Book Title: Atmanand Prakash Pustak 017 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531197/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Rea 000000000000000000000000 श्रीमजियानन्दसूरि सदगुरुभ्यो नमः श्री आत्मानन्द प्रकाश स्त्रग्धरावृत्तम् ॥ ०००००००००००००००००००००००००००००००००००००००००००००००००० : आत्मानन्दं प्रयाति स्मरणकरणतः श्रीप्रभार्यप्रकाशात् पुण्यं ज्ञानं ददाति प्रतिदिनमथ यद्वाचनं सज्जनेभ्यः । यस्य स्तुत्यप्रयत्नः समुदयकरणे सत्यधर्म रतानां 'आत्मानन्दप्रकाश' वहतु हृदि मुदं मासिकं तद्वधानाम् ॥१॥ -- --00-0am.dada . n aemक पु. १७. | वीर सं. २४४६-मागशर. आत्म सं. २४ | अंक ५ मो. @meesesvowww७४०७७४seeseseA प्रकाशक- जैन आत्मानन्द सभा-भावनगर. 33333333999933saaSEEEEEEEE N S399999999DSEEE વિષયાનુક્રમણિકા १ श्री प्रभु २तुति. (२२. fageस भूगया भी. से.) ... ... २ ३८९प्रास्तावि मोह। (२२ असार महि ... ... ૩ સ્વ જીવન તત્ત્વને ટકાવી રાખવાની કળા. (મુનિરાજ શ્રી કપૂરવિજયજી) ૪ મુખ શતક. ५ विधिना सेम. (विजय पिताप२६.स).. ... ६ यात्मनितानु भय. (२२. PिAEस भूगह माये). ॐ ७ पांन्द्रियोनु २५३५. (२१. अध्यायी) ... ... ८ सुपारी. ८ अंथावान. ... १. वर्तमान सभाया२. cccccccccc- ecco Mong વાર્ષિક મૂલ્ય રૂ. ) ટપાલ ખર્ચ આના ૪. DOO मानप्रीटींग प्रेसमांशा गुलामय सासुलाध्ये छाप्यु-भावना२.0003 For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીચેના ગ્રંથો છપાવવા માટે હું ભાષાંતર) તૈયાર થાય છે. (પ્રસિદ્ધ કરવા માટે જ્ઞાનોદ્ધારના કાર્યના ઉત્તેજન માટે સહાયની અપેક્ષા છે). ૧. શ્રી દાન પ્રદીપ (મહેપાધ્યાય શ્રીચારિત્રગણું કૃત) દાનગુણનું સ્વરૂપ જણાવનાર. ૨. શ્રી મહાવીર ચરિત્ર ( બી નેમીચંદ્ર સૂરિકૃત ) આ ગ્રંથ ઘણો પ્રાચીન છે. બારમા સૈ કામાં તે લખાયેલ છે. પાટણના ભંડારની તાડપત્રની પ્રત ઉપરથી અમોએ મૂલ છપાવેલ છે. અપૂર્વ ચરિત્ર છે. ૩. શ્રી વિમલનાથ ચરિત્ર (શ્રી જ્ઞાસાગરસૂરિ કૃત) અપૂર્વ ચરિત્ર. ૪. શ્રી ઉપદેશ સમિતિઃ (શ્રી સોમધમેગણ વિરચિત). ૫. શ્રી ધર્મપરિટ અપૂર્વ કથાનક ગ્રંથ છે. 1. શ્રી સંધ -જા રત્નશેખરસૂરિ વિરચિત અનેક ધર્મની હકીકતો જણાવનારો ગ્રંથ. છે. ગુણમાળ (ભાષાંતરે). ઉપરના ગ્રંથો રસિક, બોધદાયક અને ખાસ પંદન પાઠન કરવામાં ઉપયોગી છે. તે સાથે વામને આનંદ સાથે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવા છે. જ્ઞાનોદ્ધાર કરવાના ઉત્સાહી બંધુ એ આવા જ્ઞાનોદ્ધારના કાર્યને સહાય આપી મળેલ લક્ષ્મીને સાર્થક કરવાનું છે, વર્તમાન સમયમાં ધર્મના આવા સારા સારા ગ્રંથ પ્રસિદ્ધ કરી-કરાવી ધર્મનો ફેલાવે તે વડે કરવાની આ અમૂલ્ય તક છે. વળી બહોળા પ્રમાણમાં તેના ખપી મુનિમહારાજાઓ, સાધવીમહારાજ અને જ્ઞાનભંડાર વિગેરેને ( વગર કિંમતે ) ભેટ અપાય છે. સહાય આપનારને તે લાભ સાથે તેને જે નકો આવે છે તેવાજ જ્ઞાનખાતામાં ઉપમ થાય છે જેથી લાભ લેવા જેવું છે. શ્રીમદ દેવચંદ્ર ભાગ–બીજે. જેમાં વિચારસાર, અધ્યાત્મગીતા, દ્રવ્યપ્રકાશ, બે વીશીઓ, વીશી, ચાર પૂજાએ, સ્તવને, સઝા વિગેરેને સંગ્રહ છે. કુલ પૃષ્ઠ ૧૨૦૦ પાકું-સળંગ છીંટનું પેઠું સોનેરી નામ સાથે, કીંમત રૂા. ૩-૮-૦ મળવાનું ઠેકાણું–વકીલ મોહનલાલ હીમચંદ. પાદરા-ગુજરાત). જૈન બંધુઓને ખાસ સૂચના. આપણા મંદિરોમાં ઉપયોગમાં આવે તેવી શુદ્ધ વસ્તુઓ જેવી કે-કેસર, કસ્તુરી, અખર, બરાસ, મેસ્માઈ, ગોરૂચંદન, શીલાજીત, સોના-ચાંદીના પાના, દશાંગી ધુપ, અગરબતી વગેરે માલ કીકાયત ભાવે મળશે. ભાવને માટે પ્રાઈસલીટ મંગાવો. શા. કુલચંદ ગેપાળજી, હેરીસ રોડ–ભાવનગર. નીચેના ગ્રંથે અમને ભેટ મળ્યા છે જે ઉપકાર સાથે સ્વીકારીયે છીયે. ૧ શ્રી પૂણ્યધન નૃપકથા (સંસ્કૃત) શ્રી જિનેન્દ્ર પૂજાથી જન્મમરણના દુઃખો કેવી રીતે દુર થાય છે તેના ઉપર રસીક કથા છે. તેના કર્તા શ્રી શુભશીલ ગણિ છે કે જેણે આ ગ્રંથ ૧૯૪૬ માં રમે છે. તેના પ્રકાશક શ્રી મહાવીર જૈન સભા-ખંભાત છે. દરેક સાધુ સારી મહારાજને ભેટ મળે છે. ખપી મહાત્માઓએ પ્રકાશકને ત્યાંથી મંગાવો. ૨ શ્રી જિનગુણમંજરી ( સ્તવનાવાળી) આ સ્તવન સંગ્રહના કર્તા શ્રીમાન વિજ્યાનંદ આત્મારામજી મહારાજના પ્રશિષ્ય મુનિ શ્રી તિલકવિજયજી છે. પ્રકાશક શ્રી રમતિલક ગ્રંથ સોસાઇટી અમદાવાદ-રતન પોળ છે. કિંમત બે આના. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ॐ * = www.kobatirth.org पुस्तक १७ ] वीर संवत् २४४६, શ્રી श्रात्मानन्द श वह हि रागद्वेषेमादाद्यनिनूतेन संसार तुना शारीरमानसानेका तिकटुकः खोपनिपात पीमितेन तदपनयनाय हेयोपादेयपदार्थपरिज्ञाने यत्नो विधेयः ॥ मार्गशिर्ष आत्म संवत् २४. EXEXEXEXEEXE EXEXE श्री प्रभुस्तुति. ( अनुष्टुप ). કુકમંરૂપ અંગારે, આવી અગે પડે છે જ્યાં; દુ:ખના તિવ્ર તણુખાએ સંગમાં આવી ખરે. ૧ ભવાગ્નિ તણી જવાલા વિષમ ને અતિ આકરી; પ્રાણી રૂપી પત ગેા ત્યાં પડે છે. અની અંધ રે. ૨ પ્રભુજી એહુ જ્વાલાને બુઝાવીને કૃપા કરી; મુક્તિ સા પ્રાણીને અર્પી યાચું એ નમ્રભાવથી. ૩ EXEEXEYEXERXEXEXI Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 838 ད་ [ अंक ५ मो. DEXEX Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ શ્રી આત્માનંદ પ્રકાશ. કેટલાક પાસ્તાવિક લોકો. પધાત્મક ભાષાંતર સહિત લે ર. ૨. કુબેરલાલ અંબાશંકર ત્રિવેદી–ભાવનગર. ગતાંક પૃષ્ટ ૮૮ થી શરૂ. गंगा पापं शशी तापं दैन्यं कल्पतरुस्तथा । पापं तापं च दैन्यं च हरेत्साधुसमागमः ॥ (દોહરો). ગંગ પાપ શશિ તાપને, સુરતરૂ દુઃખ હરનાર; પાપ તાપ ને દુઃખ , સંત સમાગમ યાર. महाजनस्य संसर्गः कस्य नोन्नतिकारकः । पद्मपत्रस्थितं वारि धत्ते मुक्ताफलश्रियम् ॥ (અનુપ). મહાપુરૂષને સંગ ઉન્નતિ કેની ના કરે? પદ્મપત્ર પડયું વારિ, કાંતિ મેતી સમી ધરે. वामशायी द्विभोजी च षण्मुत्री द्वि पुरीषकः । सकृन्मैथुनसेवी च स नरो जीवते शतम् ॥ (દેહરા). ડાબી બાજુ સુવે સદા, ભેજન લે બે વાર; એક વાર મૈથુન કરે, લઘુ શંકા છ વાર. નિત્ય પ્રતિ બે વાર વળી, જંગલ જે જાનાર; આયુષ્ય લાંબુસ સુધી, તે નર ભેગવનાર. घृतमिव पयसि निगूढं भूते भूते च वसति विज्ञानम् । सततं मन्थयितव्यं मनसा मन्थानभूतेन । (વસંતતિલકા). જેવી રીતે પય વિષે નવનીત ગઢ, પર્માત્મ તેમ સહુ પ્રાણી વિષે જ મૂઢ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ સ્વજીવનતત્વને ટકાવી રાખવાની કળા. મળ્યા લઈ મનની મન્થન જે કરાય, તે તે સ્વરૂપ જ તને અપક્ષ થાય. शोभन्ते विद्यया विप्राः क्षत्रिया विजयश्रिया । श्रियोनुकूलदानेन लज्जया च कुलाङ्गना ।। (અનુષ્ટ્રપ). વિપ્ર વિદ્યા વડે શોભે, ક્ષત્રિયે વિજયે થકી, લકમી દાન વડે શોભે, કુલસ્ત્રી લાજથી નકી. –ચાલુ. સ્વજીવનતત્વને ટકાવી રાખવાની કળા. ૧ સાદું, સાત્વિક, મિતસર, નિયમિત, નિર્દોષ, ઈચ્છિત ખાનપાન કરવાથી શરીરનું આરોગ્ય ઠીક સચવાય છે અને આપણાં નિત્યકર્તવ્ય ખલનારહિત સાધી શકાય છે. ૨ શરીરને સાચા બગડે ત્યારે તેને નિયમમાં લાવવા મળની શુદ્ધિ કરવા લંઘન-ઉપવાસાદિક અકસીર ઉપાય છે. છતાં નિર્મળ મનના લેકે શરીરમમતાથી અંતે દુઃખરૂપ થાય એવું નકામું ખાનપાન કર્યા કરે છે, આપણા લોકો આરોગ્ય રક્ષાના નિયમે કયારે શીખશે? ૩ શુદ્ધ હવા-પાણું અને પ્રકાશ જે સ્થળમાં સહજે મળે એવું સુંદર નિ. ન સ્થળ રહેવા માટે પસંદ કરવું જોઈએ. ૪ ગંદકી કે દુધિથી સ્થળ દૂષિત થવું ન જોઈએ. ૫ વસ્ત્રાફિક સાદાં પણ સ્વચ્છ રાખવાં લક્ષ જોઈએ. ૬ જેમ કાટ લેઢાને ખાઈ જાય છે તેમ આળસ-પ્રમાદ-એદીપણું પણ શરીરને બગાડી નાંખે છે. ૭ શરીરને સારી રીતે કસતા રહેવું જોઈએ, જેથી તે સુખીલ બની રગગ્રસ્ત થઈ ન જાય. ૮ જે સુખશીલ બની રહે છે તે કંઈ પણ રેગાદિક કષ્ટ પ્રાપ્ત થતાં, તાપમાં સુરેમળ પુષ્પની જેમ ચીમળાઈને દુઃખી થાય છે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ શ્રી આત્માનંદ પ્રકાશ. ૯ જે પ્રથમથી જ શરીરને સારી રીતે કસી રાખે છે તે ગમે તેવા કષ્ટ પ્રસ ગે ઠીક ટકી શકે છે. - ૧૦ ગમે તેવા રોગાદિક વિષમ પ્રસંગમાં જે કંઈ મનનું સમતોલપણું સાચવી શકે છે તેના ઉપર ગમે તેવા દુષ્ટ રેગાદિક માઠી અસર કરી શકતા નથી. ૧૧ રોગ કરતાં ચિતા કરવાથી વધારે વિનાશ થવા પામે છે. તેથી જ ચિનાને ‘ચના કરતાં અધિક લેખી છે. ચિના કરવાથી નકામું લોહી અવટાય છે. ૧૨ હવે ફેર કે પાણીફે કરવા ઈચ્છનારાએ એ શત્રુ જય, ગિરનાર, આબુ કે શિખરજી જેવાં સ્થળે અનુકૂળતા મુજબ પસંદ કરવા કે જેથી ત્યાંનું ઉત્તમ વાતાવરણ પણ તન-મન ઉપર સારી અસર કરી શકે. ૧૩ નાના મોટા સહુએ સ્વચ્છતા અને સુઘડતા જરૂર રાખતાં શિખવું, જેથી સ્વ પર અનેકને લાભ થઈ શકે. ૧૪ ખરી ભૂખ વગર લેભવશ ખાવું જોખમવાળું છે. ૧૫ અજીર્ણ છતાં અન્ન લેવાથી તે વિષરૂપ થાય છે. ૧૬ પ્રસન્ન ચિત્ત રહેવાથી અશાન્તિ ઉપજતી નથી અને આંતર શાન્તિ અને નુભવાય છે. તેમજ દુ:ખ માત્ર શમાય છે. ૧૭ કલુષિત ચિત્ત કરવાથી શનિનો લોપ થાય છે. ૧૮ અતિ સ્નિગ્ધ-માદક પદાર્થના અધિક સેવનથી ચિત્તવૃત્તિ બગડે છે, કામેન્માદ પ્રગટે છે અને વીર્યને વિનાશ થવાથી શરીર નિ:સવ બને છે-નિચે વાઈ જાય છે, પણ માફકસર ખાનપાનથી વીર્ય જળવાઈ રહે છે. ૧૯ અતિ વિષયાસક્તિથી વીર્યનો અત્યંત વિનાશ થાય છે. ૨૦ ક્રોધ-દ્વેષાદિક તાપથી લેહી બધું તવાઈ ખરાબ થઈ જાય છે. ૨૧ હીણું–નબળી બતથી પણ બહુ અનિષ્ટ પરિણામ આવે છે. ૨૨ ખરી દિલસોજીવાળું વચન અમૃતની ગરજ સારે છે. ૨૨ અતિ શેક સંતાપથી લોહીનું પાણી થઈ જાય છે, મુખ કિકું કે શ્યામ પડી જાય છે અને અકાળ મૃત્યુ થઈ પડે છે. ૨૪ સહુએ સ્વજીવનતત્ત્વને ટકાવી રાખવાની અને સદ્વિવેક વડે તેને સફળ સાર્થક કરી લેવાની કળા શીખી લેવી જોઈએ. ઇતિશમ. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ મૂખશતક-અનુવાદ. મૂર્ખશતક-અનુવાદ. આમુખ –આપણને કોઈ મૂર્ખ કહે છે ત્યારે આપણે ખીજવાઈ જઈએ એ અને સામાને (કે તેના બાપ સુદ્ધાં) મૂર્ખ કહેવા તત્પર થઈએ છીએ. અને આ ગ્રંથકાર પતે દુનિયાના અનુભવ પ્રમાણથી જે હકીકત જણાવે છે તે આપણા ખનુભવમાં સત્ય સમજાય તો તેવી વાતેથી લગારે ઉશ્કેરાયા વગર આપણે સ્વહિત સમજી આદરતાં શીખશું અને આપણું જીવંત દાનથી અન્યનું પણ હિત કરી શકશે. “સંકોચ એ મરણ છે અને વિકાસ એ જીવન છે.” એ સૂક્ત વચનને સાર સમજવાની પ્રથમ જરૂર છે. મુદ્રાશય-સંકુચિત આચાર-વિચાર-સ્વાથીપણું એ આત્માની મૃતપ્રાય સ્થિતિ છે. જ્યારે ઉદારાશય-નિઃસ્વાર્થ ભાવના એ અમૃત જીવન છે. આ ગ્રંથમાં કરેલા ઉલેખથી કેવા છે મૂર્ખ ઉપનામને ઠીક લાયક છે તે જાણુ સુજ્ઞ જનો તેવી નબળી પંક્તિમાંથી સ્વ પર કઈ પણ જીવનો ઉદ્ધાર કરવા જેટલા ઉદાર અને કરૂણાદ્ધ થશે. આ મૂર્ધશતકનો સાર સમજી, પવાની મૂર્ખતા તજી તમે સહુ એવા તો સદાચારશીલ બને કે જેથી દોષ-કલંક હિત મણિની પિઠે તમે સર્વત્ર શેભાને પામે. બસ, એજ ખરું કર્તવ્ય સમજે. અત્ર કેવા કેવા જી. વોને મૂર્ખના પલ મા લખ્યા છે તે સંક્ષેપથી કહેશું. ૧ શક્તિ-સામર્થ્ય છતાં ઉચિત ઉદ્યોગ-વ્યવસાય નહીં કરનાર. વિદ્વાન લોકોની સભામાં આપ બડાઈ હાંકનાર, ગર્વ કરનાર. ૩ વેશ્યા-કુટા નારીનાં વચન ઉપર વિશ્વાસ રાખી ચાલનાર. ૪ દંભી, મિાડંબરી, ધૂર્તમાં નકામી શ્રદ્ધા રાખનાર. ૫ જુગારાદિક વ્યસન સેવી પસા કમાવાની આશા રાખનાર. ૬ ખેતી વિગેરે વ્યવસાયથી દ્રવ્યપ્રાપ્તિ થવામાં શંકા કરનાર, 9 બુદ્ધિ રહિત છતાં ભારે કામ કરવા તત્પર થનાર. ૮ વેપારી છતાં ખેલ-સમાસાને રસી બની વખત ગુમાવનાર. ૯ કરજ કરીને ઘર હવેલી પ્રમુખ ખરીદ કરી લેનાર ૧૦ વૃદ્ધ વય થયા છતાં નાની કન્યા સાથે લગ્ન કરનાર, ૧૧ અજા-અપરિચિત ગ્રંથ સભા સમક્ષ સંભળાવનાર, ૧૨ લોકપ્રસિદ્ધ અર્થને ઉત્થાપી મનકપિત અર્થ કરનાર, ૧૩ પોતે શ્રીમંત છતાં અન્ય જિનેની ઈર્ષ્યા કરનાર. ૧૪ શકિતવંત શત્રુથી સાવધાન નહીં રહેનાર. ૧૫ મો આપીને પસ્તા કરનાર (પાણી પીને ઘર પૂછનાર ). - - For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ શ્રી આત્માનંદ પ્રકાશ. ૧૬ કવિજને–પંડિતોને ઉંધું-અવળું કરવા આગ્રહ કરનાર ૧૭ પ્રસંગ વગર ડાછું બોલનાર. ૧૮ ખરા પ્રસંગે માન રહેનાર. ૧૯ લાભ પ્રસંગે કલેશ કરનાર. ૨૦ ભેજન વખતે ક્રોધ-કષાય કરનાર. ૨૧ નજીવા લાભની ખાતર મૂળ વસ્તુ ગુમાવી બેસનાર. ૨૨ લોકેએ પંડિત કહ્યા જાણી અર્ધદગ્ધ રહેનાર. ૨૩ પુત્રપરિવારને ધન સંપી દઈ પછી બેદ-દીનતા કરનાર. ૨૪ સસરા સાળાદિક પાસે દ્રવ્યની યાચના કરનાર. ૨૫ સ્ત્રી સાથેના અણબનાવથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરનાર. ૨૬ પુત્ર સાથે થયેલા કલેશથી પુત્રને વધ-વિનાશ કરનાર. ૨૭ અન્ય સાથેની ઈર્ષાથી અધિક દ્રવ્ય ઉડાવી દેનાર (કામા). ૨૮ જાચક કેનાં ચાહુ-ખુશામતભર્યા વચનથી ગર્વ કરનાર. ૨૯ બુદ્ધિના ગર્વથી હિતાવી જને કહેલાં હિતવચન નહીં સાંભળનાર, (તેની ઉપેક્ષા કરી સ્વેચ્છા મુજબ ચાલનાર. ૩૦ કફેડી સ્થિતિમાં પણ કુળના ગર્વથી પારકી નેકરી-તાબેદારી નહીં કરનાર. ૩૧ દુર્લભ્ય વસ્તુ અન્યને આપી દઈ તે પાછી મેળવવા ઇચ્છનાર. ૩૨ દાણ-મહેસુલ ચૂકાવી દીધાં છતાં આડે માગે-ઉન્માર્ગે ચાલનાર. ૩૩ લોભી રાજાની પાસેથી લાભ મેળવવાના અભિલાષ રાખનાર. ૩૪ દુષ્ટ- અન્યાયી નેતા-અધિકારી પાસેથી ન્યાય મેળવવા ઈચ્છનાર. વિધિના લેખ. શું કહ્યું કથની મારી રાજ-એ રાગ. વિાધના લેખ ન ટળશે રાજ, વિધિના લેખ ન ટળશે: બીજ બેયા સમ ફળ મળશે રાજ વિધિના ટેક. લગ્ન વસિષ્ઠ મુનિ દેનારા, રામ ગૃહણ કરનારા; કયાં અભિષેક ને કયાં વન કલ? એક સમય ફળ ન્યારાં રાજ, વિધિના ૧ ૧ વનવાસના લુગડાં, For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મનિર્ભરતાનું મહત્વ. ૧૩ કૃત્રિમ કંચન મૃગની તૃષ્ણા, પ્રતિકુળ દેવ પ્રભાવે; અપહરી સીતા રાવપુરા, રઘુવીર જંગ મચાવે રાજ. વિધિના- ૨ દક્ષ યુધિષ્ઠિર વિધિએ વચ્ચે, ટ્રિપદી “વૃતમાં ગુમાવી, કુળક્ષય પાંડવ કોર કીધું, થાય ન મિથ્યા ભારી રાજ, વિધિના ૩ ધવળ શશિમાં શ્યામ કલંક ક્યાં ? વધઘટ દિવસ પનિશીને; ભરતી ઓટ સદા સાગરમાં, અસ્તેદય રવી શશિને રાજ વિધિના ૪ દિનકર ઉગે દુનિયા દેખે, અંધ ઘુવડ કેમ થાવે? 'રત્નાકર જાયે જળ આશે, પંથી તરસ્ય જાવે રાજ. વિધિના૦ ૫ થાય થવાનું તે કદિ મિયા, હાય ન દેવ પ્રભાવે; હર્ષ શેક ફેકટ કરવો? રહેવું સદા સમભાવે રાજ, વિધિના. ૬ સુખમાં પ્રભુને યાદ કરે નહીં, દુ:ખ આવે સંભારે; સુખમાં સમરે દુ:ખ ન આવે, જન્મ મરણ ભય વારે રાજ. વિધિના. ૭ સુકૃત કરણી ભાવ ભય હરણી, કર ઝટ પાર ઉતરણી; સાંકળચંદ નર લવ નીસરણી, ચડી શીવવધુ લે પરણી રાજ. વિધિના. ૮ આત્મ–નિર્ભરતાનું મહત્વ. વિઠ્ઠલદાસ મૂળચંદ શાહ, બી. એ. આત્મવિશ્વાસ ઉત્પન્ન કરવા માટે આત્મનિર્ભરતાની અત્યંત અગત્ય છે. જેમ ભજન વિના ભેજન બનાવવાનું વાસણ નિરૂપયોગી છે તેમ આત્મનિર્ભરતા વગર આત્મવિશ્વાસ નિરર્થક છે. આત્મવિશ્વાસથી માત્ર આ વાતનો જ નિર્ણય થાય છે કે આપણામાં શું શું કાર્યો કરવાની શક્તિ રહેલી છે, અને આપણે શું કરી શકીએ છીએ; પરંતુ આત્મનિર્ભરતાથી જે બાબતોની સંભાવના હોય છે તે કાર્યનું રૂપ ધારણ કરી લે છે. એક શિકાર કઈ પત્થરના ટુકડાને જુએ છે ત્યારે તેનો આત્મવિશ્વાસ તેને કેવળ એટલું બતાવે છે કે તે ટુકડામાંથી એક અત્યંત સુંદર મૂર્તિ બની શકે છે; પરંતુ આત્મ-નિર્ભરતા તે પત્થરના ટુકડાને તેની દ્વારા મૂર્તિનું રૂપ ધારણ કરાવી દે છે. પહેલાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને પછી આત્મનિર્ભરતા પેદા થાય છે. પહેલાં કેઈ કાર્ય કરવાની સંભાવના થાય છે અને પછી ત૫ ક્યિા બને છે. આ સંભાવનાને આત્મવિશ્વાસ કહેવામાં આવે છે અને તપ ક્રિયાને આત્મનિર્ભરતા કહેવામાં આવે છે. ૨ ડાહ્ય. ૩ ક. ૪ જુગાર. ૫ રાત. ૬ સ. ૭ સમુદ્ર. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. જે મનુષ્યને આત્મનિર્ભરતાની પ્રાપ્તિ થાય છે તે એમ કહ્યા કરે છે કે મારી શક્તિઓનું, મારી સંભાવનાઓનું મારી સિવાય કોઈ અનુમાન કરી શકતું નથી. કઈ પણ મનુષ્ય મારું હિત અથવા અહિત કરી શકતો નથી. હું પોતેજ મારૂં પોતાનું હિત વા અહિત કરી શકું છું. આત્મનિર્ભર પુરૂષ પિતાની આર્થિક, સામાજીક, માનસિક, શારીરિક તથા આત્મિક દશાઓને પોતે જ સુધારી શકે છે. મનુષ્યનું જીવન કેવા પ્રકારનું કહેવું જોઈએ એ એક એવો ગંભીર પ્રશ્ન છે કે જેને નિશ્ચય પ્રત્યેક વ્યક્તિ પોતે જ પરિપકવ વિચાર કરીને કરી શકે છે. આ માટે જ પ્રત્યેક મનુષ્ય પોતાનાં બળ ઉપર આધાર રાખતાં શીખવું જોઈએ. બીજાઓનાં બળ ઉપર ઝઝુમવું અને બીજાઓના વિશ્વાસે રહેવું એ નિરર્થક છે. આ વાતનું પ્રકૃતિ સાક્ષાત્ ઉદાહરણ છે. પ્રકૃતિ તરફ નજર કરશું તે આપણને સહજ જણાશે કે જે કાર્ય તેને પિતાને કરવાનું હોય છે તે તેને પોતાને જ કરવું પડે છે. પિતાની જગ્યાએ બીજાને મુકવાથી અથવા બીજાની જગ્યા આપણે લેવાથી કદાપિ કાર્ય થઈ શકતું નથી. પ્રકૃતિ હમેશાં આપણને બતાવી રહેલ છે કે મનુષ્ય પિતે પિતાને મિત્ર છે અને પોતે જ પિતાનો શત્રુ છે. તેની મરજીમાં આવે તે પોતાને પિતાને મિત્ર બનાવે અથવા શત્રુ બનાવે, તે પિતાને જ આધીન છે. આનું સાધા૨ણ ઉદાહરણ કસરતનું લઈએ. કે મનુષ્ય પોતાને બદલે બીજાને કસરતશાળા. માં મોકલીને પોતાનું શરીર પુષ્ટ કરી શકે એ વાત કદિ પણ સંભવિત છે? આ પ્રશ્નનો ઉત્તર એકદમ નકારમાં જ આવશે કે કદાપિ એ વાત સંભવિત હોઈ શકે જ નહિ. જ્યાં સુધી તે પોતે કસરતશાળામાં જઈને પોતાના શરીરથી શ્રમ નહિ કરી અને કસરતના સિદ્ધાંત ઉપર પિતાનાં ચિત્તને એકાગ્ર કરશે નહિ ત્યાં સુધી તેને કઈ પ્રકારના લાભ થઈ શકશે નહિ. એવી જ રીતે કોઈને કોઈ વ્યાધિ થાય તે જ્યાંસુધી તે વ્યાધિગ્રસ્ત મનુષ્ય પોતે ઔષધનું સેવન નહિ કરે ત્યાંસુધી સર્વ ઔષધે તેને માટે નિષ્ફળ અને નિરૂપયોગી છે. આપણાં પિતાનાં પટની પીડા દુર કરવા માટે અન્ય માણસને ઔષધ ખવરાવવાથી કંઈ પણ ફલ પ્રાપ્ત થતું નથી. આપણા રોગની નિવૃત્તિ અર્થે આપણે પોતે જ ચગ્ય ઔષધનું સેવન કરવું જોઈએ. ધર્મના સંબંધમાં પણ એમ જ છે, જ્યાં સુધી પ્રત્યેક વ્યક્તિ ધર્મને પિતાનાં જીવનને આધાર ન બનાવે અને મારું જીવન એ કર્મ ઉપર જ નિર્ભર છે- મારા જીવનને હું એ ધર્મ દ્વારા જ સુધારી શકીશ એવા પ્રકારો દૃઢવિશ્વાસપૂર્વક સંકલ્પ ન કરે ત્યાંસુધી જગતના સર્વ ધર્મોના સિદ્ધાંતો તેને માટે કંઈ પણ કામના નથી. ધર્મ આગગાડી સમાન નથી કે જેમાં સર્વ જાતની સામગ્રી તૈયાર હોય છે અને બેસવાવાળાને માત્ર ટીકીટના પૈસા જ આપવા પડે છે અને બાકીનું સર્વ કાર્ય અન્ય લોક કરી લે છે. ધર્મમાં તે સર્વ કાર્યો મનુષ્યને પોતાને જ કરવાં પડે છે. અન્યની સહાયતા For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મનિર્ભરતાનું મહત્વ. ૧૨૫ ગમે તેટલી લે, તો પણ મનુષ્યને પોતાના ઉપર નિર્ભર રહેવું પડે છે. આપણે એમ સમજવાનું નથી કે આપણે ગાડીના માત્ર મુસાફરો છીએ, પરંતુ એમ સમજવું જોઈએ કે ગાડીના ચલાવનારા જ આપણે પિતે છીએ, આપણે જ ગાડીના એજીનીયર અને ડ્રાઈવર છીએ, અને ગાડી આપણું જીવન છે. આપણે આપણા પોતાના ઉપર નિર્ભર રહેવું જોઈએ. એમ ન બને તે જીવન વ્યર્થ છે-શુષ્ક છે. એ પ્રકા૨ના જીવનથી કશે લાભ થતો નથી એ નિર્વિવાદ છે. બીજા મનુષ્યો આપણે માટે જે કાંઈ કરી શકે છે તે એ છે કે તેઓ આપણને પ્રસંગ આપી શકે છે. આપણે એ વા પ્રસ ગેનો લાભ લેવા કદી ચુકવું જોઈએ નહિ; પરંતુ હમેશાં એવા પ્રસંગની શોધમાં જ રહેવું જોઈએ. આપણું જીવન અનેક પ્રસંગોનો સમૂહ છે અને જીવનમાં એક પછી એક પ્રસંગ આવ્યા કરે છે. આ પ્રસં. ગોનો આપણી ઈચ્છામાં આવે તેવો સારો અથવા ખરાબ ઉપગ આપણે કરી શકી એ છીએ જે આપણે ઈચ્છા જીવનને સદુપયેગ કરવાની હોય તે મળેલા પ્રસગોને જવા દેવા જોઈએ નહિ અને એમાંથી શુભ પરિણામ મેળવવા માટે યથાશક્તિ ઉઘોગશીલ રહેવું જોઈએ. પ્રાચીન કાળમાં રસાયણ બનાવનારા લોકો પ્રાય: એમ કહેતા કે માત્ર એક વસતુની ખામી રહી ગઈ. જે એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય તે ત્રાંબામાંથી સોનુ નિપજાવી શકાય. આચરણમાં પણ આમ જ બને છે. અનેક મનુષ્ય એવા જોવામાં આવે છે કે જેઓને દેખાવ ઘણો સુંદર હોય છે, જેનું જ્ઞાન પણ વિશાળ હોય છે, જે બોની ધર્મબુદ્ધિ પણ વિકસ્વર થયેલી હોય છે, પરંતુ તેમાં એક વસ્તુની ન્યૂનતા દુર્ગોચર થાય છે અને તે નહિ હોવાથી તેઓ જીવન-સાફલ્ય પ્રાપ્ત કરી શકતા નથી. આ વસ્તુ બીજી કંઈ નહિ પણ આત્મનિર્ભરતા છે. ભલે માણસ સર્વગુણ સંપન્ન હોય, તો પણ આ એક ગુણ તેનામાં હું તો નથી તે સર્વ ગુણે વ્યર્થ છે. આત્મનિર્ભરતાના પ્રભાવથી તે સર્વ ગુણે એકત્રિત બનીને અમુક પ્રકારની એક જીવનશક્તિ પેદા કરે છે અને તેથી ઈષ્ટ કાર્યમાં સફળતા મળતાં વાર લાગતી નથી. જે મનુષ્યમાં આત્મનિર્ભ૨તા નથી હોતી તેનું આત્મબળ ક્ષીણ થતું જાય છે, તેને પ્રત્યેક કાર્યમાં સંદેહ રહે છે અને તે જે કંઈ કરે છે તે સઘળું અચકાતાં અચકાતાં કરે છે, તેને દરેક કાર્ય કરવામાં ભય લાગે છે અને રાત્રિદિવસ એજ ચિતા રહ્યા કરે છે કે પોતે કરેલા પરિશ્રમનું સુફળ મળશે કે નહિ. તે હમેશાં કેઈની સહાયની અપેક્ષા રાખ્યા કરે છે. તેનામાં એટલું આત્મબળ નથી હોતું કે તે પિતે વિચાર કરે અને જે પોતાને ઉચિત જણાય તે કાર્ય કરી નાંખે. આ કોટિના મનુષ્ય પોતાની કાયરતા અને ખોટી મેટાઈને વશ થઈને પ્રત્યેક નિષ્ફળ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. તાને દોષારેપ બીજાને માથે મુકે છે. તેને હમેશાં એમજ થયા કરે છે કે લોકો મારી કદર બરાબર કરતા નથી, મારૂં કાંઈ માન જાળવતા નથી અને મને તુચ્છ સમજે છે. તે પિતાના મનમાં સમજે છે કે જનસમાજ મારા માટે પ્રતિકૂળ વિચારે કર્યા કરે છે. પોતાના દે શેાધી કાઢીને તે દૂર કરવા માટે કદિ પણ તે પ્રયત્નશીલ બનતું નથી, અને હમેશા અન્ય લોકોને પોતાના દ્રષી અને શત્રુ માન્યા કરે છે. આવા માણસોને શાંતિ અપ્રાપ્ય અથવા દુપ્રાપ્ય છે. તેને શાંતિની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? તેને તે હમેશાં એજ ચિંતા રહ્યા કરે છે કે સંસારમાં મારી જે કઈ માણસ દુઃખી નહિ હોય, કે મારા જેટલે દરિદ્ર નહિ હોય અને કેઈને પોતાનાં કાર્યમાં મારા જેટલી નિષ્ફળતા મળી નહિ હોય. આથી ઉલટું, જે મનુષ્યોમાં આત્મ-નિર્ભરતા હોય છે તેના વિચારે જુદા જ પ્રકારના હોય છે. તેને તે હમેશાં એ જાણવાની ધુન લાગેલી હોય છે કે મારામાં કયા કયા ગુણે રહેલા છે અને હું એ સર્વને કેવી રીતે દૂર કરી શકું. તેને આ વાતનું સંપૂર્ણ ભાન થયું હોય છે કે બાહ્ય પ્રભાવને જીતવાની મારામાં શક્તિ રહેલી છે. તે સારી રીતે જાણતા હોય છે કે જીંદગીમાં અનેક કઠિનતાઓ ઉપસ્થિત થાય છે. જે જે મહાપુરૂ થઈ ગયા છે તે સર્વને અનેક વિપત્તિઓ અને મુશ્કેલીઓની સામા થવું પડ્યું હતું. આપત્તિઓથી ડરવું એ કાયર પુરૂષનું કામ છે. આપત્તિઓની સામા થવામાં અને તે સહન કરવામાં જ ખરું વીરત્વ રહેલું છે. તે એમ સમજે છે કે પોતાને જે નિષ્ફળતા મળી છે તે સ્થાયી નથી, પરંતુ ક્ષણમાત્રને માટે જ છે. તેથી નિષ્ફળતાથી નિરાશ થવું જોઈએ નહિ. સતત ઉધોગપરાયણ રહે. વાથી એક દિવસ સફળતા મળશે જ. જેવી રીતે રેલવેની મુસાફરી કરતાં કોઈ કોઈ સ્થળે બન્ને બાજુએ ટેકરીઓ હોવાથી અલ્પ સમયને માટે અંધારું થઈ જાય છે, પરંતુ તે રસ્તામાંથી નિકળ્યા પછી ઉજવળ પ્રકાશ નીકળે છે તેવી જ રીતે આપણું જીવનમાં પણ તેમજ બને છે. નિષ્ફળતાનું અંધારું અપ સમયપર્યત પ્રવર્તમાન રહે છે, પરંતુ તે પછી સફળતાનું ઉજવળ તેજ પ્રકાશમાન થાય છે. તે મનુષ્યો જ સૈથી અધિક બલવાન ગણાય છે કે જેમાં આત્મનિર્ભરતાના ગુણેને સંચાર થયેલો હોય છે. જે ગુણમાં સર્વ આવશ્યકીય ગુણેન સમા વેશ થઈ જાય છે. અને જે એમ નથી હોતું તો તે મનુષ્યને બળહીન લેખવામાં આવે છે. આવા મનુષ્યનું અધ:પતન થવામાં એક ક્ષણની પણ વાર લાગતી નથી. આવા પ્રકારના મનુષ્યથી વસાવેલો દેશ સર્વદા શત્રુઓના પંજામાં દબાયલે રહે છે, જેથી શત્રુઓ તેઓનો નાશ ક્ષણવારમાં કરી શકે છે. આ દેશ કદિ પણ પરતંત્રતાની ધુસરીથી મુક્ત થઈ સ્વતંત્રતા ભોગવી શકતો નથી, અને સર્વદા For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મનિર્ભરતાનુ મહત્વ. ૧૨૭ દાસત્વની એડીએમાં જકડાયલે જ રહે છે. કોઇ પણ દેશ વા જાતિની સ્વતંત્રતાના આધાર એકજ વાત પર રહેલા છે, જે એ છે કે તે દેશ વા જાતિની વ્યક્તિએ માં આંતરમળ કેટલુ રહેલું છે અને તેઓ પોતે પેાતાની સ્થિતિને અચળ રાખી શકે એમ છે કે નહિ. શત્રુએથી સુરક્ષિત રહેવા માટે પોતામાં બલની આવશ્યકતા છે. જેમ સમષ્ટિને માટે આ નિયમ છે તેમ પૃથક પૃથક્ વ્યક્તિને માટે પણ એ નિયમજ છે; કારણકે વ્યક્તિઓના સમૂહથી જાતિ અથવા દેશ અનેલે ડાય છે. કોઈ પણ દેશ વા જાતિના ઇતિહાસ ભિન્નભિન્ન વ્યક્તિઓના જીવનચરિતાના સગ્રહ છે. ઇ તડ્ડાસ અને જીવનચરતામાં એટલેા જ ભેદ છે કે દેશ અથવા જાતિના જીવનચરિતને ઇતિહાસ કહેવામાં આવે છે અને વ્યક્તિઓના ઇતિહાસને જીવનચરિત કહેવામાં આવે છે. આ એક સમાન્ય આખત છે કે જે મનુષ્ય આપત્તિને સમયે દૃઢ રહે છે અને મુશ્કેલીઓની સામે વીરતાપૂર્વક થાય છે તેજ પેાતાના આંતરલખળ ઉપર નિર રહી શકે છે. તેને કોઇ અન્ય માણસની સાહાય્યની અથવા સહાનુભૂતિની અપેક્ષા હૈાતી જ નથી. તે પોતે પેાતાના ઉપર નિર્ભીર રહે છે. જો કદાચ કોઈ મનુષ્ય અથવા કોઇ સમાજ બીજાના ઉપર નિર્ભર રહીને કાર્ય કરે છે તેા સમજવું કેતેની અવનતિના સમય નજીક આવ્યે છે અને તેનુ અધ:પતન થવામાં હવે જરા પણુ વાર નહિ લાગે, ઇતિહાસનાં વાંચનથી સહુ કોઈને સુવિદિત છે કે જ્યાંસુધી મુગલ પાદશાહેા પાતે કાર્ય તત્પર રહેતા હતા ત્યાંસુધી મુગલ સામ્રાજ્યની ચઢતી દશા હતી અને મુગલ પાદશાહા અખિલ ભારતવર્ષના સમ્રાટ્ મની રહ્યા હતા; પરંતુ જ્યારથી તેઓએ પેાતાના કાચની લગામ પેાતાના કર્મચારીઓના હાથમાં સાંપી અનેતેએ પાતે મેાજશેખ–એશઆરામ ભાગવવા લાગ્યા ત્યારથી અવનતિના ચિહ્ના દૃષ્ટિગત થવા લાગ્યા અને છેવટે મુગલ સામ્રાજયનું અધ:પતન પલત્રારમાં થઈ ગયું. રામવાસીઓની પણ આવીજ દશા થઇ હતી. જ્યારથી ક્રમવાસીઓએ સ્વાવલંબનને ત્યાગ કર્યો અને પેાતાનાં કાર્યો યુદ્ધમાં પકડાયેલા કેટીએને સોંપ્યા ત્યારથી તેઓના દેશનાં અધ:પતનના આરંભ થયા અને તે યેકેમાં આલસ્ય, ભીરૂતા, દુર્મલતા અને કાયરતા આદિ દુર્ગુણાનુ પ્રાબલ્ય વધવા લાગ્યું. આનુ પરિણામ એ આવ્યુ કે રામવાસીઓ જેવા અલવાન અને વિજયી લેકે નિર્મળ અને સાહસહીન ખની ગયા. આ ઐતિહાસિક મીનાથી સાખીત થાય છે કે ખીજા લેાકેા ઉપર નિર્ભી૨ રહેવાથી મનુષ્ય નિર્જીવ અને નિષ્ફળ બની જાય છે અને તે પુરૂષત્વના ગુણુથી રહિત થઇ જાય છે. આટલુ તેા ચાક્કસ છે કે આત્મનિર્ભરતા જેવા મહાન સદ્ગુણુની પ્રાપ્તિ માટે અનેક મુશ્કેલીઓ સહન કરવી તે પુરૂષાનુ કાર્ય છે અને સંસારમાં એજ કખ્તવ્યના માર્ગ છે, એજ જીવનસ દેશ છે. ઘણા મનુષ્યા એટલા બધા આળસુ, For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ શ્રી આત્માનંદ પ્રકાશ. સુસ્ત અને દુર્બળ હોય છે કે કઈ મુશ્કેલીની સામે થવાની અથવા તે સહન કર વાની વાત તે દૂર રહી, પણ પિતે પિતાનાં શરીરને ભાર પણ ઉપાડી શકતા નથી અને હેજસાજ સૂર્યની ગરમી પણ સહન કરી શકતા નથી. આ પ્રકારના મનુષ્યો કેવળ ભેગવિલાસમાં પિતાનું જીવન વહન કરે છે અને જગમાં કંઈ પણ ઉપયેગી કાર્ય કરી શકતા નથી. જે સમયે ઈરાનને પાદશાહ નાદિરશાહ દિલ્હી સુધી પહોંચે અને તેણે લુંટફાટ શરૂ કરી તે સમયે દિલ્હીને પાદશાહ મહમ્મદશાહ પોતાના મહેલમાં મેજ કરી રહ્યો હતો. જ્યારે નાદિરશાહ શાંતિ ધારણ કરીને દિલ્હીના સમ્રાટ્રને મળવા આપે તે સમયે બન્ને વચ્ચે થયેલી વાતચીતનો ઉલ્લેખ અત્ર અસ્થાને નહિ ગણાય. ઉન્હાળાની રૂતુ હેવાથી મમ્મદશાહે બારીક મલમલનું પરણ પહેર્યું હતું, તેની બન્ને બાજુએ પંખા ચાલી રહ્યા હતા અને ગુલાબજળ છંટાતું હતું આવી રીતે મહમ્મદશાહ નાદિરશાહને સત્કાર કરવા માટે દરવાજા સુધી આવ્યા હતા. ગરમી સપ્ત હતી છતાં નાદિરશાહે જાડે ડગલો પહેર્યો હતો. જ્યારે મહમ્મદશાહે નાદિરશાહને આવા પોશાકમાં જે ત્યારે તેને આશ્ચર્ય થયું અને તેણે કહ્યું કે-“આપ આવી સખ્ત ગરમીમાં આ જડે ડગલે કેવી રીતે પહેરી શકે છે?” નાદિરશાહે જવાબમાં જણાવ્યું કે-પાદશાહ સલામત, આ ડગલો પહેરીને હું ઈરાનથી હિંદુસ્તાન સુધી આવ્યો છું, જ્યારે આપ આ બારીક પેરણ પહેરીને દરવાજા સુધી પણ મહા મુશીબતે પહોંચી શકયા છે તે જોઈ મને આશ્ચર્ય થાય છે.” આનું તાત્પર્ય એ છે કે કષ્ટ અથવા મુશીબતો સહન કરનાર મનુષ્ય સઘળું કરી શકે છે, પરંતુ નાજુક યાને મુલાયમ તબિયતવાળા મનુષ્યથી કંઈ પણ કાર્ય થઈ શકતું નથી. તેથી જ જે કોઈ પણ મનુષ્યને ઉચ્ચ પદે પર પહોંચવા ! અભિલાષા હોય તો તેણે પોતે પોતાના ઉપર નિર્ભર રહેવું