________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
શ્રી આત્માનંદ પ્રકાશ.
વધારે થાય છે તે નવી ઈન્દ્રિના પ્રભાવથી આ પ્રતીત થતું વિશ્વ ફીટીને તે સ્થાને એક જુદા જ પ્રકારનું, વિસ્મયકારક, વિશાળતર વિશ્વ પ્રગટી આવે.”
અધ્યાત્મવિદ્યાના મહાનુભાવ પુરૂષ એમ જણાવે છે કે એકજ આકાશના ખંડમાં પ્રકૃતિતત્વના ભિન્ન ભિન્ન આંદોલનેવાળી અનેક પ્રકારની સૃષ્ટિએ પિતાનું નીરાળુ નીરાળુ અસ્તિત્વ ભોગવી રહી હોય છે અને તે આદેલવડે ઉપસ્થિત થતી પ્રકૃતિ તત્વની ભિન્નતાને લઈને એક પ્રકારની સૃષ્ટિ અન્ય પ્રકારની સૃષ્ટિને અવ કાશ આપવા સંબંધી કાંઈ પણ પ્રતિબંધ કરી શકતી નથી. આ જુદી જુદી સૃષ્ટિ. માં વસતા આત્માઓનું ઈન્દ્રિયવિષયક બંધારણ એવા પ્રકારનું હોય છે કે તે તે આત્માઓ પોતાની જ સૃષ્ટિનો અનુભવ કરી શકે અને પોતાની સૃષ્ટિ સિવાય અન્ય સૃષ્ટિનાં અસ્તિત્વની પણ તેમને કાંઈ ખબર ન હોય. આ દેહમાં છતાં પણું ઘણું યોગીજને પિતાની સ્થળ અને આપણી આ સૃષ્ટિ સાથે સંબંધ ધરાવતી ઇન્દ્રિયનાં કાર્યને ઉપશમાવીને કેઈ ઉચ્ચતર સૃષ્ટિનાં જીવનને અનુભવ કરી શકે છે. વસ્તુત: આ ઉચ્ચતર સૃષ્ટિ એ આપણું શાસ્ત્રોમાં કથેલી દેવકાદિ સૃષ્ટિમાં છે. આપણે અત્યારની સ્થિતિમાં એ સૃષ્ટિને કાંઈ અનુભવ કરી શકતા નથી તેનું કારણ ફક્ત એજ છે કે આપણી વર્તમાન ઈન્દ્રિયે આ સૃષ્ટિ સાથે જ સંબંધ ધરાવનારી છે અને ઉચ્ચતર સૃષ્ટિના આદેશને સાથે સંવાદ અથવા એકરાગતામાં આવી શકે તેમ કેળવાએલી હોતી નથી.
આકાશના એકજ પ્રદેશમાં આવી ભિન્ન ભિન્ન સૃષ્ટિઓનાં અસ્તિત્વ સંબંધી હવે આગળ વધેલા વૈજ્ઞાનિકોના હૃદયમાં પણ આભાસ થવા લાગ્યા છે અને જે અનુભવ આપણા પ્રાચીન મહાપુરૂષોને સેંકડો વરસે પહેલાં થયેલ હતું તે અનુભવની સહેજ ઝંખી તેમને થવા લાગી છે. Isaac Taylor (ઝાક ટેલર) નામના એક યુરોપીય વિદ્વાનોના મનમાં એમ કુરી આવ્યું છે કે-“It may be that within the field occupied by the visible and ponderable universe there is existing and moving another element fraught with another species of life-corporeal indeed and various in its orders, but not open to cognizance of those who are confine i to the conditions of animal organizatiou. Is it to be thought that the e, e of man is the measure of the Creator's powe?-and that He created nothing but that whieh He has exposed to our present senses? The contrary seems much more thau barely possible; ought We not to think it almost contain?” અથોત:–“એમ બનવા યોગ્ય છે કે
આ પરિદશ્યમાન અને જ્ઞાનગોચર વિશ્વ જે પ્રદેશમાં પોતાનું અસ્તિત્વ જોગવી રહ્યું છે તે જ પ્રદેશમાં જીવનનાં કેઈ વિભિન્ન પ્રકારનાં સવડે વસાએલી સૃષ્ટિ
For Private And Personal Use Only