Book Title: Vinay
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 19
________________ વિનય ૯૯ આમ, જીવ કઈ કક્ષા સુધી પોતાના ગુરુનો વિનય કરે એ વિશે પણ વિચારણા થઈ છે. શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખ્યું છે : જે સગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન. કેવળી ભગવાન પણ પોતાના ઉપર ઉપકાર કરનાર, પોતાના કેવળજ્ઞાનનું નિમિત્ત બનનાર એવા ઉપદેશક ગુરુનો, તે છદ્મસ્થ હોવા છતાં વિનય કરે છે. ગુરુ અને શિષ્યમાં એવો નિયમ નથી કે પહેલાં ગુરુને જ કેવળજ્ઞાન થાય અને પછી જ શિષ્યને કેવળજ્ઞાન થાય. જો શિષ્યને પહેલાં કેવળજ્ઞાન પ્રગટ થાય તો તરત તે ગુરુ પ્રત્યેનો વિનય પડતો મૂકે ? અથવા વિનય સહજ રીતે છૂટી જાય ? અલબત્ત, કેવળજ્ઞાન થાય કે તરત શિષ્ય પોતાના ગુરુને એમ કહે નહીં કે મને કેવળજ્ઞાન થયું છે અને હવે હું તમારી વૈયાવચ્ચ કરીશ નહીં. બીજી બાજુ ગુરુને જેવી ખબર પડે કે પોતાના શિષ્યને કેવળજ્ઞાન થયું છે અને પોતે હજુ છદ્મસ્થ છે, તો ગુરુ ભગવંત તરત જ પોતાના કેવલી શિષ્યને વંદન કરે જ. પરંતુ જ્યાં સુધી ગુરુને અણસાર ન આવે ત્યાં સુધી કેવલી શિષ્ય વિનય કરે કે નહીં ? આ વિષયમાં શાસ્ત્રકારોમાં વિભિન્ન મત હોવા છતાં શ્વેતામ્બર પરંપરામાં તો મૃગાવતી, પુષ્પચૂલા, ચંડરુદ્રાચાર્યના શિષ્ય વગેરેનાં દૃષ્ટાંતો છે કે જેઓએ પોતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પોતાના ગુરુનો વિનય સાચવ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે, “જે સગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાન પામ્યા, તે સદગુરુ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તો પણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છદ્મસ્થ એવા પોતાના સદૂગુરુની વૈયાવચ્ચે કરે એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે.' આ વિનય માત્ર ઉપચારવિનય હોય તો પણ એ કેવળી ભગવંતનો વિનય છે. આમ છતાં આ અત્યંત સૂક્ષ્મ વિષય અંતે તો કેવલીગમ્ય છે. વિનય દરેક પ્રસંગે યોગ્ય સ્થાને જ હોય એવું નથી. વિનય કરનારને પક્ષે માત્ર એમનું ભોળપણ જ હોય, પરંતુ દંભી, માયાવી, બની બેઠેલા લુચ્ચા અસદ્દગુરુઓ શિષ્ય-શિષ્યાના કે ભક્ત-ભક્તાણીના વિનયનો મોટો ગેરલાભ ઉઠાવતા હોય એવા પ્રસંગો પણ વખતોવખત બનતા હોય છે. સંસારમાં દુ:ખનો પાર નથી અને દુ:ખી, મુંઝાયેલી વ્યક્તિઓ જરાક આશ્વાસન મળતાં, મંત્રતંત્ર મળતાં ગમે તેને ગુરુ ધારી લઈને, તેમની આજ્ઞામાં રહીને બહુ વિનય દર્શાવતી હોય છે. એક સપુરુષની સઘળી ઇચ્છાને માન આપ અને તન, મન તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21