુધી આપને જાણ્યા વિના અને આપના ગુણોને ઓળખ્યા વિના (મું) અનંત દુઃખ ભોગવ્યાં છે. મેં આ સંસારને પોતાનો જાણીને અને સર્વજ્ઞ ભગવાને કહેલા, આત્માનું હિત કરનાર વીતરાગ ધર્મને ઓળખ્યા વિના અનંત દુઃખ ભોગવ્યાં છે. આજ સુધી મેં સંસારને વધારનાર અને સાચા સુખનો નાશ કરનાર પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં સુખ માનીને ખજાનો એવા સ્વ-પર ભેદવિજ્ઞાનરૂપ અમૃતનું પાન નથી કર્યું. ૧. પણ આજે આપનાં ચરણો મારા હૃદયમાં વસ્યાં છે તેને જોઈને કુબુધ્ધી અને મોહ ભાગી ગયા છે. આત્મજ્ઞાનની કળા હદયમાં જાગૃત થઈ ગઈ છે. અને મારી રુચિ આત્માના હિતમાં લાગી ગઈ છે. સત્સમાગમમાં મારું મન લાગવા માંડ્યું છે. તેથી મારા મનમાં એવી ભાવના જાગૃત થઈ છે કે આપની ભક્તિમાં જ રમી રહું. હે ભગવાન! જો વચન બોલું તો આત્માનું હિત કરનાર પ્રિય વચન જ બોલું. મારું મન ગુણવાન મનુષ્યોની પ્રશંસા કરવામાં જ લાગે અથવા આત્મહિતનું કથન કરનારાં શાસ્ત્રોના અભ્યાસમાં જ લીન રહે. મારું મન દોષોના કથનથી દૂર રહે. ૨. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કબ સમતા ઉરમેં લાકર, દ્વાદશ અનુપ્રેક્ષા ભાકર, મમતામય ભૂત ભગાકર, મુનિવ્રત ધારું વન જાકર. ધરકર દિગંબર રૂપ કબ, અઠવીસ ગુણ પાલન કરૂં દો-બીસ પરિષહ સહુ સદા, શુભ ધર્મ દશ ધારન કરૂં. ૩. તપ તપે દ્વાદશ વિધિ સુખદ નિત, બંધ આસ્રવ પરિહરૂં અરુ રોકિ નૂતન કર્મ સંચિત, કર્મ રિપુકો નિર્જરૂ. કબ ધન્ય સુઅવસર પાઊં, જબ નિજમેં હી રામ જાઊં, કર્યાદિક ભેદ મિટાઊં, રાગાદિક દૂર ભગાઊં. કર દૂર રાગાદિક નિરંતર, આત્મકો નિર્મલ કરૂં બલ જ્ઞાન દર્શન સુખ અતુલ, લહિ ચરિત ક્ષાયિક આચરું; આનંદકંદ જિનેન્દ્ર બન, ઉપદેશકો નિત ઉચ્ચકું, આવૈ “અમર’ કબ સુખદ દિન, જબ દુઃખદ ભવસાગર તરૂં. ૪. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મારા મનમાં એવા ભાવ જાગી રહ્યા છે કે – એવો દિવસ ક્યારે આવશે જ્યારે હું હૃદયમાં સમતાભાવ ધારણ કરીને, બાર ભાવનાઓનું ચિંતવન કરીને અને મમતારૂપી ભૂત (પિશાચ) ને ભગાડીને વનમાં જઇને મુનિ દીક્ષા ધારણ કરીશ. તે દિવસ ક્યારે આવશે જ્યારે હું દિગંબર વેષ ધારણ કરીને અઠાવીસ મૂળ ગુણ ધારણ કરીશ, બાવીશ પરિપહો ઉપર વિજય મેળવીશ અને દશ ધર્મોને ધારણ કરીશ, સુખ આપનાર બાર પ્રકારનાં તપ તપીશ તથા આસ્રવ અને બંધ ભાવોને ત્યાગી નવાં કર્મોને રોકી, સંચિત કર્મોની નિર્જરા કરી દઈશ. ૩. તે ધન્ય ઘડી ક્યારે આવશે કે જ્યારે હું મારા પોતામાં જ લીન થઈશ. કર્તા-કર્મના ભેદનો પણ અભાવ કરીને રાગ-દ્વેષ દૂર કરીશ અને આત્માને પવિત્ર બનાવી લઇશ-જેથી આત્મામાં ક્ષાયિક ચારિત્ર પ્રગટ કરીને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય સહિત થઇશ, આનંદકંદ જિનેન્દ્રપદની પ્રાપ્તિ કરી લઈશ. મને તે દિવસ ક્યારે આવશે જ્યારે આ દુ:ખરૂપી ભવસાગર પાર કરીને અમર પદ પ્રાપ્ત કરીશ. ૪. ઉપરની સ્તુતીમાં દેવ-દર્શનથી લઇને દેવ (ભગવાન) બનવા સુધીની ભાવના જ નથી આવી, પણ ભક્તમાંથી ભગવાન બનવાની પૂરી વિધિ જ આવી ગઈ છે. પ્રશ્ન૧. ઉપરોક્ત સ્તુતિમાંથી કોઇ પણ એક કડી તમને ગમતી હોય તે અર્થસહિત લખો અને ગમવાનું કારણ પણ આપો. ૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ બીજો શ્રાવકના આઠ મૂળ ગુણ. પ્રબોધ- કેમ ભાઇ, આ શીશીમાં શું છે? સુબોધ- મધ. પ્રબોધ- કેમ? સુબોધ- વૈધે દવા આપી હતી અને કહ્યું હતું કે મધ અથવા ખાંડની ચાસણીમાં ખાજો. તેથી બજારમાંથી મધ લાવ્યો છું. પ્રબોધ- તો શું તમે મધ ખાવ છો? જાણતા નથી કે એ તો મહા અપવિત્ર પદાર્થ છે. મધમાખીઓનો મળ છે અને ઘણા ત્રસ જીવોના ઘાતથી ઉત્પન્ન થાય છે. તે કદી પણ ન ખાવું જોઈએ. સુબોધ- ભાઈ, આપણે તો સામાન્ય શ્રાવક છીએ, કાંઇ વ્રતી થોડા જ છીએ ? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રબોધ- સામાન્ય શ્રાવક પણ આઠ મૂળ ગુણના ધારક અને સાત વ્યસનના ત્યાગી હોય છે. મધનો ત્યાગ આઠ મૂળ ગુણોમાં આવે છે. સુબોધ- મૂળ ગુણ કોને કહે છે? અને આઠ મૂળ ગુણમાં શું શું આવે છે? પ્રબોધ- નિશ્ચયથી તો સમસ્ત પર પદાર્થો ઉપરથી દષ્ટિ ખસેડીને પોતાના આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા તે જ મુમુક્ષુ શ્રાવકના મૂળ ગુણ છે; પણ વ્યવહારથી મધત્યાગ, માંસત્યાગ, મઘત્યાગ અને પાંચ ઉદુમ્બર ફળોના ત્યાગને આઠ મૂળ ગુણ કહે છે. સુબોધ- મત્યાગ કોને કહે છે? પ્રબોધ- શરાબ વગેરે માદક વસ્તુઓના સેવનનો ત્યાગ કરવો તે મત્યાગ છે. પદાર્થોનો સડો કરીને તે બનાવવામાં આવે છે તેથી એના સેવનથી લાખો જીવોનો ઘાત થાય છે અને નશો ઉત્પન્ન કરવાને કારણે વિવેક નાશ પામીને માણસ પાગલ જેવો થઇ જાય છે, તેથી તેનો ત્યાગ કરવો પણ અતિ આવશ્યક છે. સુબોધ- અને માંસત્યાગ શા માટે આવશ્યક છે? પ્રબોધ- ત્રસ જીવોની હિંસા વિના માંસની ઉત્પત્તિ થતી નથી અને માંસમાં નિરંતર ત્રસ જીવોની ઉત્પત્તિ પણ થયા કરે છે. તેથી માંસ ખાનાર અસંખ્ય ત્રસ જીવોનો ઘાત કરે છે, તેના પરિણામ દૂર થઈ જાય છે. આત્મહિત ચાહનાર પ્રાણીએ માંસનું સેવન કદીપણ ન કરવું જોઇએ. ઇંડાં પણ ત્રસ જીવોનું શરીર હોવાથી માંસ જ છે, તેથી તે પણ ન ખાવાં જોઈએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સુબોધ- અને પાંચ ઉદુમ્બર ફળ કયા કયા છે? પ્રબોધ- પીપળનું ફળ, ઉમરડા, અંજીર, વડનાં ફળ અને કઠુંમર આ પાંચ જાતના ફળોને ઉદુમ્બર ફળ કહે છે. એમાં પણ નિરંતર ત્રસ જીવોની ઉત્પત્તિ થયા કરે છે તેથી પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે કે તે એ પણ ન ખાય. સુબોધ- મેં પ્રવચનમાં સાંભળ્યું હતું કે આત્મજ્ઞાન વિના તો આ બધાનો ત્યાગ કાર્યકારી નથી તેથી આપણે પહેલાં તો આત્મજ્ઞાન કરવું જોઇએ ને ? પ્રબોધ- ભાઇ ! આત્મજ્ઞાન તો મોક્ષનો સાચો માર્ગ છે જ પણ એ બતાવો કે શું શરાબી કે માંસભક્ષીને પણ આત્મજ્ઞાન થઇ શકે ખરું? માટે આત્મજ્ઞાનની અભિલાષા રાખનાર આઠ મૂળ ગુણ ધારણ કરે છે. પ્રશ્ન ૧. મધ-ત્યાગ, માંસત્યાગ, મધયાગની સ્પષ્ટતા કરો. ૨. પાંચ ઉદુમ્બર ફળ કયા કયા છે? અને તે શા માટે ન ખાવાં જોઈએ? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ત્રીજો પંચ પરમેષ્ઠી ગમો અરહંતાણં, ગમો સિદ્ધાણં, સમો આઇરિયાણું, ગમો ઉવક્ઝાયાણં, ણમો લોએ સવ્વ સાહૂણં. આ પંચ નમસ્કાર મંત્ર છે. એમાં સૌથી પહેલાં વીતરાગી અને પૂર્ણ જ્ઞાની અરહંત ભગવાનોને અને સિદ્ધ ભગવાનોને નમસ્કાર કરવામાં આવ્યા છે. ત્યાર પછી વીતરાગ માર્ગમાં ચાલનાર મુનિરાજોને નમસ્કાર કરવામાં આવ્યા છે જેમાં આચાર્ય મુનિરાજ, ઉપાધ્યાય મુનિરાજ અને સામાન્ય મુનિરાજ બધા આવી જાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એમને પંચ પરમેષ્ઠી કહે છે, અરહંતાદિક પરમ પદ છે અને જે પરમ પદમાં સ્થિત હોય તેમને પરમેષ્ઠી કહે છે. પાંચ પ્રકારના હોવાથી તેમને પંચ પરમેષ્ઠી કહે છે. અરહંત જે ગૃહસ્થપણું ત્યાગી, મુનિધર્મ અંગીકાર કરી, નિજ સ્વભાવ સાધન વડ, ચાર ઘાતિ કર્મોનો ક્ષય કરીને અનંત ચતુષ્ટય (અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંતવીર્ય) રૂપ બિરાજમાન થયા તે અરહંત અરહંત પરમેષ્ઠી શાસ્ત્રોમાં અરહંતના ૪૬ ગુણો (વિશેષણો) નું વર્ણન છે, તેમાંથી કેટલાંક વિશેષણો તો શરીર સાથે સંબંધ રાખે છે અને કેટલાંક આત્મા સાથે. ૪૬ (છંતાળીસ) ગુણોમાં ૧૦ તો જન્મના અતિશય છે, જે શરીર સાથે સંબંધ રાખે છે. ૧૦ કેવળજ્ઞાનના અતિશય છે, તે પણ બાહ્ય પુણ્યસામગ્રી સાથે સંબંધવાળા છે તથા ૧૪ દેવકૃત અતિશય તો સ્પષ્ટ દેવો વડે કરાયેલા જ છે. એ બધા તીર્થકર અરહંતોને જ હોય છે, બધા અરહંતોને નહિ. આઠ પ્રાતિહાર્ય પણ બાહ્ય વિભૂતિ છે. પરંતુ અનંત ચતુષ્ટય આત્મા સાથે સંબંધ રાખે છે તેથી તે પ્રત્યેક અરહંતને હોય છે. તેથી નિશ્ચયથી તે જ અરહંતના ગુણ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સિદ્ધ જે ગૃહસ્થ અવસ્થાનો ત્યાગ કરીને, મુનિધર્મ-સાધન વડે ચાર ઘાતિ કર્મોનો નાશ થતાં અનંત ચતુષ્ટય પ્રગટ કરીને કેટલાક સમય પછી અઘાતિ કર્મોનો નાશ થતાં, સમસ્ત અન્ય દ્રવ્યોનો સંબંધ છૂટી જતાં પૂર્ણ મુક્ત થઈ ગયા છે; લોકના અગ્ર ભાગમાં કિંચિત્ જૂન પુરુષકારે બિરાજમાન થઈ ગયા છે; સિધ્ધ પરમેષ્ઠી જેમને દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મનો અભાવ થવાથી સમસ્ત આત્મિક ગુણ પ્રગટ થઈ ગયા છે; તે સિદ્ધ છે. તેમને આઠ ગુણ મુખ્યપણે કહેવાય છે. સમકિત દર્શન જ્ઞાન, અગુરુલઘુ અવગાહના સૂક્ષ્મ વીરજવાન, નિરાબાધ ગુણ સિદ્ધકે. ૧. ક્ષાયિક સમ્યકત્વ ૨. અનંતદર્શન ૩. અનંતજ્ઞાન ૪. અગુરુલઘુત્વ ૫. અવગાહનત્વ ૬. સૂક્ષ્મત્વ ૭. અનંતવીર્ય ૮. અવ્યાબાધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓનું સામાન્ય સ્વરૂપ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સામાન્યપણે સાધુઓમાં આવી જાય છે. જે વિરાગી બનીને, સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી, શુદ્ધોપયોગ મુનિધર્મ અંગીકાર કરીને, અંતરંગમાં શુદ્ધોપયોગ દ્વારા પોતાને પોતારૂપ અનુભવે છે; પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, જેમને કદાચિત મંદ રાગના ઉદયે શુભોપયોગ પણ થાય છે પરંતુ તેને પણ હેય(છોડવા લાયક) એમ માને છે, તીવ્ર કષાયનો અભાવ હોવાથી અશુભોપયોગનું તો અસ્તિત્વ જ હોતું નથી – એવા મુનિરાજ જ સાચા સાધુ છે. ૧) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આચાર્ય જેઓ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચ્ચારિત્રની અધિકતાથી પ્રધાનપદ પ્રાપ્ત કરીને મુનિસંઘના નાયક થયા છે, તથા જેઓ મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણમાં જ મગ્ન રહે છે, પણ કોઈ કોઈ વાર રાગાંશના ઉદયથી કરુણાબુદ્ધિ થાય તો ધર્મના લોભી અન્ય જીવોને ધર્મોપદેશ આપે છે, દીક્ષા લેનારને યોગ્ય જાણી દીક્ષા આપે આચાર્ય પરમેષ્ઠી છે, પોતાના દોષ પ્રગટ કરનારને પ્રાયશ્ચિત વિધિથી શુદ્ધ કરે છે – આવું આચરણ કરનાર અને કરાવનાર આચાર્ય કહેવાય છે. ઉપાધ્યાય જેઓ ઘણાં જૈન શાસ્ત્રોના જ્ઞાતા હોઈને સંઘના પઠન-પાઠનના અધિકારી થયા છે, તથા સમસ્ત શાસ્ત્રોનો સાર, જે આત્મસ્વરૂપમાં એકાગ્રતા છે; અધિકતર તો તેમાં લીન રહે છે. કોઈ કોઈ વાર કપાય અંશના ઉદયથી જો ઉપયોગ ત્યાં સ્થિર ન રહે તો તેઓ શાસ્ત્રો સ્વયં ઉપાધ્યાય પરમેષ્ઠી વાંચે છે અને બીજાઓને ભણાવે છે - તે ઉપાધ્યાય છે. તેઓ મુખ્યપણે બાર અંગના પાઠી હોય છે. ૧૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાધુ આચાર્ય અને ઉપાધ્યાયને છોડીને અન્ય સમસ્ત જે મુનિધર્મના ધારક છે અને આત્મસ્વભાવને સાથે છે, બાહ્ય ૨૮ મૂળ ગુણોનું અખંડ પાલન કરે છે. સમસ્ત આરંભ અને અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત હોય છે, સદા જ્ઞાનધ્યાનમાં લવલીન રહે છે, સાંસારિક પ્રપંચોથી સદા દૂર રહે છે, તેમને સાધુ પરમેષ્ઠી કહે છે. સાધુ પરમેષ્ઠી આ રીતે પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ વીતરાગ વિજ્ઞાનમય છે, માટે તેઓ પૂજ્ય છે. પ્રશ્ન ૧. પંચ પરમેષ્ઠી કોને કહે છે? ૨. અરહંત અને સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ લખો અને તેમનો તફાવત સ્પષ્ટ કરો. ૩. સામાન્યપણે સાધુઓનું સ્વરૂપ લખીને આચાર્ય સાધુઓ અને ઉપાધ્યાય સાધુઓનું સ્વરૂપ લખો. ૧૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ચોથો ઇન્દ્રિયો પુત્રી- બા ! પિતાજીને જૈન કેમ કહેવામાં આવે છે? માતા- તેઓ જૈન છે, તેથી જૈન કહેવાય છે, જિનના ભક્ત તે જૈન અથવા જિનઆજ્ઞા માને તે જૈન. જિનદેવે બતાવેલા માર્ગે ચાલનાર જ સાચો જૈન છે. પુત્રી અને જિન કોણ છે? માતા- જેમણે મોહ-રાગ-દ્વેષ અને ઇન્દ્રિયોને જીતી તે જ જિન છે. પુત્રી- તો ઈન્દ્રિયો શું આપણી શત્રુ છે કે તેમને જીતવાની છે? તે તો આપણા જ્ઞાનમાં સહાય કરે છે. શરીરનાં જે જે ચિહ્ન આત્માને જ્ઞાન કરાવવામાં સહાય કરે છે, તે જ ઈન્દ્રિયો છે. માતા- હા, પુત્રી ! સંસારી જીવને ઈન્દ્રિયો જ્ઞાનના સમયમાં નિમિત્ત થાય છે પણ એક વાત એ ય છે કે એ વિષયભોગોમાં ફસાવવામાં પણ નિમિત્ત છે. તેથી એને જીતનાર જ ભગવાન બની શકે છે. પુત્રી- તો ઈન્દ્રિયોના ભોગ છોડવા જોઈએ, ઈન્દ્રિયજ્ઞાનને તો નહિ ? માતા- ઈન્દ્રિયો કેટલી છે અને ક્યા જ્ઞાનમાં નિમિત્ત છે તે તું જાણે છે? ૧૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુત્રી- હા, તે પાંચ છે. સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને કર્ણ. માતા- સારું, હવે કહો કે સ્પર્શેન્દ્રિય કોને કહે છે? પુત્રી- જેને અડવાથી હલકા-ભારે, લૂખા-ચીકણા, કઠણ-નરમ અને ઠંડા-ગરમનું જ્ઞાન થાય છે, તેને સ્પર્શેન્દ્રિય કહે છે. માતા- જાણે છે તો આત્મા જ ને? પુત્રી- હા, હા, ઈન્દ્રિયો તો નિમિત્ત માત્ર છે. એવીજ રીતે જેનાથી ખાટો, મીઠો, કડવો, કપાયલો અને તીખો સ્વાદ જાણી શકાય છે, તે જ રસનેન્દ્રિય છે. જીભને જ રસના કહે છે. માતા- અને સ્પર્શન શું છે? પુત્રી- સ્પર્શન તો આખું શરીર જ છે. હા, અને જેનાથી આપણે સૂળીએ છીએ તે જ નાક ધ્રાણેન્દ્રિય કહેવાય છે, એ સુગંધ અને દુર્ગધના જ્ઞાનમાં નિમિત્ત થાય છે. માતા- અને રંગના જ્ઞાનમાં નિમિત્ત કોણ છે? પુત્રી- આંખ. એને જ ચક્ષુ કહે છે. જેનાથી કાળા, નીલા, પીળા, લાલ અને સફેદ આદિ રંગોનું જ્ઞાન થાય તે જ ચક્ષુઈન્દ્રિય છે અને જેનાથી આપણે સાંભળીએ છીએ, તે જ કાન છે; જેને કાન અથવા શ્રોત્રેન્દ્રિય કહેવામાં આવે છે. માતા- તું તો બધું જાણે છે પણ એ બતાવ કે આ પાંચે ય ઈન્દ્રિયો કઇ વસ્તુને જાણવામાં નિમિત્ત થઇ? પુત્રી- સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને અવાજ તથા શબ્દોને જાણવામાં જ નિમિત્ત થઈ. ૧૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates માતા- સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ તો પુદ્ગલના ગુણ છે તેથી એના નિમિત્તથી તો માત્ર પુદ્ગલનું જ જ્ઞાન થયું, આત્માનું જ્ઞાન તો થયું નહિ. પુત્રી- અવાજ અને શબ્દોનું જ્ઞાન તો થયું ને? માતા- તે પણ પુદગલની જ પર્યાય છે ને? આત્મા તો અમૂર્તિક ચેતન પદાર્થ છે. તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને અવાજ, શબ્દ છે જ નહિ. તેથી ઇન્દ્રિયો તેને જાણવામાં નિમિત્ત થઈ શકતી નથી. પુત્રી- ન થાય તો ભલે ન થતી. જેને જાણવામાં નિમિત્ત છે, તે જ બરાબર છે. માતા- કેવી રીતે? આત્માનું હિત તો આત્માને જાણવામાં છે. તેથી ઈન્દ્રિયજ્ઞાન પણ તુચ્છ થયું. જેવી રીતે ઈન્દ્રિયસુખ (ભોગ) હેય છે, તેવી રીતે માત્ર પરને જાણનાર ઈન્દ્રિયજ્ઞાન પણ તુચ્છ છે, તથા આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન જ ઉપાદેય છે. પ્રશ્ન ૧. જૈન કોને કહે છે? ૨. ઈન્દ્રિયો કોને કહે છે? તે કેટલી છે? નામ સહિત લખો. ૩. ઈન્દ્રિયો કોને જાણવામાં નિમિત્ત છે? ૪. શું ઈન્દ્રિયો માત્ર જ્ઞાનમાં નિમિત્ત છે? ૫. જો ઈન્દ્રિયો જ્ઞાનમાં માત્ર નિમિત્ત છે તો જાણે છે કોણ? ૬. ઈન્દ્રિયજ્ઞાન તુચ્છ કેમ છે? ૧૫ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠમાં આવેલાં સૂત્રાત્મક સિદ્ધાન્ત વાક્ય. ૧. જેણે મોહ-રાગ-દ્વેષ અને ઈન્દ્રિયોને જીતી તે જિન છે. ૨. જિનનો ભક્ત અથવા જિનઆજ્ઞાને માને તે જૈન છે. ૩. સંસારી આત્માને જ્ઞાનમાં નિમિત્ત (થનાર) શરીરનાં ચિહ્ન વિશેષ તે જ ઈન્દ્રિયો છે. ૪. જેને સ્પર્શ કરતાં જ હુક્કા-ભારે, લૂખા-ચીકણા, અને કઠણ-નરમનું જ્ઞાન થાય તે જ સ્પર્શન ઈન્દ્રિય કહેવાય છે. ૫. જે ખાટા, મીઠા, ખારા, તીખા આદિ સ્વાદને જાણવામાં નિમિત્ત થાય | (છે) તે જીભ જ રસના ઈન્દ્રિય કહેવાય છે. ૬. સુગંધ અને દુર્ગધ જાણવામાં નિમિત્તરૂપ નાક જ ઘાણ ઈન્દ્રિય છે. ૭. રંગોના જ્ઞાનમાં નિમિત્તરૂપ આંખ જ ચહ્યુ ઈન્દ્રિય છે. ૮. જે અવાજના જ્ઞાનમાં નિમિત્ત થાય, તે જ કર્ણ ઈન્દ્રિય છે. ૯. આ ઈન્દ્રિયો માત્ર પુદ્ગલના જ્ઞાનમાં નિમિત્ત છે, આત્મજ્ઞાનમાં નહિ. ૧૦. ઈન્દ્રિયસુખની પેઠે ઈન્દ્રિયજ્ઞાન પણ તુચ્છ છે. અતીન્દ્રિય સુખ અને અતીન્દ્રિય જ્ઞાન જ ઉપાદેય છે. ૧૬ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ પાંચમો સદાચાર (ભક્ષ્યાભઢ્ય વિચાર) સુબોધ- કેમ ભાઈ પ્રબોધ, ક્યાં જાવ છો? ચાલો આજે તો ચોકમાં બટાટાનાં