________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'શો આમાનંદ પ્રકાશ.
શેઠ ચુનીલાલ નાનચંદનો સ્વર્ગવાસ. પાટણ નિવાસી બંધુ ચુનીલાલભાઈ સુમારે સડસઠ વર્ષની ઉમરે શહેર મુંબઇમાં ગયા માસમાં પંચત્વ પામ્યા છે. તેઓ પાટણના વતની છતાં ધંધાર્થે મુંબઈમાં રહેતા હતા. તેઓ એક ખરેખરા ધર્મવીર પુરૂષ હતા. દેવગુરૂ ધર્મના અડગ શ્રદ્ધાવાળા હતા. આ સભા ઉપર પૂર્ણ પ્રેમ ધરાવતા હતા. સભાના લાઈફ મેમ્બર હતા. સાર્વજનિક કાર્યોમાં પણ તેઓને હિમસે હતું, જેને લઈને આપણું કન્ફરન્સ થઈ ત્યારથી જ લગભગ એડીટર તરીકેનું કાર્ય શહેરે શહેર અને ગામેગામ ફરી નિ:સ્વાર્થવૃત્તિઓ કરતા હતા. આવા એક ધર્મરત્ન પુરૂષના અભાવથી જેન કેમે તેમજ આ સભાએ એક નરરત્ન ખરેખર ગુમાવ્યો છે. જેને માટે સભાને સં. પૂર્ણ દીલગીરી થાય છે. તેમના પવિત્ર આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ તેમ ઈછીએ છીએ.
ઝવેરી હીરાચંદ લીલાધરનું ખેદજનક મરણ જામનગર નિવાસી બંધુ ઝવેરી હીરાચંદ લીલાધર તા. ૨૮-૧૧-૧૯ ના રેજ પોતાના વતનમાં સ્વર્ગવાસ પામ્યા છે. બંધુ હીરાચંદ ઉત્સાહી અને અ
ભ્યાસી યુવક હતા. ઈગ્લાંડ જઈ કોમર્સને અભ્યાસ કરી તે પરીક્ષા પસાર કરી હતી અને અત્રે આવી કર્મકલાસ ખેલી જેનેને પિતાના તે બહોળા જ્ઞાનનો લાભ આપ્યો હતે. ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ હતું જેને લઈને પ્રતિક્રમણની વિધિ અને ક્રિયાના હેતુઓ માટે ખાસ એક ગ્રંથ તૈયાર કરવાના હતા. તેઓ સ્વભાવે મને ળતાવડા, અને સરલ હતા. તેઓ આ સભાના કાર્યથી સંતોષ પામી તેઓ સભાસદ થયા હતા. ઉપરાંત સારી લાગણી ધરાવતા હતા. તેમના અભાવથી જેન કોમે એક ઉત્સાહી સુશિક્ષિત એક નરરત્ન ગુમાવ્યું છે. તેમના સ્વર્ગવાસથી આ સભાને પણ પૂર્ણ ખેદ થાય છે તેમના આત્માને શાંતિ મળે એમ ઈચ્છીએ છીએ.
For Private And Personal Use Only