________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતિજ્ઞાન.
૧૩૫
પિતાની નિરાળી સ્થિતિ અને ગતિ ભેગવી રહી હશે. અલબત, એ જી પણ ભૌતિક દેહસંપન્ન અને ભિન્ન ભિન્ન જાતિ તેમજ વર્ગના હશે, પરંતુ આપણે કે જેઓ પાશવ બંધારણની મર્યાદાઓ વડે પ્રતિબદ્ધ છીએ, તેમની દષ્ટિમર્યાદામાં એ સૃષ્ટિ આવી શકે નહી. નિસર્ગની નિખિલ શક્તિનું માપ શું મનુષ્યની ભૌતિક ચક્ષુઓ કદી પણ કાઢી શકે ખરી ? અને આપણી વર્તમાન ઈન્દ્રિયોને પ્રતીત ન થઈ શકે એવું શું એ મહાન શક્તિ (કુદરતે) કાંઈજ સરયું નહી હોય? નહી, નહી. વસ્તુસ્થિતિ એથી ઉલ્ટી જ હેવી સંભવે છે. અમને તો એમ ભાસે છે કે વસ્તુતઃ
સપણે એમ ઉલ્ટી જ છે.”
આપણી વર્તમાન ઈન્દ્રિની મર્યાદિત સ્થિતિને ખ્યાલ કરાવી હવે ઇન્ડિચોનાં કાર્યનાં વિવેચનમાં ઉતરીશું.
ઇન્દ્રિયેનું શું કાર્ય છે એ સંબંધે સુવિખ્યાત મનોવિદ્યાભિજ્ઞ પ્રોફેસર બેન કહે છે કે-“A sensation is the mental impression, feeling or conscious state, resulting from the action of external things on some part of the body.” અર્થાત–શરીરના કોઈ પણ ભાગ ઉપર બહારના પદાર્થોની ક્રિયાથી ઉદભવતી મનોમય અસર, લાગણું અથવા ભાનવાળી અવસ્થા એનું નામ ઇન્દ્રિયસંવેદન છે. પ્રત્યેક ઈન્દ્રિયમંડળની રચના એવા પ્રકારની હોય છે કે અમુક જ પ્રકારના બાહ્ય વસ્તુના સંનિકર્ષથી અમુક પ્રકારના આંદોલને તેમાં પ્રગટે છે અને તે આંદેલને મન આગળ રજુ થતાં મન તેમાંથી અમુક પ્રકારનો અર્થ ઉપજાવે છે. દરેક ઈન્દ્રિય પોતાના વિષયને લગતા જ પદાર્થોનું ગ્રહણ કરે છે, ચક્ષુ માત્ર પ્રકાશના તરંગેનું ગ્રહણ કરે છે. અને તે વડે ઉપજતા જ્ઞાનતંતુગત સ્પંદન મન આગળ પહોંચાડી દે છે. તે જ પ્રમાણે કણેન્દ્રિય સ્વરના તરંગેનું ગ્રહણ કરે છે; પરંતુ સ્વરતરંગે હવાનું કાર્ય ચક્ષુ અને પ્રકાશના તરંગે રૂડણ કરવાનું કાર્ય કર્ણપ્રદેશ કદી જ કરતો નથી. આવા પ્રકારની આપણું વર્તમાન ક્ષયપશામજન્ય અવસ્થા છે. અથોત પ્રત્યેક ઈન્દ્રિય પોતાને નિયત થયેલા સંવેદનાજ નેધે છે. પિતાના નિયત પ્રદેશથી બહારના સંવેદનેને તે પોતાનાં રજીસ્ટર ઉપર ચઢાવતી નથી. પાંચે ઈન્દ્રિયે અને જ્ઞાનતંતુઓનો સમુહ એ બધા મનના અનુચરે છે અને બાહ્ય વિશ્વમાં બનતા બનાવથી માહિતગાર થવા માટે તે દરેકને મન તરફથી અમુક અમુક કાર્ય સોંપવામાં આવ્યું છે.
આપણે નિત્યના પરિચયથી આ ઈન્દ્રિયોનાં કાર્ય સાથે એવા તે ટેવાઈ ગયા છીએ કે તેમનાં કાર્યનાં અવલોકનથી આપણને સહેજ પણ નવાઈ ભાસતી નથી. જેમ સૂર્ય ઉદય થવામાં અને અસ્ત થવામાં, રૂતુઓની નિયમિત ગતિમાં, ચંદ્ધતિના કમપૂર્વક સંવર્ધન અને ક્ષયમાં આપણને હમેશના સહવાસથી કશીજ અદ્દભુતતા ભાસતી નથી તેમ આપણી ઇન્દ્રિયની રેજની કાર્યપ્રણાલીમાં આપણને
For Private And Personal Use Only