Book Title: Vinay
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ વિનય ૮૩ જીવમાં ધર્મ પ્રત્યે રુચિ જન્માવે છે. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે : ધર્મ પ્રતિ ભૂભૂત વંના | ધર્મના પાયામાં વંદના છે. નવકારમંત્રમાં નમસ્કારનો ભાવ છે. પંચ પરમેષ્ઠિને એમાં નમસ્કાર છે. નવકારમંત્રમાં પ્રત્યેક પદનો પ્રારંભ જ નો શબ્દથી થાય છે. એક જ વખત નો શબ્દ ન પ્રયોજતા પ્રત્યેક પદ સાથે નમો શબ્દ જોડાયેલો છે. આરાધક જીવમાં નમસ્કારનો ભાવ, વિનયગુણ દૃઢ થાય તે માટે ફરી ફરીને ન પદ તેમાં રહેલું છે. નવકારમંત્રમાં એ રીતે વિનયનો મહિમા ગૂંથાયેલો છે. સામાન્ય રીતે વ્યવહારમાં નીચેનું પદ ધરાવતી વ્યક્તિ પોતાના કરતાં ચડિયાતા પદવાળી વ્યક્તિને નમસ્કાર કરે, પરંતુ ઉચ્ચ પદવાળી વ્યક્તિ નીચેનું પદ ધરાવનારને નમસ્કાર ન કરે. પરંતુ નવકારમંત્રમાં તો આચાર્ય ભગવંત પણ નમો ઉવાયા પદ બોલે અને નમો નો, સવ્વસાહૂ પદ પણ બોલે, તેવી જ રીતે ઉપાધ્યાય મહારાજ પણ બોલે. આ દર્શાવે છે કે નવકારમંત્રમાં વિનયનો મહિમા કેટલી બધી સૂક્ષ્મ કોટિનો છે. જૈન ધર્મમાં તો આચાર્યની પદવી આપવામાં આવે એ વિધિ દરમિયાન નૂતન આચાર્યને એમના ગુરુ ભગવંત પણ પાટ ઉપરથી નીચે ઊતરી વંદન કરે છે. એમાં પણ વિનયગુણનો મહિમા રહેલો છે. જન્મમરણની ઘટમાળથી સતત ઊભરાતા આ સંસારમાં કોઈપણ કાળે કેટલાક જીવો બાલ્યાવસ્થામાં હોય છે, તો કેટલાક વૃદ્ધાવસ્થામાં. બધા જ મનુષ્યો સમકાળે જન્મે, સમકાળે મોટા થાય અને સમકાળે મૃત્યુ પામે તો સંસારનું સ્વરૂપ કંઈક જુદું જ હોય. તેમ થતું નથી એટલે બાલ્યાવસ્થાના જીવોને પરાવલંબિત રહેવું પડે છે. વૃદ્ધોને, રોગગ્રસ્તોને, અપંગોને પણ પરાધીનતા ભોગવવી પડે છે. આમ, જીવોને એકબીજાની ગરજ સતત પડતી રહે છે. બીજાની સહાય જોઈતી હોય તો માણસને વિનયી બનવું પડે છે. ક્યારેક અનુનય, કાલાવાલા કરવાની આવશ્યકતા પણ ઊભી થાય છે. ઉદ્ધત, સ્વચ્છંદી માણસોને સહાય કરવાનું મન ન થાય એ કુદરતી છે. આમ, સંસારનું સ્વરૂપ જ એવું છે કે જે માણસને વિનયી બનવાની ફરજ પાડે છે. કેટલાક સ્વભાવે જ વિનયી હોય છે. કેટલાકને ગરજે વિનયી બનવું પડે છે. વિનય વિના સંસાર ટકી ન શકે. બેચાર વર્ષના બાળકને પણ વડીલો પાસેથી કંઈક જોઈતું હોય તો એની વાણીમાં ફરક પડે છે. એને વિનય કે અનુનય કરવાનું શીખવવું પડતું નથી. સામાન્ય વ્યવહારજીવનમાં મનુષ્યસ્વભાવના એક લક્ષણ તરીકે રહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21