ભજીયાં ખાઈએ, ઘણા દિવસોથી ખાધાં નથી. પ્રબોધ- ચોકમાં અને બટાટાનાં ભજીયાં! આપણે કોઈ પણ વસ્તુ બજારમાં ન ખાવી જોઈએ અને બટાટાનાં ભજીયાં શું કાંઇ ખાવાની વસ્તુ છે? યાદ નથી, કાલે ગુરુજીએ કહ્યું હતું કે બટાટા તો અભક્ષ્ય છે? સુબોધ- એ અભક્ષ્ય શું વસ્તુ છે, મારી તો સમજણમાં આવતું નથી. પાઠશાળામાં પંડિતજી કહે છે-આ ના ખાવું ને તે ન ખાવું. દવાખાને વૈદરાજ કહે છેઆ ન ખાવું, તે ન ખાવું. આપણને તો કાંઈ પસંદ નથી. જે મનમાં આવે તે ખાવું અને આનંદમાં રહેવું. પ્રબોધ- જે ખાવા યોગ્ય તે ભક્ષ્ય અને જે ખાવા યોગ્ય નથી તે અભક્ષ્ય છે. એ જ તો કહે છે કે પોતાનો આત્મા એટલો પવિત્ર બનાવો કે તેમાં અભક્ષ્ય ૧૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ખાવાનો ભાવ (ઈચ્છા ) આવે જ નહિ. જ્યારે પંડિતજી કહે છે કે અભક્ષ્યનું ભક્ષણ ન કરો ત્યારે તમારા હિતની જ વાત કહે છે કેમ કે અભક્ષ્ય ખાવાથી અને ખાવાના ભાવથી આત્માનું પતન થાય છે. સુબોધ– તો કયા પદાર્થો અભક્ષ્ય છે? પ્રબોધ- જે પદાર્થો ખાવાથી ત્રસ જીવોનો ઘાત થતો હોય અથવા ઘણા સ્થાવર જીવોનો ઘાત થતો હોય અને જે સારા માણસોને માટે સેવન કરવા યોગ્ય ન હોય, તે બધી વસ્તુ અભક્ષ્ય છે, એ અભક્ષ્યોને પાંચ ભાગમાં વહેંચી શકાય છે. સુબોધ- કયા કયા ? પ્રબોધ ૧) ત્રસઘાત ૩) અનુપસેવ્ય ૨) બહુઘાત ૪) નશાકારક ૫ ) અનિષ્ટકારક જે પદાર્થો ખાવાથી ત્રસ જીવોનો ઘાત થતો હોય તેને ત્રસઘાત કર્યુ છે. જેમ કે પાંચ ઉભુંબર ફળ, (વડનાં ફળ, પીપળાનાં ફળ, ઉમરડાનાં ફળ, ઠુમર અને અંજી૨) આ પદાર્થોમાં ઘણા ત્રસ જીવોની નિરંતર ઉત્પત્તિ થયા કરે છે અને રહ્યા કરે છે, અને કદી ન ખાવા જોઈએ. જે પદાર્થો ખાવાથી ઘણા (અનંત ) સ્થાવર જીવોનો ઘાત થતો હોય તેને બહુઘાત કહે છે. બધાં કંદમૂળ જેવાંકે બટાટા, ગાજર, શરિયાં, લસણ, ડુંગળી વગેરે વસ્તુઓમાં અનંત સ્થાવર નિગોદિયા જીવ રહે છે, એને ખાવાથી અનંત જીવોનો ઘાત થાય છે, તેથી એ પણ ન ખાવા જોઈએ. ૧૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સુબોધ- અને અનુપસેવ્ય? પ્રબોધ- જેનું સેવન ઉત્તમ પુરુષો ખરાબ ગણે, તે લોકનિંદ્ય પદાર્થો જ અનુપસેવ્ય છે. જેમ કે લાળ, મળ-મૂત્ર આદિ પદાર્થો. અનુપસેવ્ય પદાર્થોનું સેવન લોકનિંધ હોવાથી તીવ્ર રાગ વિના થઈ શકતું નથી તેથી તે પણ અભક્ષ્ય છે. જે વસ્તુઓ નશો વધારનારી હોય તેને નશાકારક અભક્ષ્ય કહે છે. જેમ કે દારુ, અફીણ, ભાંગ, ગાંજો તમાકૂ વગેરે. તેથી એનું પણ સેવન ન કરવું જોઈએ. જેને ખાવાથી શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થતી હોય તે અનિષ્ટકારક છે, કારણ કે શરીરમાં વ્યાધિ થતાં આકુળતાનું નિમિત્ત છે અને એવી વસ્તુ તીવ્ર રાગભાવ વિના ખાવામાં આવતી નથી તેથી તે અભક્ષ્ય છે. પ્રબોધ- ઠીક, આજથી હું પણ કોઈ પણ અભક્ષ્ય પદાર્થનો ઉપયોગ નહિ કરું. હું તમારો ઉપકાર માનું છું કે તમે મને અભક્ષ્ય ભક્ષણના મહાપાપથી બચાવી લીધો. પ્રશ્ન ૧. અભક્ષ્ય કોને કહે છે? તે કેટલા પ્રકારના હોય છે? ૨. અનુપસેવ્યનો અર્થ શું સમજો છો? તેના સેવનથી હિંસા કેવી રીતે થાય છે? ૩. કોઈપણ ચાર બહુઘાતનાં નામ ગણાવો. ૪. નશાકારક અભક્ષ્યનો અર્થ શું સમજો છો? ૧૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ છઠ્ઠો દ્રવ્ય ગુણ પર્યાય વિદ્યાર્થી- ગુરુજી, આજે છાપામાં વાચ્યું હતું કે હવે આ અણુબોમ્બ બની ગયા છે કે જો લડાઈ થાય તો વિશ્વનો નાશ થઈ જાય. શિક્ષક- શું વિશ્વનો પણ કદી નાશ થઈ શકે ખરો? વિશ્વ તો છ દ્રવ્યોના સમૂહને કહે છે અને દ્રવ્યનો કદી નાશ થતો નથી, માત્ર પર્યાય બદલે છે. વિધાર્થી– વિશ્વ તો દ્રવ્યોના સમૂહને કહે છે અને દ્રવ્ય? શિક્ષક- ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. વિદ્યાર્થી- મંદિરજીમાં સૂત્રજીના પ્રવચનમાં તો સાંભળ્યું હતું કે દ્રવ્ય, ગુણ અને પર્યાયવાળુ હોય છે. (ગુખ પર્યવર્દ્રવ્યમ ) શિક્ષક- બરાબર તો છે, ગુણોમાં સમયે સમયે થતા પરિવર્તનને જ પર્યાય કહે છે. તેથી દ્રવ્યને ગુણોનો સમૂહ કહેવામાં પર્યાયો આવી જ જાય છે. વિદ્યાર્થી- ગુણોના પરિણમનને પર્યાય કહે છે, એ તો સમજ્યો પણ ગુણ કોને કહે શિક્ષક- જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં (પ્રદેશોમાં) અને તેની સંપૂર્ણ અવસ્થાઓ (પર્યાયો ) માં રહે છે તેને ગુણ કહે છે. જેમ કે જ્ઞાન આત્માનો ગુણ છે, તે આત્માના સમસ્ત પ્રદેશોમાં તથા નિગોદથી માંડીને મોક્ષ સુધીની બધી હાલતોમાં હોય છે, તેથી આત્માને જ્ઞાનમય કહેવામાં આવે છે. વિધાર્થી- આત્મામાં એવા કેટલા ગુણો છે? શિક્ષક- આત્મામાં જ્ઞાન જેવા અનંત ગુણો છે, આત્મામાં જ શું, બધા દ્રવ્યોમાં, દરેકમાં, પોતપોતાના જુદા-જુદા અનંત ગુણો છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિધાર્થી- તો આપણો આત્મા અનંત ગુણોનો ભંડાર છે? શિક્ષક- ભંડાર શું? એવું થોડું જ છે કે આત્મા જુદો છે અને ગુણી તેમાં ભર્યા છે, કે જેથી તેને ગુણોનો ભંડાર કહીએ. તે તો ગુણમય જ છે, તે તો ગુણોનો અખંડ પિંડ છે. વિદ્યાર્થી- તે અનંત ગુણ કયા-કયા છે? શિક્ષક- શું વાત કરો છો? અનંત પણ ગણાવી કે બતાવી શકાય? વિદ્યાર્થી- કાંઈક તો બતાવો? શિક્ષક- ગુણ બે પ્રકારના છે. સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. જે ગુણો બધાં દ્રવ્યોમાં રહે છે તેમને સામાન્ય ગુણ કહે છે અને જે બધાં દ્રવ્યોમાં ન રહેતા પોતપોતાના દ્રવ્યમાં જ હોય તેને વિશેષ ગુણ કહે છે. જેમ કે અસ્તિત્વ ગુણ બધાં દ્રવ્યમાં હોય છે, તેથી તે સામાન્ય ગુણ થયો અને જ્ઞાન ગુણ માત્ર આત્મામાં જ હોય છે, તેથી જીવ દ્રવ્યનો તે વિશેષ ગુણ થયો. વિદ્યાર્થી- સામાન્ય ગુણ કેટલા હોય છે? શિક્ષક- અનેક, પણ તેમાં છ મુખ્ય છે-અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ. જે શક્તિના કારણે દ્રવ્યનો કદી પણ અભાવ (નાશ) ન થાય તેને અસ્તિત્વ ગુણ કહે છે. પ્રત્યેક દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે, તેથી તે પ્રત્યેક દ્રવ્યની સત્તા પોતાથી જ છે, તેને કોઈએ બનાવ્યું નથી અને ન કોઈ એનો નાશ કરી શકે છે કેમ કે તે અનાદિ અનંત છે. આ જ અસ્તિત્વ ગુણની અપેક્ષાએ તો દ્રવ્યનું લક્ષણ “સત્' કહેવામાં આવે છે. (“સતદ્રવ્યનક્ષમ”) અને સતનો કદી વિનાશ થતો નથી. તથા અસત્ની કદી ઉત્પત્તિ થતી નથી. માત્ર પર્યાય બદલે છે. ૨૧ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates વિધાર્થી અને વસ્તુત્વ...? શિક્ષક– જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થક્રિયા (પ્રયોજનભૂત ક્રિયા) થાય, તેને વસ્તુત્વ ગુણ કહે છે. વસ્તુત્વગુણની મુખ્યતાથી જ દ્રવ્યને વસ્તુ કહે છે. કોઈ પણ વસ્તુ લોકમાં ૫૨ના પ્રયોજન માટે નથી, પણ દરેક વસ્તુ પોતપોતાના પ્રયોજનથી યુક્ત છે કેમકે તેમાં વસ્તુત્વ ગુણ છે. વિધાર્થી- દ્રવ્યત્વ ગુણ કોને કહે છે? શિક્ષક- જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલતી રહે તેને દ્રવ્યત્વ ગુણ કહે છે. દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી વસ્તુને દ્રવ્ય કહે છે. એક દ્રવ્યમાં પરિવર્તનનું કારણ કોઈ બીજું દ્રવ્ય નથી કેમકે તેમાં દ્રવ્યત્વ ગુણ છે, તેથી તેનું પરિણામ થવામાં પરની અપેક્ષા નથી. વિદ્યાર્થી- આ ત્રણ ગુણોમાં તફાવત શું થયો ? શિક્ષક અસ્તિત્વ ગુણ તો માત્ર ‘છે' પણું બતાવે છે. વસ્તુત્વ ગુણ ‘નિરર્થક નથી' એમ બતાવે છે અને દ્રવ્યત્વ ગુણ ‘નિરંતર પરિણમનશીલ છે' એમ બતાવે છે. , વિધાર્થી– પ્રમેયત્વ ગુણ કોને કહે છે? શિક્ષક- જે શક્તિના કારણે દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય તેને પ્રમેયત્વ ગુણ કહે છે. વિદ્યાર્થી- ઘણીયે વસ્તુઓ અત્યંત સૂક્ષ્મ હોય છે તેથી તે સમજવામાં આવતી નથી કેમકે તે દેખાતી જ નથી. જેમકે આપણો આત્મા જ છે, તેને કેવી રીતે જાણવો; તે તો દેખાતો જ નથી ? ૨૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શિક્ષક- ભાઈ, પ્રત્યેક દ્રવ્યમાં એવી શક્તિ છે કે તે અવશ્ય જાણી શકાય છે. એ વાત જુદી છે કે તે ઈન્દ્રિયજ્ઞાન વડે પકડવામાં ન આવે. એ તો આપણા જ્ઞાનની ખામીને લીધે છે. જેમનું જ્ઞાન પૂર્ણ વિકાસ પામ્યું છે તેમના જ્ઞાન (કેવળજ્ઞાન) માં બધું જ આવી જાય છે. અને અન્ય જ્ઞાનોમાં પોતપોતાની યોગ્યતાનુસાર આવી જાય છે. તથા જગતનો કોઈ પણ પદાર્થ અજ્ઞાત રહે એમ બની શકતું નથી. વિધાર્થી- અગુરુલઘુત્વ ગુણ કોને કહે છે? શિક્ષક- જે શક્તિના કારણે દ્રવ્યમાં દ્રવ્યપણે કાયમ રહે છે અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જતું નથી, એક ગુણ બીજા ગુણરૂપ થતો નથી દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને અલગ-અલગ થઈ જતા નથી, તેને અગુરુલઘુત્વ ગુણ કહે છે. વિદ્યાર્થી અને પ્રદેશત્વ? શિક્ષક- જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય છે તેને પ્રદેશત્વ ગુણ કહે છે. વિધાર્થી- સામાન્ય ગુણ ( વિષે) તો સમજી ગયો પણ (હવે) વિશેષ ગુણ વધારે સમજાવો. શિક્ષક- કહ્યું હતું ને કે બધાં દ્રવ્યોમાં ન રહેતાં પોતપોતાના દ્રવ્યોમાં જ રહે છે તે વિશેષ ગુણ છે. જેમ કે જીવનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ આદિ. પુદ્ગલમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ. ૨૩ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિધાર્થી- દ્રવ્ય, ગુણ, પર્યાયને જાણવાથી લાભ શું છે? શિક્ષક- હું અને તમે પણ જીવ દ્રવ્ય છીએ, અને દ્રવ્ય ગુણોનો પિંડ હોય છે તેથી આપણે પણ ગુણોના પિંડ છીએ. એમ જ્ઞાન થતાં “આપણે દીન, ગુણહીન છીએ” એવી ભાવના નીકળી જાય છે, તથા મારામાં અસ્તિત્વ ગુણ છે તેથી મારો કોઈ નાશ કરી શકતું નથી, એવું જ્ઞાન થવાથી અનંત નિર્ભયતા આવી જાય છે. જ્ઞાન આપણો ગુણ છે તેનો કદી નાશ થતો નથી. અજ્ઞાન અને રાગ-દ્વેષ વગેરે સ્વભાવથી વિપરીત ભાવ ( વિકારી પર્યાય) છે, તેથી આત્માના આશ્રયે તેનો અભાવ થઈ જાય છે. પ્રશ્ન ૧. દ્રવ્ય કોને કહે છે? ૨. ગુણ કોને કહે છે? તે કેટલા પ્રકારના છે? ૩. સામાન્ય ગુણ કોને કહે છે? તે કેટલા છે? દરેકની પરિભાષા લખો. ૪. વિશેષ ગુણ કોને કહે છે? જીવ અને પુદ્ગલના વિશેષ ગુણ બતાવો. ૫. પર્યાય કોને કહે છે? ૬. દ્રવ્ય-ગુણ-પર્યાયને સમજવાથી શું લાભ છે? ૨૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ સાતમો : ભગવાન નેમિનાથ બહેન- ભાઈ ! મેં સાંભળ્યું છે કે નેમિનાથ ભગવાન પોતાની પત્ની રાજુલને તરફડતી છોડીને ચાલ્યા ગયા હતા. ભાઈ- નેમિનાથ ભગવાન તો બાળબ્રહ્મચારી હતા. તેમણે તો લગ્ન જ કર્યા નહોતા તેથી પત્નીને છોડીને જવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. બહેન- તો પછી લોકો એમ શા માટે કહે છે? ભાઈ- વાત એમ છે કે નેમિકુમાર જ્યારે રાજકુમાર હતા ત્યારે તેમનું સગપણ જૂનાગઢના રાજા ઉગ્રસેનની પુત્રી રાજુલ (રાજમતિ ) સાથે થઈ ગયું હતું. પણ જ્યારે નેમિકુમારની જાન જતી હતી ત્યારે મરણ-સન્મુખ નિર્દોષ, મૂંગા પશુઓને જોઈને સંસારનું સ્વાર્થીપણું અને કુરપણું ખ્યાલમાં આવતાં જ, તેમને સંસાર અને ભોગો પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો હતો. તેઓ આત્મજ્ઞાની તો હતા જ. તેથી તે જ વખતે સમસ્ત બાહ્ય પરિગ્રહ, માતા પિતા, ધન-ધાન્ય, રાજય આદિ તથા અંતરંગ પરિગ્રહ રાગ-દ્વેષનો ત્યાગ કરીને નગ્ન દિગંબર સાધુ થઈ ગયા હતા. જાન છોડીને ગિરનાર તરફ ચાલ્યા ગયા હતા. તેથી જ લોકો કહે છે કે તેઓ પત્ની રાજુલને છોડી ગયા. ૨૫ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેન- જો નેમિનાથ ચાલ્યા ગયા તો પછી...રાજુલનાં લગ્ન....? ભાઈ- ના બેન, રાજુલા પણ તત્ત્વપ્રેમી રાજકુમારી હતી. ઉપરોક્ત ઘટનાનું નિમિત્ત પામીને રાજુલનો આત્મા પણ વૈરાગ્ય પામ્યો. તેમના પિતાજીએ તેમને બહુ સમજાવ્યાં પણ તેઓ ફરીવાર લગ્ન કરવાને રાજી ન થયાં. બહેન- એ તો બહુ ખોટું થયું. ભાઈ- ખોટું શું થયું ! રાગમાંથી વૈરાગ્ય તરફ જવું એ શું ખોટું છે? બહેન- તો શું તેઓ પછી આખી જિંદગી પિતાજીને ઘેર જ રહ્યા? ભાઈ - ના, બેન! પુત્રી આખી જિંદગી પિતાજીને ત્યાં રહેતી નથી, તેમને તો વૈરાગ્ય થઈ ગયો હતો ને? તેમણે ભોગોની અસારતાનો અનુભવ કર્યો અને જ્ઞાનાનંદસ્વભાવી, રાગ-દ્વેષરૂપ વિકારથી રહિત આત્માનો અનુભવ કર્યો અને અર્જિકાનું વ્રત લઇને આત્મસાધનામાં લીન થઇ ગયાં. બહેન- એ નેમિનાથ કોણ હતા ? ભાઈ- શૌરીપુરના રાજા સમુદ્રવિજયના રાજકુમાર હતા, શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. એમની માતાનું નામ શિવાદેવી હતું. એ બાવીસમાં તીર્થકર હતા. અન્ય તીર્થકરોની જેમ એમનો પણ જન્મકલ્યાણક ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. આત્મબળ સાથે તેમનું શરીર–બળ પણ અતુલ્ય હતું. તેમણે રાજ્યકાર્ય અને વિષયભોગને પોતાનું કાર્યક્ષેત્ર ન બનાવતાં ગિરનારની ગુફાઓમાં શાન્તિથી આત્મસાધના કરવી તેને જ પોતાનું ધ્યેય બનાવ્યું. તેમણે સમસ્ત જગતમાંથી પોતાના ઉપયોગને હઠાવીને એકમાત્ર જ્ઞાનાનંદસ્વભાવી પોતાના આત્મામાં જોડયો. તેઓ પહેલેથી આત્મજ્ઞાની તો હતા જ. આત્મસ્થિરતારૂપ ચારિત્રની શ્રેણીમાં આગળ વધીને, દીક્ષા લીધા પછી પ૬ દિવસે, આત્મ-સાધનાની ચરમ પરિણતિ એવી ક્ષપકશ્રેણીમાં આરોહણ કરીને તેમણે કેવળજ્ઞાન (પૂર્ણજ્ઞાન) પ્રાપ્ત કરી લીધું. ત્યાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પછી લગભગ સાતસો વર્ષ સુધી સતત સમવસરણ સહિત આખા ભારતમાં તેમનો વિહાર થતો રહ્યો અને તેમની દિવ્ય ધ્વનિ દ્વારા તત્ત્વનો પ્રચાર થતો રહ્યો. અંતે ગિરનાર પર્વત ઉપરથી જ એક હજાર વર્ષનું આયુષ્ય પુરું કરીને તેઓ મુક્તિ પામ્યા. બહેન- તો ગિરનારજી “સિદ્ધક્ષેત્ર' તેથી જ કહેવાયું હશે? ભાઈ - હા, ગિરનાર પર્વત નેમિનાથ ભગવાનની નિર્વાણ-ભૂમિ જ નથી, તપોભૂમિ પણ છે. રાજુલે પણ ત્યાં જ તપશ્ચર્યા કરી હતી અને શ્રીકૃષ્ણના પુત્ર પ્રધુમ્નકુમાર તથા શબ્નકુમાર પણ ત્યાંથી જ મોક્ષ પામ્યા હતા. જૈન સમાજમાં શિખરજી પછી ગિરનાર સિદ્ધક્ષેત્રનું સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાન છે. પ્રશ્ન: ૧. નેમિનાથ ભગવાનનો સંક્ષિપ્ત પરિચય આપો. ૨. નેમિનાથ ભગવાનની તપોભૂમિ અને નિર્વાણ-ભૂમિનો પરિચય આપો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ આઠમો જિનવાણી-સ્તુતિ વીર હિમાચલતેં નિકસી, ગુરુ ગૌતમકે મુખ કુંડ ઢરી હૈ; મોટું મહાચલ ભેદ અલી, જગકી જડતાપ દૂર કરી હૈ. જ્ઞાન પાયોનિધિ માંહિ રલી, બહુ ભંગ તરંગનિસોં ઉછરી હૈ તા શુચિ શારદ ગંગ નદી પ્રતિ,મેં અંજુલિ કર શીશ ધરી છે. ૧. યા જગમંદિરમેં અનિવાર, અજ્ઞાન અંધેર છક્યો અતિ ભારી; શ્રી જિનકી ધુનિ દીપશિખાસમ, જો નહિં હોત પ્રકાશન-રી. તો કિસ ભાંતિ પદારથ પાંતિ, કહાં લહતે રહતે અવિચારી; યા વિધિ સંત કહે ધનિ હૈ, ધનિ જિન વૈન બડ ઉપકારી. ૨. આ જિનવાણીની સ્તુતિ છે. એમાં દીપશિખાની જેમ અજ્ઞાન-અંધકારનો નાશ કરનાર પવિત્ર જિનવાણી-રૂપ ગંગાને નમસ્કાર કરવામાં આવ્યા છે. જિનવાણી અર્થાત્ જિનેન્દ્ર ભગવાને આપેલો તત્ત્વનો ઉપદેશ તેમના દ્વારા બતાવવામાં આવેલો મોક્ષનો માર્ગ. ૨૮ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હે જિનવાણી રૂપી પવિત્ર ગંગા ! તું મહાવીર ભગવાનરૂપી હિમાલય પર્વતમાંથી નીકળીને ગૌતમ ગણધરના મુખરૂપી કુંડમાં આવી છો. તું મોહરૂપી મહાન પર્વતોને ભેદીને જગતમાં અજ્ઞાન અને તાપ (દુઃખો) દૂર કરી રહી છો. સપ્તભંગીરૂપ નયોના તરંગોથી ઊછળતી રહીને જ્ઞાનરૂપી સમુદ્રમાં મળી ગઈ છો. એવી પવિત્ર જિનવાણી રૂપી ગંગાને હું મારી બુદ્ધિ અને શક્તિ અનુસાર અંજલિમાં ભરીને મસ્તક ઉપર ધારણ કરું છું. 1. આ સંસારરૂપી મંદિરમાં અજ્ઞાનરૂપી ઘોર અંધકાર છવાઈ રહ્યો છે. જો તે અજ્ઞાનાંધકારનો નાશ કરવા માટે જિનવાણી-રૂપ દીપશિખા ન હોત તો પછી તત્ત્વોનું વાસ્તવિક સ્વરૂપ કેવી રીતે જાણી શકાત? વસ્તુ સ્વરૂપ જાણ્યા વિનાનું જ રહી જાત. તેથી સંત કવિ કહે છે કે જિનવાણી ઘણો જ ઉપકાર કરનારી છે, જેની કૃપાથી આપણે તત્વનું સાચું સ્વરૂપ સમજી શક્યા. 2. હું તે જિનવાણીને વારંવાર નમસ્કાર કરું છું. પ્રશ્ન: 1. જિનવાણી-સ્તુતિની કોઈપણ ચાર લીટી અર્થ સહિત લખો. 29 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com