Book Title: Vinay Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ વિનય જૈન ધર્મની તાત્ત્વિક ઓળખાણ એની કોઈપણ એક લાક્ષણિકતાથી કરાવવી હોય તો એને વિનામૂની ઇમ્પો ઓળખાવી શકાય. જૈન ધર્મમાં વિનયગુણની મીમાંસા વિવિધ દૃષ્ટિથી કરવામાં આવી છે અને વિનયને ધર્મના મૂળ તરીકે બતાવવામાં આવ્યો છે. વ્યક્તિના વર્તમાન જીવનના વિકાસ માટે પાયામાં વિનય રહેલો હોવો જોઈએ. બીજી બાજુ આધ્યાત્મિક ક્ષેત્રે ધર્મરૂપી વૃક્ષમાં જો વિનયરૂપી મૂળ હોય તો જ તે મોક્ષરૂપી ફળ આપી શકે. આમ, મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ માટે જીવમાં વિનયગુણ હોવો અનિવાર્ય મનાયો છે. ‘ાત્રિશદ્વત્રિકામાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : कर्मणां द्राग् विनयनादिनयो विदुषां मतः । अपवर्गफलाढस्य मूलं धर्मतरोरयम् ।। વિનય કર્મોનું ત્વરિત વિનય કરે છે. જેના ઉપર મોક્ષરૂપી ફળ ઊગે છે એવા ધર્મરૂપી વૃક્ષનું એ મૂળ છે, એમ જ્ઞાનીઓ કહે છે. વિનય' સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વિજ એટલે જ +ના. “નય' શબ્દના સંસ્કૃતમાં ભિન્નભિન્ન અર્થ થાય છે. નય એટલે સદ્વર્તન, સારી રીતભાત, જીવનશૈલી. નય એટલે દોરી જવું, રક્ષણ કરવું. નય એટલે ન્યાય, નીતિ, મધ્યસ્થતા, સિદ્ધાન્ત, દર્શનશાસ્ત્ર. વિ એટલે વિશિષ્ટ, વિશિષ્ટપણે. વિનયનો સાદો અર્થ થાય છે. વિશેષપણે સારું વર્તન.” એનો બીજો અર્થ થાય છે “સારી રીતે દોરી જવું', “સારી રીતે રક્ષણ કરવું.” જીવનવ્યવહારમાં વિનય એ સદ્વર્તનનો પર્યાય છે. સદ્વર્તન સૌને ગમે છે. વિનયી માણસ બીજાને પ્રિય થઈ પડે છે. વિનયની સાથે વિવેક, પ્રસન્નતા, ભલાઈ, કૃતજ્ઞતા, નિર્મળતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 21