________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ સાતમો :
ભગવાન નેમિનાથ
બહેન- ભાઈ ! મેં સાંભળ્યું છે કે નેમિનાથ ભગવાન પોતાની પત્ની રાજુલને
તરફડતી છોડીને ચાલ્યા ગયા હતા. ભાઈ- નેમિનાથ ભગવાન તો બાળબ્રહ્મચારી હતા. તેમણે તો લગ્ન જ કર્યા
નહોતા તેથી પત્નીને છોડીને જવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. બહેન- તો પછી લોકો એમ શા માટે કહે છે? ભાઈ- વાત એમ છે કે નેમિકુમાર જ્યારે રાજકુમાર હતા ત્યારે તેમનું સગપણ
જૂનાગઢના રાજા ઉગ્રસેનની પુત્રી રાજુલ (રાજમતિ ) સાથે થઈ ગયું હતું. પણ જ્યારે નેમિકુમારની જાન જતી હતી ત્યારે મરણ-સન્મુખ નિર્દોષ, મૂંગા પશુઓને જોઈને સંસારનું સ્વાર્થીપણું અને કુરપણું ખ્યાલમાં આવતાં જ, તેમને સંસાર અને ભોગો પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો હતો. તેઓ આત્મજ્ઞાની તો હતા જ. તેથી તે જ વખતે સમસ્ત બાહ્ય પરિગ્રહ, માતા પિતા, ધન-ધાન્ય, રાજય આદિ તથા અંતરંગ પરિગ્રહ રાગ-દ્વેષનો ત્યાગ કરીને નગ્ન દિગંબર સાધુ થઈ ગયા હતા. જાન છોડીને ગિરનાર તરફ ચાલ્યા ગયા હતા.
તેથી જ લોકો કહે છે કે તેઓ પત્ની રાજુલને છોડી ગયા.
૨૫ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com