જોઈએ. જે બાબતમાં ઉચ પદ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેમાં બીજા ઉપર કદિ પણ નિર્ભર રહેવું જોઈએ નહિ. અત્રે એક વાત સમરણમાં રાખવાની છે કે હું સર્વ કાંઈ કરી શકું છું એ ખોટે ઘમંડ રાખવે તેનું નામ આત્મનિર્ભરતા નથી. પ્રત્યેક કાર્ય કરવાની શક્તિને જ આત્મનિર્ભરતા કહેવામાં આવે છે. આમનિર્ભર મનુષ્ય એક મજબૂત સ્તંભ સમાન ગણાય છે. આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે એ જરૂરનું છે કે મનુષ્ય બીજાઓને સહાયતા કરવાને તૈયાર રહેવું, પરંતુ પોતે કોઈની સહાયતાની શોધમાં રહેવું જોઈએ નહિ. જીવનના આરંભકાળથી પ્રત પેક મનુષ્ય એમજ માનવું કે આ જીવન એક એવા પ્રકા રનુ યુદ્ધ છે કે જેમાં મારે પોતાને જ લડવાનું છે અને દ્ધા બનવાનું છે. આ યુદ્ધ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મનિર્ભરતાનું મહત્વ, ૧૨૯ માં ભાડુતી લકરથી કામ ચાલતું નથી અને બીજાઓના લડવાથી વિજય પ્રાપ્ત કરી શકાતો નથી. વળી આ યુદ્ધમાં ઉતર્યા વગર પણ ચાલી શકે તેમ નથી. યુદ્ધમાં ન ઉતરવું અથવા તેમાંથી નાશી જવું તેનું નામ જ મૃત્યુ છે. અન્ય મનુષ્ય તમને સાહાસ્ય કરી શકે તેમ નથી. તેઓને પોતાનાં અનેક કાર્યો કરવાનાં હોય છે. તમને સહાયભૂત થવા જેટલો તેઓને અવકાશ નથી; માટે જ તમારે પોતાને જ લડવું પડશે. આ જીવન-સંગ્રામમાં વિજય પ્રાપ્તિનો એક જ ઉપાય છે અને તે આત્મનિર્ભરતા જ છે. જે જે વસ્તુઓની તમે તમારામાં ન્યૂનતા જુઓ તે પૂર્ણ કરવાને ઉદ્યોગ આદર. જે તમારી ઇચ્છા વાતચીત કરતા શીખવાની હોય તે તમે એવા કાર્યોમાં પ્રવૃત્ત બને કે જેમાં તમારે બલવાની જરૂર પડે. જે તમારૂં ચિત્ત શોકાતુર રહેતું હોય અને તમારો સમય આનંદમાં વ્યતીત ન થતો હોય તો તમારે હસમુખા મનુષ્યોની સંગતિ કરવી જોઈએ. આમ કરવામાં તમને ગમે તેટલું કષ્ટ વેઠવું પડે એમ હોય તો પણ તેની પરવા ન કરે. કદિ તમને તમારામાં કોઈ શક્તિનો અભાવ માલુમ પડે, પરંતુ એ શક્તિ કોઈ અન્ય મનુષ્યમાં જોવામાં આવતી હોય તે તમારે તેની ઈર્ષ્યા કદાપિ કરવી જોઈએ નહિ; તેમજ તે જોઈને તમારે મનમાં શોચ કર જોઈએ નહિ, પરંતુ તમારે તેને જોઈને પ્રસન્ન અને આનંદિત બનવું જોઈએ અને તેણે ઉક્ત શક્તિ જે માગથી મેળવી હોય તે માર્ગથી તમારે તે મેળવવા પ્રયત્ન કરો જોઈએ. તમે આત્મનિર્ભરતા ઉપર વિશ્વાસ રાખે અને તમારા પિતાનાં કર્તવ્યનું રૂડી રીતે પાલન કરવામાં પ્રવૃત્તિશીલ રહે. તે શક્તિ તમને અવશ્ય પ્રાપ્ત થશે જ. પ્રત્યેક વ્યક્તિએ જાણવું જોઈએ કે તે પોતે એક મહાન ખજાનો છે એટલું જ નહિ પણ એક મોટી ખાણ છે, જે અમૂલ્ય રત્નોથી ભરેલી છે. તે રત્નોને ઉદ્યોગ કરીને બહાર પ્રકાશમાં આણવાની જ માત્ર આવશ્યકતા છે; પરંતુ એટલું યાદ રાખવું જોઈએ કે હાથ પગ ચલાવ્યા વગર તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. પ્રત્યેક મનુષ્યની ફરજ છે કે તેણે દિવાસાનુદિવસ પોતાની ઉન્નતિ કરવી જોઈએ અને કર્તવ્યપથમાં આગળ પ્રગતિમાન બનવું જોઈએ, પ્રાયે કરીને મનુષ્ય બીજાની સાહાટ્યથી આગળ વધવાને પ્રયત્ન કરે છે, પરંતુ તે ભૂલભરેલું છે. બીજાની સાહાસ્યથી આગળ વધવાને બદલે પોતે પોતાનાં બળથી જ આગળ વધવાને સતત પ્રયત્ન કરવા જોઈએ. આમ કરવાથી જ દિનપ્રતિદિન ઉન્નતિ થતી રહેશે અને સર્વ દિશામાં પ્રગતિ વધતી જશે. જગતમાં જે જે મનુષ્યોએ પોતાની ઉન્નતિ સાધી છે તે સહુએ એકજ વાત પર પૂર્ણ લક્ષ આપ્યું છે કે પ્રતિદિન પાછલા દિવસ કરતાં અધિક ઉન્નતિ થવી જોઈએ. “પરમ દિવસ કરતાં ગઈ કાલે હું કંઈક આગળ વધે છું અને કાલ કરતાં આજે વિશેષ આગળ વધી શકે છું For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ શ્રી આત્માનંદ પ્રકારા. અને આજ કરતાં આવતી કાલે જરૂર વધારે આગળ વધાશે.” એ વિચાર પર સફ ળતાને મુખ્ય આધાર રહેલો છે. બીજા લોકોની સાથે તુલના અથવા સ્પર્ધા કરવી અને તેનાથી આગળ વધી જવાને ઉદ્યોગશીલ બનવું એ નિ:સંદેહ સ્તુત્ય છે, પરંતુ પિતાની જાતને જ પ્રતિદિન આગળ વધારવાને ઉદ્યોગ કરવા જેટલું તે સ્તુત્ય ન ગણાય. આત્મનિર્ભરતાથી એ વાત પ્રાપ્ત થાય છે અને એ વાતથી આત્મનિર્ભરતાની પ્રાપ્તિ થાય છે. બન્નેને પરસ્પર ગાઢ સંબંધ છે. આમ હેવાથી મનુષ્યમાત્રનું કર્તવ્ય છે કે સૈએ પોતપોતાની ઉન્નતિ સાધવામાં મગ્ન રહેવું અને મુશ્કેલી અથવા ભયને વખતે હતાશ બની જવું જોઈએ નહિ. કેટલીક મુશ્કેલીઓ એવા પ્રકારની હોય છે કે જ્યાં સુધી તેનાથી આપણે હીએ છીએ ત્યાં સુધી તે અત્યંત અસહા જણાય છે, પરંતુ જ્યારે તે મુશ્કેલીઓને જીતવાને પ્રયત્ન આદરવામાં આવે છે ત્યારે તે તુચ્છ ભાસે છે. આત્મનિર્ભર મનુષ્ય બીજાઓના આશ્રયે કદિ પણ રહેતા નથી. તેઓ પિોતેજ પિતાને માટે વિચાર કરે છે, ઉઘોગ કરે છે અને પિતાના ઉપર જ નિર્ભર રહે છે. આ ઉપરથી એમ સમજી લેવાનું નથી કે આમ કરવામાં આપણે આપણું હિતચિન્તકની શિખામણ પણ સાંભળવી નહિ. જે તેઓ આપણને ખરા દિલથી માર્ગ બતાવે છે તે ઉપર આપણે અવશ્ય લક્ષ આપવું જોઈએ; પરંતુ જગતમાં સાચા હિતચિન્તકે ઘણું શેડા જોવામાં આવે છે. આપત્તિ અથવા ભયને સમયે સત્ય હિતચિંતકોની જરૂર પડે છે, પરંતુ પ્રાય: એવું જ જોવામાં આવે કે જેઓ ખરા મિત્રો બન્યા હોય છે તેઓ ભય અથવા દુ:ખ આવી પડે છે ત્યારે ખસી જાય છે. દુ:ખના સમયમાં સહાયભૂત થનારા મિત્રો વિરલ હોય છે. તેથી આ પત્તિના સમયમાં મનુષે પિતાના પગ ઉપર ઉભા રહેતાં શીખવું જોઈએ. જેમ જેમ મનુષ્ય આપત્તિને સહન કરે છે તેમ તેમ તે સબળ બનતું જાય છે અને ક્રમશ: અન્ય મનુષ્યને સહાયભૂત થવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. જેથી પરિણામે તેનાં જીવનથી હમેશાં બીજાઓને સાહાય મળ્યા કરશે અને તે પોતે આત્મનિર્ભરતાનાં મહત્વનું એક જવલંત ઉદાહરણ ભવિષ્યની પ્રજાને પુરું પાડવા શક્તિવાન થઈ શકશે. મતિજ્ઞાન. (૨ પાંચ ઈનિદ્રનું સ્વરૂપ સંસાર-પરિશમણુશીલ આત્મા જ્યાં સુધી પરમાત્મ અવસ્થાને ન પ્રાપ્ત કરે ત્યાં સુધી તેનો કમીક વિકાસ જડ પદાર્થોનાં સાધનો દ્વારા થવા નિમય છે. અત્યારે For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ મતિજ્ઞાન. આત્મા જડ પદાર્થોના ગર્ભમાં ચોતરફ વિંટળાએલો છે તેના વિચારનું સહજ ફુરણ સરખું પણ જડની સહાય વિના બની શકે તેવું નથી. આમ હાઈને આત્મા અત્યારની તેની કર્માવૃત સ્થિતિમાં જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, તે તેના મનરૂપી અંતરનાં સાધન, અને ઈદ્રોરૂપી બાહ્ય સાધને દ્વારા પ્રાપ્ત કરે છે. આત્મા જેમ જેમ વિકાસના માર્ગમાં આગળ વધતો ચાલ્યો, તેમ તેમ તેના આ આંતર બાહ્ય કરણે અથવા સાધને વધારે વધારે ઉપયોગી કાર્યકર અને સંસ્કારોને ગ્રહણ કરવા માટે વધારે યોગ્યતાવાળા બનતા ચાલ્યા. મનુષ્યને અત્યારે જે પાંચ ઈન્દ્ર દ્વારા સંસ્કારે ગ્રહણ કરવાની લબ્ધી પ્રાપ્ત થએલી છે તેને વિકાસ થઈ તેને અત્યારની ઉગ્ર અવસ્થામાં આવતા સેંકડે યુગ વીતી ગયા છે. મનુષ્યના આત્મારૂપે અભિમાન ભાગવતું આપણું વર્તમાન ચૈતન્ય અકુલીંગ જ્યારે એકેન્દ્રિયમાં હતું તે કાળે બાહ્ય ઇન્દ્રિઓ સંબધે તેની કેવી અવસ્થા હતી, અને ક્રમે ક્રમે તે કેવી અવસ્થામાં પસાર થતા થતા તે હાલની અવસ્થામાં આવેલો છે તેનું સવિસ્તર વિવેચન અને અસ્થાને ગણાય. તેથી તે વિષયમાં અમે ઉતરતા નથી. અત્યારે આ વિષયમાં આપણને જે પાંચ ઇન્દ્રિઓ પ્રાપ્ત થએલ છે તે ભૂમિકાથી શરૂ કરીને વિવેચન કરીશું. બાહ્ય જગતનું સર્વે જ્ઞાન આત્મા ઈન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ કરે છે. જ્ઞાનને આવવા માટે તે એક પ્રકારનાં બારણું છે. આ બારણુઓ જે પુરેપુરા, તેમની સેવાભાવિક ગ્યતા પ્રમાણે, ખુલેલાં ન રાખવામાં આવે છે, એટલે કે અરધા ખુલા અથવા ન્યૂનાધિક બંધ કે ખુલ્લા રાખવામાં આવે તે જે સંસ્કાર પ્રાપ્ત થાય તે અપૂર્ણ, સ્વ૯૫ અને વિકૃત સ્વરૂપે થવાના એ ઉઘાડું છે. આ કારના માર્ગમાં જેટલે અંશે કચરો, અશુદ્ધિ કે અંતરાયે હશે તેટલે અંશે તે દ્વારા પ્રાપ્ત થતા સંસ્કારે મળયુક્ત, અશુદ્ધ અને ભાંગ્યા ગુઢ્યા સ્વરૂપમાં આવે છે. આપણાં સંસારજીવનની ઉત્તમતા અથવા અધમતા ઈન્દ્રિયની ઉત્તમતા અથવા કનિષ્ટતા ઉપર અવલંબીને રહેલી છે. તેની બાહ્ય પ્રકૃતિનાં સ્વરૂપ ઉપર જ તેનું સર્વસ્વ નિર્ભર છે. ઈદ્ધિ વિનાનું એકલું મન ગમે તેટલું ઉત્તમ કોટિનું હોય તે પણ તે આત્માને કશા ઉપગનું નથી. પાંચે ઈન્દ્રિય દ્વારા ઉપલબ્ધ થતા સર્વ સંસ્કારને આપણે આપણા જીવનમાંથી બાદ કરી આપણું સ્વરૂપને કપીએ તે તે સ્થિતિ એક નિદ્રા જેવી જણાય છે. જેમ જમીનમાં પડેલું, પરંતુ ઉગવાની યોગ્યતા વિનાનું બીજક નિષ્ફળ છે તેમ ઈનિદ્રાની સહાય વિનાનું એકલું મન પણ નિષ્ફળ છે. એકલું મન તરફથી મજબુત પથ્થરથી ચણે લીધેલ ઓરડા જેવું છે. તેમાં કાંઈ પણ પ્રકાશ જઈ શકતું નથી, ઈન્દ્રિયો દ્વારા મનમાં આવતા સંસકારોને મના પિતાની ઉગ્રતા અને વિક For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ શ્રી આત્માનંદ પ્રકાશ. સિતપણાની કળાના પ્રમાણમાં ગેાઠવી શકે છે. એકજ પ્રકારના ઇન્દ્રિયપ્રાપ્ત સસ્કા રાને જુદી જુદી ચેાગ્યતાવાળા મના જુદા જુદા પ્રકારે ગાઢવી જુદા જુદ પ્રકારના ભાવ અનુભવે છે. એકજ વૃક્ષને અવલેાકીને એક વનસ્પતિવેત્તા તેના વનસ્પતિવિભાગની કાર્ટિના નિર્ણય કરે છે, એક વૈદ્ય તેનાવડે શરીરમાં પ્રગટવા ચેાગ્ય શુભાશુભ અસરો નક્કી કરે છે, એક સુતાર તેના કાષ્ટની ગૃડુ-નિર્માણ માટેની ચેાગ્ય તાના વિચાર ખાંધે છે, ચૈતન્ય વિજ્ઞાનશાસ્ત્રી તેનાં પત્ર, પુષ્પ, ફળ, ફુલ વિગેરેના સૂક્ષ્મ વિભાગાનું અવલેાકન કરી તેની સજીવતા