________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેન- જો નેમિનાથ ચાલ્યા ગયા તો પછી...રાજુલનાં લગ્ન....? ભાઈ- ના બેન, રાજુલા પણ તત્ત્વપ્રેમી રાજકુમારી હતી. ઉપરોક્ત ઘટનાનું
નિમિત્ત પામીને રાજુલનો આત્મા પણ વૈરાગ્ય પામ્યો. તેમના પિતાજીએ
તેમને બહુ સમજાવ્યાં પણ તેઓ ફરીવાર લગ્ન કરવાને રાજી ન થયાં. બહેન- એ તો બહુ ખોટું થયું. ભાઈ- ખોટું શું થયું ! રાગમાંથી વૈરાગ્ય તરફ જવું એ શું ખોટું છે? બહેન- તો શું તેઓ પછી આખી જિંદગી પિતાજીને ઘેર જ રહ્યા? ભાઈ - ના, બેન! પુત્રી આખી જિંદગી પિતાજીને ત્યાં રહેતી નથી, તેમને તો
વૈરાગ્ય થઈ ગયો હતો ને? તેમણે ભોગોની અસારતાનો અનુભવ કર્યો અને જ્ઞાનાનંદસ્વભાવી, રાગ-દ્વેષરૂપ વિકારથી રહિત આત્માનો અનુભવ
કર્યો અને અર્જિકાનું વ્રત લઇને આત્મસાધનામાં લીન થઇ ગયાં. બહેન- એ નેમિનાથ કોણ હતા ? ભાઈ- શૌરીપુરના રાજા સમુદ્રવિજયના રાજકુમાર હતા, શ્રીકૃષ્ણના પિતરાઈ
ભાઈ હતા. એમની માતાનું નામ શિવાદેવી હતું. એ બાવીસમાં તીર્થકર હતા. અન્ય તીર્થકરોની જેમ એમનો પણ જન્મકલ્યાણક ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો.
આત્મબળ સાથે તેમનું શરીર–બળ પણ અતુલ્ય હતું. તેમણે રાજ્યકાર્ય અને વિષયભોગને પોતાનું કાર્યક્ષેત્ર ન બનાવતાં ગિરનારની ગુફાઓમાં શાન્તિથી આત્મસાધના કરવી તેને જ પોતાનું ધ્યેય બનાવ્યું. તેમણે સમસ્ત જગતમાંથી પોતાના ઉપયોગને હઠાવીને એકમાત્ર જ્ઞાનાનંદસ્વભાવી પોતાના આત્મામાં જોડયો. તેઓ પહેલેથી આત્મજ્ઞાની તો હતા જ. આત્મસ્થિરતારૂપ ચારિત્રની શ્રેણીમાં આગળ વધીને, દીક્ષા લીધા પછી પ૬ દિવસે, આત્મ-સાધનાની ચરમ પરિણતિ એવી ક્ષપકશ્રેણીમાં આરોહણ કરીને તેમણે કેવળજ્ઞાન (પૂર્ણજ્ઞાન) પ્રાપ્ત કરી લીધું. ત્યાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com