SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ મતિજ્ઞાન. આત્મા જડ પદાર્થોના ગર્ભમાં ચોતરફ વિંટળાએલો છે તેના વિચારનું સહજ ફુરણ સરખું પણ જડની સહાય વિના બની શકે તેવું નથી. આમ હાઈને આત્મા અત્યારની તેની કર્માવૃત સ્થિતિમાં જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, તે તેના મનરૂપી અંતરનાં સાધન, અને ઈદ્રોરૂપી બાહ્ય સાધને દ્વારા પ્રાપ્ત કરે છે. આત્મા જેમ જેમ વિકાસના માર્ગમાં આગળ વધતો ચાલ્યો, તેમ તેમ તેના આ આંતર બાહ્ય કરણે અથવા સાધને વધારે વધારે ઉપયોગી કાર્યકર અને સંસ્કારોને ગ્રહણ કરવા માટે વધારે યોગ્યતાવાળા બનતા ચાલ્યા. મનુષ્યને અત્યારે જે પાંચ ઈન્દ્ર દ્વારા સંસ્કારે ગ્રહણ કરવાની લબ્ધી પ્રાપ્ત થએલી છે તેને વિકાસ થઈ તેને અત્યારની ઉગ્ર અવસ્થામાં આવતા સેંકડે યુગ વીતી ગયા છે. મનુષ્યના આત્મારૂપે અભિમાન ભાગવતું આપણું વર્તમાન ચૈતન્ય અકુલીંગ જ્યારે એકેન્દ્રિયમાં હતું તે કાળે બાહ્ય ઇન્દ્રિઓ સંબધે તેની કેવી અવસ્થા હતી, અને ક્રમે ક્રમે તે કેવી અવસ્થામાં પસાર થતા થતા તે હાલની અવસ્થામાં આવેલો છે તેનું સવિસ્તર વિવેચન અને અસ્થાને ગણાય. તેથી તે વિષયમાં અમે ઉતરતા નથી. અત્યારે આ વિષયમાં આપણને જે પાંચ ઇન્દ્રિઓ પ્રાપ્ત થએલ છે તે ભૂમિકાથી શરૂ કરીને વિવેચન કરીશું. બાહ્ય જગતનું સર્વે જ્ઞાન આત્મા ઈન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ કરે છે. જ્ઞાનને આવવા માટે તે એક પ્રકારનાં બારણું છે. આ બારણુઓ જે પુરેપુરા, તેમની સેવાભાવિક ગ્યતા પ્રમાણે, ખુલેલાં ન રાખવામાં આવે છે, એટલે કે અરધા ખુલા અથવા ન્યૂનાધિક બંધ કે ખુલ્લા રાખવામાં આવે તે જે સંસ્કાર પ્રાપ્ત થાય તે અપૂર્ણ, સ્વ૯૫ અને વિકૃત સ્વરૂપે થવાના એ ઉઘાડું છે. આ કારના માર્ગમાં જેટલે અંશે કચરો, અશુદ્ધિ કે અંતરાયે હશે તેટલે અંશે તે દ્વારા પ્રાપ્ત થતા સંસ્કારે મળયુક્ત, અશુદ્ધ અને ભાંગ્યા ગુઢ્યા સ્વરૂપમાં આવે છે. આપણાં સંસારજીવનની ઉત્તમતા અથવા અધમતા ઈન્દ્રિયની ઉત્તમતા અથવા કનિષ્ટતા ઉપર અવલંબીને રહેલી છે. તેની બાહ્ય પ્રકૃતિનાં સ્વરૂપ ઉપર જ તેનું સર્વસ્વ નિર્ભર છે. ઈદ્ધિ વિનાનું એકલું મન ગમે તેટલું ઉત્તમ કોટિનું હોય તે પણ તે આત્માને કશા ઉપગનું નથી. પાંચે ઈન્દ્રિય દ્વારા ઉપલબ્ધ થતા સર્વ સંસ્કારને આપણે આપણા જીવનમાંથી બાદ કરી આપણું સ્વરૂપને કપીએ તે તે સ્થિતિ એક નિદ્રા જેવી જણાય છે. જેમ જમીનમાં પડેલું, પરંતુ ઉગવાની યોગ્યતા વિનાનું બીજક નિષ્ફળ છે તેમ ઈનિદ્રાની સહાય વિનાનું એકલું મન પણ નિષ્ફળ છે. એકલું મન તરફથી મજબુત પથ્થરથી ચણે લીધેલ ઓરડા જેવું છે. તેમાં કાંઈ પણ પ્રકાશ જઈ શકતું નથી, ઈન્દ્રિયો દ્વારા મનમાં આવતા સંસકારોને મના પિતાની ઉગ્રતા અને વિક For Private And Personal Use Only
SR No.531197
Book TitleAtmanand Prakash Pustak 017 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1919
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy