________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
જે મનુષ્યને આત્મનિર્ભરતાની પ્રાપ્તિ થાય છે તે એમ કહ્યા કરે છે કે મારી શક્તિઓનું, મારી સંભાવનાઓનું મારી સિવાય કોઈ અનુમાન કરી શકતું નથી. કઈ પણ મનુષ્ય મારું હિત અથવા અહિત કરી શકતો નથી. હું પોતેજ મારૂં પોતાનું હિત વા અહિત કરી શકું છું. આત્મનિર્ભર પુરૂષ પિતાની આર્થિક, સામાજીક, માનસિક, શારીરિક તથા આત્મિક દશાઓને પોતે જ સુધારી શકે છે. મનુષ્યનું જીવન કેવા પ્રકારનું કહેવું જોઈએ એ એક એવો ગંભીર પ્રશ્ન છે કે જેને નિશ્ચય પ્રત્યેક વ્યક્તિ પોતે જ પરિપકવ વિચાર કરીને કરી શકે છે. આ માટે જ પ્રત્યેક મનુષ્ય પોતાનાં બળ ઉપર આધાર રાખતાં શીખવું જોઈએ. બીજાઓનાં બળ ઉપર ઝઝુમવું અને બીજાઓના વિશ્વાસે રહેવું એ નિરર્થક છે. આ વાતનું પ્રકૃતિ સાક્ષાત્ ઉદાહરણ છે. પ્રકૃતિ તરફ નજર કરશું તે આપણને સહજ જણાશે કે જે કાર્ય તેને પિતાને કરવાનું હોય છે તે તેને પોતાને જ કરવું પડે છે. પિતાની જગ્યાએ બીજાને મુકવાથી અથવા બીજાની જગ્યા આપણે લેવાથી કદાપિ કાર્ય થઈ શકતું નથી. પ્રકૃતિ હમેશાં આપણને બતાવી રહેલ છે કે મનુષ્ય પિતે પિતાને મિત્ર છે અને પોતે જ પિતાનો શત્રુ છે. તેની મરજીમાં આવે તે પોતાને પિતાને મિત્ર બનાવે અથવા શત્રુ બનાવે, તે પિતાને જ આધીન છે. આનું સાધા૨ણ ઉદાહરણ કસરતનું લઈએ. કે મનુષ્ય પોતાને બદલે બીજાને કસરતશાળા. માં મોકલીને પોતાનું શરીર પુષ્ટ કરી શકે એ વાત કદિ પણ સંભવિત છે? આ પ્રશ્નનો ઉત્તર એકદમ નકારમાં જ આવશે કે કદાપિ એ વાત સંભવિત હોઈ શકે જ નહિ. જ્યાં સુધી તે પોતે કસરતશાળામાં જઈને પોતાના શરીરથી શ્રમ નહિ કરી અને કસરતના સિદ્ધાંત ઉપર પિતાનાં ચિત્તને એકાગ્ર કરશે નહિ ત્યાં સુધી તેને કઈ પ્રકારના લાભ થઈ શકશે નહિ. એવી જ રીતે કોઈને કોઈ વ્યાધિ થાય તે
જ્યાંસુધી તે વ્યાધિગ્રસ્ત મનુષ્ય પોતે ઔષધનું સેવન નહિ કરે ત્યાંસુધી સર્વ ઔષધે તેને માટે નિષ્ફળ અને નિરૂપયોગી છે. આપણાં પિતાનાં પટની પીડા દુર કરવા માટે અન્ય માણસને ઔષધ ખવરાવવાથી કંઈ પણ ફલ પ્રાપ્ત થતું નથી. આપણા રોગની નિવૃત્તિ અર્થે આપણે પોતે જ ચગ્ય ઔષધનું સેવન કરવું જોઈએ. ધર્મના સંબંધમાં પણ એમ જ છે, જ્યાં સુધી પ્રત્યેક વ્યક્તિ ધર્મને પિતાનાં જીવનને આધાર ન બનાવે અને મારું જીવન એ કર્મ ઉપર જ નિર્ભર છે- મારા જીવનને હું એ ધર્મ દ્વારા જ સુધારી શકીશ એવા પ્રકારો દૃઢવિશ્વાસપૂર્વક સંકલ્પ ન કરે ત્યાંસુધી જગતના સર્વ ધર્મોના સિદ્ધાંતો તેને માટે કંઈ પણ કામના નથી. ધર્મ આગગાડી સમાન નથી કે જેમાં સર્વ જાતની સામગ્રી તૈયાર હોય છે અને બેસવાવાળાને માત્ર ટીકીટના પૈસા જ આપવા પડે છે અને બાકીનું સર્વ કાર્ય અન્ય લોક કરી લે છે. ધર્મમાં તે સર્વ કાર્યો મનુષ્યને પોતાને જ કરવાં પડે છે. અન્યની સહાયતા
For Private And Personal Use Only