SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શિક્ષક- ભાઈ, પ્રત્યેક દ્રવ્યમાં એવી શક્તિ છે કે તે અવશ્ય જાણી શકાય છે. એ વાત જુદી છે કે તે ઈન્દ્રિયજ્ઞાન વડે પકડવામાં ન આવે. એ તો આપણા જ્ઞાનની ખામીને લીધે છે. જેમનું જ્ઞાન પૂર્ણ વિકાસ પામ્યું છે તેમના જ્ઞાન (કેવળજ્ઞાન) માં બધું જ આવી જાય છે. અને અન્ય જ્ઞાનોમાં પોતપોતાની યોગ્યતાનુસાર આવી જાય છે. તથા જગતનો કોઈ પણ પદાર્થ અજ્ઞાત રહે એમ બની શકતું નથી. વિધાર્થી- અગુરુલઘુત્વ ગુણ કોને કહે છે? શિક્ષક- જે શક્તિના કારણે દ્રવ્યમાં દ્રવ્યપણે કાયમ રહે છે અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જતું નથી, એક ગુણ બીજા ગુણરૂપ થતો નથી દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને અલગ-અલગ થઈ જતા નથી, તેને અગુરુલઘુત્વ ગુણ કહે છે. વિદ્યાર્થી અને પ્રદેશત્વ? શિક્ષક- જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય છે તેને પ્રદેશત્વ ગુણ કહે છે. વિધાર્થી- સામાન્ય ગુણ ( વિષે) તો સમજી ગયો પણ (હવે) વિશેષ ગુણ વધારે સમજાવો. શિક્ષક- કહ્યું હતું ને કે બધાં દ્રવ્યોમાં ન રહેતાં પોતપોતાના દ્રવ્યોમાં જ રહે છે તે વિશેષ ગુણ છે. જેમ કે જીવનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ આદિ. પુદ્ગલમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ. ૨૩ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008223
Book TitleBalbodh Pathmalal 3
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1985
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size540 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy