Book Title: Vinay
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 16
________________ ૯૭ पायच्छित्तं विणओ वेयावच्चं तहेच सज्झाचो झाणं उसग्गो वि अ अब्मित तवो होइ । પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ છ પ્રકારનાં અત્યંતર તપ છે. આ છ પ્રકારનાં તપ અનુક્રમે મૂકવામાં આવ્યાં છે. આગળનું તપ ન હોય તો પાછળનું તપ સિદ્ધ ન થાય. જેમ કે વિનય ન હોય તો વૈયાવચ્ચ ન આવે. વિનય અને વૈયાવચ્ચ ન હોય તો સ્વાધ્યાય સફળ થાય નહીં. તે જ પ્રમાણે પ્રાયશ્ચિતનો ભાવ ન હોય તો વિનય ન આવે. પોતાનાં પાપ કે ભૂલ માટે પ્રાશ્ચિતનો ભાવ આવે તો જ વિનય આવે. કોઈકને પ્રશ્ન થાય કે ઉપવાસ વગેરે બાહ્ય તપ સમજી શકાય એમ છે, પણ વિનયને અત્યંતર તપ તરીકે કેવી રીતે ઓળખાવી શકાય ? વિનયમાં કોઈ કષ્ટ તો હોતું નથી, તો એને તપ કેમ કહેવાય ? પરંતુ વિનય પણ એક પ્રકારનું ભારે તપ છે, કારણ કે વિનયમાં અહંકારને મૂકવાનો છે. માન મૂક્યા વગર વિનય આવે નહીં. હું અને મારું – અહં અને મમ એ આત્માના મોટા શત્રુઓ છે. સાધનાના માર્ગમાં અહંકાર, મમકાર, મતાગ્રહ, હઠાગ્રહ, દૃષ્ટિરાગ વગેરે મોટા અંતરાયો છે. દરેક જીવમાં ઓછેવત્તે અંશે માનકષાય રહેલો છે. ‘હું’ અને ‘મારું’નું વિસ્મરણ અને વિસર્જન કરવાનું છે. એમ કરવું કષ્ટદાયી છે. જીવને પોતાને વારંવાર સ્વભાવ તરફ વાળવાનો ભારે પુરુષાર્થ છે, એટલે જ એ તપ છે. એટલા માટે વિનયનો અત્યંતર તપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જિનતત્ત્વ કોઈને એમ થાય કે માનને જીતવામાં તે શી વાર લાગતી હશે ? પણ વાસ્તવમાં એમ નથીં. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ઉશ્કરે ત્યારે તે દેખાઈ આવે છે, પરંતુ બાહ્ય વર્તનમાં આડંબર રાખીને માણસ પોતાના મનમાં પોતાના માનને સંતાડે છે. ક્યારેક તો પોતાને પણ ખબર ન પડે કે પોતાનામાં આટલું બધું માન રહેલું છે. જ્યારે માન ઘવાય છે, પોતાની અવમાનના કે અવહેલના થાય છે ત્યારે જ ખબર પડે છે કે પોતાનામાં કેટલું બધું માન પડેલું છે. માન કોઈ એક જ વાત માટે નથી હોતું. એક વિષયમાં લઘુતા દર્શાવનાર વ્યક્તિ બીજા વિષયમાં એટલી લઘુતા ન પણ ધરાવતી હોય. મદ આઠ પ્રકારના બતાવવામાં આવ્યા છે : (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) રૂપમદ, (૪) ધનમદ, (૫) ઐશ્વર્યમદ, (૬) બલમદ, (૭) જ્ઞાનમદ અને (૮) લાભમદ. આ તો મુખ્ય પ્રકારના મદ છે. પરંતુ તે ઉપરાંત પણ બીજા ઘણા મદ હોઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21