________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતિજ્ઞાન,
૧૩૭ વાળાને વાતાવરણની ગરમી કે ઠંડીનું પ્રમાણ મુદલ સમજાતું નથી. ઘણીજ ઠંડી લાગે અથવા ઘણીજ ગરમી પડે ત્યારે તેમને તેવા પ્રકારનું ઝાંખું ભાન થાય છે. પરંતુ તે શીષ્ણુતાની કળાનું degree ) તેમને જરાપણ ભાન હેતું નથી. આ ખામી પશુ સ્પર્શેનિદ્રયના વિકાસની જ ખામી સમજવાની છે.
યુરોપના કેટલાક વિદ્વાને સ્પશે નિદ્રયનું કાર્ય શરીરની સપાટી ઉપર છે એમ માનવા ઉપરાંત એમ પણ માને છે કે આપણું શરીરના અંદરના ભાગમાં જે સુધા અને તૃપાને અનુભવ થાય છે તે પણ તે ઈન્દ્રિયને જ કાર્યપ્રદેશ છે. આ માન્યતા એક રીતે વ્યાજબી જણાય છે. ફેર માત્ર એટલો જ છે કે આપણે માત્ર બહારની ત્વચા મારફત થતા અનુભવોને હીસાબમાં લઈએ છીએ ત્યારે ઉપરોક્ત વિદ્વાને અંત ત્વચા મારફત થતાં સંવેદનોને પણ લક્ષમાં લે છે.
સ્પર્શેન્દ્રિયની શક્તિ આખા શરીર ઉપર ફેલાએલી છતાં અમને એમ જણાય છે કે આંગળાંમાં તેના ખાસ પ્રભાવ છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તે આંગબાંમાં એ ઇન્દ્રિયનું ખાસ નિવાસ-સ્થાન અથવા અભિવ્યકિત છે. સારા વૈદ્યો દર. દીના શરીર ઉપર આંગળાં ફેરવી તેના શરીરાંતર્ગત વ્યાધિનું નિદાન કરી શકે છે, અને વાત, પિત્ત, કફમાં નું પ્રાધાન્ય છે તે કહી શકે છે. કેતરકામ કરનાર તેની બનાવટના કામ ઉપર જરા આંગળાં ફેરવી કયાં અપૂર્ણતા છે તે નક્કી કહી શકે છે. ઉંચા પ્રકારનાં રેશમ અને ઉનની જાતનાં કપડાંનું સ્વરૂપ બાહોશ પારખધારે, આંગળાંથી આંકી તેની કિંમત નક્કી કરે છે. અને જે શાલ આપણે પચીશ રૂપીઆની માનતા હોઈએ છીએ તે હુશીઆર ધંધાદારીઓ પિતાની આંગળીના સ્પર્શથી હજારો રૂપીઓની હેવાનું ચોક્કસ કહી શકે છે. ઉન, રેશમ અને કપાસના વડ પાડનારાઓની બાહે શી પણ આ સ્પર્શનિદ્રયની શકિત ઉપર અવલંબીને રહેલી હોય છે. કેટલાક અતિ ઉત્કટ પર્શશકિતવાળા મનુષ્ય આંખથી જોયા વીના હાથ ફેર. વિને તે ચીને રંગ પણ કહી શકે છે, કેમકે દરેક રંગને પણ અમુક પ્રકારને પર્શ હોય છે.
સ્વાદેન્દ્રિય સ્પર્શેન્દ્રિયનો એક અતિ ઉચ્ચ વિકાસ છે. ઘણા નામાંકિત વિદ્વાનો સ્વાદેનિદ્રયને જુદી ઈન્દ્રિય તરીકે સ્વીકારતા નથી. કેમકે ઉભયનું કાર્ય એક સરખું છે. કાંઈ તફાવત હેય તે તે માત્ર સામાન્ય વિશેષ છે. શરીરના બીજા ભાગો
જ્યારે શીત, ઉષ્ણ, કર્કશ, મુલાયમ વગેરે ભાવે અનુભવી શકે છે ત્યારે જીન્હા તે ઉપરાંત, સ્વાદને અનુભવ કરી શકે છે. આ ભેદ એ માત્ર પ્રમાણુનો ભેદ છે પ્રકારને ભેદ નથી એમ તેઓ માને છે. રસના પ્રદેશ ઉપર સ્પર્શેન્દ્રિયન સરિશેષ વિકાસ છે, એથી અધિક કશું જ ખરી રીતે નથી એમ કહે છે. નાક, કાન, અને આંખના માટે જે ખાસ રચા કુદરતે તે તે સ્થાનમાં ગોઠવ્યા છે તેવા જીભના પ્રદેશમાં ગોઠવ્યા
For Private And Personal Use Only