સિદ્ધ કરે છે, એક કવિ કળાભિજ્ઞ, કે કુદરતવેત્તાને તે વૃક્ષની સાથે પેાતાના આત્મગત સબધ ભાસે છે અને તેમ છતાં તે મધાની ઇન્દ્રિચે માત્ર વૃક્ષ જ જુએ છે, જુદા જુદા પ્રકારન! અનુભવાના ભેદ માત્ર મનની જુદા જુદા પ્રકારની સ્થિતિ અને વિચારપદ્ધતિની વિશિષ્ટતાને લઈને નિર્માએલા હ્રાય છે. એકજ સામાન્ય ભાસતા પ્રસંગમાંથી જયારે હું કે તમે કાંઇ જ રહસ્ય ખેંચી શકતા નથી ત્યારે તે પ્રસંગને બ્લેઇને એક ઉત્તમ નાટ્યકાર એક હૃદયંગમ અને મનેાજ્ઞ વસ્તુ ઉપજાવી ત પ્રસ ંગને એક અદ્ભુત રસમયતા અપ શકે છે; પરંતુ તે માટે જે ખાહ્ય સસ્કારી જોઇએ તે ઇન્દ્રિયાની સહાય વિના મળી શકે નહી. જેમ શરીરનાં પોષણ અને સંરક્ષણ માટે આપણુને ખાહ્ય અન્નની જરૂર છે તેમ મનને પણ પાષણુ માટે જે સસ્કારી જોઇએ તે ઇન્દ્રિયાદ્વારા હારથી જ મેળવી શકાય તેમ છે. આપણું મન અત્યારે જે કાંઇ છે તે બહારથી પ્રાપ્ત કરેલા સંસ્કારના ગુણાવડે છે. સકારા કાંઈ મન સ્વત: ઉપજાવી શકતુ નથી. આપને ઉપલક દૃષ્ટિએ કદાચ એમ ભાસે કે ઇન્દ્રિયેાની સહાય વગર ઘણા સંસ્કારા આપણે મનેામય રીતે પ્રગટાવી શકીએ છીએ, પરંતુ તેમ માનવામાં એક પ્રકારની ભ્રાન્ત છે. જે સંસ્કાર અથવા ભાવના આપણે આપણાં મનમાં ઇન્દ્રિયાની મદદ વગર મનામય રીતે ઉપજાવ્યાનું માનીએ છીએ તે વસ્તુત: નવે નથી હાતા, પરંતુ કેઇ અજ્ઞાત ભૂતકાળમાં ઇન્દ્રિયેાદ્વારા પ્રાપ્ત કરેલા હાય છે. એ કાળ અત્યારે આપણને સ્મૃતિમાં નથી, તેથી તે સ ંસ્કારને આપણે સ્વત: ઉદ્દદ્ભુત માનીએ છીએ. અનત સ ંસ્કારા આપણને ગત અનંતભવા દરમ્યાન મળેલા છે. અને તે સર્વ આત્માની સ્મૃતિના અગાધ, અજ્ઞાત પ્રદેશ ઉપર પડેલા છે. પરંતુ એ સર્વ ઇન્દ્ગિચેાની સહાયથી એક કાળે મેળવાએલા હતા એ ધ્રુવ સત્ય છે. ઇન્દ્રિયાની સંખ્યા અને ગૃડણુશક્તિનાં પ્રમાણમાં આપણું બાહ્ય વિશ્વમાંથી સસ્કારી મેળવી શકીએ છીએ. બહારના જગતનું સ્વરૂપ આપણે આપણી ઇન્દ્રિયે દ્વારા નક્કી કરીએ છીએ. વસ્તુત: આ વિશ્વ કેવુ હશે તે હું કે તમે કોઈ જાણતા નથી; કેમકે ઇન્દ્રિયા જે સંસ્કારા ગૃહણુ કરી મનને આપે, અને મન જે પ્રમાણે તેના ઘાટ ઘડી નક્કી કરે તે સ્વરૂપે આપણે વિશ્વ અને તેના પદાર્થોને માનીએ છીએ. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મતિજ્ઞાન. ૧૩૩ ધારો કે આપણને સને એકજ ઇન્દ્રિય છે, તેમ હોય તે આ જગત આપણે માટે અત્યારે છે તેના કરતાં પાંચમા ભાગના રહસ્યવાળુ રહેવાનું. કેમકે બાકીની ચાર ઇન્દ્રિયેવડે ભાનમાં આવતા વિશ્વના હિસ્સા આપણે માટે નહીં હેવા તુલ્ય મની ગયેલેા હાય છે. તે પછી એક ઇન્દ્રિય વધીને એ ઇન્દ્રિય થાય તેઃ વિશ્વ પ્રથમ કરતાં એવડાં રહસ્ય કે મર્મયુક્ત થાય છે; કેમકે આપણું જ્ઞાન તેટલે દરજજે વધ્યું. તેજ પ્રમાણે ઇન્દ્રિયાની સ ંખ્યા વધતી જાય તેમ તેમ વિશ્વનાં સ્વરૂપના પ્રકાર પણ વધતે જવાના અને તે અધિક અધિક રહસ્યપૂર્ણ બનતુ જવાનું; કેમકે આપણું મન વધતી જતી ઇન્દ્રિયે સાથે વધતુ વધતુ વિશ્વનું રડસ્ટ જોઈ શકે છે. વસ્તુત: વિશ્વમાં કશી વધઘટ થતી નથી. જે કાંઇ ન્યન્યાધિક્ય થાય છે. તે માત્ર આપણી સંસ્કારગૃહણુની શક્તિ અને દ્વારાનુ છે. તેજ પ્રમાણે એક પશુ, બાળક, સામાન્ય મતિવાળા મનુષ્ય અને વિદ્વાન, એ સર્વેને એક સરખી પાંચ ઇન્દ્રિયા હોવા છડાં બધાનું વિશ્વ એક સરખુ હાતુ નથી. પશુની સ્વાદેન્દ્રિય ઘી સ્થૂળ, સ્વાદાની સૂક્ષ્મતાના ભેદોથી અજ્ઞાત, અને જાડ્યતાવાળી હાય છે.પશુ કરતાં મનુષ્યની ઇન્દ્રિયા ભેદોને પારખવાની અધિક ચેાગ્યતાવાળી અને ઉત્કટ હોય છે. માળકની ચક્ષુએ માત્ર ઉપર ટપકેથીજ બધુ જુએ છે. મનુષ્યની પાકટ ઇન્દ્રિયે તેમાં વિશેષતાપૂર્વક જુએ છે. પરંતુ અત્યારના સથી બુદ્ધિમાન મનુષ્ય આ વિશ્વમાં જે કાંઇ જોઇ, સાંભળી, સુઘી, ચાખી કે સ્પી શકે છે તેથી આગળ વધીને કાંઇજ જોવા જેવું, સાંભળવા જેવુ, સુના જેવુ, ચાખવા જેવુ કે સ્પર્શવા જેવુ' વિશ્વમાં નથી એમ માનવું એ ભૂલ છે. જાં આપણી ઢષ્ટમાં કાંઇજ આવતુ નથી એવા ભાગમાં કાણુ કહી શકે તેમ છે કે કોઈ જીદ્દી જ, નિરાળી, સૃષ્ટિ પેાતાનુ પૃથક્ અસ્તિત્વ નહી ભાગવતી ઢાય ? આપણી દ્રષ્ટિ મર્યાદા ઘણી અલ્પ છે. આપણી ચાશુષક્તિ ઘણી સ્થળ છે અને તેજ પ્રમાણે સર્વ ઈન્દ્રિયા પણ તેવીજ સ્થળ છે. આપણી ઇન્દ્રિયા અત્યારે છે તે કરતાં ઓછી સ્થૂળ હાત અને સ્હેજ વિશેષ મગ્રાહી અને શક્તિસંપન્ન હાંત તે આપણા મટે એક નવુ જ વિશ્વ ખુલ્લું થાત. કેમકે અત્યારે આપણે જ્ય કાંઇ જ નથી જોતા ત્યાં કાઈ નવુજ જગત અસ્તિત્વ ધરાવતુ જોઇ શકત. પ્રેફેસર મેસને પેાતાના ઇન્દ્રિય વિજ્ઞાન સંબંધી એક પુસ્તકમાં લખ્યું છે કે“ If a new sense or two were ad led to the present normal number in man, that which is now the phenomenal world for all of us might, for all that we know, burst into something amazingly different and wider, in consequence of the additional revelations of these new senses. અર્થાત્—“ મનુષ્યને અત્યારે જે ઇન્દ્રિયે પ્રાપ્ત છે તેમાં એકાદ બે ઇન્દ્રિયને For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ શ્રી આત્માનંદ પ્રકાશ. વધારે થાય છે તે નવી ઈન્દ્રિના પ્રભાવથી આ પ્રતીત થતું વિશ્વ ફીટીને તે સ્થાને એક જુદા જ પ્રકારનું, વિસ્મયકારક, વિશાળતર વિશ્વ પ્રગટી આવે.” અધ્યાત્મવિદ્યાના મહાનુભાવ પુરૂષ એમ જણાવે છે કે એકજ આકાશના ખંડમાં પ્રકૃતિતત્વના ભિન્ન ભિન્ન આંદોલનેવાળી અનેક પ્રકારની સૃષ્ટિએ પિતાનું નીરાળુ નીરાળુ અસ્તિત્વ ભોગવી રહી હોય છે અને તે આદેલવડે ઉપસ્થિત થતી પ્રકૃતિ તત્વની ભિન્નતાને લઈને એક પ્રકારની સૃષ્ટિ અન્ય પ્રકારની સૃષ્ટિને અવ કાશ આપવા સંબંધી કાંઈ પણ પ્રતિબંધ કરી શકતી નથી. આ જુદી જુદી સૃષ્ટિ. માં વસતા આત્માઓનું ઈન્દ્રિયવિષયક બંધારણ એવા પ્રકારનું હોય છે કે તે તે આત્માઓ પોતાની જ સૃષ્ટિનો અનુભવ કરી શકે અને પોતાની સૃષ્ટિ સિવાય અન્ય સૃષ્ટિનાં અસ્તિત્વની પણ તેમને કાંઈ ખબર ન હોય. આ દેહમાં છતાં પણું ઘણું યોગીજને પિતાની સ્થળ અને આપણી આ સૃષ્ટિ સાથે સંબંધ ધરાવતી ઇન્દ્રિયનાં કાર્યને ઉપશમાવીને કેઈ ઉચ્ચતર સૃષ્ટિનાં જીવનને અનુભવ કરી શકે છે. વસ્તુત: આ ઉચ્ચતર સૃષ્ટિ એ આપણું શાસ્ત્રોમાં કથેલી દેવકાદિ સૃષ્ટિમાં છે. આપણે અત્યારની સ્થિતિમાં એ સૃષ્ટિને કાંઈ અનુભવ કરી શકતા નથી તેનું કારણ ફક્ત એજ છે કે આપણી વર્તમાન ઈન્દ્રિયે આ સૃષ્ટિ સાથે જ સંબંધ ધરાવનારી છે અને ઉચ્ચતર સૃષ્ટિના આદેશને સાથે સંવાદ અથવા એકરાગતામાં આવી શકે તેમ કેળવાએલી હોતી નથી. આકાશના એકજ પ્રદેશમાં આવી ભિન્ન ભિન્ન સૃષ્ટિઓનાં અસ્તિત્વ સંબંધી હવે આગળ વધેલા વૈજ્ઞાનિકોના હૃદયમાં પણ આભાસ થવા લાગ્યા છે અને જે અનુભવ આપણા પ્રાચીન મહાપુરૂષોને સેંકડો વરસે પહેલાં થયેલ હતું તે અનુભવની સહેજ ઝંખી તેમને થવા લાગી છે. Isaac Taylor (ઝાક ટેલર) નામના એક યુરોપીય વિદ્વાનોના મનમાં એમ કુરી આવ્યું છે કે-“It may be that within the field occupied by the visible and ponderable universe there is existing and moving another element fraught with another species of life-corporeal indeed and various in its orders, but not open to cognizance of those who are confine i to the conditions of animal organizatiou. Is it to be thought that the e, e of man is the measure of the Creator's powe?-and that He created nothing but that whieh He has exposed to our present senses? The contrary seems much more thau barely possible; ought We not to think it almost contain?” અથોત:–“એમ બનવા યોગ્ય છે કે આ પરિદશ્યમાન અને જ્ઞાનગોચર વિશ્વ જે પ્રદેશમાં પોતાનું અસ્તિત્વ જોગવી રહ્યું છે તે જ પ્રદેશમાં જીવનનાં કેઈ વિભિન્ન પ્રકારનાં સવડે વસાએલી સૃષ્ટિ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મતિજ્ઞાન. ૧૩૫ પિતાની નિરાળી સ્થિતિ અને ગતિ ભેગવી રહી હશે. અલબત, એ જી પણ ભૌતિક દેહસંપન્ન અને ભિન્ન ભિન્ન જાતિ તેમજ વર્ગના હશે, પરંતુ આપણે કે જેઓ પાશવ બંધારણની મર્યાદાઓ વડે પ્રતિબદ્ધ છીએ, તેમની દષ્ટિમર્યાદામાં એ સૃષ્ટિ આવી શકે નહી. નિસર્ગની નિખિલ શક્તિનું માપ શું મનુષ્યની ભૌતિક ચક્ષુઓ કદી પણ કાઢી શકે ખરી ? અને આપણી વર્તમાન ઈન્દ્રિયોને પ્રતીત ન થઈ શકે એવું શું એ મહાન શક્તિ (કુદરતે) કાંઈજ સરયું નહી હોય? નહી, નહી. વસ્તુસ્થિતિ એથી ઉલ્ટી જ હેવી સંભવે છે. અમને તો એમ ભાસે છે કે વસ્તુતઃ સપણે એમ ઉલ્ટી જ છે.” આપણી વર્તમાન ઈન્દ્રિની મર્યાદિત સ્થિતિને ખ્યાલ કરાવી હવે ઇન્ડિચોનાં કાર્યનાં વિવેચનમાં ઉતરીશું. ઇન્દ્રિયેનું શું કાર્ય છે એ સંબંધે સુવિખ્યાત મનોવિદ્યાભિજ્ઞ પ્રોફેસર બેન કહે છે કે-“A sensation is the mental impression, feeling or conscious state, resulting from the action of external things on some part of the body.” અર્થાત–શરીરના કોઈ પણ ભાગ ઉપર બહારના પદાર્થોની ક્રિયાથી ઉદભવતી મનોમય અસર, લાગણું અથવા ભાનવાળી અવસ્થા એનું નામ ઇન્દ્રિયસંવેદન છે. પ્રત્યેક ઈન્દ્રિયમંડળની રચના એવા પ્રકારની હોય છે કે અમુક જ પ્રકારના બાહ્ય વસ્તુના સંનિકર્ષથી અમુક પ્રકારના આંદોલને તેમાં પ્રગટે છે અને તે આંદેલને મન આગળ રજુ થતાં મન તેમાંથી અમુક પ્રકારનો અર્થ ઉપજાવે છે. દરેક ઈન્દ્રિય પોતાના વિષયને લગતા જ પદાર્થોનું ગ્રહણ કરે છે, ચક્ષુ માત્ર પ્રકાશના તરંગેનું ગ્રહણ કરે