________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
શ્રી આત્માનંદ પ્રકારા.
અને આજ કરતાં આવતી કાલે જરૂર વધારે આગળ વધાશે.” એ વિચાર પર સફ ળતાને મુખ્ય આધાર રહેલો છે. બીજા લોકોની સાથે તુલના અથવા સ્પર્ધા કરવી અને તેનાથી આગળ વધી જવાને ઉદ્યોગશીલ બનવું એ નિ:સંદેહ સ્તુત્ય છે, પરંતુ પિતાની જાતને જ પ્રતિદિન આગળ વધારવાને ઉદ્યોગ કરવા જેટલું તે સ્તુત્ય ન ગણાય. આત્મનિર્ભરતાથી એ વાત પ્રાપ્ત થાય છે અને એ વાતથી આત્મનિર્ભરતાની પ્રાપ્તિ થાય છે. બન્નેને પરસ્પર ગાઢ સંબંધ છે. આમ હેવાથી મનુષ્યમાત્રનું કર્તવ્ય છે કે સૈએ પોતપોતાની ઉન્નતિ સાધવામાં મગ્ન રહેવું અને મુશ્કેલી અથવા ભયને વખતે હતાશ બની જવું જોઈએ નહિ. કેટલીક મુશ્કેલીઓ એવા પ્રકારની હોય છે કે જ્યાં સુધી તેનાથી આપણે હીએ છીએ ત્યાં સુધી તે અત્યંત અસહા જણાય છે, પરંતુ જ્યારે તે મુશ્કેલીઓને જીતવાને પ્રયત્ન આદરવામાં આવે છે ત્યારે તે તુચ્છ ભાસે છે.
આત્મનિર્ભર મનુષ્ય બીજાઓના આશ્રયે કદિ પણ રહેતા નથી. તેઓ પિોતેજ પિતાને માટે વિચાર કરે છે, ઉઘોગ કરે છે અને પિતાના ઉપર જ નિર્ભર રહે છે. આ ઉપરથી એમ સમજી લેવાનું નથી કે આમ કરવામાં આપણે આપણું હિતચિન્તકની શિખામણ પણ સાંભળવી નહિ. જે તેઓ આપણને ખરા દિલથી માર્ગ બતાવે છે તે ઉપર આપણે અવશ્ય લક્ષ આપવું જોઈએ; પરંતુ જગતમાં સાચા હિતચિન્તકે ઘણું શેડા જોવામાં આવે છે. આપત્તિ અથવા ભયને સમયે સત્ય હિતચિંતકોની જરૂર પડે છે, પરંતુ પ્રાય: એવું જ જોવામાં આવે કે જેઓ ખરા મિત્રો બન્યા હોય છે તેઓ ભય અથવા દુ:ખ આવી પડે છે ત્યારે ખસી જાય છે. દુ:ખના સમયમાં સહાયભૂત થનારા મિત્રો વિરલ હોય છે. તેથી આ પત્તિના સમયમાં મનુષે પિતાના પગ ઉપર ઉભા રહેતાં શીખવું જોઈએ. જેમ જેમ મનુષ્ય આપત્તિને સહન કરે છે તેમ તેમ તે સબળ બનતું જાય છે અને ક્રમશ: અન્ય મનુષ્યને સહાયભૂત થવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. જેથી પરિણામે તેનાં જીવનથી હમેશાં બીજાઓને સાહાય મળ્યા કરશે અને તે પોતે આત્મનિર્ભરતાનાં મહત્વનું એક જવલંત ઉદાહરણ ભવિષ્યની પ્રજાને પુરું પાડવા શક્તિવાન થઈ શકશે.
મતિજ્ઞાન.
(૨
પાંચ ઈનિદ્રનું સ્વરૂપ સંસાર-પરિશમણુશીલ આત્મા જ્યાં સુધી પરમાત્મ અવસ્થાને ન પ્રાપ્ત કરે ત્યાં સુધી તેનો કમીક વિકાસ જડ પદાર્થોનાં સાધનો દ્વારા થવા નિમય છે. અત્યારે
For Private And Personal Use Only