________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
મૂખશતક-અનુવાદ. મૂર્ખશતક-અનુવાદ.
આમુખ –આપણને કોઈ મૂર્ખ કહે છે ત્યારે આપણે ખીજવાઈ જઈએ એ અને સામાને (કે તેના બાપ સુદ્ધાં) મૂર્ખ કહેવા તત્પર થઈએ છીએ. અને આ ગ્રંથકાર પતે દુનિયાના અનુભવ પ્રમાણથી જે હકીકત જણાવે છે તે આપણા ખનુભવમાં સત્ય સમજાય તો તેવી વાતેથી લગારે ઉશ્કેરાયા વગર આપણે સ્વહિત સમજી આદરતાં શીખશું અને આપણું જીવંત દાનથી અન્યનું પણ હિત કરી શકશે. “સંકોચ એ મરણ છે અને વિકાસ એ જીવન છે.” એ સૂક્ત વચનને સાર સમજવાની પ્રથમ જરૂર છે. મુદ્રાશય-સંકુચિત આચાર-વિચાર-સ્વાથીપણું એ આત્માની મૃતપ્રાય સ્થિતિ છે. જ્યારે ઉદારાશય-નિઃસ્વાર્થ ભાવના એ અમૃત જીવન છે. આ ગ્રંથમાં કરેલા ઉલેખથી કેવા છે મૂર્ખ ઉપનામને ઠીક લાયક છે તે જાણુ સુજ્ઞ જનો તેવી નબળી પંક્તિમાંથી સ્વ પર કઈ પણ જીવનો ઉદ્ધાર કરવા જેટલા ઉદાર અને કરૂણાદ્ધ થશે. આ મૂર્ધશતકનો સાર સમજી, પવાની મૂર્ખતા તજી તમે સહુ એવા તો સદાચારશીલ બને કે જેથી દોષ-કલંક હિત મણિની પિઠે તમે સર્વત્ર શેભાને પામે. બસ, એજ ખરું કર્તવ્ય સમજે. અત્ર કેવા કેવા જી. વોને મૂર્ખના પલ મા લખ્યા છે તે સંક્ષેપથી કહેશું.
૧ શક્તિ-સામર્થ્ય છતાં ઉચિત ઉદ્યોગ-વ્યવસાય નહીં કરનાર.
વિદ્વાન લોકોની સભામાં આપ બડાઈ હાંકનાર, ગર્વ કરનાર. ૩ વેશ્યા-કુટા નારીનાં વચન ઉપર વિશ્વાસ રાખી ચાલનાર. ૪ દંભી, મિાડંબરી, ધૂર્તમાં નકામી શ્રદ્ધા રાખનાર. ૫ જુગારાદિક વ્યસન સેવી પસા કમાવાની આશા રાખનાર. ૬ ખેતી વિગેરે વ્યવસાયથી દ્રવ્યપ્રાપ્તિ થવામાં શંકા કરનાર, 9 બુદ્ધિ રહિત છતાં ભારે કામ કરવા તત્પર થનાર. ૮ વેપારી છતાં ખેલ-સમાસાને રસી બની વખત ગુમાવનાર. ૯ કરજ કરીને ઘર હવેલી પ્રમુખ ખરીદ કરી લેનાર ૧૦ વૃદ્ધ વય થયા છતાં નાની કન્યા સાથે લગ્ન કરનાર, ૧૧ અજા-અપરિચિત ગ્રંથ સભા સમક્ષ સંભળાવનાર, ૧૨ લોકપ્રસિદ્ધ અર્થને ઉત્થાપી મનકપિત અર્થ કરનાર, ૧૩ પોતે શ્રીમંત છતાં અન્ય જિનેની ઈર્ષ્યા કરનાર. ૧૪ શકિતવંત શત્રુથી સાવધાન નહીં રહેનાર. ૧૫ મો આપીને પસ્તા કરનાર (પાણી પીને ઘર પૂછનાર ).
-
-
For Private And Personal Use Only