SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ શ્રી આત્માનઢ પ્રકાશ તે મંત્રાની સૂક્ષ્મતા અને તેની ઘટનાની અદ્દભુતતાનેા કશે। આભાસ આવતા નથી. આ વિશ્વમાં પગલે પગલે પ્રતીત થતા પરમ વિસ્મયકર કોશનુ જેમને ભાન નથી તેમને ઇન્દ્રિયનાં સ્વરૂપની અદભુતતાના ખ્યાલ આવવેા અશકય છે સર્વ ઇન્દ્રિયામાં સ્પર્શેન્દ્રિય સહુથી પ્રથમ આત્માને પ્રાપ્ત થએલી છે. એકેન્દ્રિય જીવાને ફ્ક્ત આ સ્પર્શનીજ ઇન્દ્રિય હાય છે. આહારગૃહણુનું' કાર્ય પણુ આખા શરીર મારફત થતુ હાય છે; કેમકે તે માટેનું ખાસ ઇન્દ્રિયમંડળ તેમનામાં વિકસિત થયું હતુ નથી. આત્માને ઇન્દ્રિયાની સંખ્યા વધતી ગઈ તેમ તેમ આહારગૃહણનું કા આખા શરીર દ્વારા થતુ ન્યૂન થતુ ગયું અને શરીરના અમુક ભાગા તે કરવાને માટે ખાસ ચેગ્યતા ધરાવનાર થતા ગયા. સ્પર્શેન્દ્રિયનું સ્થાન આખા શરીર ઉપર વિસ્તારિત છે અને ત્વચાના સમસ્ત પ્રદેશ ઉપર જ્ઞાનતંતુએ ફેલાએલા હાઇને દરેક ઠેકાણેના રિપોર્ટ મનને પહોંચી વળે છે; પરંતુ તેમ છતાં સ્પર્શેન્દ્રિયના અંગે રહેલી શક્તિના વિકાસ આખા શરીર ઉપર એક સરખા હોતા નથી. કપડાંની સફાઈ અથવા ખડબચડાપણાના ખ્યાલ હાથનાં આંગળાંથી આવે છે તેટલે તે કપડુ શરીરના ખીન્ન ભાગ ઉપર લગાડવાથી નથી આવતે. ઠંડીની અસર આંખને નહી જેવીજ થાય છે; ત્યારે ઝીણા રઝકણના સ્પર્શ, જેની અસર શરીરના બીજા ભાગને મુદ્દલ થતી નથી, તે આંખ ઉપર સખ્ત અસર પ્રગટાવીશકે છે. પશુએ અને મનુષ્યેાની સ્પર્શેન્દ્રિયની શક્તિ ઉપલક નજરથી એક સરખી ભાસે છે; પરંતુ વસ્તુત: તેમ નથી. મનુષ્ય અને પશુના જે ખાસ ભેદ છે તે મનના વિકાસને બાદ કરતાં સ્પથેન્દ્રિયની શક્તિનેાજ મહુધા છે. સ્પર્શેન્દ્રિય સિવાયની ખીજી ચક્ષુ, ઘ્રાણુ, કર્ણ, રસનાની ઇન્દ્રિયા પશુઓને મનુષ્યના જેવીજ બલ્કે વધારે ોરદાર અને તીક્ષ્ણ હાય છે; પરંતુ સ્પર્શેન્દ્રિયની મામતમાં પશુ કરતાં મનુષ્ય ઘણા આગળ વધેલે છે. હાથ અને આંગળાંથી મનુષ્ય જે સ ંવેદન અનુભવી શકે છે તે પશુને મુદ્લ હાતુ નથી. Anaxagoras નામના વિદ્વાન તા એટલે સુધી કહે છે કે If animals bad hands and fingers, they should be like men. અર્થાત જો પશુને હાથ અને આંગળાં હુત તેા તેઓ મનુષ્યના જેવાજ ગણુાત. વજન પારખવું એ પણ સ્પર્શેન્દ્રિયનું કામ છે એ બહુ થાડા મનુષ્યેા જાણે છે. પદાર્થોનાં વજન નક્કી કરવામાં કેટલાક માણસેાની આંગળીએ એવી આબાદ હાય છે કે તેમના અનુમાનમાં એક રતી પણ ક્રૂર પડતા નથી; ત્યારે કેટલાક ખીન અનુભવીને, વજન હાથ ઉટાંકથા પછી પણુ, દશ શેર હશે કે અધમણુ તે પશુ સમ જાતુ હાતુ નથી. આ ખામી સ્પર્શેન્દ્રિયની શક્તિની છે. તે ઉપરાંત ગરમી અને ઠંડીનુ માપ કાઢવામાં પણ આ શક્તિના ઉપયાગ ડાય છે. કુશળ વૈદ્યો દરદીનાં શરીરને હાથ અડકાડીને તેમના શરીરની ગરમીનું પ્રમાણ ચેાક્કસ રીતે કહી શકે છે. આ અનુમાન પશુ ઉપરક્ત શક્તિવરે જ થાય છે. કેટલાક જાડી પ્રકૃતિ For Private And Personal Use Only
SR No.531197
Book TitleAtmanand Prakash Pustak 017 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1919
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy