________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
૧૪૩
ત્યાંના કેટલાક ગૃહસ્થ કે જેને આ ફેસલો અંદરના કેઈ અંગત કારણથી કે ગમે તે કારણથી નહીં રૂચવાથી હેબીલ અને પેપરો દ્વારા એક તરફી લખાણ કરી સમાજના કેટલાક જૈન મુનિમહારાજ અને જેન બંધુઓને ઉંધે રસ્તે દેરવ્યા હતા, અને તેવા સંગમાં બીજી બાજુની હકીકતની ગેરહાજરીએ તેમ બન્યું હોય તે પણ હવે તેવા મહાશયને આ ગ્રંથ વાંચવાથી ખાત્રી થશે કે તે વખતે બીજાઓના દોરવવાથી માત્ર એકપક્ષીય ગમે તેવો અભિપ્રાય અપાણે હતો પરંતુ ખરી વસ્તુસ્થિતિ લવાદનો ફેસલે યોગ્ય હતો તે અજવાળામાં આવી શકે તેવું છે. ઘણી વખતે સમાજમાં આવા કે બીન જાતના પ્રસંગોએ બંને બાજુની તપાસ કર્યા વગર અંધશ્રદ્ધાથી કે ન્યાયબુદ્ધિની ગેરહાજરીથી કે બંને બાજુ તપાસ્યા સિવાય કોઈ પણ બાબતમાં વિશ્વાસથી અભિપ્રાય ન આપવું જોઈએ છતાં તેવો વિશ્વાસ રાખી કેળાહળ ઉઠે છે-કલેશ થાય છે. જેથી અમારી નમ્ર સુચના છે કે દરેક મનુષ્યોએ બંને બાજુ તપાસી ન્યાય કે અભિપ્રાય આપ તે ચે.ગ્ય છે. તેમ નહીં કરનારને આ ચારૂપ કેસની જેમ પાછળથી પિતાના વિચાર ફેરવવાને પ્રસંગ આવે છે. આ ગ્રંથના પ્રકાશકને અમે ધન્યવાદ એટલા માટે આપીયે છીયે કે સયાસત્યનો નિર્ણય આવા રીપોર્ટ બહાર પડ્યા સિવાય થઈ શકતું નથી અને આ કેસમાં તે નિર્ણય આ ગ્રંથ વાંચવાથી સહજ માલુમ પડશે કે લવાદે આપેલે ફેસ ન્યાય યુક્ત-સાયને અનુસરીને અને બે ધર્મો વચ્ચે કલેશ કાયમને માટે દૂર કરાવનાર અને જૈનધર્મને બાદ નહીં કરનાર છે. તે પછી લવાદ ઉક્ત પુનમચંદ કરમચંદ કેપટાવાળા સમાજના ધન્યવાદને પાત્ર હોય તેમાં નવાઈ નથી.
- તાજી
શાહ ઠાકરશી પદમશીને સ્વર્ગવાસ. ઉક્ત બંધુ ગયા આશો વદી ૫ ના રોજ સુમારે પીસ્તાળીસ વર્ષની વયે લગભગ ચાર પાંચ માસની બીમારી ભેગવી શહેર ભાવનગરમાં પંચત્વ પામ્યા છે. તેઓ સ્વભાવે સરલ, શાંત અને માયાળુ હતા. આ સભા ઉપર પ્રથમથી સારો પ્રેમ ધરાવતા હતા અને સભાના સભાસદ હતા. તેઓના સ્વર્ગવાસથી તેમના મિત્રમંડળે એક મીટીંગ મેળવી દીલગીરી જાહેર કરી હતી. તેમના અભાવથી આ સભા પિતાની દીલગીરી જાહેર કરે છે અને તેમના આત્માને શાંતિ મળે એમ ઇરછે છે.
For Private And Personal Use Only