છે. અને તે વડે ઉપજતા જ્ઞાનતંતુગત સ્પંદન મન આગળ પહોંચાડી દે છે. તે જ પ્રમાણે કણેન્દ્રિય સ્વરના તરંગેનું ગ્રહણ કરે છે; પરંતુ સ્વરતરંગે હવાનું કાર્ય ચક્ષુ અને પ્રકાશના તરંગે રૂડણ કરવાનું કાર્ય કર્ણપ્રદેશ કદી જ કરતો નથી. આવા પ્રકારની આપણું વર્તમાન ક્ષયપશામજન્ય અવસ્થા છે. અથોત પ્રત્યેક ઈન્દ્રિય પોતાને નિયત થયેલા સંવેદનાજ નેધે છે. પિતાના નિયત પ્રદેશથી બહારના સંવેદનેને તે પોતાનાં રજીસ્ટર ઉપર ચઢાવતી નથી. પાંચે ઈન્દ્રિયે અને જ્ઞાનતંતુઓનો સમુહ એ બધા મનના અનુચરે છે અને બાહ્ય વિશ્વમાં બનતા બનાવથી માહિતગાર થવા માટે તે દરેકને મન તરફથી અમુક અમુક કાર્ય સોંપવામાં આવ્યું છે. આપણે નિત્યના પરિચયથી આ ઈન્દ્રિયોનાં કાર્ય સાથે એવા તે ટેવાઈ ગયા છીએ કે તેમનાં કાર્યનાં અવલોકનથી આપણને સહેજ પણ નવાઈ ભાસતી નથી. જેમ સૂર્ય ઉદય થવામાં અને અસ્ત થવામાં, રૂતુઓની નિયમિત ગતિમાં, ચંદ્ધતિના કમપૂર્વક સંવર્ધન અને ક્ષયમાં આપણને હમેશના સહવાસથી કશીજ અદ્દભુતતા ભાસતી નથી તેમ આપણી ઇન્દ્રિયની રેજની કાર્યપ્રણાલીમાં આપણને For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ શ્રી આત્માનઢ પ્રકાશ તે મંત્રાની સૂક્ષ્મતા અને તેની ઘટનાની અદ્દભુતતાનેા કશે। આભાસ આવતા નથી. આ વિશ્વમાં પગલે પગલે પ્રતીત થતા પરમ વિસ્મયકર કોશનુ જેમને ભાન નથી તેમને ઇન્દ્રિયનાં સ્વરૂપની અદભુતતાના ખ્યાલ આવવેા અશકય છે સર્વ ઇન્દ્રિયામાં સ્પર્શેન્દ્રિય સહુથી પ્રથમ આત્માને પ્રાપ્ત થએલી છે. એકેન્દ્રિય જીવાને ફ્ક્ત આ સ્પર્શનીજ ઇન્દ્રિય હાય છે. આહારગૃહણુનું' કાર્ય પણુ આખા શરીર મારફત થતુ હાય છે; કેમકે તે માટેનું ખાસ ઇન્દ્રિયમંડળ તેમનામાં વિકસિત થયું હતુ નથી. આત્માને ઇન્દ્રિયાની સંખ્યા વધતી ગઈ તેમ તેમ આહારગૃહણનું કા આખા શરીર દ્વારા થતુ ન્યૂન થતુ ગયું અને શરીરના અમુક ભાગા તે કરવાને માટે ખાસ ચેગ્યતા ધરાવનાર થતા ગયા. સ્પર્શેન્દ્રિયનું સ્થાન આખા શરીર ઉપર વિસ્તારિત છે અને ત્વચાના સમસ્ત પ્રદેશ ઉપર જ્ઞાનતંતુએ ફેલાએલા હાઇને દરેક ઠેકાણેના રિપોર્ટ મનને પહોંચી વળે છે; પરંતુ તેમ છતાં સ્પર્શેન્દ્રિયના અંગે રહેલી શક્તિના વિકાસ આખા શરીર ઉપર એક સરખા હોતા નથી. કપડાંની સફાઈ અથવા ખડબચડાપણાના ખ્યાલ હાથનાં આંગળાંથી આવે છે તેટલે તે કપડુ શરીરના ખીન્ન ભાગ ઉપર લગાડવાથી નથી આવતે. ઠંડીની અસર આંખને નહી જેવીજ થાય છે; ત્યારે ઝીણા રઝકણના સ્પર્શ, જેની અસર શરીરના બીજા ભાગને મુદ્દલ થતી નથી, તે આંખ ઉપર સખ્ત અસર પ્રગટાવીશકે છે. પશુએ અને મનુષ્યેાની સ્પર્શેન્દ્રિયની શક્તિ ઉપલક નજરથી એક સરખી ભાસે છે; પરંતુ વસ્તુત: તેમ નથી. મનુષ્ય અને પશુના જે ખાસ ભેદ છે તે મનના વિકાસને બાદ કરતાં સ્પથેન્દ્રિયની શક્તિનેાજ મહુધા છે. સ્પર્શેન્દ્રિય સિવાયની ખીજી ચક્ષુ, ઘ્રાણુ, કર્ણ, રસનાની ઇન્દ્રિયા પશુઓને મનુષ્યના જેવીજ બલ્કે વધારે ોરદાર અને તીક્ષ્ણ હાય છે; પરંતુ સ્પર્શેન્દ્રિયની મામતમાં પશુ કરતાં મનુષ્ય ઘણા આગળ વધેલે છે. હાથ અને આંગળાંથી મનુષ્ય જે સ ંવેદન અનુભવી શકે છે તે પશુને મુદ્લ હાતુ નથી. Anaxagoras નામના વિદ્વાન તા એટલે સુધી કહે છે કે If animals bad hands and fingers, they should be like men. અર્થાત જો પશુને હાથ અને આંગળાં હુત તેા તેઓ મનુષ્યના જેવાજ ગણુાત. વજન પારખવું એ પણ સ્પર્શેન્દ્રિયનું કામ છે એ બહુ થાડા મનુષ્યેા જાણે છે. પદાર્થોનાં વજન નક્કી કરવામાં કેટલાક માણસેાની આંગળીએ એવી આબાદ હાય છે કે તેમના અનુમાનમાં એક રતી પણ ક્રૂર પડતા નથી; ત્યારે કેટલાક ખીન અનુભવીને, વજન હાથ ઉટાંકથા પછી પણુ, દશ શેર હશે કે અધમણુ તે પશુ સમ જાતુ હાતુ નથી. આ ખામી સ્પર્શેન્દ્રિયની શક્તિની છે. તે ઉપરાંત ગરમી અને ઠંડીનુ માપ કાઢવામાં પણ આ શક્તિના ઉપયાગ ડાય છે. કુશળ વૈદ્યો દરદીનાં શરીરને હાથ અડકાડીને તેમના શરીરની ગરમીનું પ્રમાણ ચેાક્કસ રીતે કહી શકે છે. આ અનુમાન પશુ ઉપરક્ત શક્તિવરે જ થાય છે. કેટલાક જાડી પ્રકૃતિ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મતિજ્ઞાન, ૧૩૭ વાળાને વાતાવરણની ગરમી કે ઠંડીનું પ્રમાણ મુદલ સમજાતું નથી. ઘણીજ ઠંડી લાગે અથવા ઘણીજ ગરમી પડે ત્યારે તેમને તેવા પ્રકારનું ઝાંખું ભાન થાય છે. પરંતુ તે શીષ્ણુતાની કળાનું degree ) તેમને જરાપણ ભાન હેતું નથી. આ ખામી પશુ સ્પર્શેનિદ્રયના વિકાસની જ ખામી સમજવાની છે. યુરોપના કેટલાક વિદ્વાને સ્પશે નિદ્રયનું કાર્ય શરીરની સપાટી ઉપર છે એમ માનવા ઉપરાંત એમ પણ માને છે કે આપણું શરીરના અંદરના ભાગમાં જે સુધા અને તૃપાને અનુભવ થાય છે તે પણ તે ઈન્દ્રિયને જ કાર્યપ્રદેશ છે. આ માન્યતા એક રીતે વ્યાજબી જણાય છે. ફેર માત્ર એટલો જ છે કે આપણે માત્ર બહારની ત્વચા મારફત થતા અનુભવોને હીસાબમાં લઈએ છીએ ત્યારે ઉપરોક્ત વિદ્વાને અંત ત્વચા મારફત થતાં સંવેદનોને પણ લક્ષમાં લે છે. સ્પર્શેન્દ્રિયની શક્તિ આખા શરીર ઉપર ફેલાએલી છતાં અમને એમ જણાય છે કે આંગળાંમાં તેના ખાસ પ્રભાવ છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તે આંગબાંમાં એ ઇન્દ્રિયનું ખાસ નિવાસ-સ્થાન અથવા અભિવ્યકિત છે. સારા વૈદ્યો દર. દીના શરીર ઉપર આંગળાં ફેરવી તેના શરીરાંતર્ગત વ્યાધિનું નિદાન કરી શકે છે, અને વાત, પિત્ત, કફમાં નું પ્રાધાન્ય છે તે કહી શકે છે. કેતરકામ કરનાર તેની બનાવટના કામ ઉપર જરા આંગળાં ફેરવી કયાં અપૂર્ણતા છે તે નક્કી કહી શકે છે. ઉંચા પ્રકારનાં રેશમ અને ઉનની જાતનાં કપડાંનું સ્વરૂપ બાહોશ પારખધારે, આંગળાંથી આંકી તેની કિંમત નક્કી કરે છે. અને જે શાલ આપણે પચીશ રૂપીઆની માનતા હોઈએ છીએ તે હુશીઆર ધંધાદારીઓ પિતાની આંગળીના સ્પર્શથી હજારો રૂપીઓની હેવાનું ચોક્કસ કહી શકે છે. ઉન, રેશમ અને કપાસના વડ પાડનારાઓની બાહે શી પણ આ સ્પર્શનિદ્રયની શકિત ઉપર અવલંબીને રહેલી હોય છે. કેટલાક અતિ ઉત્કટ પર્શશકિતવાળા મનુષ્ય આંખથી જોયા વીના હાથ ફેર. વિને તે ચીને રંગ પણ કહી શકે છે, કેમકે દરેક રંગને પણ અમુક પ્રકારને પર્શ હોય છે. સ્વાદેન્દ્રિય સ્પર્શેન્દ્રિયનો એક અતિ ઉચ્ચ વિકાસ છે. ઘણા નામાંકિત વિદ્વાનો સ્વાદેનિદ્રયને જુદી ઈન્દ્રિય તરીકે સ્વીકારતા નથી. કેમકે ઉભયનું કાર્ય એક સરખું છે. કાંઈ તફાવત હેય તે તે માત્ર સામાન્ય વિશેષ છે. શરીરના બીજા ભાગો જ્યારે શીત, ઉષ્ણ, કર્કશ, મુલાયમ વગેરે ભાવે અનુભવી શકે છે ત્યારે જીન્હા તે ઉપરાંત, સ્વાદને અનુભવ કરી શકે છે. આ ભેદ એ માત્ર પ્રમાણુનો ભેદ છે પ્રકારને ભેદ નથી એમ તેઓ માને છે. રસના પ્રદેશ ઉપર સ્પર્શેન્દ્રિયન સરિશેષ વિકાસ છે, એથી અધિક કશું જ ખરી રીતે નથી એમ કહે છે. નાક, કાન, અને આંખના માટે જે ખાસ રચા કુદરતે તે તે સ્થાનમાં ગોઠવ્યા છે તેવા જીભના પ્રદેશમાં ગોઠવ્યા For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ શ્રી આત્માનદ પ્રકાશ. * નથી. જીભ જે જ્ઞાનતંતુથી પિતાને સદેશે મનને પહોંચાડે છે તે જ્ઞાનતંતુઓ, આખા શરીરની ચામડી ઉપર પથરાએલા જ્ઞાનતંતુઓ કરતાં જુદી જાતના નથી. માત્ર જીભના પ્રદેશ ઉપરના જ્ઞાનતંતુઓ સવિશેષ યોગ્યતાવાળા છે. જીભને સ્વાદનું ભાન થાય તે માટે કુદરતે તે સ્થાનની આસપાસ અમુક પ્રકારના રાસાયણિક દ્રવ પદાર્થો ગોઠવી રાખ્યા છે. આ રસ જે જીભને સહાય ન કરે તો સ્વાદ મુદ્દલ લાગતું નથી. મંદવાડમાં દરીદીને, જીભ તેની તે છતાં, પદાર્થોમાં સ્વાદ નથી આવતે તેનું કારણ એ હોય છે કે ઉપરોકત રસની નિષ્પત્તિ જીભ પાસેના ગ્રંથી સમુહમાંથી થતી હોતી નથી. આ ઇન્દ્રિય પશુ કરતાં મનુષ્યમાં ઘણું પ્રબળપણે ખીલેલી હોય છે, અને મનુષ્ય મનુષ્યમાં પણ એ શકિતના વિકાસ પર ઘણું મહત્વનો ભેદ અનુભવવામાં આવ્યો છે. દરેક પ્રકારના ઘઉં, ચોખા, બાજરી વગેરેમાં એક સરખે સ્વાદ હોતા નથી, છતાં જડી રસનાવૃત્તિવાળાને જમતી વખતે તેવો કાંઈ ભેદ માલુમ પડતો નથી દુધના શેખીને ઘણું ગાયમાંહેથી અમુક દુધ અમુક ગાયનું છે એમ ચેકસ કહી શકે છે, અને બે ગાયનું દુધ ભેગું કરેલું હોય છે તો તે પણ દુધના સ્વાદથી જાણી શકે છે. આ ઝીણવટ, રસનાશક્તિની તીવ્રતા દર્શાવનાર છે, અને તે એક પ્રકારને ઈન્દ્રિયવિકાસ છે. ધ્રાણેન્દ્રિય જીવ્હાની સાથે ઘણે નજીકનો સંબંધ ધરાવનારી છે, અને કાર્યમાં પણ ઉભયની સહચારીતા દશ્યમાન થાય છે. જીભ ઉપર પદાર્થનો સ્પર્શ થતાં જ તેના રજકણે ઉડીને ધ્રાણેન્દ્રિય આગળ હાજરી આપે છે, અને જીભે તેનો સ્વીકાર કરે કે કેમ તે બાબતની સલાહ પણ તે ઈન્દ્રિય મોકલે છે. આ રજકણે નાકના અંદરના પ્રદેશની અંતર્વચા ઉપર ચાટે છે; કેમકે તે ભાગ ભીનાશવાળે અને સિનગ્ધ હોવાથી તે દરેક જાતના ૨જકણેને એકદમ ઝીલી લઈ શકે છે, અને ત્યાં તેની ગંધનું સ્વરૂપ નક્કી થાય છે; અથાત એ ત્વચા ઉપરના વિશિષ્ટ જ્ઞાનતંતુઓ રજકના સ્પર્શથી ઉત્પન્ન થએલા આંદોલનને મન આગળ મોકલી આપે છે, અને મન તેમાંથી અમુક પ્રકારની ગંધનો અર્થ મેળવી લે છે. મનુષ્ય કરતાં પશુસૃષ્ટિમાં આ ઈન્દ્રિય બહુ બળવત્તર હા છે, કેમકે પશુના આહારના અન્વેષણને આધાર ફક્ત આ ઈન્દ્રિય ઉપર હોય છે. એમને જીવન-નિર્વાહ માટે આ ઇન્દ્રિયની શકિતના પ્રબળ વિકાસની ઘણી આવશ્યકતા હોય છે. આપણામાં પણ એવા અનેક ધંધા છે કે જેમાં આ ઇન્દ્રિયની સૂક્ષમતાની ઘણું જરૂર હોય છે. તમાકુ, અત્તર, આસવ, ગધીયાણું વિગેરેના વેપારમાં માલની પારખને આધાર આ ઇનિદ્રયની સૂક્ષમતા ઉપર છે. તેમના ધંધાની કૉન્ડ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મતિજ્ઞાન, ૧૩૯ પણ તેના ઉપર નિર્ભર હોય છે. ઘણું આંધળા માણસે માત્ર ગંધ ઉપરથી અમુક માણસ ફલાણે છે એમ ચોક્કસ રીતે કહી શકે છે. કન્દ્રિય ઉપરની ત્રણે ઇનિદ્ર કરતા ઘણી જટીલ અને સૂક્ષમ સંચાકામ વાળી છે, ઉપરની ત્રણ ઈન્દ્રિય અને પદાર્થોનો સાક્ષાત સંબંધ થયા પછી જ પિતાના વિષયનું ભાન કરી શકે છે ત્યારે કન્દ્રિયની રચના એવી છે કે તેનો વિષય બનનાર વ્યતિકર ઘણે દુર હોય છતાં હવામાં પ્રગટતા આંદોલન રૂપે કર્ણના ગેલક ઉપર તે અથડાય છે, અને તે માંહેનું અદ્દભુત કૌશલપૂર્ણ યંત્ર તે આદેલનેને બ્રહીને મન આગળ મોકલી આપે છે. આત્માએ બહારની સૃષ્ટિને હેવાલ મેળવવા માટે ખરેખર, આ કાનને એક અતિ વિકર સંચે બનાવ્યો છે. વિજ્ઞાને એમ અનુમાન બાંધ્યું છે કે આ ઈન્દ્રિય એક સેકન્ડમાં ઓછામાં ઓછા ૨૦ થી ૩૦ આંદલનો ગ્રહણ કરી શકે છે, અને વધારેમાં વધારે એક સેકડમાં ૩૮૦૦૦ આંદોલને ઝીલી શકે છે. ધીમા સ્વર કે અવાજના આંદલને મંદ વેગવાળા હોય છે અને મોટા અવાજના આંદોલને ત્વરિત ગતિવાળા હોય છે. ઘણા પશુએ-ખાસ કરીને ઘેડા-ઘણે દુરથી શબ્દ સાંભળી શકે છે. કેમકે જીવન-સં. ક્ષણ માટે આ શક્તિનો વિકાસ તેમને જરૂર હોય છે. જંગલી શીકારી મનુષ્ય ઘણે દુરના પશુઓનો પગરવ કળી શકે છે. ગવૈયામાં આ શક્તિની ઝીણવટ ઘણી આશ્ચર્યકારક હદે વિકસી હોય છે. વાચક તેની કલ્પના કરી શકે તેમ છે તેથી વિવેચનની આવશ્યકતા નથી. પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનું કે આ સૂક્ષમતા દુરથી શબ્દો સાંભળી શકવા તેના કરતાં, તદ્દન જુદી જ જાતની છે. અર્થાત તે શક્તિ અવાજના ભેદ પારખવાની અને તેનું વર્ગીકરણ કરવાની હોય છે. મનુષ્યનાં શારીરિક બંધારણમાં ચક્ષુ સર્વથી ઉચ્ચમાં ઉચ્ચ અને અત્યંત જટીલ રચનાવાળી જેવામાં આવે છે. બીજી સર્વ ઈક્તિ કરતાં મન સાથે તે અધિક વ્યવહાર રાખે છે; અર્થાત ચક્ષુ અને મન વયે જાગૃત અવસ્થાના બધા જ કાળમાં સંદેશા ચાલતા જ રહે છે. ઘણે દુર બનતા વ્યતિકરને તે પોતાની કક્ષામાં લાવી તેનું ભાન મનને કરાવી શકે છે. વિશ્વને પ્રત્યેક પદાર્થ અમુક પ્રકારના આં. દોલનની ગતિમાં હોય છે. આ આંદોલન ઉપરના પ્રકાશનાં કારણે ચક્ષુના પ્રદેશ ઉપર અથડાવાથી તે પ્રદેશના જ્ઞાનતંતુઓમાં એક પ્રકારને ક્ષોભ ઉત્પન્ન થાય છે. આ ક્ષેભનો અર્થ મન તેના વિકાસ અનુસાર કરીને તે તે પદાર્થનું બાહ્ય સવરૂપ નક્કી કરે છે. હું અહીથી એક વૃક્ષ જોઉ છું. તેમાં વસ્તુત: હું વૃક્ષને પિતાને સીધી રીતે જેતે નથી. પરંતુ તે વૃક્ષ આંદોલનની જે કળામાં છે તે આંદોલનને વૃક્ષ ઉપરના પ્રકાશનાં કારણે મારા ચક્ષુપ્રદેશની મર્યાદામાં લાવી રજુ કરે છે, અને તે For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦. શ્રી આત્માનંદ પ્રકાશ, કીરણના ત્યાં અથડાવાથી છે પ્રદેશગત વિશિષ્ટ જ્ઞાનતંતુઓમાં એક પ્રકારનો ક્ષોભ, ગતિ, વિકાર, અથવા સ્પંદન ઉપસ્થિત થાય છે. આ ભનો મારા મનવડે જે અર્થ ઉત્પન્ન થયે તે વસ્તુત: મારૂ વૃક્ષનું જેવાપણું છે. ખરી રીતે બધી જ ઈનિ. એના વિષયની બાબતમાં આપણે બહારની સુષ્ટિનું અપક્ષ સીધું દર્શન કરી શકતા નથી, પરંતુ બાહ્ય વિશ્વનું મન અને ઈન્દ્રિયે મારફત ઉત્પન્ન થતું એક પ્રતિબિંબ જોઈએ છીએ. ઘણુજ ચેડા મનુષ્યને એ ખ્યાલ હોય છે કે આપણું જીવન કેવળ આંતરિક છે; કેમકે તમે જે કાંઈ જુઓ છો, સાંભળે છે, ચાખે છે, સુંઘે છે અને સ્પર્શે છે તે મનનાં જ ચિત્ર છે, અને તે ચિંગે ઈન્દ્રિમાં રહેલા ખાસ પ્રકારના જ્ઞાનતંતુઓમાં ઉપસ્થિત થતા ક્ષેભથી ઉત્પન્ન થએલાં હોય છે. મનુષ્યની ચક્ષુ પ્રકાશના અમુક જ કળા (degree) ના આંદોલનો ડવા માટે લાયક હોય છે. વિજ્ઞાનનું એમ માનવું છે કે મંદમાં મંદ પ્રકાશના આંદોલન એક સેકન્ડમાં પીસતાળીસના આંકડા ઉપર તેર મીંડા ચઢે એટલી સંખ્યામાં હોય છે, અને જવલંતમાં જ્વલંત પ્રકાશના આંદોલનો એક સેકન્ડમાં પંચોતેર ઉપર તેર મીંડા ચડે એટલી સંખ્યામાં હોય છે. ઉપરની સંખ્યાથી ઓછા અથવા વધારે આ દેલવાળો પ્રકાશ મનુષ્યના ચક્ષુની મયાદામાં આવતો નથી. જોકે અમુક પ્રકારના યંત્રવડે તે પ્રકાશની ગતિ અને સ્વરૂપ નક્કી કરી શકાય છે. ઉપરની સંખ્યાથી વધારે અથવા ઓછા આંદેલને વાળો પ્રકાશ, અને એક સરખી રીતે આપણને સંધીક્કાર રૂપે ભાસે છે; કેમકે તે સંખ્યાથી ઓછા દેલવાળો મંદ પ્રકાશ આપણી ચક્ષુ ઉપર કાંઈજ અસર ઉપજાવતું નથી અને તે કરતાં વધારે આંદેલને વાળે પ્રકાશ ઝીલવા માટે તે નાલાયક હોય છે. જુદા જુદા ભાસતા રંગોનું સ્વરૂપ પણ તે તે પદાર્થોના આંદોલનની ગતિ વડે નિમય છે. એ આંદોલનની ગતિમાં ન્યાધિક થતાં આપણી દૃષ્ટિમાં રંગનો પણ ફેરફાર ભાસે છે. બુદ્ધિમાને કહે છે કે લાલ રંગ સર્વ કરતાં ન આંદેલનો વાળ હોય છે, અને જાંબુડી (violet ) સર્વ કરતાં ત્વરિત આંદોલનવાળો હોય છે. પીળો, નારંગી, લીલે, આસમાની વિગેરે મધ્યમ ગતિવાળા હોય છે. ઉપર પ્રમાણે ઈન્દ્રિયનાં સ્વરૂપની સંક્ષિપ્ત રૂપરેખા છે. આત્માને જ્ઞાનોપાર્જન માટે નિસર્ગશક્તિએ મન અને ઇન્દ્રિયના અદ્દભુત યંત્રો આપેલા છે, અને રચનાનું કૈશલ જેમ બારીકાઈથી જોઈએ છીએ તેમ તેમ આશ્ચર્ય અને આનંદમાં અધિક અધિક નિમગ્ન થતા જઈએ છીએ. આપણને જ્ઞાન મેળવવાની ખરી જીજ્ઞાસા હોય તે આ સંચાકામને બને તેટલી ઉત્તમ સ્થિતિમાં નીભાવવા આપણે સદા તત્પર રહેવું જોઈએ, એટલું જ નહીં પણ તે સંચાને ખીલવીને તેને બને તેટલે અધિક For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધારા, ૧૪૧ બળવાન, કાર્યકર, અને આજ્ઞાનુસારી બનાવવા જોઈએ. મન અને ઈન્દ્રિયેને આત્માના વિકાસમાં કેવી રીતે સહાયક બનાવવા, તેની ખીલાવટ કરીને તે દ્વારા આત્માને પરમ ઉન્નત્તિના માર્ગે કેવી રીતે વાળવો એ એક જુદા જ લેખને વિષય થઈ શકે છે. અત્રે અમે મન અને તેનાં બાહ્ય સાધન-ઈન્દ્રિયોની-અ૮૫ વિવેચના પૂર્વક વિરમીએ છીએ. સુધારે. ૧ ગયા અંકમાં પાને ૫માં ૧૪મી લીટીમાં દહાડે છપાયેલ છે તેને બદલે દાટ સમજવું. તેજ પેજમાં ૨૩ મી લાઈનમાં અકળાઈને બદલે અલપાઈ સમજવું. તેજ અંકના ૯૬ મા પિજનાં ૨૦ મી લાઈનમાં ઈ-ચક ને બદલે તે વગર તો ઈન્દ્રચક પણ સમજવું. તેજ પેજની ૨૬મી લાઈનમાં ત્યારેજને બદલે ત્યારે જ તે સમજવું. તેજ અંકના ૯૮ પેજની ૨૦ મી લાઈનમાં અમુકને બદલે અચુક સમજવું. ૯ મા પેજની ૧૫ મી લાઇનમાં ભાવનાઓને બદલે ભાવનાઓ તે સમજવું. ૨ ગયા અંકના ૧૧૪ મા પેજમાં વર્તમાન સમાચારવાળા લેખનાં બીજ પેરાગ્રાફમાં મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી ઉમંગવિજયજી છપાયેલ છે તેને બદલે મુનિરાજ શ્રી વિવેકવિજયજી (તપસ્વી) ના શિષ્ય શ્રી ઉમંગવિજયજી પંન્યાસ એમ સમજવું. વર્તમાન સમાચાર. આપણી માનવંતી કોન્ફરન્સનું બારમું અધિવેશન સાદરી–મારવાડ મુકામે તા. ર૪-૨૫૨૬ પિશ સુદ ૨-૩-૪ ના રોજ ભરવાનું નક્કી થયું છે. મારવાડ પ્રદેશમાં આ સંમેલન અધિક વિજયવંત નિવડે એમ અમે અંત:કરણપૂર્વક ઈચ્છીએ છીએ. મારવાડમાં કેળવણીનો પ્રચાર અલ્પ અને ત્યાંના જેન બંધુઓ આવા કાર્યોથી અજાણ છે જેથી આ સંમેલનથી એ પ્રદેશના જૈન બંધુઓ અવશ્ય કેળવણી જેવા કાર્યને લાભ લેશે અને ગુજરાત કાઠીઆવાડ વગેરે જેન બંધુઓના પરિચિત થતાં અરસપરસ ધર્મને અને ઐક્યતા વધશે. પ્રમુખ તરીકે હુશીયારપુર પંજાબ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ શ્રી આત્માનંદ પ્રકાશ. નિવાસી શેઠ દોલતરામજી જેનીની ચુંટણી થઈ છે. જેઓ એક ખરેખર ધર્મવીર પુરૂષ છે. દેવગુરૂના પરમ ઉપાસક છે. સન્માનકારિણી કમિટીના પ્રમુખ શેઠ નથમલજી ગમલજી રાઠેડ અને શેઠ નીહાલચંદ રૂપચંદજી ધેકાની નીમનેક થયેલી છે જે આવકારદાયક છે. ટાઈમ ઘણો જ ડે છે છતાં પણ દરેક જૈન બંધુઓને હાજરી આપી તે કાર્યમાં ભાગ લેવા નમ્ર સુચના કરીએ છીએ. ગ્રંથાવલોકન. ૧ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભાગ ૩ જે. શ્રી સાહિત્ય પ્રકાશક મંડળ જામનગર તરફથી અમોને અવકન અર્થે ભેટ મળેલ છે. આ ગ્રંથના ભેજક મુનિરાજશ્રી વિનયવિજયજી મહારાજ છે કે જેઓ શ્રીમાન વિજયાનંદ સૂરિ, (આત્મારામજી મહારાજ ) ના પરિવારમંડળના શ્રીમાન ઉપાધ્યાયજી ધીરવિજયજી મહારાજના શિષ્ય છે. આ ગ્રંથ તે વિષયના માટે ત્રીજો ભાગ છે. આ ત્રીજો ભાગ વાંચતાં પ્રથમ બંને ભાગ કરતાં ઘણું સામાજિક અને ઉચા વિપો દાખલ કરેલા જણાય છે. આ સંગ્રહ દરેક ધર્મને માનનીય થઈ પડે તેવો છે. ઉતા મહાત્માને આ પ્રયાસ સ્તુતિપાત્ર છે તેટલું જ નહીં પરંતુ ભાષણ કરવા શીખનાર જિજ્ઞાસુને તે આલંબનરૂપ છે. આવા ગ્રંથ સામાજિક સાહિત્ય ગ્રંથોમાં એક સારે વધારે કરે છે. ત્રણ ભાગો વાંચવાની દરેક મનુષ્યને અમે ભલામણ કરીયે છીયે. ઉક્ત મુનિ મહારાજે ન ધર્મના ગ્રંથ માંહેના ઉપયોગી વિષયની એક ગાઈડ બનાવી છે. જેને પ્રથમ ભાગ અમારા તરફથી પ્રસિદ્ધ થયેલ છે. ઘણો જ પ્રયાસ કરી આ સંગ્રહ કરી આ ગ્રંથ લખી આપવાથી સમાજ ઉપર ઉક્ત મુનિરાજ એક પ્રકારના ઉપકાર કરે છે. આવું સાહિત્ય વધારે પ્રમાણમાં પ્રસિદ્ધ થાય એમ અમે ઇચ્છીએ છીએ. આ ગ્રંથ ઉપરના શીરનામથી લખવાથી મળી શકશે. કીંમત રૂ. ૨-૮-૦ ૨ ચારૂપનું અવલોકન ઉપરના નામનો ગ્રંથરૂપે શ્રી ચારૂપ જૈન તીર્થને લવાદોથી અપાયેલ ફેસલે, ચાલેલે કસ અને તે સંબંધી ઉઠેલ ચર્ચા વગેરેને સંપૂર્ણ રીપોર્ટ તેના પ્રકાશક શાહ મંગળચંદ લલચંદ તથા શાહ ચુનીલાલ મગનલાલ ઝવેરી પાટણવાળા તરફથી અભિપ્રાય અર્થે ભેટ મળેલ છે. આ ગ્રંથનું નામ જ ચારૂપનું અવલોકન એવું છે તો તેનું અવલોકન ખાસ કરવા જેવું રહેતું નથી; કારણકે તટસ્થ વ્યક્તિ આ ગ્રંથ વાંચે તે સહજ અભિપ્રાય બાંધી શકે તેવું છે કે ચારૂપનું જે સમાધાન લવાદીથી થયું છે તે યોગ્ય છે એટલું જ નહીં પરંતુ તે લવાદ શેઠ પુનમચંદજી કરમચંદજી કઢાવાળાએ તે વખતે દીર્ધદષ્ટિ વાપરી યોગ્ય નિર્ણય આપી જેન અને સ્માત પ્રજા વચ્ચે કલેશ (પાટણ મહાજનને કલેશ) ફેસલે આપી દૂર કર્યો છે. જોકે તે વખતે For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર. ૧૪૩ ત્યાંના કેટલાક ગૃહસ્થ કે જેને આ ફેસલો અંદરના કેઈ અંગત કારણથી કે ગમે તે કારણથી નહીં રૂચવાથી હેબીલ અને પેપરો દ્વારા એક તરફી લખાણ કરી સમાજના કેટલાક જૈન મુનિમહારાજ અને જેન બંધુઓને ઉંધે રસ્તે દેરવ્યા હતા, અને તેવા સંગમાં બીજી બાજુની હકીકતની ગેરહાજરીએ તેમ બન્યું હોય તે પણ હવે તેવા મહાશયને આ ગ્રંથ વાંચવાથી ખાત્રી થશે કે તે વખતે બીજાઓના દોરવવાથી માત્ર એકપક્ષીય ગમે તેવો અભિપ્રાય અપાણે હતો પરંતુ ખરી વસ્તુસ્થિતિ લવાદનો ફેસલે યોગ્ય હતો તે અજવાળામાં આવી શકે તેવું છે. ઘણી વખતે સમાજમાં આવા કે બીન જાતના પ્રસંગોએ બંને બાજુની તપાસ કર્યા વગર અંધશ્રદ્ધાથી કે ન્યાયબુદ્ધિની ગેરહાજરીથી કે બંને બાજુ તપાસ્યા સિવાય કોઈ પણ બાબતમાં વિશ્વાસથી અભિપ્રાય ન આપવું જોઈએ છતાં તેવો વિશ્વાસ રાખી કેળાહળ ઉઠે છે-કલેશ થાય છે. જેથી અમારી નમ્ર સુચના છે કે દરેક મનુષ્યોએ બંને બાજુ તપાસી ન્યાય કે અભિપ્રાય આપ તે ચે.