SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ શ્રી આત્માનદ પ્રકાશ. * નથી. જીભ જે જ્ઞાનતંતુથી પિતાને સદેશે મનને પહોંચાડે છે તે જ્ઞાનતંતુઓ, આખા શરીરની ચામડી ઉપર પથરાએલા જ્ઞાનતંતુઓ કરતાં જુદી જાતના નથી. માત્ર જીભના પ્રદેશ ઉપરના જ્ઞાનતંતુઓ સવિશેષ યોગ્યતાવાળા છે. જીભને સ્વાદનું ભાન થાય તે માટે કુદરતે તે સ્થાનની આસપાસ અમુક પ્રકારના રાસાયણિક દ્રવ પદાર્થો ગોઠવી રાખ્યા છે. આ રસ જે જીભને સહાય ન કરે તો સ્વાદ મુદ્દલ લાગતું નથી. મંદવાડમાં દરીદીને, જીભ તેની તે છતાં, પદાર્થોમાં સ્વાદ નથી આવતે તેનું કારણ એ હોય છે કે ઉપરોકત રસની નિષ્પત્તિ જીભ પાસેના ગ્રંથી સમુહમાંથી થતી હોતી નથી. આ ઇન્દ્રિય પશુ કરતાં મનુષ્યમાં ઘણું પ્રબળપણે ખીલેલી હોય છે, અને મનુષ્ય મનુષ્યમાં પણ એ શકિતના વિકાસ પર ઘણું મહત્વનો ભેદ અનુભવવામાં આવ્યો છે. દરેક પ્રકારના ઘઉં, ચોખા, બાજરી વગેરેમાં એક સરખે સ્વાદ હોતા નથી, છતાં જડી રસનાવૃત્તિવાળાને જમતી વખતે તેવો કાંઈ ભેદ માલુમ પડતો નથી દુધના શેખીને ઘણું ગાયમાંહેથી અમુક દુધ અમુક ગાયનું છે એમ ચેકસ કહી શકે છે, અને બે ગાયનું દુધ ભેગું કરેલું હોય છે તો તે પણ દુધના સ્વાદથી જાણી શકે છે. આ ઝીણવટ, રસનાશક્તિની તીવ્રતા દર્શાવનાર છે, અને તે એક પ્રકારને ઈન્દ્રિયવિકાસ છે. ધ્રાણેન્દ્રિય જીવ્હાની સાથે ઘણે નજીકનો સંબંધ ધરાવનારી છે, અને કાર્યમાં પણ ઉભયની સહચારીતા દશ્યમાન થાય છે. જીભ ઉપર પદાર્થનો સ્પર્શ થતાં જ તેના રજકણે ઉડીને ધ્રાણેન્દ્રિય આગળ હાજરી આપે છે, અને જીભે તેનો સ્વીકાર કરે કે કેમ તે બાબતની સલાહ પણ તે ઈન્દ્રિય મોકલે છે. આ રજકણે નાકના અંદરના પ્રદેશની અંતર્વચા ઉપર ચાટે છે; કેમકે તે ભાગ ભીનાશવાળે અને સિનગ્ધ હોવાથી તે દરેક જાતના ૨જકણેને એકદમ ઝીલી લઈ શકે છે, અને ત્યાં તેની ગંધનું સ્વરૂપ નક્કી થાય છે; અથાત એ ત્વચા ઉપરના વિશિષ્ટ જ્ઞાનતંતુઓ રજકના સ્પર્શથી ઉત્પન્ન થએલા આંદોલનને મન આગળ મોકલી આપે છે, અને મન તેમાંથી અમુક પ્રકારની ગંધનો અર્થ મેળવી લે છે. મનુષ્ય કરતાં પશુસૃષ્ટિમાં આ ઈન્દ્રિય બહુ બળવત્તર હા છે, કેમકે પશુના આહારના અન્વેષણને આધાર ફક્ત આ ઈન્દ્રિય ઉપર હોય છે. એમને જીવન-નિર્વાહ માટે આ ઇન્દ્રિયની શકિતના પ્રબળ વિકાસની ઘણી આવશ્યકતા હોય છે. આપણામાં પણ એવા અનેક ધંધા છે કે જેમાં આ ઇન્દ્રિયની સૂક્ષમતાની ઘણું જરૂર હોય છે. તમાકુ, અત્તર, આસવ, ગધીયાણું વિગેરેના વેપારમાં માલની પારખને આધાર આ ઇનિદ્રયની સૂક્ષમતા ઉપર છે. તેમના ધંધાની કૉન્ડ For Private And Personal Use Only
SR No.531197
Book TitleAtmanand Prakash Pustak 017 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1919
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy