________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મારા મનમાં એવા ભાવ જાગી રહ્યા છે કે – એવો દિવસ ક્યારે આવશે જ્યારે હું હૃદયમાં સમતાભાવ ધારણ કરીને, બાર ભાવનાઓનું ચિંતવન કરીને અને મમતારૂપી ભૂત (પિશાચ) ને ભગાડીને વનમાં જઇને મુનિ દીક્ષા ધારણ કરીશ. તે દિવસ ક્યારે આવશે જ્યારે હું દિગંબર વેષ ધારણ કરીને અઠાવીસ મૂળ ગુણ ધારણ કરીશ, બાવીશ પરિપહો ઉપર વિજય મેળવીશ અને દશ ધર્મોને ધારણ કરીશ, સુખ આપનાર બાર પ્રકારનાં તપ તપીશ તથા આસ્રવ અને બંધ ભાવોને ત્યાગી નવાં કર્મોને રોકી, સંચિત કર્મોની નિર્જરા કરી દઈશ. ૩.
તે ધન્ય ઘડી ક્યારે આવશે કે જ્યારે હું મારા પોતામાં જ લીન થઈશ. કર્તા-કર્મના ભેદનો પણ અભાવ કરીને રાગ-દ્વેષ દૂર કરીશ અને આત્માને પવિત્ર બનાવી લઇશ-જેથી આત્મામાં ક્ષાયિક ચારિત્ર પ્રગટ કરીને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય સહિત થઇશ, આનંદકંદ જિનેન્દ્રપદની પ્રાપ્તિ કરી લઈશ. મને તે દિવસ ક્યારે આવશે જ્યારે આ દુ:ખરૂપી ભવસાગર પાર કરીને અમર પદ પ્રાપ્ત કરીશ. ૪.
ઉપરની સ્તુતીમાં દેવ-દર્શનથી લઇને દેવ (ભગવાન) બનવા સુધીની ભાવના જ નથી આવી, પણ ભક્તમાંથી ભગવાન બનવાની પૂરી વિધિ જ આવી ગઈ છે.
પ્રશ્ન૧. ઉપરોક્ત સ્તુતિમાંથી કોઇ પણ એક કડી તમને ગમતી હોય તે અર્થસહિત
લખો અને ગમવાનું કારણ પણ આપો.
૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com