Book Title: Vinay
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ८४ જિનતત્વ વિનયગુણથી માંડીને ઉચ્ચ આધ્યાત્મિક ક્ષેત્રે આત્માના સ્વભાવ તરીકે રહેલા વિનયગુણ સુધી વિનયનું સ્વરૂપ વિસ્તરેલું છે. વિનય હંમેશાં હૃદયના ભાવપૂર્વકનો, સાચો જ હોય એવું નથી. બાહ્યાચારમાં વિનય દેખાતો હોય છતાં અંતરમાં અભાવ, ઉદાસીનતા કે ધિક્કાર-તિરસ્કાર રહેલાં હોય એવું પણ બને છે. કેટલાકને વિનય દેખાડવા ખાતર દેખાડવો પડતો હોય છે. લોભ, લાલચ, લજ્જા, સ્વાર્થ, ભય વગેરેને કારણે પણ કેટલાક વિનયપૂર્વકનું વર્તન કરતા હોય છે. ક્યારેક વિનયમાં દંભ કે કૃત્રિમતાની ગંધ બીજાને તરત આવી જાય છે. જેમના પ્રત્યે વિનય દાખવવામાં આવતો હોય એવી વ્યક્તિ પણ તે પામી જાય છે. હાવભાવમાં અતિરેક, વચનમાં અતિશયોક્તિ વગેરે દ્વારા દંભી વિનયી માણસનો ખુશામતનો ભાવ છતો થઈ જાય છે. જૈન ધર્મમાં વિનયને પુણ્ય તરીકે અને તપ તરીકે બતાવવામાં આવ્યો છે. પુણ્ય એટલે શુભ કર્મ. પુણ્ય અનેક પ્રકારનાં છે. એમાં મુખ્યત્વે નવ પ્રકારનાં પુણ્ય ગણાવાય છે : (૧) અન્ન, (૨) વસ્ત્ર, (૩) વસતિ, (૪) ઉપકરણ, (૫) ઔષધિ, (૬) મન, (૭) વચન, (૮) કાયા અને (૯) નમસ્કાર, આ નવ પ્રકારમાં એક પ્રકાર તે નમસ્કારનો છે. નમસ્કારમાં વિનય રહેલો છે. એટલે વિનય એ પણ એક પ્રકારનું પુણ્ય છે; એટલે કે શુભ પ્રકારનું કર્મ છે. બીજી બાજુ વિનયનો છ પ્રકારનાં અભ્યતર તપમાં સમાવેશ થાય છે. તપથી કર્મની નિર્જરા થાય છે. વિનય ગુણની જીવમાં આંતરિક પરિણતિ કેવી થાય છે તેના ઉપર આધાર રહે છે કે તેનો વિનય તે શુભ કર્મબંધનું નિમિત્ત બને છે કે પૂર્વબદ્ધ કર્મની નિર્જરાનો હેતુ બને છે. એ સૂક્ષ્મ પ્રક્રિયા કેવા પ્રકારની થઈ તે તો જ્ઞાનીઓ કહી શકે, પરંતુ વિનયનો ગુણ જીવને માટે ઉપકારક અને ઉપાય છે. જૈન આગમગ્રંથોમાં વિનય ઉપર, વિશેષત: શિષ્યના ગુરુ પ્રત્યેના વિનય ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. પિસ્તાલીસ આગમોમાં “ઉત્તરાધ્યયન સૂત્ર' અને “દસવૈકાલિક સૂત્ર' અત્યંત મહત્ત્વનાં છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તો પહેલું અધ્યયન જ “વિનય” વિશેનું છે. એની ૪૮ ગાથામાં સાધુ ભગવંતોએ પોતાના ગુરુભગવંત સાથે કેવો કેવો વિનયવ્યવહાર સાચવવો જોઈએ એ વિશે નાની નાની સ્કૂલ વિગતો સહિત મહત્તા દર્શાવવામાં આવી છે. ઉ. ત. નીચેની કેટલીક ગાથાઓ પરથી એનો ખ્યાલ આવશે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21