________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મનિર્ભરતાનું મહત્વ.
૧૨૫ ગમે તેટલી લે, તો પણ મનુષ્યને પોતાના ઉપર નિર્ભર રહેવું પડે છે. આપણે એમ સમજવાનું નથી કે આપણે ગાડીના માત્ર મુસાફરો છીએ, પરંતુ એમ સમજવું જોઈએ કે ગાડીના ચલાવનારા જ આપણે પિતે છીએ, આપણે જ ગાડીના એજીનીયર અને ડ્રાઈવર છીએ, અને ગાડી આપણું જીવન છે. આપણે આપણા પોતાના ઉપર નિર્ભર રહેવું જોઈએ. એમ ન બને તે જીવન વ્યર્થ છે-શુષ્ક છે. એ પ્રકા૨ના જીવનથી કશે લાભ થતો નથી એ નિર્વિવાદ છે.
બીજા મનુષ્યો આપણે માટે જે કાંઈ કરી શકે છે તે એ છે કે તેઓ આપણને પ્રસંગ આપી શકે છે. આપણે એ વા પ્રસ ગેનો લાભ લેવા કદી ચુકવું જોઈએ નહિ; પરંતુ હમેશાં એવા પ્રસંગની શોધમાં જ રહેવું જોઈએ. આપણું જીવન અનેક પ્રસંગોનો સમૂહ છે અને જીવનમાં એક પછી એક પ્રસંગ આવ્યા કરે છે. આ પ્રસં. ગોનો આપણી ઈચ્છામાં આવે તેવો સારો અથવા ખરાબ ઉપગ આપણે કરી શકી એ છીએ જે આપણે ઈચ્છા જીવનને સદુપયેગ કરવાની હોય તે મળેલા પ્રસગોને જવા દેવા જોઈએ નહિ અને એમાંથી શુભ પરિણામ મેળવવા માટે યથાશક્તિ ઉઘોગશીલ રહેવું જોઈએ.
પ્રાચીન કાળમાં રસાયણ બનાવનારા લોકો પ્રાય: એમ કહેતા કે માત્ર એક વસતુની ખામી રહી ગઈ. જે એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય તે ત્રાંબામાંથી સોનુ નિપજાવી શકાય. આચરણમાં પણ આમ જ બને છે. અનેક મનુષ્ય એવા જોવામાં આવે છે કે જેઓને દેખાવ ઘણો સુંદર હોય છે, જેનું જ્ઞાન પણ વિશાળ હોય છે, જે બોની ધર્મબુદ્ધિ પણ વિકસ્વર થયેલી હોય છે, પરંતુ તેમાં એક વસ્તુની ન્યૂનતા દુર્ગોચર થાય છે અને તે નહિ હોવાથી તેઓ જીવન-સાફલ્ય પ્રાપ્ત કરી શકતા નથી. આ વસ્તુ બીજી કંઈ નહિ પણ આત્મનિર્ભરતા છે. ભલે માણસ સર્વગુણ સંપન્ન હોય, તો પણ આ એક ગુણ તેનામાં હું તો નથી તે સર્વ ગુણે વ્યર્થ છે. આત્મનિર્ભરતાના પ્રભાવથી તે સર્વ ગુણે એકત્રિત બનીને અમુક પ્રકારની એક જીવનશક્તિ પેદા કરે છે અને તેથી ઈષ્ટ કાર્યમાં સફળતા મળતાં વાર લાગતી નથી. જે મનુષ્યમાં આત્મનિર્ભ૨તા નથી હોતી તેનું આત્મબળ ક્ષીણ થતું જાય છે, તેને પ્રત્યેક કાર્યમાં સંદેહ રહે છે અને તે જે કંઈ કરે છે તે સઘળું અચકાતાં અચકાતાં કરે છે, તેને દરેક કાર્ય કરવામાં ભય લાગે છે અને રાત્રિદિવસ એજ ચિતા રહ્યા કરે છે કે પોતે કરેલા પરિશ્રમનું સુફળ મળશે કે નહિ. તે હમેશાં કેઈની સહાયની અપેક્ષા રાખ્યા કરે છે. તેનામાં એટલું આત્મબળ નથી હોતું કે તે પિતે વિચાર કરે અને જે પોતાને ઉચિત જણાય તે કાર્ય કરી નાંખે. આ કોટિના મનુષ્ય પોતાની કાયરતા અને ખોટી મેટાઈને વશ થઈને પ્રત્યેક નિષ્ફળ
For Private And Personal Use Only