Book Title: Yogdrushti Samucchaya New Edition Part 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 15
________________ દીમાદદિઃ કુતકથી બે રેગ–શમાપાય આદિ (૩૨૭) આપે છે, તે સેંકડો યત્નથી મેળવેલું બીજ ઊખર ભૂમિમાં વાવતાં ખેદ પામે છે! કારણ કે અસરગ્રહવાન ગુરુ પાસેથી શાસ્ત્રો સાંભળે છે, પણ તેમની આજ્ઞા કદી પાળતો નથી, અને તે અસારગ્રાહી ચાલણીની જેમ પોતાનું વિવેચકપણું માને છે!” જેમ ચાલણી અસાર એવા કાંકરા પકડી રાખે છે, તેમ આ અસગ્રહવાન્ કાંકરા જેવા અસાર દેષ પકડી રાખે છે! ને ઉલટું તેનું અભિમાન રાખે છે કે હું કે વિવેચક છું ! “ આમ તેની ચતુરાઈ પણ દંભને માટે હોય છે. શાસ્ત્રજ્ઞાન પણ પાપને માટે હોય છે, પ્રતિભાસંપનપણું પણ પ્રતારણા માટે-છેતરપીંડીને માટે હોય છે, ધીરપણું પણ ગર્વને માટે હેય છે! અહો ! અસદુગ્રહવંતના ગુણેની વિપરીત સૃષ્ટિ હોય છે !' એટલા માટે જ અસદુગ્રહવંત રોગી બેધરૂપ દૂધપાક પચાવવાને ગ્ય નથી. * ૨, શમાપાય-કુતક શમને એટલે આત્મશાંતિને અપાયરૂપ-હાનિરૂપ થાય છે, ખલેલ પહોંચાડે છે, કારણ કે તે અસત્ અભિનિવેશ-કદાગ્રહ જન્માવે છે, ખોટા ખોટા મનના તરંગે કે તુરંગે ઉપજાવે છે, તેથી તે ચિત્તની શાંતિને ડોળી નાંખે છે, ખળભળાવી મૂકે છે, ને જીવને વિશ્વમ દિશામાં પાડી નાંખે છે, હાવરો-હાવરો બનાવી દે છે. “શમરૂપ સુંદર ને શીતલ બાગને આ કુતરૂપ આગની જવાલા બાળી નાખે છે, ને ઉજજડ વેરાન કરી મૂકે છે. આવા અસગ્રહરૂ૫૪ અગ્નિથી જેનું અંતર્ બળી ગયું છે, ત્યાં તત્ત્વનિશ્ચયરૂપ વેલી ક્યાંથી ઊગે? તે પછી પ્રશાંતિ-પુષ્પ અને હિતોપદેશ-લે તે બીજે જ શોધી લેવા ! આ અસદુગ્રહથી જેની મતિ છવાઈ ગઈ છે એવો મનુષ્ય કુતકરૂપ દાતરડાવડે તત્વવલ્લીને કાપી નાંખે છે, રસથી દષવૃક્ષને સિંચે છે, ને શમરૂપ સ્વાદિષ્ટ ફલને નીચે ફેંકી દે છે!” ૩. શ્રદ્ધાભંગકુતક શ્રદ્ધાને ભંગ કરે છે, કારણ કે તેથી આગમ અર્થની અપ્રતિપત્તિ-અસ્વીકાર થાય છે, સશાસ્ત્રની આસ્થામાં ભંગાણ પડે છે, આસ્થા ટૂટે છે. કુતર્કરૂપ શલ્ય હોય છે, ત્યાં લગી હૃદયમાં શ્રદ્ધા ચુંટતી નથી. જેમ પત્થરવાળી ભૂમિમાં પાણી પ્રવેશતું નથી ને અંકુર ફૂટ નથી, તેમ અસદુગ્રહરૂપ પત્થરમય ચિત્તમાં સદ્* " असद्ग्रहो यस्य गतो न नाशं, न दीयमानं श्रुतमस्य शस्यम् । न नाम वैकल्यकलंकितस्य, प्रौढा प्रदातुं घटते नृपश्रीः ॥ आमे घटे वारि धृतं यथा सद्विनाशयेत् स्वं च घटं च सद्यः । અ ત્રત્તમોત્તવૈવ, કૃતાત્માકુમોર્વિનાશઃ ” ઇત્યાદિ, (વિશેષ આધાર માટે જુઓ) –શ્રી યશ૦ કૃત, શ્રી અધ્યાત્મસાર, + "असद्ग्रहाग्निज्वलितं यदंतः, क्व तत्र तत्त्वव्यवसायवल्लिः । प्रशांतिषुष्पाणि हितोपदेशफलानि चान्यत्र गवेषयन्तु । कुतर्कदात्रेण लुनाति तत्त्ववल्ली रसात्सिंचति दोषवृक्षम् । પિચુપ ચાતુર્ણ રામાશ્રમનછન્નમતિર્મનુષ્યઃ ”—શ્રી અધ્યાત્મસાર,

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 456