ગ્ય છે. તેમ નહીં કરનારને આ ચારૂપ કેસની જેમ પાછળથી પિતાના વિચાર ફેરવવાને પ્રસંગ આવે છે. આ ગ્રંથના પ્રકાશકને અમે ધન્યવાદ એટલા માટે આપીયે છીયે કે સયાસત્યનો નિર્ણય આવા રીપોર્ટ બહાર પડ્યા સિવાય થઈ શકતું નથી અને આ કેસમાં તે નિર્ણય આ ગ્રંથ વાંચવાથી સહજ માલુમ પડશે કે લવાદે આપેલે ફેસ ન્યાય યુક્ત-સાયને અનુસરીને અને બે ધર્મો વચ્ચે કલેશ કાયમને માટે દૂર કરાવનાર અને જૈનધર્મને બાદ નહીં કરનાર છે. તે પછી લવાદ ઉક્ત પુનમચંદ કરમચંદ કેપટાવાળા સમાજના ધન્યવાદને પાત્ર હોય તેમાં નવાઈ નથી. - તાજી શાહ ઠાકરશી પદમશીને સ્વર્ગવાસ. ઉક્ત બંધુ ગયા આશો વદી ૫ ના રોજ સુમારે પીસ્તાળીસ વર્ષની વયે લગભગ ચાર પાંચ માસની બીમારી ભેગવી શહેર ભાવનગરમાં પંચત્વ પામ્યા છે. તેઓ સ્વભાવે સરલ, શાંત અને માયાળુ હતા. આ સભા ઉપર પ્રથમથી સારો પ્રેમ ધરાવતા હતા અને સભાના સભાસદ હતા. તેઓના સ્વર્ગવાસથી તેમના મિત્રમંડળે એક મીટીંગ મેળવી દીલગીરી જાહેર કરી હતી. તેમના અભાવથી આ સભા પિતાની દીલગીરી જાહેર કરે છે અને તેમના આત્માને શાંતિ મળે એમ ઇરછે છે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'શો આમાનંદ પ્રકાશ. શેઠ ચુનીલાલ નાનચંદનો સ્વર્ગવાસ. પાટણ નિવાસી બંધુ ચુનીલાલભાઈ સુમારે સડસઠ વર્ષની ઉમરે શહેર મુંબઇમાં ગયા માસમાં પંચત્વ પામ્યા છે. તેઓ પાટણના વતની છતાં ધંધાર્થે મુંબઈમાં રહેતા હતા. તેઓ એક ખરેખરા ધર્મવીર પુરૂષ હતા. દેવગુરૂ ધર્મના અડગ શ્રદ્ધાવાળા હતા. આ સભા ઉપર પૂર્ણ પ્રેમ ધરાવતા હતા. સભાના લાઈફ મેમ્બર હતા. સાર્વજનિક કાર્યોમાં પણ તેઓને હિમસે હતું, જેને લઈને આપણું કન્ફરન્સ થઈ ત્યારથી જ લગભગ એડીટર તરીકેનું કાર્ય શહેરે શહેર અને ગામેગામ ફરી નિ:સ્વાર્થવૃત્તિઓ કરતા હતા. આવા એક ધર્મરત્ન પુરૂષના અભાવથી જેન કેમે તેમજ આ સભાએ એક નરરત્ન ખરેખર ગુમાવ્યો છે. જેને માટે સભાને સં. પૂર્ણ દીલગીરી થાય છે. તેમના પવિત્ર આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ તેમ ઈછીએ છીએ. ઝવેરી હીરાચંદ લીલાધરનું ખેદજનક મરણ જામનગર નિવાસી બંધુ ઝવેરી હીરાચંદ લીલાધર તા. ૨૮-૧૧-૧૯ ના રેજ પોતાના વતનમાં સ્વર્ગવાસ પામ્યા છે. બંધુ હીરાચંદ ઉત્સાહી અને અ ભ્યાસી યુવક હતા. ઈગ્લાંડ જઈ કોમર્સને અભ્યાસ કરી તે પરીક્ષા પસાર કરી હતી અને અત્રે આવી કર્મકલાસ ખેલી જેનેને પિતાના તે બહોળા જ્ઞાનનો લાભ આપ્યો હતે. ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ હતું જેને લઈને પ્રતિક્રમણની વિધિ અને ક્રિયાના હેતુઓ માટે ખાસ એક ગ્રંથ તૈયાર કરવાના હતા. તેઓ સ્વભાવે મને ળતાવડા, અને સરલ હતા. તેઓ આ સભાના કાર્યથી સંતોષ પામી તેઓ સભાસદ થયા હતા. ઉપરાંત સારી લાગણી ધરાવતા હતા. તેમના અભાવથી જેન કોમે એક ઉત્સાહી સુશિક્ષિત એક નરરત્ન ગુમાવ્યું છે. તેમના સ્વર્ગવાસથી આ સભાને પણ પૂર્ણ ખેદ થાય છે તેમના આત્માને શાંતિ મળે એમ ઈચ્છીએ છીએ. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજય મહાતીર્થ સ્તવનાવલી. પરમ પવિત્ર શ્રી શત્રુ ંજય તીર્થંની યાત્રા અને ભક્તિ કરવાના એક સાધન નિમિત્તે અમેએ આ મુક પ્રસિદ્ધ કરી છે. જેમાં પ્રચલિત અને નવીન અનેક ચૈત્યવ ંદન, સ્તુતિ, નામ વર્ણન, સ્તવના વગેરેને સંગ્રહ કરવામાં આવેલા છે. સાથે નવાણુ પ્રકારી પૂજા એ શ્રીમદ્ વીવિજયજી મહારાજ તથા મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ કૃત દાખલ કરવામાં આવેલ છે. પેકેટમાં રહી શકે માટે કદ લઘુ કરવામાં આવેલ છે, સાથે યાત્રાના પર્વ દિવસેાનું વર્ણન પણ આપવામાં આવેલ છે. ઉંચા કાગળા ઉપર સુંદર ગુજરાતી ટાઇપમાં શુદ્ધ રીતે છપાવવામાં આવેલ છે. ટાઇ૮૯ (પુ ુ) પણ રંગ છે રંગી સુંદર બનાવવામાં આવેલ છે. પરમ પવિત્ર આ તીર્થની યાત્રા અને ભક્તિ કરનારા બંધુઓ માટે એક ઉત્તમ સાધન અને ચાજના કરવામાં આવેલ છે. મુદ્દલથી પણ કિમત ઓછી રાખવામાં આવેલ છે. કિ ચાર આના, પે॰ જુદું. અમારે ત્યાંથી મળી શકશે. છે સંસ્કૃત ગ્રંથ. મુનિમારાજ, સાધ્વી મહારાજ તથા જ્ઞાનભંડાર વગેરેને પ્રથમ મુજબ નીચે લખેલા સં સ્કૃત ગ્રંથે ભેટ આપવાના પ્રસિદ્ધ થયા છે, સભાના ધારા મુજબ આર્થિક સહાય આપનારની ઇચ્છા મુજસ્થ્ય મુનિરાજ તથા સાધ્વી મહારાજને તેઓશ્રીના સમુદાયના વડિલ વિદ્યમાન ગુરૂ મહારાજ મારફત પત્ર લખી કાઇ પણ શ્રાવકના નામે ગ્રંથા ભેટ મંગાવવા. અત્યારે યુનિરાજ તથા સાલ્વી મહારાજની એટલી બધી માંગણી થયા કરે છે કે દરેકે દરેક મહાત્માને ભેટ આપ તે પહેાંચી શકીયે તેમ નથી, સંસ્કૃતના સારા અભ્યાસી મુનિમહારાજાએ ઉપર મુજબ ગુરૂમહારાજ દ્વારા મ ંગાવવા કૃપા કરવી. તે સિવાય મંગાવતાં નહીં મેાકલવાના સભાના ધારા હોવાથી પત્રનો જવાબ ન મળે કે પ્રથા સભા બેટ ન માકલે તેા ખાટુ લગાડવાનુ* કારણ નથી. આ વખતે નીચેના ગ્રંથા પ્રસિદ્ધ થયા છે. ? પંચમ ત્રણ—( કેમ ગ્રંથના ખાસ અભ્યાસી મુનિરાજ કે સાધ્વીમહારાજે જ મગાવવા કૃપા કરવી ). ૨ ષડન સમુચ્ચય માટી ટીકા—( ન્યાયના અભ્યાસી મુનિરાજને ઉપયાગી હાવાથી તે ઓશ્રીએ જ મ’ગાવવા કૃપા કરવી). ૩ શ્રાદ્ધવિધિ, ૪ બહેતૂય, ૫ ધમ પરિક્ષા, ૬ સત્તસય ઠાણા સટીક, ૭ ટ્રોપદી સ્વયંવર નાટક—— આ નાટકના ગ્રંથ અ સહાય મળેલ હોવાથી અર્ધી કીંમતે એટલે માત્ર એ આના કિંમતથી આપવામાં આવે છે ). આ વખતે ગ્રંથા મોટા હોવાથી પોસ્ટમાં મેકલતા વધારે ખર્ચ આવે છે જેથી રેલવે પારસલથી મેાકલી શકાય તેમ છે, જેથી પેકીંગચા, કંતાન વગેરેના સાત ગ્રંથાના ચાર આના ખય આવે છે જેથી જે જૈનબંધુના નામ ઉપર મેાકલવાના હોય તે અમાને તે ખર્ચ, માકલી આપે તેમ સૂચના કરવા નમ્ર વિનંતિ છે. અમારા માનવતા લાઇ, મેબરા જે સંસ્કૃતના ખાસ અભ્યાસી અને ખપી હોય તેમણે ધારા મુજબ ભેટ મંગાવવા, અને જે જે બંધુઓને આવા આ ગ્રંથ ઉપયાગી નથો, તેમની વતી વધારે પ્રમાણમાં મુનિમહારાજ અને જ્ઞાનભંડારાને પ્રથમ મુજબ ભેટ આપીશુ, જેથી તે તે લાઇક્ મેમ્બર બ એને તે રીતે પણ નાનાહારને પણ લાભ પ્રાપ્ત થશે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્રવ્ય પ્રાપ્તિ. ઘણા ખરા યુવાનોને દ્રવ્ય પ્રાપ્તિને પ્રેમ હોય છે, હું કહું છું ભલે હોય. તે ઈષ્ટ છે. એટલું જ નહિ પણ જેમનામાં તે ન હોય તે.જે મારા મિત્ર હોય તો તે ભાગ્યે જ તેમને તેવા પ્રેમની ભલામણ કર્યા વિના રહે. તમારી ભૂલ છે. સુખને આધાર સદ્દગુણ પર છે, સુખને આધાર મનની વિશુદ્ધતા અને શાંતિ પર છે; બાહ્ય વસ્તુ પર નથી. એ હું સ્વીકારું છું. પણ હું એટલું જ પૂછીશ કે આ વિશુદ્ધતા, આ શાંતિ કેટલી બધી વાર ગરીબાઈમાં નષ્ટ થાય છે? ગરીબાઈ એટલે દુર્ગુણને લાલચ, ગરીબાઈ એટલે કેટલેક અંશે અમિત્રતા, ગરીબાઈ એટલે કે સામાજીક તિરસકાર, ગરીબાઈ એટલે દેવાની ધાસ્તી, અને દેવાની ધાસ્તી એટલે માનસિક વિક્ષોભ. ખરું છે કે અપવાદ હોઈ શકે છે, પણ તે વિરલ પુરૂષોમાં જ જોવામાં આવે છે. જે તમને એમ શિખવવામાં આવ્યું હોય કે દ્રવ્ય કંઈ જ નથી તે એટલું શિક્ષણ ભૂલી જાઓ, તેમાં સુધારો કરે કે વસ્તુતઃ તે કંઈ જ નથી, વસ્તુતઃ દુનિયામાં ઘણું ખરું બધું જ સાધનરૂપ છે, પણ સાધનરૂપ છે માટે જ તે છે, અને તે અગત્યનું છે. કપડાં પણ માત્ર નગ્નતાને ઢાંકનારાં સાધન છે, અને તેટલા માટે અગત્યનાં છે. આપણે તેને તિરસ્કાર નથી કરતા તે દ્રવ્યને શા માટે? દરેક માણસે શ્રીમંત બનવું. શા માટે ન બનવું? દ્રવ્ય પ્રાપ્તિના પ્રયનેમાં હરીફાઈ છે, અને હરીફાઈમાં પ્રગતિનું બીજ છે. પણ ખરી શ્રીમંતાઈ છે શ્રીને ધરાવવામાં નથી પણ શ્રીના ઉપયોગમાં છે, જેટલે અંશે તે ઉપયોગ વધારે તેટલે અંશે શ્રીમંતાઈ વધારે એટલે અંશે તે ઉપયોગ ઉચ્ચતર તેટલે અંશે શ્રીમંતાઈ ઉચ્ચતર. જેની પાસે દ્રવ્ય છે છતાં દુનિયાની ઉન્નતિ સાધવાને તે પ્રયત્ન કરી શકતા નથી, જેની પાસે દ્રવ્ય છે છતાં હજારે કકળતા ભાઈ બહેનના કકળાટ તે કમી કરાવી શકતું નથી, જેની પાસે દ્રવ્ય છે તે છતાં દેશની અને સાથે સાથે આત્માની ઉન્નતિ તે કરી શકતા નથી, તે દ્રવ્યવાન નથી પણ દ્રવ્યહીન છે. સાધનરૂપ દ્રવ્ય તેની પાસે છે જ નહિ. માટે તે ગરીબથી પણ વધારે ગરીબ છે. તે કદરી છે, તે દયાને પાત્ર છે. શા માટે? તે તિરસ્કારને પણ પાત્ર છે.” નિવૃત્તિ વિદ. For Private And Personal Use Only