Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 12
________________ ૐ ગુરવે નમ: અવતરણકારશ્રીનું નમ્ર નિવેદન જગતમાં જીવોનો જ્યારે આધ્યાત્મિક પુણ્યનો ઉદયકાળ આવે છે ત્યારે તેઓના જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં અકથ્ય એવો વિકાસ થાય છે. વર્તમાનકાળમાં, આ હુંડા અવસર્પિણી કાળમાં આધ્યાત્મિક પુણ્યનો ઉદય થવો એનાથી અધિક શ્રેયસ્કર શું હોઈ શકે ? આવા જ કોઈ પુણ્યોદયે વિ.સં. ૨૦૫રનું ચાતુર્માસ પ.પૂ. મુનિરાજશ્રી (પંન્યાસશ્રી) મુક્તિદર્શનવિજયજી મ.સા.નું જૈનનગરમાં થયું અને તેઓશ્રીનાં “યોગદષ્ટિ સમુચ્ચય” ઉપરના આધ્યાત્મિક પ્રવચનો સાંભળવાનો સુંદર સુયોગ સાંપડ્યો. મૈત્રી, પ્રેમ, કરૂણા, વાત્સલ્યથી ભરપૂર, અતિ સરળ ભાષામાં અધ્યાત્મવાણી સાંભળવા મળવી, એમાં શ્રી સંઘનું પણ આધ્યાત્મિક પુણ્ય કામ કરી ગયું. એ પ્રવચનોનું મારા સ્વાધ્યાય માટે મેં અવતરણ કર્યું તે વખતે ઘણા બધા શ્રોતાઓ પણ નોંધ કરતા હતા. ખરેખર, માણસને સાંભળેલું જેટલું કામ લાગે છે તેનાથી અધિક લખીને સાચવી રાખેલું વધારે કામ લાગે છે. લખેલું અવસરે ગાઈડ બનીને કામ લાગે છે. જેઓ ફક્ત પ્રવચનો સાંભળતા જ ગયા, સાંભળતા જ રહ્યા તેઓને પાછળથી કંઈક ગુમાવ્યાનો અહેસાસ થયો. અને શ્રી સંઘના આગેવાનોએ “ગન્ધકૃત કૃતવતાં પરિહાસધામ” એવા અમારી પાસે આ પ્રવચનોને અક્ષરદેહમાં ઢાળવાની વાત મૂકી. આ પ્રવચનોની અસરકારકતા જોતાં એમ લાગ્યું કે જો પુસ્તકના માધ્યમે એ સુજ્ઞ જીવોને પ્રાપ્ત થાય તો ઘણા જીવોની પરિણતિમાં ઘણો ઉઘાડ થાય તેમ છે. આવા શુભ આશયથી મારા લખાણને વ્યવસ્થિત રીતે સુસંગઠિત કરી, પ.પૂ. મુનિરાજશ્રીની અનુમતિ લઈ, શક્ય એટલી ક્ષતિઓ દૂર કરી આ પુસ્તકમાં પ્રસ્તુત કર્યું છે. જીવોની અધ્યાત્મ રૂચિ પ્રગટે અને અધ્યાત્મ માર્ગમાં સ્થિર થાય એવા એકમાત્ર શુભ આશયથી પુસ્તકારૂઢ થયેલ પ્રસ્તુત લખાણ કોઈ લેખ રૂપે નથી કે ગ્રન્થનો અનુવાદ કે ભાષાંતર નથી પણ પ્રવચનોનું જ અવતરણ છે. પ્રવચનોમાં પ્રવચનકાર શ્રોતાઓને નજર સમક્ષ રાખીને તેઓના અંતઃકરણ સુધી પદાર્થને ઉતારવાની કોશીષ કરતાં હોવાના કારણે પ્રસ્તુત સંકલનમાં કયાંક પુનરાવર્તન થયું હોય, કયાંક કંઈક છૂટી ગયું હોય, કયાંક વિષયની અસંબદ્ધતા થઈ હોય, કયાંક જિનાજ્ઞા વિરુદ્ધ અને પ્રવચનકારના આશયથી વિરુદ્ધ લખાયું હોય તો તેનું અંત:કરણથી મિચ્છામિ દુક્કડં માંગું છું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 398