Book Title: Vinay
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 13
________________ વિનય ૯૩ અનુસરવાનું, તેમના ગુણોને ગ્રહણ કરવાનું મન થાય છે. તેમનામાં રહેલી નજીવી ત્રુટિઓ પ્રત્યે ધ્યાન જતું નથી. પોતાની સાધનાના વિકાસ માટે સતત ચિંતવન રહ્યા કરે છે. “ગૌતમ પૃચ્છા'માં કહ્યું છે : विज्जा विन्नाणं वा मिच्छा विणएण गिहिउं जो उ । अवमन्नइ आयरियं सा विज्जा निष्फला तस्स ।। વિદ્યા અને વિજ્ઞાન જો મિથ્યા વિનયથી (પ્રીતિ વગર ખોટા, કૃત્રિમ દેખાવથી) ગ્રહણ કરવામાં આવે અને આચાર્યની અવગણના કરવામાં આવે તો તેની વિદ્યા નિષ્ફળ જાય છે. આમ, દ્રવ્યવિનયની સાથે ભાવવિનયની એટલી જ આવશ્યકતા છે, એટલું જ નહીં એ વિનયની સાથે પ્રીતિયુક્ત બહુમાનનો સાચો ભાવ પણ અંતરમાં રહેવો જોઈએ. તો જ વિદ્યાનું ગ્રહણ વધુ સફળ થઈ શકે. આમ વિનય અને બહુમાન બંને હોવા કે ન હોવાં તે વિશે શાસ્ત્રકારો ચાર પ્રકાર બતાવે છે : (૧) વિનય હોય પણ બહુમાન ન હોય. એ માટે શ્રીકૃષ્ણના પુત્ર પાલકકુમારનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. (૨) બહુમાન હોય, પણ વિનય ન હોય. એ માટે સાંભકુમારનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. (૩) વિનય હોય અને બહુમાન પણ હોય. એ માટે મહારાજા કુમારપાળનું દૃષ્ટાન્ન આપવામાં આવે છે. (૪) વિનય ન હોય અને બહુમાન પણ ન હોય. એ માટે શ્રેણિક મહારાજાની દાસી કપિલાનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. દર્શન વિનયને સમ્યક્તવિનય પણ કહેવામાં આવે છે. વિનય ગુણનો સમક્તિ સાથે ગાઢ સંબંધ છે. સમક્તિના ૬૭ બોલમાં સદ્દતણા, શુદ્ધિ, લિંગ, ભૂષણ, આગાર, જય, ભાવના વગેરેના જે પ્રકારોની ગણના કરવામાં આવે છે તેમાં વિનયના દસ પ્રકારનો પણ સમાવેશ થાય છે. દસ પ્રકાર તે આ પ્રમાણે છે : (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ એ પંચપરમેષ્ઠિ પ્રત્યેનો વિનય તે વિનયના પાંચ પ્રકાર. તદુપરાંત ચૈત્ય (એટલે જિનપ્રતિમા), શ્રત (શાસ્ત્રસિદ્ધાન્ત), ધર્મ (ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ), પ્રવચન (એટલે સંઘ) અને દર્શન (એટલે સમક્તિ તથા સમકિતી)એ પાંચ પ્રત્યેનો જે વિનય તેના પાંચ પ્રકાર. આમ, કુલ દસ પ્રકારનો વિનય સમકિતની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. વળી, આ વિનય પાંચ પ્રકારે કરવાનો છે : (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21